Dhup-Chhanv - 72 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 72

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ધૂપ-છાઁવ - 72

મિથિલ અપેક્ષાને પોતાને મળવા માટે બોલાવે છે અને તે અપેક્ષાની રાહ જોતો બેઠો છે તેટલી વારમાં તો કંઈક કેટલાય વિચારો તેના માનસપટને ઘેરી વળ્યા છે પોતે ભૂતકાળમાં કરેલી ભૂલ ઉપર અત્યારે તેને ખૂબજ પસ્તાવો થઈ રહ્યો છે અને તે વિચારી રહ્યો છે કે, "હવે હું તેની સાથે ખૂબજ પ્રેમથી અને ખૂબજ સારી રીતે રહીશ તેને હાથમાં ને હાથમાં રાખીશ, તેને જરાપણ ખોટું નહીં લાગવા દઉં... પણ હવે તે મારી સાથે રહેવા માટે તૈયાર થશે...? તે જ તો મોટો પ્રશ્ન છે...ના ના હું તેના પગમાં પડી જઈશ.. તેને કગરીશ...તેને ખૂબ વિનંતી કરીશ...તે જે કહેશે તેમ કરીશ પણ હું તેને મેળવીને જ રહીશ.. હું તેના વગર જાણે અધૂરો છું...કેટલો બધો પ્રેમ કરતી હતી તે મને..!! તે મને છોડવા પણ તૈયાર નહોતી મેં તેને ખૂબજ હેરાન કરી છે મેં તેને ખૂબ દુઃખ આપ્યું છે.. આટલા બધા સમય પછી તે મને માફ કરી શકશે... હા કરશે કારણ કે તે મને પ્રેમ કરે છે ખૂબજ પ્રેમ કરે છે. હું તેને મેળવવા માટે બધુંજ કરી છૂટીશ પણ તેને મેળવીને જ રહીશ...!!

અને કાગડોળે રાહ જોઇ રહેલા મિથિલના ઈંતજારનો અંત આવે છે જે ક્ષણ જે ઘડીની તે રાહ જોઈ રહ્યો છે તે આવી પહોંચે છે. અપેક્ષા તેને મળવા માટે આવી પહોંચે છે. લાઈટ ગ્રે કલરની સ્કીન ટાઈટ ટીશર્ટ અને બ્લ્યુ જીન્સમાં અપેક્ષા કોલેજીયન યુવતી લાગી રહી છે. બિલકુલ નાજુક નમણી એકદમ રૂપાળી અને યુએસએ ગયા પછી તો લાલબુંદ જેવી થયેલી અપેક્ષા નજરાઈ જાય તેટલી સુંદર લાગી રહી હતી. મિથિલ તો જાણે તેની આગળ સાવ ફિક્કો લાગતો હતો તેને જોતાં વેંત જ મિથિલને એમ થઈ ગયું કે, હવે અપેક્ષા મને પસંદ નહીં કરે અને મારી વાત પણ નહીં માને પણ પછી તેને થયું ના ના, તે તો મને ખૂબજ પ્રેમ કરે છે અને હું પણ તેને ખૂબ પ્રેમ કરું છું હું અમારા પ્રેમનો તેને વાસ્તો આપીશ પરંતુ તેને મેળવીને જ રહીશ આ વખતે હું તેને મારાથી દૂર નહીં જવા દઉં.

અને જેમ જેમ અપેક્ષા તેની નજીક આવી રહી હતી તેમ તેમ તેના દિલની ધડકન વધી રહી હતી. અપેક્ષા તેની બાજુમાં આવીને ઉભી રહી ગઈ પરંતુ તે કંઈજ બોલી ન શક્યો તેને આમ સાવ મૂંગો ઉભેલો જોઈને અપેક્ષાએ તેને બોલાવ્યો કે, "મિથિલ, ક્યાં ખોવાઈ ગયો છે, કેમ આમ ચૂપચાપ ઉભો છે કંઈ બોલતો કેમ નથી?"

અપેક્ષાના આ પ્રશ્નનો મિથિલ પાસે કોઈ જવાબ જ નહોતો હજુપણ તે ચૂપ જ હતો ફરીથી અપેક્ષાએ તેને બોલાવ્યો અને પૂછ્યું કે, "કેમ છે તું મજામાં તો છે ને?"

મિથિલ કંઈ બોલે તે પહેલાં તેનાં આંસુઓએ બોલવાનું શરૂ કરી દીધું જાણે કંઈ કેટલાય સમયથી તેણે પોતાના આંસુઓને રોકીને રાખ્યા હતા અને તે અપેક્ષાની રાહ જોઈ રહ્યા હોય તેમ અપેક્ષાને જોઈને જ મુશળધાર વરસી રહ્યા હતા. અપેક્ષા મિથિલને આમ કારણ વગર રડતાં જોઈને વિચારમાં પડી ગઈ અને મિથિલ જેવો નિષ્ઠુર છોકરો આ રીતે રડી શકે છે તે જોઈને પણ તેને નવાઈ લાગી. મિથિલે પોતાના બંને હાથ વડે પોતાનું મોં દબાવી દીધું હતું અને તે છુટ્ટા મોંએ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો.

અપેક્ષાએ પોતાના બંને હાથ મિથિલના હાથ ઉપર મૂક્યા અને તે મિથિલને પૂછવા લાગી કે, "શું થયું મિથિલ કેમ આમ કંઈપણ બોલ્યા વગર ચૂપચાપ રડ્યા કરે છે?"
મિથિલે કંઈજ જવાબ ન આપ્યો ફક્ત પોતાનું માથું જ ધુણાવ્યું. અપેક્ષા વધુ વિચારમાં પડી ગઈ અને ફરીથી તેણે મિથિલને પૂછ્યું કે, "કેમ તું આટલું બધું રડી રહ્યો છે શું થયું? અને વધુમાં તેણે ઉમેર્યું કે, તું મને કંઈ કહેશે તો મને ખબર પડશે કે તું કેમ રડી રહ્યો છે નહીંતર મને કઈરીતે ખબર પડશે કે તું કેમ રડી રહ્યો છે?"

અને અપેક્ષાના આ શબ્દો સાંભળીને મિથિલ અપેક્ષાના પગમાં પડી ગયો અને બોલ્યો કે, "મને માફ કરી દે અપેક્ષા, હું તને અને તારા પ્રેમને ઓળખી શક્યો નહીં મેં જે પણ કંઈ તારી સાથે કર્યું તે બદલ હું ખરા દિલથી તારી ખૂબ ખૂબ માફી ઈચ્છું છું. મને માફ કરી દે અપેક્ષા મને માફ કરી દે..." અને આટલું બોલતાં બોલતાં વળી પાછો તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

હવે શું કરવું અપેક્ષાની સમજમાં કંઈ આવ્યું નહીં તેણે ફરીથી મિથિલને રડતાં અટકાવ્યો અને તે બોલી કે, "મિથિલ મેં તો તને ક્યારનોય માફ કરી દીધો છે અને માફ કરી દીધો છે માટે તો હું તને અહીં મળવા માટે આવી છું નહીંતો હું તને મળવા માટે જ ન આવત.."
તેની વાતને વચ્ચે જ અટકાવતાં મિથિલ બોલ્યો કે, "જો તે મને ખરા દિલથી માફ કરી દીધો હોય તો પછી તારે મારી બીજી એક વાત પણ માનવી પડશે..."

હવે મિથિલ બીજી કઈ વાત અપેક્ષાને કહેવા માંગે છે અને પોતાની કઈ વાત અપેક્ષાની પાસે મનાવવા માંગે છે અને તે વાત અપેક્ષા માનશે કે નહીં માને?? તે આપણે આગળના ભાગમાં જોઈશું...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/9/22