ધ સ્કોર્પીયન
પ્રકરણ – 36
રુદ્ર રસેલે દેવને એની બાજુમાં બેસવા આમંત્રણ આપ્યું એમને ખબર પડી દેવ DGP રાયબહાદુરનો એકનો એક દીકરો છે પછી એને ઓફર પણ કરી કે તારે કંઈ પણ કામ હોય તું મને નિઃસંકોચ કહી શકે છે તને મદદ કરવાથી મને આનંદ થશે દેવ આભારવશ થઇ ઉભો થઇ ગયો અને બોલ્યો “ સર...સર મને ફરવાનો નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનો ખુબજ શૌખ છે હાલમાં હું યુરોપીયન ટુરીસ્ટને લઈને કલીંમપોંગ અને અહીંના પહાડ -જંગલ ઘુમાવવા લઇ આવ્યો છું...પણ ખાસ અગત્યની વાત એ છે કે ટુરીસ્ટ લઈને આવવા કે ટૂરીઝ્મનો પ્રોફેશન કરવો એ નામનું છે મુખ્યતો મને ફરવું નવી નવી જગ્યાઓ જોવી...કુદરત અને પંચતત્વની કમાલ શ્રુષ્ટિમાં કેવી છે એ જોવા એનો અભ્યાસ કરવો અને સાચી દીલની વાત કહું તો હું એનાં ઉપર એક પુસ્તક લખવા માંગુ છું...” અને એને અટકાવી રુદ્ર રસેલે કહ્યું...
“હેય...યંગ મેન ...વાઉ શું વાત છે ? તું તો મારાં અને મારી ફેમીલીનાં જેવાં વિચાર ધરાવે છે...આઈ લાઈક ઈટ સૌથી સારી વાત એ લાગી કે તું બધું એક્સપ્લોર કરીને એનાં અંગે પુસ્તક લખવા માંગે છે...બાય ધ વે તું મારી સાથે આટલી નિખાલસતાથી તારાં મનની વાતો કરે છે મને ખૂબ ગમ્યું...પ્રોફેશન , પૈસો ,સક્સેસ જીવનમાં જરૂર અગત્યતા ધરાવે છે ના નહીં...પણ એક્સપ્લોર કરીને તમે તમારાં મન માટે તમારી ઈચ્છા પૂર્તિને શબ્દોમાં કંડારો અને એ દુનિયા સમક્ષ મુકો એ મોટી વાત છે...હું તને એડવાન્સમાં બેસ્ટ લક કહું છું...ફરીથી તને કંઈ પણ કામ હોય તો મને કહેવા ઓફર કરું છું બાય ધ વે હું તને મારાં પેલેસ પર આવવા ઇન્વાઇટ કરું છું ત્યાં તને ઘણું બધું જોવા મળશે. જેમાં તને ખાસ રસ છે...”
બધાં રુદ્ર રસેલ અને દેવ સામેજ જોઈ રહેલાં કે આ બંન્ને એવી કેવી વાતો કરે છે કે એટલાં વાતો કરવામાં મગ્ન છે પાર્ટી ચાલી રહી છે એ લોકોને કંઈ ધ્યાનજ નથી.
એનાઉન્સમેન્ટ પછી સિદ્ધાર્થ બધાને જોઈ રહેલો એનો સ્ટાફ બધાં મહેમાનોનું સ્વાગત એમનાં સુધી ડ્રીંક અને બીજી ખાવાની આઇટમો જઈ રહી છે કે નહીં એનું ધ્યાન રાખી રહેલાં.
સિદ્ધાર્થે હાથમાં જામ લીધો એની નજર બંન્ને તરફ હતી એક રુદ્ર રસેલ અને દેવ તરફ અને બીજી શૌમીકબાસુ અને એનાં ચમચાઓ તરફ... શૌમીકબાસુ હાથમાં ડ્રીંક લઇ સાથે સ્નેક્સની મજા માણતો પાર્ટીમાં ડાન્સ કરી રહેલી છોકરીઓને જોઈ રહેલો...માદક મ્યુઝીક વાગી રહ્યું હતું પણ એની નજર દેવનાં યુરોપીયન ટુરીસ્ટ તરફ પણ હતી એ બધે નજર ફેરવી રહેલો. સિદ્ધાર્થે એનાં તરફ નજર કરી પછી પવન અરોરાને બોલાવી કંઈક સૂચના આપી અને પવને કહ્યું “સર બધું બરાબર ગોઠવાયેલુંજ છે અને એ સરસ કામ કરી રહ્યું છે.”
હવે સિદ્ધાર્થ દેવ અને રુદ્ર રસેલને ડીસ્ટર્બ ના કરતાં શૌમીકબાસુ પાસે આવ્યો અને બોલ્યો “કેવું છે સર ? બધું બરાબર ? ખાસ તો તમારાં કામ અંગેજ આજની પાર્ટી છે સરકારી -અર્ધસરકારી બધાં વિભાગો અહીંના વિકાસ માટે કામ કરે અને એને પ્રમોટ કરવાજ આ પાર્ટી છે સાથે સાથે ગુનાખોરી ઓછી થાય અને આતંકી તત્વોને પકડી શકાય એ પણ લક્ષ્ય છે...”
શૌમીકબાસુએ પેગ પૂરો કરતાં કહ્યું “ઓફીસર તમારી વાત સાચી છે આજની પાર્ટી વર્થ છે અહીં મોટાં માણસો,ટુરીસ્ટ ,સરકારી બાબુઓ બધાં હાજર છે તમે સાચેજ સફળ લક્ષ્ય સાંધ્યુ છે અને રુદ્રબાસુની હોટલમાં ખુબ સારી ગોઠવણી કરી છે...મી. સિદ્ધાર્થ એક વાત કહું ?”
સિદ્ધાર્થે કહ્યું “શ્યોર સર કહો...” સૌમીકબાસુએ કહ્યું “અહીં મોટાં કરોડપતિઓ બગીચાનાં માલિકો આવ્યાં છે એમની પાસે ડોનેશન અપાવો ઘણાં વિકાસનાં કામ સરળ થઇ જશે...અને મોટો પહાડ ઉભો હોયને એનાં છાયાંમાં બીજા ઘણાં ધંધા ફૂલે ફાલે છે...બધાનું કામ ચાલે છે આમજ બધી ઈકોનોમી ચાલે છે ને ?”
“જંગલમાં લાકડાની હરાજી પણ રાખી છે એની બોલી બોલવા પેપરમાં પણ જાહેરાત આપી છે આવું લાકડું ક્યાં મળવાનું ? પરદેશ એક્સપોર્ટ પણ ઘણું થાય છે મારી કમીટી આ અંગે જંગલમાં કાર્યરત છે.”
સિદ્ધાર્થે કહ્યું “સર એકવાત સાચી કીધી...પહાડનાં છાયાંમાં પણ જુદા જુદા ધંધા વિકસે છે બધાનાં કારોબાર અને ઘર ચાલતાં હોય છે એમ જંગલમાં ફરજની સાથે સાથે ઘણાં ધંધા ચાલે છે અમારી પાસે એની પણ વિગત છે.”
સિદ્ધાર્થનાં આવું કહેવાથી શૌમીકબાસુ થોડા ખમચાયાં એમણે ઝીણી આંખો કરીને કહ્યું “મારાં શાશનમાં કોઈ એવાં કામ થાયજ નહીં મારી અધિકારીઓ અને મજૂરો ઉપર પુરી નજર અને કાબુ છે...તમારાં ધ્યાનમાં કોઈ ફરિયાદ આવી હોય તો જણાવજો તાત્કાલીક નીકાલ લાવી દઈશ... બીજું મી. સિદ્ધાર્થ જંગલમાં વેસ્ટ સાઈડમાં તળેટીમાં મારું ગામ લાગે છે ત્યાં મારી વડીલો પાર્જીત ઘણી જમીનો છે એમાં હું વાઇન...બીયર...વહીસ્કીની ફેક્ટરી નાંખવાનો છું આપણાં કલીંમપોંગમાં જંગલમાં એક ખાસ વનસ્પતિ થાય છે "માલો" એનાં પત્તા -ફૂલ -છાલ ,મૂળ...વૃક્ષનાં બધાંજ અંગો સડવી એમાંથી શ્રેષ્ઠ દારૂ બની શકે છે...રીટાયર્ડ થયા પછી કોઈ કામ તો જોઈશે ને ? એની અત્યારથી ગોઠવણ કરી છે ... મારે રુદ્રસાહેબને પણ વિનંતી કરવાની છે આ માલોનાં ક્રશમાં એમની ચાની જે નક્કામી પત્તી હોય એ પણ આમાં કામ લાગે છે ફરમેન્ટેશન કરવાં ખુબ કામ લાગે...પણ અત્યારે એ બીજા મૂડમાં છે ક્યારેક એમની ઓફીસે જઈને વાત કરીશ...”
સિદ્ધાર્થે કહયું ”ભલે... ત્યાં એણે જોયું શૌમીકબાસુની બાજુમાં બેઠેલાં એનાં ફોલ્ડર દેવનાં ટુરીસ્ટ લોકોની બાજુમાં જઈને બેઠાં છે કંઈક વાતો કરે છે.
સિદ્ધાર્થની નજર બહાર કંઈ ના રહ્યું એણે કંઈક વિચાર કર્યો અને બોલ્યો ‘સર તમે બરાબર એન્જોય કરજો હું રુદ્ર સરને પૂછી આવું...”
સિદ્ધાર્થે દેવ તરફ કંઈક સાઈન કરી રહેલો પણ દેવની નજરજ નહોતી એ પાર્ટીની ભીડમાંથી જગ્યા કરતો રુદ્ર રસેલ અને દેવ તરફ જઈ રહેલો...ત્યાં એણે જોયું રુદ્ર રસેલ ઉભા થઇ ગયાં છે અને દેવની સાથે હાથ મિલાવી જવાની તૈયારી કરી રહ્યાં હતાં...
સિદ્ધાર્થ એમની લગોલગ પહોંચી ગયો અને બોલ્યો “સર કેમ ઉઠ્યાં ? હજીતો પાર્ટી ચાલુ છે.” રુદ્ર રસેલે કહ્યું “મી. સિદ્ધાર્થ થેંક્યુ ખુબ આનંદ આવ્યો. મારાં વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી આવેલો પણ દેવની મુલાકાત થઇ ખુબ ગમ્યું મારે એક મીટીંગ છે જવું પડશે ... મારો સ્ટાફ અહીંજ છે...પછી...”
વધુ આવતા અંકે -પ્રકરણ 36