ANUBANDH - 13 in Gujarati Fiction Stories by ruta books and stories PDF | અનુબંધ - 13

The Author
Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

અનુબંધ - 13

                                                                                                       પ્રકરણ :13 

                                                                                                 પ્રેમ-મુલાકાત-મિલન ઝરૂખેથી       

 

 

આગળ વાંચો 

     રસોડામાં જતાં પાછું વાળીને મમ્મીએ બંન્નેને પુછ્યું "બંને ચ્હા પીશો ને ? પૂછવાનું ભૂલી ગઈ હતી.તે બંને વતી મેં મમ્મીને "હા" માં જવાબ આપ્યો.મમ્મીના ગયા પછી અમે ચારેય વાતોએ  વળગ્યા.મમ્મી ચ્હાની તૈયારીમાં લાગી ગઈ હતી અને અમે જમ્યા પછી કયાં ફરવા જવું તેનો પોગ્રામ બનાવી રહ્યા હતા.એવામાં કુંજલિકાએ પુછ્યું પ્રથમેશ અહીં જોવાલાયક કઈ જ્ગ્યા છે...?પીપળજ ગામનું તળાવ,ફટાક દઈને દર્પણાએ જવાબ આપ્યો.મને કહેવાનો મોકો જ ન આપ્યો....ઋત્વિને હિંચકો બહુ જ પસંદ હતો એટલે તે રૂમમાં બાંધેલા હીંચકા પર ઝૂલતી હતી.તેની વાળની લટો તેના ગોરા ગાલને સ્પર્શ કરતી હતી,જેની મને અદેખાઈ આવતી હતી.જે ગાલને મારે સ્પર્શ કરવાનો છે એ ગાલને વાળની લટો કરી રહી છે....કેટલી નસીબદાર છે આ લટો....કાશ હું તેના કેશની લટો બનીને ...હું પણ જરાક મરક્યો ....મનને સંભાળી લઈને અનંગ આકાશમાં વિહળતી ઋત્વિને પૂછ્યું "ઠીક રહેશે ને..."જાનેમન બોલવા જતો હતો ને હોઠ પર ચુપકીદી છવાઈ ગઈ . એને મારી સામે જોયું. એની અને મારી આંખો એક થઈ,પણ એ જ રીતે એને આંખો ઝુકાવી લેવી....હું તેના પ્રત્યુત્તરની રાહ જોતો હતો કે ....ત્યાં જ દર્પણા ગાયિકીની ભાષામાં ગાવા લાગી "જગ્ગુ ભૈયા ક્યાં ખોવાઈ ગયા...."કોઈ મિલ ગયા.....દિલ હિલ હી ગયા....મિલ હી ગયા..... "ઋત્વિ આ સાંભળીને શું જવાબ આપવો તેની ઉલઝ્નમાં હતી,એટલે મેં બાજી સંભાળી લેતા ખોંખારો કર્યો ...અમારી સામે જોઇને બોલી "વોટએવર યુ હેવચૂઝન,આઈ હેવ નો પ્રોબ્લેમ"...તો ઓકે ગાઇસ,"ધીસ ઈઝ ફાઇનલ,"કુંજલિકાએ કહ્યું.યસ મેડમ....અમે બધા એકસૂરમાં બોલ્યા અને હસી પડ્યા.... 

          ત્યાં જ મમ્મી ચ્હાની ટ્રે લઈને આવી.અમે બધાએ તેમાંથી ચ્હાનો કપ લીધો.મમ્મી પણ અમારી સાથે જોઇન્ટ થઈ.છવાઈ ગયેલી ચુપકીદીને તોડતા,મમ્મીએ ઋત્વિની બાજુમાં ગોઠવાતાં કહ્યું,આપણે બધા થોડીવાર પછી જમવા બેસીશું.મમ્મીને ઋત્વિની બાજુમાં ગોઠવતાની સાથે મારા શરીરમાંથી હળવી ધ્રુજારી પસાર થઈ ગઈ.ઋત્વિને મમ્મીનો મહાવરો નથી અને મમ્મી એને કશું એવું પૂછી લેશે તો....હું ખૂબ જ આમૂંઝણમાં હતો.જે ભાવને મારા ચહેરા સામે દર્પણા જોતાં જ સમજી ગઈ હતી.તેને મારા હાથ પર તેનો હાથ મૂકીને દબાવ્યો અને જાણે મને આંખના ઇશારે સમજાવી રહી હતી કે ચિંતા ન કરશો....પછી તે વાતો કરતાં -કરતાં ઊભી થઈ અને હીંચકાની બાજુમાં મૂકેલી ખુરશીમાં બેસી ગઈ.મેં થોડીક હળવાશ અનુભવી.મમ્મી જૂની પેઢીની અતરંગ વાતો કરતી હતી.જેને સાંભળવાની બધાને મજા પડતી હતી.ત્યાં જ ઋત્વિ ....કંઈક યાદ આવ્યું હોય એમ મમ્મીએ પુછ્યું.ઘરમાં તારા સગપણની વાત થાય છે....?હું અને દર્પણા તો એકબીજાની સામે જોતાં જ રહી ગયા ....મમ્મીનો અચાનક આવો સવાલ પૂછવાથી....ઋત્વિ પણ મારી મમ્મીના અચાનક આવા પ્રહારથી એકદમ સ્તબ્ધ થઈ ગઈ.શું જવાબ આપવો તેની મૂંઝવણમાં પડી ગઈ,પણ તેને પોતાની જાતને સંભાળી લેતાં પ્રત્યુત્તર આપ્યો, " ના માસી....હમણાં તો નથી ચાલતી ....મારા સગપણની વાતો...પણ પછી તેને મૌન ધારણ કરી લીધું.   

             અમે જ્યાં બધા બેઠા હતા તે રૂમમાં વજનદાર ખામોશી ફેલાઈ ગઈ.મમ્મીની ભીતર મારા લગ્નનું ભૂત ભરાઈ ગયું છે એમ મને લાગ્યું.મને પણ હવે અહીંથી જલ્દીથી ભાગવાનું મન થતું હતું.શ્વાસ રૂંધાતો હતો...ભાગી છૂટવું હતું.....ખુલ્લી હવામાં ઋત્વિ સાથે પ્રેમાલાપ કરવો હતો મારે....પણ મમ્મીના એક સવાલે મને આખો ને આખો હલબલાવી મૂક્યો.હું મમ્મીના ચહેરા પરથી તો એટલું સમજી ગયો હતો કે,મમ્મીને થોડીક તો અનુભવ પરથી ગંધ તો ગઈ છે અને ઋત્વિ પરનાતની છે,એટલે મમ્મીને ગમતી ન  હતી.અત્યારે તો હું માતા,પ્રેમ અને સમાજ વચ્ચે પિસાઈ રહ્યો હોય એવું લાગતું હતું....આમ છતાં "છીપને મોતીની શોધ" એમ, મેં પણ મમ્મીને સમજાવવાનો કોઈ ઉપાય શોધી લઇશ,એવું મનોમન નક્કી કરી લીધું ...મારી મમ્મીને રૂઢ પ્રણાલીમાંથી બહાર કાઢવી મગરનાં મોઢામાં હાથ નાખવા જેવી વાત હતી.મને મારા બહેન-જીજાજીનો કિસ્સો યાદ આવી ગયો કે જેઓને આજની તારીખ સુધીમાં ન તો મમ્મીએ માફ કર્યા છે અને ન તો સમાજે...મને જોઈને દર્પણાએ ચુપકીદી તોડતાં સહજતાથી કહ્યું,ચાલો  આપણે બધા જમવા બેસીએ પછી આપણે જવું છે ને જગ્ગાભાઈ? હાં....મેં પણ ખામોશીને તોડતાં ધીમા અવાજે કહ્યું.અત્યારે હું મારી નજર સમક્ષ મારા સપનોને વિખરાયેલા જોઈ રહ્યો હતો.હમણાં બેસ...હું અને દર્પણા થાળી પીરસીએ,મમ્મીએ ઊભા થતાં કહ્યું.ઋત્વિ અને કુંજલિકા પણ મદદ માટે ઊભા થતાં હતા,પણ દર્પણાએ ઋત્વિના કાનમાં જઈને ટકોર કરી કે ભાભી પછી તો તમારે જ....ઋત્વિનો ચહેરો તો લજ્જાથી લાલ થઈ ગયો.તે મારાથી નજર છુપાવવાની કોશિષ કરી રહી હતી,પણ છુપાવી શકતી ન હતી.તે માત્ર અપલક નજરે મને તાકતી રહી. 

           એવામાં મમ્મીએ રસોડામાંથી બૂમ પાડી,છોકરાઓ થાળી પીરસાઈ ગઈ છે.અમે ત્રણેય ઊભા થઈને રસોડામાં ગયા.જમીન પર ફાવશે ને !નહિતર ....મેં કુંજલિકા સામે જોઈને પૂછ્યું. ના,નહીં ફાવે....બોલ બીજી કઈ વ્યવસ્થા કરીશ...!તને ખબર છે ને તારા ઘરે મોંઘેરા મહેમાન આવવાના છે....એને મજાકના મૂડમાં કહ્યું હતું,પણ આપણે ભાઈ એટલા કહ્યાગરા કે આપણે ચાલ્યા ટેબલની વ્યવસ્થા કરવા...ત્યાં કુંજલિકાએ મને અટકાવીને કહ્યું "અરે,ભાઈ હું તો મજાક કરતી હતી."તે તો એક્સેપ્ટ કરી લીધું.બહુ કહ્યાગારો ભાઈ હોં"અમે બધા હસી પડ્યા.વાતાવરણમાં ફરી પાછો આનંદનો માહોલ છવાઇ ગયો.દર્પણા અને મમ્મી ઋત્વિ અને કુંજલિકાને આગ્રહ કરીને જમાડતા હતા.જમીને અમે રસોડામાંથી બહાર આવ્યા.ત્યારપછી અડધો કલાકે દર્પણા રસોડામાં બધું કામ નિપટાવીને બહાર આવી.તેણે મને કહ્યું જગ્ગુભૈયા,હું ઋત્વિ અને કુંજલિકા દીદીને મારા ઘરે લઈ જાઉં... ? તમે તૈયાર થઈને આવી  જજો ત્યાં સુધી મારી મમ્મીને પણ શહેરની મારી બંને દીદીને મળીને આનંદ થશે.હા....હા...લઈ જા.....હું તૈયાર થઈને આવી જઈશ.એ લોકો નીકળ્યા પછી મેં મમ્મીને પીપળજ ફરવા જઇ રહ્યા છે તેની વાત કરી. હું તૈયાર થઈને મમ્મીને જેસીકૃષ્ણ કહીને બહાર નીકળ્યો ત્યાં મમ્મીએ પૂછ્યું શું પેલી બે છોકરીઓ પાછી આવવાની છે ...?ના....ટૂંકમાં ઉત્તર આપીને નીકળી ગયો.દર્પણાને ઘરે ગયો ત્યારે બંને જણા હસીહસીને વાતો કરતાં હતા.મને મારા મગજ પરનો ભાર હળવો થયો તેવો અનુભવ થયો. 

               મારી મમ્મી પણ....હું મનોમન બબડ્યો....સારું થયું કે,દર્પણાએ પરિસ્થિતીને સંભાળી લીધી.મનના આ દર્દસભર વિચારોને છોડીને હું દર્પણાના ઘરમાં દાખલ થયો.દિવાળી પછી હું આન્ટીને પહેલીવાર મળી રહ્યો હતો એટલે મેં પણ ઋત્વિ અને કુંજલિકા જેવી સંસ્કારિતા બતાવી...હું પણ આન્ટીને પગે લાગ્યો.જે દેખીને દર્પણા તો જાણે બારણાં આગળ જ થીજી ગઈ હોય એવું લાગ્યું એકાએક....પરીવર્તનનો વંટોળ અને તે પણ જગ્ગુભાઇમાં .....અસંભવ !એ આવું જ વિચારી રહી હશે એનો ખ્યાલ પણ મને તેના ચહેરા પરથી તળાઈ આવ્યો હતો...ત્યાં જ મેં કહ્યું લો,હવે દર્પણા પણ તૈયાર થઈને આવી ગઈ. જઈશું ....એમ બોલીને બધાનું ધ્યાન તે તરફ દોર્યું,દર્પણા મારા કહેવાનો મર્મ તો સમજી ગઈ અને મને સાથ આપતા કહ્યું, હા ભાઈ ચાલો જઇએ.અમે પીપળજ  બસ પકડવા ગામની ભાગોળે પહોંચ્યા. અત્યારે તો મારું દિલ ઋત્વિ એકલી પડે અને તેની સાથે થોડીક પ્રેમની ગપસપ કરવા માટે થનગનતું હતું. 

 

                                                                                                                                                                                              ક્રમશ :