Atitrag - 46 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 46

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અતીતરાગ - 46

અતીતરાગ-૪૬

ઢીશુમ...ઢીશુમ... કર્યું, લતા મંગેશકરે.

ઢીશુમ ઢીશુમ... અને તે પણ લતા મંગેશકર. ?
કોઇકાળે માનવામાં ન આવે તેવી આ વાત છે.
હાં,
વાત સત્ય છે, લડાઈ થઇ હતી પણ શારીરિક નહિ,શાબ્દિક.
આ ઘટના છે વર્ષ ૧૯૫૭ની. તે સમયમાં એ સિદ્ધાંતની લડાઈ ખાસ્સી ચર્ચાસ્પદ રહી હતી.

હક્ક, હિસ્સા અને અધિકારના મુદ્દાની મારામારી થઇ હતી, લતા મંગેશકર અને શંકર- જયકિશન વચ્ચે.

અને ઝઘડાનું મૂળ હતું ફિલ્મફેર એવોર્ડ.

આખરે શું હતો તે કિસ્સો ?
અને અંતે કોણ બાજી મારી ગયું...?

જાણીશું આજની કડીમાં.

આજના સમયમાં જયારે કોઈ એવોર્ડ ફંકશનમાં વિજેતાનું નામ જાહેર કરવામાં આવે છે ત્યારે, મંચ પર આવી, સીલબંધ કવરમાંથી એક પરચી કાઢી, તેમાંનું નામ વાંચ્યા પછી તે વિનરનું નામ ડીકલેર કરવામાં આવે છે.

પણ ૧૯૫૪માં શરુ થયલાં ફિલ્મફેર એવોર્ડમાં તે સમયે એવી પરંપરા હતી કે, ફંકશન એનાઉન્સ થયાં પહેલાં જ વિજેતાને તેનું નામ જણાવી દેવામાં આવતું હતું. અને તેમને કહેવામાં આવતું કે. તમારે એવોર્ડ સેરીમાંનીમાં અચૂક હાજર રહેવાનું છે.

વર્ષ ૧૯૫૭માં મશહુર સંગીતકાર જોડી શંકર-જયકિશનને તે વર્ષનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધ બેસ્ટ મ્યુઝીક ડીરેક્ટર ફોર ફિલ્મ ‘ચોરી-ચોરી’.

તે સમયમાં એવોર્ડ વિતરણ કરતી સંસ્થા તરફથી એવું ચલણ હતું કે, જે વિજેતા હોય તે તેના ગીતો લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સ્ટેજ પર પરફોર્મ કરે.

જયારે ‘ચોરી-ચોરી’ ફિલ્મ માટે બેસ્ટ સંગીતકારના એવોર્ડ વિજેતા તરીકે શંકર-જયકિશનને જાણ કરવામાં આવી ત્યારે,

જયકિશન, લતા મંગેશકર પાસે આવ્યાં અને લતા મંગેશકરને ક્ર્હ્યું કે, ફિલ્મ’ ચોરી-ચોરી’ માટે એવોર્ડ મળ્યો છે, અને તમારે સ્ટેજ પર
‘ રસિક બલમા....’ સોંગ ગાવાનું છે.’
પણ..

લતા મંગેશકરે જયકિશનને સદંતર ના સુણાવી દીધી.

‘હું મંચ પર ગીત નહીં ગાઉ’

આટલું સાંભળતા શંકર-જયકિશન આશ્ચર્યની મુદ્રામાં પરસ્પર એકબીજાની સામું જોઈ રહ્યાં.

જયકિશને લતાજીને પૂછ્યું,
‘પણ શા માટે ? આપણને એવોર્ડ મળ્યો છે.’
એટલે તરત જ લતા મંગેશકરે કહ્યું,
‘આપણેને નહીં, એવોર્ડ તમને મળ્યો છે, મને નહીં.
‘એવોર્ડ સંગીતકારને મળ્યો છે, ગાયકને નહીં. અને જેણે ગીત લખ્યું છે, તેમને પણ નથી મળ્યો.

તે સમયે ફિલ્મ સંગીતની કેટેગરીમાં એવોર્ડ ફક્ત સંગીતકારને જ આપવામાં આવતો હતો. ગાયક અને ગીતકારને એવોર્ડ આપવાની પ્રથા નહતી.

લતાજીએ તથ્ય સમજવતા જયકિશનને એવું કહ્યું કે.

‘આ એવોર્ડ વિતરણ કરતી સંસ્થાને એ ખ્યાલ નથી કે. એક સુપરહિટ ગીત પાછળ જેટલી મહેનત સંગીતકારની છે, એટલી જ મહેનત ગાયક અને ગીતકારની પણ છે.

‘અને જો તમને એવું લાગતું હોય કે, તમારી સફળતા અને પુરષ્કારમાં ગાયક કે ગીતકારનો કોઈ ફાળો નથી, તો આપ એકલાં જાઓ અને સ્ટેજ પર પરફોર્મ કરો.’

અને અંતે લતાજીએ એવું પણ કહ્યું કે,
‘આજ પછી હું એવોર્ડ ફંકશનમાં ત્યારે જ પરફોર્મ કરીશ જયારે સિંગર અને ગીતકારનું પણ સમ્માન કરવામાં આવશે.’

લતાજીની નારાજગી અને કડક વલણથી વાદ-વિવાદ વકરતો ગયો.
અને વાતાવરણ ઉગ્ર બને તે પહેલા જયકિશન ઊભાં થઈને બહાર ચાલી ગયાં.

થોડા સમય પછી શંકર આવ્યાં મામલો શાંત પાડવા માટે. અને લતાજીને કહ્યું,
‘તમે જયકિશનની વાતનું માઠું ન લગાવશો. હું તમારી વાતને સમર્થન આપું છું.
તમે સાચા છો. તમે ગીત ગાવા નથી ઇચ્છતા, તો તમે ગીત ન ગાશો.

એ પછી બે વર્ષ બાદ ૧૯૫૯થી બેસ્ટ સિંગર અને બેસ્ટ ગીતકારની કેટેગરીની શરુઆત થઇ.

તે વર્ષે ૧૯૫૯માં બેસ્ટ ગાયકનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો લતા મંગેશકરને.
ગીત હતું, ‘આજ રે મેં તો કબ સે ખડી ઇસ પાર....’ ફિલ્મનું નામ હતું ‘ મધુમતી.’

અને ગીતકાર તરીકે પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો શૈલેન્દ્નને. ફિલ્મનું નામ હતું ‘યહૂદી’ ગાયક હતાં. મુકેશજી, અને ગીત બોલ હતાં.. ‘યે મેરા દીવાનાપન હૈ..’


આગામી કડી....

કિશોરકુમારના ગીતો પર પ્રતિબંધ.

ભારતની આઝાદીના અઢી દાયકા બાદ એટલે કે, ૨૫ વર્ષ પછી રેડીઓ અથવા દૂરદર્શન જેવાં સરકારી જાહેર માધ્યમો પર ગાયક કિશોરકુમારના ગીતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

તે સમયગાળો હતો વર્ષ ૧૯૭૫થી ૧૯૭૭ સુધીનો.

અને આ હિટલર શાહી જેવી સરમુખત્યાર રંજાડની બાગડોર હતી. તે સમયના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મીનીસ્ટર વિધા ચરણ શુક્લાના હાથમાં.

વિદ્યા ચરણ શુક્લાના તઘલખી ફરમાનના આદેશથી કિશોરકુમારના સોંગ્સ પર પાબંદી મુકવામાં આવી હતી.

શું હતો એ પૂરો માજારો ?

ચર્ચા કરીશું નેક્સ્ટ એપિસોડમાં.

વિજય રાવલ
૦૮/૦૯/૨૦૨૨