જ્યારે કોઈ બહારથી દરવાજો ખટખટાવી રહ્યું હતું અને સિરતના પૂછવા છતાં કોઈ જવાબ ન મળ્યો એટલે તે જડપથી પોતાના બેડ પરથી ઊઠીને દરવાજા તરફ દોડી. એકદમ ગુસ્સામાં દરવાજો ખોલીને ચિલ્લાવા જ જતી હતી કે તેની નજર પોતાના ખાસ માણસ એવા દીવાન પર પડી. તરત જ સિરતનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો. હવે તેણે શાંતિ થી દીવાન જોડે વાત કરતા કહ્યું. " हा दीवानसाहब, बताइए, क्या बात है? कोई प्राब्लम है क्या? "
दीवान: दरअसल मैं ये बताने आया था की हमारा जहाज इतने सालो के बाद भी चलने केलिए एकदम तैयार है और आप जब भी कहे हम निकल सकते है। हमारे सारे लोग भी लंगर उठाने को बेसब्री से इंतज़ार कर रहे है।
सीरत: हा वो तो होगा ही, आखिर हमारे दादाजी का जहाज जो है। लेकिन हमे निकलने केलिए अभी बहोत दिन लग जायेंगे। आप जानते ही है की हमारे पास पूरा नक्शा नही है अभितक। पहले हम नक्शे के सारे हिस्से ढूंढ ले उसके बाद ही हमे आगे का रास्ता मिल सकता है। और फिर हमे जुलाई माह की १७ तारीख का इंतजार करना होगा। इस बार की पूर्णिमा उसी दिन आने वाली है। एक काम कीजिए , मैने अभी आपके फोन पे एक लोकेशन भेजी है, हमे अभी वहा केलिए निकालना है। मैं देखना चाहती हू की वो जगह कैसी है। हमे वो नक्शे का टुकड़ा मिलता है या नही।
दीवान: जी मेम, बिलकुल। जैसा आप चाहे।
હવે સિરત અને તેના સાથીઓ મળીને પેલા લોકેશન પર જવાની તૈયારીઓ કરવા લાગ્યા. જ્યારે તેઓ નીકળી જ રહ્યા હતા તો સાથે સાથે ડેની પણ તૈયાર થઈને ગાડીમાં બેસી ગયો.
જ્યારે સિરતની નજર તેના ઉપર પડી તો થોડીવાર માટે સીરતને ડેની પર ગુસ્સો આવ્યો પણ પછી મનને શાંત કરીને તે પણ ગાડીમાં બેસી ગઈ. બધા ચંબલ નદીની નજીક ક્યાંક જઈ રહ્યા હતા. બધાના ચહેરાઓ પર ક્યાંક ને ક્યાંક ડર ની રેખાઓ દેખાઈ રહી હતી સિવાય, ડેની અને સિરત. તેમના ચહેરાઓ ઉપર એકદમ શાંતિ અને ઉત્સાહ દેખાઈ રહ્યા હતા.
સિરત ની ગાડીમાં દીવાન અને ડેની ની સાથે એક ડ્રાઈવર અને એક મંજીત નામનો પહેલવાન બેઠો હતો. એકવાર જોતા તો ખ્યાલ આવી જ જાય કે સીરતે પોતાના માણસોમાં મોટે ભાગે પહેલવાન જેવા લોકોને જ રાખેલા હતા. સિવાય દીવાન, તે એકદમ દુબળું શરીર ધરાવતો અને 50-55 વર્ષ જેટલી ઉંમરનો સમજદાર લાગતો માણસ હતો.
દીવાન અચાનક જ સીરત તરફ જોઈને કહેવા લાગ્યો.
दीवान: मेम, हमे यहां से जोधपुर तक कार से जाना है और वहा से हमे भरतपुर तक ट्रेन में जाना है। ये लोकेशन वही से नजदीक होता है। हम वहा पहुंचे उससे पहले ही हमारे लिए लोकेशन तक जाने केलिए दूसरी गाड़ियों का इंतजाम कर दिया गया है। आई हॉप की सबकुछ ठीक से हो जाए।
सीरत: सबकुछ ठीक ही होगा दीवान साहब। आप बिलकुल चिंता न करे।
તેમની વાતો સાંભળીને અચાનક ડેની થોડોક હસ્યો.
હવે સિરત ની આંખો મોટી થઈ. તેની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ આવતો હતો. એના પહેલા કે સિરત કઈક પૂછે કે તે કેમ હસ્યો, ડેની કહેવા લાગ્યો.
डेनी: देखो, आई एम सॉरी। लेकिन तुम जिस तरह से कह रही हो, ये सब उतना आसान नहीं होगा। तुम्हारे दादाजी ने अपने साथियों के साथ मिलकर नक्शे के उन टुकड़ों को कुछ ज्यादा ही सेफ तरीके से छुपाया हुआ है। मैने वो डायरी पढ़ी है। उसमे हरएक टुकड़े केलिए एक पहेली दी गई है, जिसे सुलझाने केलिए हमे बहुत दिमाग लगाना पड़ेगा। और हमारी बुद्धि से अगर हमने वो पहेलियां सुलझा भी ली, तबभी उन जगहों तक पहुंचते पहुंचते हम में से आधे लोग मर गए होगे।
અચાનક જાણે સિરતના ચહેરા પર ચિંતાની એક લહેર દેખાઈ આવી. તેણે ડેની તરફ જોયું. તેને પણ હવે ડેની ઉપર થોડો થોડો ભરોસો થઈ રહ્યો હતો. તેમ છતાં તે એકવાર કન્ફર્મેશન માટે ડેની સામે જોવા લાગી.
डेनी; क्या, में सच बोल रहा हु। मैने पूरी रात जाग कर वो डायरी पढ़ी। वो सब जाना जो तुम्हारे दादाजी ने महसूस किया। उन सारे खतरो के बारेमे जाना। उस वक्त होने वाली समस्याओं के बारेमे जाना। उस डायरी में वो सब लिखा है जो हमे उस खजाने तक पहुंचा सकता है। वहा पहुंचने के बाद भी हमे जो मुश्किलें होगी वो सब मैने पढ़ा है।
હજી પણ સિરત ડેની ની સામે જોઈ રહી હતી. એવું લાગતું હતું કે તેના મનમાં હજી પણ કોઈ પ્રશ્ન બાકી રહ્યો હતો. અચાનક ડેની બોલ્યો.
डेनी: अरे यार इस तरह मेरे सामने मत देखो। मुझे पढ़ने का शोक है तो एक रात में मैंने वो डायरी पूरी पढ़ ली। ओके।
અચાનક સિરત મંદ મંદ હસતી બીજી દિશામાં જોવા લાગી. હજી પણ તે ક્યારેક ક્યારેક ડેની સામે જોઈ લેતી. ડેની ને તો કંઈ કહી શકાય તેમ નહોતું. તેની નજર તો હંમેશા સિરત ઉપર જ રહેતી.
આશરે બે કલાક જેટલા સમય પછી તેઓ જોધપુર પહોંચ્યા. તેમને જવાનું તો રેલ્વે સ્ટેશન જ હતું એટલે બીજે ક્યાંય પણ સમય વેડફ્યા વિના જ તેઓ સીધા ત્યાં જ પહોંચ્યા.
તેમને ખ્યાલ ન આવે એ રીતે પેલો માસ્ક ધારી માણસ અત્યારે પણ એક ગાડીમાં તેમનો પીછો કરી રહ્યો હતો. તેને આ ખજાના ને લગતી બધી જ માહિતી જોઈતી હતી. એટલે તે સિરત અને ડેની ઉપર ખૂબ જ નજીક થી નજર રાખવા માગતો હતો.
સમયસર ટ્રેન પણ આવી ગઈ. તેઓ ટ્રેનમાં બેઠા. અહી પણ ડેની થોડી થોડી વારે સિરત સામે જોઈ લેતો. તે સીરતને પોતાની આંખોથી દૂર નહોતી થવા દેતો.
ટ્રેનના જે ડબ્બામાં તે લોકો બેઠા હતા, પેલો માસ્ક ધારી પણ પોતાનું મો છુપાવીને ત્યાં જ ટ્રેનના દરવાજા પાસે ઊભો હતો. ડેની સિરત સામે વારે વારે જોતો એ બાબત પર તેણે પણ ધ્યાન આપ્યું.
ટ્રેન ધીમે ધીમે ગતિ પકડી રહી હતી. આ સફર તેમને ઘણે દૂર લઈ જવાની હતી, એ બાબતથી અજાણ તેઓ સૌ અત્યારે ખુશી ખુશી સફરની મજા લઇ રહ્યા હતા. સિરત પણ ખુશ હતી. તે ધીમે ધીમે ડેની તરફ ઢળી રહી હતી. ડેની ઉપર વિશ્વાસ કરી રહી હતી.
સિરતને પણ હવે તેના દાદાની ડાયરી વાંચવાની અને તેમના રસ્તા માં આવતી મુસીબતો વિશે જાણવાની ખૂબ ઈચ્છા થઈ હતી. એટલે તે ડાયરી આગળ વાંચવા લાગી. કદાચ એટલા માટે પણ કે તેનું ધ્યાન ડેની તરફ ના જાય તેણે ડાયરી વાંચવાની ચાલુ કરી.
પેલા નકશાના બધા ટુકડાઓ મળશે કે નહિ?
તેમના રસ્તા માં કેવી કેવી મુસીબતો આવશે?
શું તેમને ખજાનો મળશે?
ખજાનો લઈને પેલા ચોર ક્યાં ગાયબ થઈ ગયા?
પેલા બીજ શેના હતા?
આવા પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો...
Dr Dipak Kamejaliya
'શિલ્પી'