Seth's ingenuity in Gujarati Adventure Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | શેઠની ચતુરાઇ

Featured Books
Categories
Share

શેઠની ચતુરાઇ

અરધી રાતનો અંધકાર એકદમ અવાજથી દૂર થયો. માણસને પોતાનો હાથ પણ ના સૂઝે એવી અંધારી રાત હજી. અંધકારના ચોરસા પડે એવી ઘનઘોર અંધારી રાત્રીમાં શેઠ ત્રાલોકચંદ પોતાના ઓરડામાં સૂતા હતા. તેમની બાજુમાં શેઠાણી શકુન્તલા દેવી સુતા હતા.

દીવાનો ઝાંખુ અજવાળું દીવાલો માથે દેખાઇ રહ્યું હતું. શેરીમાં કૂતરા જોરજોરથી ભસી રહ્યા છે.શેઠની ઊંઘમાં ખલેલ પડી, જોરથી ભસતા તેમના પાલતુ મોતીના અવાજે શેઠ જાગી ગયા. ઉપર નજર કરી તો નળિયાં ખસેડવાનો અવાજ સાંભળ્યો, પછી ખપેડા તૂટવાનો અવાજ આવ્યો. શેઠે ધીરે રહીને શેઠાણીને ઉઠાડ્યાં અને ઉપર જોવા ઇશારત કરી. શેઠાણી હબકી ગયાં. એ પોકરાણ પાડી દેકારો કરે એ પહેલાં શેઠે મૂંગા રહેવા ઇશારો કર્યો.

એટલી વારમાં તો ચોરના પગ મેડી માથે અટક્યા. શેઠે ખોંખારો ખાઈ દિવાની વાટ સરખી કરી અને શાંતિથી ઉમળકાભેર આવનાર ચોરને કહ્યું , “આવો આવો ! પધારો ! જાળવીને ઊતરજો. કેટલા દિવસથી તમારી વાટ જોતા હતા”

ચોરને પણ નવાઈ લાગી ! આખી જિંદગીમાં આવો આવકાર અને એ પણ ચોરને ? ચોર મૂંઝાઈને નીચે ઊતર્યો.

શેઠે શેઠાણીને કહ્યું , “જો , ભગવાને સામું જોયું. લે , પરભુએ તારી અરજ સાંભળી. દીકરો – દીકરો કર્યા કરતી’ હતી ને , તે લે દયાળુ દીનાનાથે તને દીકરો દીધો : જુવાનજોધ દેવના ચક્કર જેવો ! ” શેઠાણી તો તેમના પતિના વાક્ય સાંભળી એકદમ અવાચક થઈ ગયાં. શેઠની વાત તેમને કોઇ સમજાણી નહિ

શેઠે કહ્યું “ જોઈ શું રહ્યાં છો ? દીકરાને વધાવો ! ગાદીતકિયા પર બેસાડો ! ચાંદલો કરો ચોખા ચોડો ! દીકરાનું મોઢું મીઠું કરાવો ! જલદી કરો , શેઠાણી ! વેળા વીતી જાય છે.

શેઠે ચોરને કહ્યું , ” આવ , દીકરા , આવ ! અહીં તકિયા પર બેસ . તું તો દેવનો દીધેલ છો ? “

ચોરને થયુ ચોરી કરવી , રાતનું ભટકવું , જીવનું જોખમ ખેડવું . પકડાઈને પોલીસનો માર ખાવો એના કરતાં તૈયાર ગાદી પર બેસી શેઠનો દીકરો થવામાં શો વાંધો ચોર ગળગળો થઈ ગયો અને બોલ્યો , “ શેઠ ! દયા તો ભગવાને મારા માથે કરી છે … તમારાં જેવાં મા – બાપનો મેળાપ કરાવ્યો ! ”

ચોર શેઠ – શેઠાણીને પગે લાગ્યો . શેઠે તેને પ્રેમથી ગાદી પર બેસાડ્યો . શેઠાણીએ દીવો થાળીમાં મૂક્યો , કંકાવટી રાખી , ચોખા મૂક્યા .

શેઠ કહે , ‘ ગગાનું મોઢુ મીઠું કરવા ગોળ મૂકો . શેઠાણીએ ડબામાંથી ગોળનો ગાંગડો કાઢ્યો.રાણીછાપનો ચાંદીનો એક રૂપિયો શુકનનો આપ્યો..
પછી શેઠાણીએ આવી પરથમ ચોરને પાણી પીવડાવ્યું..
પછી કંકાવટીમાંથી કંકુ લઈ ચાંદલો કર્યો . માથે ચોખા ચોડ્યા . મોઢું મીઠું કરાવી પુત્રનાં ઓવારણાં લીધાં .ચોરને ધરપત થઈ ગઈ કે ભૂલથી પણ આવી ગયો છું પણ સારુ છે સાચા ઘરે .

શેઠ શેઠાણીને કહે,” હવે બેસો નિરાંતે.
જુઓ , ભગવાને ઘણાં વરસે દીકરો દીધો છે .
હવે આપણે એનું નામ પાડવાનું છે . ”

શેઠાણી કહે , ” મેં તો નક્કી કર્યું છે – લક્ષ્મીચંદ .”

શેઠ કહે , “ ના , ગુલામમહંમદ‘‘.

શેઠાણી કહે , ” તમે ગાંડા થયા ? આપણામાં ગુલામમહંમદ નામ હોતું હશે ? લક્ષ્મીચંદ હોય , નરેશકુમાર હોય , જેઠાલાલ હોય . સારું પાડવું હોય તો રામચંદ્ર હોય.”

‘‘ગુલામમહંમદ ! ” શેઠે જોરથી રાડ પાડી , હા ગુલામમહં . . . ગુલામમહંમદ ! “

‘‘અરે ! ભગવાનનું નામ છે રામચંદ્ર નામ પાડો !” શેઠાણીએ આજીજી કરી , પણ શેઠ ધુંવાફુંવા થઈને બોલ્યા , ” ના ગુલામમહમદ ! એક વાર નહિ , સાત વાર ગુલામમહંમદ ! “

હવે શેઠની બાજુમાં જ ફોજદારસાહેબ રહેતા હતા. એમનું નામ ગુલામમહંમદ હતું. ઉપરાઉપર ત્રણચાર વાર શેઠ તેમનું નામ ગુલામમહમંદ એટલે ગુલામમહંમદ તરત જ ઊઠી કેડે રીવૉલ્વર લઈ શેઠની ખડકીએ પહોંચ્યા અને ખડકી ખખડાવી , “ શેઠ , ખોલો તો ! “

અવાજ આવતાં શેઠાણીએ ખડકી ખોલી. ફોજદાર ગુલામહંમદે પૂછ્યું : ” શેઠ , કેમ છે કયારના મારા નામની શું રાડ્યું પાડો છો ? “

શેઠે માત્ર પુત્રરત્ન પ્રત્યે આંગળી ચીંધી. ગુલામમહંમદે ઉપર છતમાં ખસેડાયેલાં નળિયાં જોયાં , ગાદી માથે બેઠેલા માણસને જોયો , ત્યાં બધું સમજી ગયા . ઉપાડીને એક લાફો વળગાડ્યો ત્યાં ચોર અલગોઠિયું ખાઈને ગાદી પરથી ફળિયામાં પડ્યો.

ચોર કહે , “ભાઈસાબ , મારો માં !” આટલો દેકારો થયો ત્યાં જમાદાર અને રામદાસ મા’રાજ આવી પહોંચ્યા . ચોરના મોઢામાંથી ફોજદારે થપાટ મારી ને ગોળનો ગાંગડો પડી ગયો. ફોજદાર સાહેબની સૂચના મુજબ જમાદારે હાથકડી પહેરાવી , સાથે રહેલા પોલીસે ચોરને બાંધ્યો અને ઉપાડ્યો સાથે.

શેઠે ચોરને કીધું , “ બેટા , સુખેથી રહેજે અને કોઈ જાતના ઉધામા કરતો નહિ. ભગવાન તને ત્યાં સુખી રાખશે. જે રસ્તો તેં લીધો છે એ તું જ્યાં જાય છે ત્યાં જ તારો રસ્તો પૂરો થાય છે.”

DIPAKCHITNIS

dchitnis3@gmail.com