love birds in Gujarati Motivational Stories by Dave Yogita books and stories PDF | ચકો-ચકી

Featured Books
Categories
Share

ચકો-ચકી

નમસ્કાર મિત્રો!

હાસ્ય અને વ્યંગ સાથેનો લેખ લખી રહી છું.મને આશા છે તમને ગમશે મિત્રો.

કા મારા ચકારાણા? હા બોલો ને મારી ચકીરાણી! બન્ને આકાશમાં ઉડતા ઉડતા વાતો કરે છે.આજ તો ખૂશી નો દિવસ છે. આપણને બન્નેને પ્રેમી પંખીડાનો આ એવોર્ડ મળ્યો છે. બધાં પંખી આપણા પ્રેમને એક બિરુદ પણ આપ્યું પ્રેમી પંખીડા.

ચકો અને ચકી આવી વાતો કરતા આકાશમાં ઉડે છે. ચકારાણા જરા ધીમા પડો આ સામે કોઈ ઉભુ છે. અહીં આકાશમાં કોણ હોય!

અરે! આ તો શાક્ષાત પરભ્રમ પરમાત્મા છે. ખુદ ભગવાન. ચકો અને ચકી બન્ને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ભગવાન :હું તમને વરદાન દેવા આવ્યો છું.હું તમારા બન્નેના પ્રેમથી ખૂબ ખુશ છું. બોલો શું જોઈએ છે.આજ તમે માંગો એ આપુ.

ચકી અને ચકો - પ્રભુ તમારા દર્શનથી જ અમે ધન્ય થઈ ગયા.

ભગવાન : માંગવું તો પડશે જ.

ચકી - ખુશ થતા થતા બોલી પ્રભુ અમને બંનેને માણસ બનાવી આપો.અને ત્યાં પણ અમારું મિલન થાય અને અમે જ પ્રેમી પંખીડા બનીએ.

ભગવાન : હું તમને આ વરદાન દેવા તૈયાર છું.તમે બન્ને તૈયાર છો.આ વરદાન માટે ચકરાણા મૂંઝાયેલા લાગે છે.

ચકો: ના ભગવાન. ચકી કહે એ જ પ્રમાણે વરદાન આપો.પણ અમારો સાથ ત્યાં પણ અમને બન્ને ને મળવો જોઈએ.એ પણ પ્રેમી પંખીડા બનીને જ.

ભગવાન હસવા લાગ્યા.એક મેનુ નિકળ્યું હવા માંથી.

ચકો અને ચકી બન્ને પૂછવા લાગ્યા આ શેના માટે મેનુ?
તમારા બન્ને માટે આમાં સવાલો છે. જેથી પૃથ્વી પર જવાનું સહેલું બની જાય.

ચકી તો ખુશ ખુશ હતી.અને ચકો ચકીને જોઈ ખુશ હતો.

ભગવાન : મારા થોડા પ્રશ્ન છે એના જવાબ આપજો.
પ્રશ્ન૧ - તમારે ક્યાં દેશમાં જન્મ લેવો છે?

ચકો અને ચકી : એટલે ધરતી પર દેશ પણ નક્કી કરવો પડે.

ભગવાન : હા

ચકો અને ચકી : ભારત જેવો કોઈ દેશ નથી.ઉડતા ઉડતા અમે સાંભળ્યું છે જન્મતો ત્યાં જ લેશું.

ભગવાન : તથાસ્તુ .
પ્રશ્ન ૨: ક્યાં ધર્મમાં જન્મ લેવો છે? હિન્દુ,મુસ્લિમ,શિખ, ઈસાઈ

ચકો અને ચકી: આ શું પ્રશ્ન છે ભગવાન? પ્રેમ માટે ધર્મ થોડો નક્કી કરવાનો હોય.

ભગવાન : હા. પૃથ્વી પર એવી જ વ્યવસ્થા છે.જો ધર્મ એક હોય તો જ પ્રેમ સાર્થક ગણાય.નહિતર તમે મુસીબતમાં આવી જશો.

ચકો અને ચકી: બન્ને વિચારમાં પડી ગયા.સારું કોઈ પણ પસંદ કરીએ.
હિન્દુ.

ભગવાન : હવે બોલો ધર્મ તો નક્કી થઈ ગયો.હવે તમારી જાતિ નક્કી કરી લ્યો. બ્રાહ્મણ,પટેલ, વાણિયા, દરબાર, સુથાર,લુહાર,આહીર અને આવી ઘણી બધીમાંથી
એક પસંદ કરો. અને

ચકો અને ચકી: આ શું ભગવાન મજાક બનાવો છો અમારો.અમને કંઈ સમજતું નથી. અમે પહેલી વાર માણસ બનીએ છીએ. એમાં આટલા સવાલ.

ભગવાન: આ ફરજિયાત છે. પછી પૃથ્વી પર તમારું મિલન નહિ થાય તો મારું વરદાન પૂરું ના થાય.અને મારું વરદાન ખોટું ન પડે એટલે હું આ પસંદ કરવું છું. હા આ બધી જ્ઞાતિમાં તમારે બન્ને એ એક જ જ્ઞાતિ પસંદ કરવાની રહેશે.જો અલગ-અલગ પસંદ કરશો તો નક્કી ન કહી શકાય તમારા મિલન થાય અને ના પણ થાય.

ચકો અને ચકી: બંને ખૂબ મુંજાય ગયા.આ શું માંગી લીધું ભગવાન પાસે. મને તો એમ હતું કે માણસ બની ને પ્રેમ કરવાની મજા આવશે ચકો એ કહ્યું. હવે ચકારાણા? કંઈ નઈ આ છેલ્લો જ પ્રશ્ન હશે ભગવાન નો ગમે તે જવાબ આપી દઈએ. પછી તો આપણે પૃથ્વી પર પણ બની જઈશું પ્રેમી પંખીડા નંબર -૧.
ચકી કહે સારું.તો બનાવી દો લુહાર અમને બન્નેને.

ભગવાન: તથાસ્તું. છેલ્લો પણ મહત્વનો પ્રશ્ન.ગરીબ બનવું છે કે અમીર?

ચકો અને ચકી : આ વાત નો તો મતલબ પણ અમને નથી ખબર ભગવાન.શું કહો છો તમે.

ભગવાન: જો પૃથ્વી પર અમીર અને ગરીબ માણસ વચ્ચે પ્રેમ શક્ય જ નથી.જો થઈ જાય તો પણ કોઈ તમને અપનાવશે નહિ.એ શક્ય જ નથી .
ચકો અને ચકી: બન્ને ભગવાનના પગમાં પડી જાય છે.અમારે નથી બનવું માણસ.નથી રહેવું પૃથ્વી પર.અમારું વરદાન પાછું લઇ લ્યો ભગવાન.

આમ કંઈ પુછી પુછીને થોડો થતો હશે પ્રેમ???
આમ કંઈ પુછી પુછીને થોડો થતો હશે પ્રેમ???

ભગવાન : મેં બધાને એક સરખા બનાવ્યા હતા. બધા એ મને પણ વહેંચી દીધો અને મારા પ્રેમને પણ.ખેર, હું તો માવતર છું મારા સંતાનની બધી ભૂલ માફ છે.
તમારે કંઈ કહેવું હોય આ માણસોને તો કહી શકો છો.હું મારા વરદાન પાછા લઇ લવ છું.
અને તમને બન્નેને હમેશા સાથે રહેવાનું વરદાન આપું છું.તથાસ્તુ.

ચકો અને ચકી: અમારે તો એટલું જ કહેવું છે.જો આ બધી મુશ્કેલીમાંથી પસાર થઇને તમને તમારું પ્રેમીપંખીડાનું બિરૂદ મળ્યું છે તો તમારા પાર્ટનરને સાચવજો.કેમ કે, બધાને પ્રેમ મળતો નથી અહીં.અસ્તુ.

યોગી