(કેશવને ગોતવા નીકળેલો કાંતુ ફરી એકવાર પાલી થી રામપુર આવે છે.)
કાંતુએ પાલી પહોંચીને કેશવ વિશે ઘણી બારીકાઈથી તપાસ કરી. અનેક લોકોને એના વિશે પૃચ્છા કરી. પણ કેશવ પાલીમાં રહેતો હોય તો કોઈ એને ઓળખે ને? કાંતુને ખબર જ ન હતી કે સોમનાથ પાલીમાં રહેતો હશે. સવારથી લઈને બપોર સુધી એણે કેશવ વિશે આખા ગામમા શોધ ખોળ કરી જોઈ. પણ કોઈ પરિણામ ન મળ્યું ત્યારે પોતાના સાથીઓ સાથે રામપુર આવ્યો ત્યાં ફરી એકવાર કેશવના ઘરમાં તાળુ તોડીને ઘૂસ્યો. પણ કેશવ અહીં પણ આવ્યો ન હતો.
એક ચા ની રેકડી પર કાંતુ ગયો.
" એ રામ રામ ભાઈ. ત્રણ ચા આલજો રેકડીવાળા એ ચા અંબાવી ને કાંતુને પૂછ્યુ.
" હમણાં બે દિવસ પહેલા તમે કેશુ ને ગોતવા આવ્યા હતા ખરું."
" હા પણ ત્યારે ય એ કેશવભાઈ નહોતા મળ્યા. અને આજેય ન મળ્યા.ક્યા ગ્યા છે ખબર છે તમને ભાઈ?"
" મેં પણ હમણાં ચારેક દિવસથી નથી એમને જોયા કે નથી એના દીકરાને જોયો."
" એનો દીકરો?" કાંતુએ પૂછ્યુ
" નામ શુ છે એનુ?"
" જીગ્નેશ નામ છે. બહુ જ રૂપાળો અને સશક્ત છે. અને એ એના બાપ થી સાવ નોખો જ છે."
" નોખો એટલે?" કાંતુએ પોતાના કામની કોઈ વાત જાણવા મળે એ હેતુથી પંચાત ચાલુ રાખી.
"નોખો એટલે એમ કે.કેશવ મહાખેપાની.પંચાતિયો અને માથાભારે. ત્યારે જીગ્નેશ કોઈની લપનછપન કરવામાં ન માને. પોતાના કામથી કામ."
"અને એ જીગ્નેશ કામ શું કરે છે? એ તો નથી ખબર પણ એના બાપની જેમ ચોરીઓ કરતો હોય તો કહેવાય નહી. પણ ગામમાં કોઈ દી ચોરી નથી કરતો" ચા ના પૈસા ચૂકવતા કાંતુએ પૂછ્યું.
" એમના બીજા કોઈ સગા ગામમાં રહે છે ખરા?."
" આ ગામમાં તો કોઈ નથી રહેતું ભાઈ. પણ પાલીમાં એમના કોક સગા રહે છે." ચાવાળા ની વાત સાંભળીને.કાંતુના ચહેરા ઉપર થોડીક ચમક આવી.
" કોણ રહે છે? ખબર છે તમને? શુ નામ છે?"
"લગભગ સોમનાથ નામ છે. કેશુ ના મોઢેથી સાંભળ્યું છે કે એ એનો દૂરનો ભાઈ થાય છે. કાકા મોટાબાપા નો થાતો હશે કદાચ. બાકી ખબર નથી. પણ એ અવારનવાર ત્યા જાય છે ખરો." સોમનાથ. નામ સાંભળીને કાંતુના કાન ઊભા થઈ ગયા.સોમનાથને તો એ સારી રીતે ઓળખતો હતો. દોલતનગરમા ઘણીવાર એને મળ્યો પણ હતો. એ તરત પોતાના સાથીઓ સાથે ફરી એક વાર પાલી જવા રવાના થયો.
અને બરાબર એ જ વખતે પાલીથી સોમનાથ અને મંદા સીતાપુર જવા બસમાં બેઠા.
કેશવ બંને હાથ જોડી મહાત્માને વિનવી રહ્યો હતો. એની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી.
" બાપુ. ખરેખર હું પાપ્યો છુ. મે ઘણા ઘર લૂંટ્યા છે. મેં પહેલા સોમનાથનુ અને પછી જીગ્નેશ નું બાળપણ બરબાદ કર્યું છે. મે એ બંનેને ચોર બનાવ્યા બાપુ. હું એક બ્રાહ્મણ કન્યાનો વેપલો કરવા નીકળ્યો તો બાપુ. એની સજા રૂપે. મેં મારા આંગળા ગુમાવ્યા. તોય મારી આંખ નથી ખૂઘડી. પણ તમારા દર્શન માત્રથી જ બાપુ. મને મારા અત્યાર સુધી કરેલા કુકર્મોનો પસ્તાવો થઈ રહ્યો છે. મને સાચા માર્ગે વાળો બાપુ. મારું માર્ગદર્શન કરો. મારુ કલ્યાણ કરો. મને મારા પાપોથી મુક્તિ અપાવો બાપુ." આટલું બોલતા બોલતા કેશવ ચોધાર આંસુએ રડી પડ્યો. મહાત્માજીએ પ્રેમથી કેશવના માથે.અને પીઠ પર હાથ પસરાવતા કહ્યુ.
" તારા અશ્રુ.અને તારો આ પ્રશ્ચાતાપ જ તારા પાપોની મુક્તિનુ પહેલુ પગથિયુ છે કેશવ. અને તારા પાપોની સંપૂર્ણ મુક્તિ માટે. તારે હુ કહુ એમ કરવું પડશે."
" તમે જે કહેશો એ કરવા હું તૈયાર છુ બાપુ."
મહાત્મા કેશવ પાસે શુ કરાવશે?.. વાંચતા રહો ચોર અને ચકોરી...