Part :- 5
" હેલ્લો......" કાર્તિક ઊંઘી રહ્યો હતો એના ફોન ની રીંગ વાગી એટલે આંખ ખોલ્યા વગર જ કોલ રિસિવ કરી કાને રાખી દીધો.
" તારા મેડિકલ સર્ટિફિકેટ વિશે કોચ પૂછી રહ્યા છે.....ક્યાં છે??" તેના ફ્રેન્ડ નો કોલ હતો.
" અરે મે મિસ પાયલ ને આપી દીધું છે." કાર્તિક હજુ નીંદરમાં જ જવાબ આપી રહ્યો હતો.
" મિસ પાયલ એ વળી કોણ?? ક્યાં ડિપાર્ટમેન્ટ માં તે આપ્યું છે??" તેના ફ્રેન્ડને કાઈ સમજાયું નહિ કાર્તિક શું બોલી રહ્યો હતો.
" અરે....મિસ પાયલ...યાર!!" કાર્તિક તૂટક તૂટક શબ્દો બોલતો હતો.
" કાર્તિક.......... કોણ મિસ પાયલ યાર...??" પેલો સામેથી થોડા ઊંચા અવાજે પૂછી રહ્યો હતો.
" અરે સોરી યાર!! મિસ પલક ને આપ્યું છે." કાર્તિક બેડમાં બેઠો થયો અને પોતાની આંખ ચોળવા લાગ્યો.
" મિસ પાયલ...." કાર્તિક મનમાં બોલ્યો અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. મોબાઈલ ઓન કરી જોયું અગિયાર વાગી ગયા હતા. કાઈક વિચાર્યું અને પછી બેડમાંથી ઊભા થઈ ફટાફટ બાથરૂમમાં જતો રહ્યો.
કાર્તિક ઓફિસે આવ્યો અને પાયલ ને શોધવા લાગ્યો. આખી ઓફિસમાં બધે નજર દોડાવી પણ ક્યાંય પાયલ દેખાઈ નહિ. કાર્તિક ને લાગ્યું કદાચ અમન ની ઓફિસમાં હશે એટલે ઓફિસમાં ગયો ત્યાં અમન કે પાયલ કોઈ હતું નહિ.
" આ પાયલ ક્યાં છે??" કાર્તિકે એક એમ્પ્લોઇ ને પૂછ્યું.
" ખબર નહિ કદાચ અમન સર જોડે કોઈ મિટિંગમાં બહાર ગઈ હોય શકે..." પેલા એ પોતાની રીતે અંદાજ લગાવતા કહ્યું.
કાર્તિક અમન ની ઓફિસમાં ગયો અને પોતાના મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો. કલાક જેવું થઈ ગયું હતું પણ હજુ અમન આવ્યો નહોતો. કાર્તિક ને અમન ની નહિ પણ પાયલ ની રાહ હતી.
કાર્તિક ઊભો થયો અને બહાર વેઇટિંગ લોન્જ માં જઈ બેસી ગયો અને વારંવાર મેઈન ડોર તરફ નજર કરી લેતો. કાર્તિક હવે રાહ જોઈને થાક્યો હતો.
" હેલ્લો..... ભાઈ ક્યાં છો??" કાર્તિક થી હવે રાહ જોવાતી નહોતી એટલે એણે અમન ને કોલ કર્યો.
" હુ બિઝનેસ મિટિંગ માટે થોડા દિવસ બહાર જાવ છું. સારું બાય પછી કોલ કરીશ." અમન જલદીમાં હોય એવું લાગ્યું.
" પણ ભાઈ....." કાર્તિક કાઈ આગળ પૂછે એ પેહલા તો ફોન મુકાઈ ગયો હતો. કાર્તિક મોઢું લટકાવી ત્યાંથી નીકળી ગયો.
બીજા દિવસે કાર્તિક પાયલ ને મળવા માટે ઓફિસ આવ્યો પરંતુ પાયલ ક્યાંય દેખાઈ નહીં એટલે કાર્તિક ને લાગ્યું કદાચ અમન સાથે એ પણ બીઝનેસ મિટિંગમાં ગઈ હશે.
" ભાઈ ક્યારે આવવાના છે ટ્રીપ પરથી??" કાર્તિકે રિસેપ્શનીસ્ટ ને પૂછ્યું.
" એક વીક જેવું મે બી..." પેલી એ કહ્યું.
કાર્તિક એકદમ નિરાશ થઈ ગયો હતો. એ પાયલ ને મળવા માંગતો હતો પરંતુ હજુ એક વીક જેવી રાહ જોવી પડે એમ હતું. કાર્તિક પાસે પાયલ નો નંબર પણ નહોતો કે જેથી તેની વાત સાથે વાત કરી શકે. નંબર તો એને ઓફિસ માંથી મળી શકે એમ હતો પરંતુ ફોન પર શું વાત કરવી અને એ પૂછે શા કારણે કોલ કર્યો છે તો શો જવાબ આપવો એની ગડમથલ હજુ કાર્તિક ના દિમાગમાં ચાલતી હતી.
*
બે ત્રણ દિવસ થઈ ગયા હતા કાર્તિક નું મન ક્યાંય લાગતું ન હતું એટલે એ બાસ્કેટ બોલ રમવા માટે કોલેજ ગયો. કોલેજ કેમ્પસમાં કાર્તિક રીમાને જોઈ ગયો.
" હાય....!! તું પાયલની ફ્રેન્ડ જ ને...??" કાર્તિક રીમા પાસે જઈ ને પૂછવા લાગ્યો.
" હાય.....કાર્તિક!! હા..... પાયલ ની ફ્રેન્ડ.." રીમા તો કાર્તિકને જોઈ ખુશ થઈ ગઈ.
" સોરી હું નામ ભૂલી ગયો..." કાર્તિક રીમાનું નામ જાણતો ન હતો એટલે પૂછ્યું.
" રીમા...." રીમા બોલી.
" હમણાં પાયલ ઓફિસ નથી આવતી ક્યાંય બહાર ગઈ છે??" કાર્તિક સ્યોર નહોતો કે અમન સાથે ગઈ છે કે નહિ એટલે રીમાને પૂછવા લાગ્યો.
" ના.... એ ક્યાંય બહાર નથી ગઈ. એના દાદી ગુજરી ગયા છે એટલે થોડા દિવસ રજા ઉપર છે." રીમા ના ચહેરા પર દુઃખના ભાવ આવી ગયા હતા.
" અરે.....દાદી..!! શું થયું હતું ?? અને ક્યારે??" કાર્તિક ને તો હજુ વિશ્વાસ નહોતો આવતો એને લાગતુ હજુ થોડા ટાઈમ પેહલા તો મળ્યો હતો દાદીને.
" ચાર દિવસ પેહલા જ વેહલી સવારે...." રીમા માટે પણ પાયલ ના દાદી તેના સગા દાદી જેવા જ હતા એટલે દાદીને યાદ કરતા તેની આંખ પણ ભીની થઈ ગઈ.
" પાયલ કેમ છે...??" કાર્તિકે જોયું હતું પાયલ એના દાદીને ખુબ પ્રેમ કરતી એટલે આ ઘટનાથી પાયલ એકદમ દુઃખી હશે.
" શોક માં છે...." રીમા એકદમ દુઃખી સ્વરે બોલી રહી હતી.
" પાયલ નો નંબર મળી શકે મને...??" કાર્તિક એકદમ શાંતિથી પૂછી રહ્યો હતો.
" ચોક્કસ...!!" રીમા એ પાયલ નો નંબર કાર્તિક ને આપ્યો.
*
કાર્તિક ઘરે આવ્યો અને પોતાના બેડમા આડો પડ્યો. એક વાતે ખુશ હતો કે પાયલ અમન જોડે બહાર ન્હોતી ગઈ અને અહી જ હતી. પરંતુ દાદી આ દુનિયા છોડી ને ચાલ્યા ગયા હતા એ વાતની જાણ થતા કાર્તિકને પણ દુઃખ થયું હતું. તે વિચારી રહ્યો હતો કે પાયલ ના ઘરે દાદીનો શોક વ્યક્ત કરવા જાઉં કે નહિ??
કાર્તિક બીજા દિવસે સવારે દરરોજ કરતા થોડો વેહલો ઉઠી ગયો અને નાહી ને પોતાના વોર્ડરોબ સામે ઊભો રહી ગયો અને વિચારી રહ્યો હતો શું પેહરીને જાવું?? તેના વોર્ડરોબ માં મોસ્ટલી જેકેટ, ટીશર્ટ અને સ્ટાયલીસ્ટ શર્ટ હતા. આવા સંજોગોમાં પેહરીને જવાઈ એવા ફોર્મલ કપડાં કાર્તિક પાસે હતા જ નહિ. કાર્તિકે અત્યાર સુધી મોજ મસ્તી અને ફ્રેંન્ડસ્ સાથે પાર્ટી જ કરી હતી. તેને કોઈ સગા સંંબંધી સાથે લેવા દેવા હતા જ નહિ. અને ક્યાંરેય તેના મમ્મી પપ્પા પણ તેને કોઈ બાબતમાં ટોકતા નહી.
" હેલ્લો...ભાઈ...!!" કાર્તિકે અમન ને કોલ કર્યો.
" બોલ....અત્યાર માં વળી હું તને કેમ યાદ આવી ગયો..??" અમન મસ્તી કરતા બોલ્યો.
" મારે તમારું વ્હાઇટ શર્ટ જોઈએ છે...!!" કાર્તિક અમન ને પૂછી રહ્યો હતો.
" તારે ફોર્મલ શર્ટ પેહરીને ક્યાં જવું છે??" અમન તો થોડીવાર વિચારમાં પડી ગયો.
" એક કામ છે. તો શર્ટ??" કાર્તિક ફરી શર્ટ પર આવી ગયો એ અમન ને વધારે કાઈ જણાવવા માંગતો નહોતો.
" મારા વોર્ડરોબ માંથી લઈ લે અને વ્હાઇટ શર્ટનું ધ્યાન રાખજે." અમન જાણે ચેતવણી આપતા બોલ્યો.
" થેંક્યું ભાઈ...!!" અમન ને હા કહી એટલે કાર્તિક તો ફોન મૂકી સીધો અમન ના રૂમ માં ગયો.
*
કાર્તિક પાયલના ઘરે આવ્યો. પરંતુ તે લિવિંગ રૂમના બારણે જ ઊભો રહ્યો. સામે એક ટેબલ પર દાદીનો ફોટો રાખેલો હતો. આજે બેસણું હતું એટલે ઘણા બધા લોકો આવી ને ત્યાં બેઠા હતા. કાર્તિકે વ્હાઇટ શર્ટ પેહર્યો હતો અને નીચે બ્લેક જીન્સ પેહર્યું હતું. તેણે આજુબાજુ નજર કરી પાયલને શોધી રહ્યો હતો પરંતુ ક્યાંય દેખાતી નહતી.
" પાયલ ત્યાં સામે બેઠી છે." રીમા બહારથી આવી એ કાર્તિકને જોઈ સમજી ગઈ હતી કે તેની નજર પાયલને શોધી રહી છે. કાર્તિકે જોયું તો કોઈ ભાઈના ખભે માથું રાખી પાયલ સૂનમૂન બેઠી હતી કોઈ તેને ઓળખી ન શકે એવી એની હાલત થઈ ગઈ હતી.
કાર્તિક તેને જોઈ જ રહ્યો અને જેના ખભે માથું રાખી બેઠી હતી એ ભાઈને જોઈ રહ્યો હતો.
" પાયલ ના પપ્પા છે." રીમા જાણે કાર્તિક કાઈ બોલે એ પેહલા જ તેની આંખો વાંચી લેતી હતી.
" અંદર નહિ આવે....??" રીમા કાર્તિકને બહાર ઊભો જોઈ પૂછવા લાગી.
" ના.... અત્યારે યોગ્ય નહી લાગે. પછી ક્યારેક આવીશ. પાયલ નું ધ્યાન રાખજે." કાર્તિક એક નજર પાયલ સામે અને પછી દાદીના ફોટા સામે નાખી ત્યાંથી જતો રહ્યો. રીમા કાર્તિકને જતો જોઈ રહી હતી. રીમા ને જાણે કાર્તિક આજે એક નવા સ્વરૂપમાં જ દેખાયો હતો.
*
કાર્તિક ના બધા ફ્રેન્ડસ્ એક કોફી બારમા ભેગા થયા હતા. કાર્તિક પણ ત્યાં જઈને બેઠો. તે એકદમ ખોવાયેલો હતો. તેના ફ્રેન્ડસ્ શું વાતો કરી રહ્યા છે એવું કાઈ ધ્યાન નહોતું.
" ક્યાં ખોવાઈ ગયો છે, યાર??" તેના એક ફ્રેન્ડ એ પૂછ્યું. કાર્તિક હજુ પણ ચૂપચાપ જ બેઠો હતો.
"આમ શું કોઈના બેસણાં માંથી આવ્યો હોય એવું મોઢું કરી બેઠો છું...." વળી બીજો મજાક કરતા બોલ્યો.
" બેસણાં માંથી જ આવ્યો છું. એન્ડ માઇન્ડ યોર વર્ડ્સ!!" કાર્તિક ગુસ્સા સાથે ઊભો થઈ ત્યાંથી નીકળી ગયો.
" આજે આને શું થયું છે??" તેના ફ્રેન્ડ ને કાર્તિક નું આવું વર્તન જોઈ નવાઈ લાગી.
" દરરોજ તો એ જ મજાક કરતો હોય છે..." બધાને કાર્તિક નું વર્તન બહુ જ અજીબ લાગ્યું.
કાર્તિક ઘરે આવ્યો અને પોતાના રૂમ માં આવી બેડ પર બેઠો. એને આજે ખુદનું વર્તન જ અજીબ લાગતું હતું. કાર્તિક ને એ નહોતું સમજાતું કે પોતાને સૌથી વધુ દુઃખ દાદી આ દુનિયા છોડી ચાલી ગયા એનું હતું કે પછી પાયલ એકદમ ઉદાસ ચહેરે બેઠી હતી એનું હતું. કાર્તિક પોતાના કપડાં ચેન્જ કરવા માટે ઊભો થયો એની નજર અરીસા સામે ગઈ તો થોડીવાર અરીસા સામે જ ઊભો રહી ગયો. પોતે ક્યારેય આવા બેસણાં કે બીજા કોઈ પ્રસંગો માં ગયો નહોતો તો પછી આજે અચાનક જ એકદમ ફોર્મલ કઈ રીતે થઈ ગયો?? બિકોઝ ઓફ પાયલ.....???? કાર્તિક ના દિમાગમાં પોતાના માટે જ ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા હતા.
કાર્તિક પોતાની સાથે સવાલ જવાબ કરી થાકી ગયો હતો એટલે બાસ્કેટ બોલ રમવા માટે જતો રહ્યો એ થોડું માઇન્ડ ફ્રેશ કરવા માંગતો હતો.
કાર્તિક સાંજે શાવર લઈ ફ્રેશ થઈ પોતાના બેડ માં આડો પડ્યો. પોતાનો મોબાઈલ ઓન કર્યો અને કોન્ટેક્ટ લિસ્ટમાંથી પાયલનો નંબર કાઢ્યો ડાયલ બટન પર ટચ કરવા જતો હતો ત્યાં કાઈક વિચાર્યું અને પછી ફોન બંધ કરી મૂકી દીધો અને આંખ બંધ કરી સૂઈ ગયો. થોડીવાર પછી પાછી આંખ ખોલી ફરી નંબર ડાયલ કરવાનું વિચાર્યું પછી ફરી યોગ્ય લાગ્યું નહિ એટલે મોબાઈલ બંધ કરી સાઈડ માં મૂકી દીધો અને મોઢા પર પિલ્લો રાખી સુઈ ગયો.
*
ઓફિસ નું વાતાવરણ થોડું ગંભીર હતું. હવે પાયલ પણ ઓફિસ આવી ગઈ હતી. અમન ની કંપની ની વેબસાઇટ પર કોપી રાઈટ નો ઇસ્યુ થયો હતો એટલે કંપની ની હાલત થોડી અનસ્ટેબ્લ થઈ ગઈ હતી. અમન કોન્ફરન્સ રૂમ માં બધા સાથે આ પ્રોબ્લેમ જ ડિસ્કસ કરી રહ્યો હતો.
" પેહલા તો આ જે લોસ વધી ગયો છે એને અટકાવવો પડશે... એના માટે શું કરી શકાય??" અમન બીજા લોકોના ઓપીનિયન લઈ રહ્યો હતો.
" કંપની ની ન્યુ વેબસાઈટ ફોર્મેટ કરવી પડશે." કોઈએ કહ્યું.
" રાઈટ ..... તો નિશાંત કેટલા ટાઈમ માં બની જશે વેબસાઈટ...??" નિશાંત એ કંપની માં આઈ ટી એન્જિનિયર હતો.
" વેલ.... થોડો ટાઈમ લાગશે. બીકોઝ કોપી રાઈટ નો ઇસ્યુ થયો છે એના માટે હવે એકદમ ડિફરન્ટ અને ક્રિએટિવ સાઈટ બનાવી પડશે. સો મે બી એના માટે થોડો ટાઈમ તો લાગશે જ." નિશાંત ને બધું વિચારી પછી કહ્યું.
" એટલો બધો ટાઈમ નથી. કાઈક ક્વિક સ્ટેપ જોઈએ કે જેથી કંપની અત્યારે નોર્મલ ફેઝમાં આવી જાય." અમન ને હજુ કાઈ સોલ્યુશન મળ્યું નહોતું.
" અત્યારે પેહલા તો કંપની ની કોઈ એટ્રેક્ટિવ અડવેર્ટિઝમેન્ટ તૈયાર કરવી પડશે જેથી સેલિંગ ચેઈન તૂટે નહિ અને સાથે કંપની નું નવું પેજ બનાવી બધે શેર કરીએ જેથી વધુ લોકો અવેર થાય.... ધેટ્સ ઈટ!!" બધા તો જોઈ રહ્યા આટલો સરસ આઈડિયા આવ્યો ક્યાંથી બધા એ પાછું ફરી જોયું તો કોન્ફરનસ રૂમના ડોર પર કાર્તિક ઊભો હતો.
" વેલ ડન.... કાર્તિક.!! નાઇસ હા....!!" અમન ખુશ થયો.
" થેન્કસ બ્રો....!!" કાર્તિક આવી ચેર પર બેઠો.
" તો આઈડિયા સારો છે પણ અડવેર્ટિઝમેન્ટ માટે કોઈ કોન્સેપ્ટ વિચાર્યો છે??" અમન કાર્તિક ના આઈડિયા થી ખુશ થયો હતો.
" હા..... એક હિલ સ્ટેશન પર જઈ ફોટોશૂટ કરીએ અને એકદમ નેચરલ લુક આપી એ." કાર્તિક કે પોતાનો વિચાર જણાવ્યો.
" એ બેટર રેહશે. સો એક કામ કર તું જ આને હેન્ડલ કરી લે અને બને તો કાલે જ શૂટ થાય એવું કાઈક પ્લાન કર." અમન ને શુટનું બધુ કામ કાર્તિકને સોંપી દીધું.
" ઓકે... પણ ટીમ હું સિલેક્ટ કરીશ." કાર્તિક એ કહ્યું.
" કાઈ વાંધો નહિ." અમન પણ ખુશ હતો.
" સો.... " કાર્તિકે બે ત્રણ એમ્પ્લોઇઝ કે જેને એ જાણતો હતો એને પસંદ કર્યા.
" અને હા... મિસ પાયલ તમે પણ..." કાર્તિક પાયલ સામે આંગળી લાંબી કરતા બોલ્યો.
" ઓકે ડન... હવે બધા પોતાના કામ પર લાગી જાવ. કાર્તિક ઓલ ધી બેસ્ટ!!" અમન કાર્તિક નો ખભો થપથપાવી કોન્ફરન્સ રૂમ બહાર નીકળી ગયો.
*
બધા હિલ સ્ટેશન પર પહોંચી ગયા હતા. કાર્તિકે બધાને કોન્સેપ્ટ સમજાવી દીધો હતો. ફોટોગ્રાફર કાર્તિકે કહ્યું હતું એ પ્રમાણે શૂટ કરી રહ્યો હતો. કાર્તિક લેપટોપ માં ફોટોઝ અને વિડિયો ચેક કરી રહ્યો હતો બધું ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું હતું. જે થોડું એડિટિંગ અને એડજસ્ટમેન્ટ કરવાના હતા એ કાર્તિકે સમજાવી દીધું હતું. કાર્તિક કે આજુબાજુ જોયું તો પાયલ ક્યાંય દેખાઈ નહીં. એ ઊભો થયો અને થોડો આગળ જઈ આસપાસ જોવા લાગ્યો તો એક દૂર ટેકરી પર પાયલ બેઠી હતી.
" સો.... અવર વર્ક ઇઝ ઓવર!! થેંક્યું સો મચ ગાયઝ!! તો હવે તમે ફ્રી છો." બધા પેક અપ કરી ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા.
" નાઈસ લોકેશન....ના??" કાર્તિક પાયલ પાસે આવી બેસી ગયો.
" હમમમમ...." પાયલ તો દૂર શૂન્યાવકાશ માં જોઈ રહી હતી.
કાર્તિક પાયલ સામે જ જોઈ રહ્યો પછી થોડી વાર વિચાર્યું કે અત્યારે શું વાત કરું તેની સાથે પછી કાઈક વિચાર્યું અને બોલ્યો,
" પાયલ........"
To be continue..........
Thank you!!!!!!
⭐⭐⭐⭐⭐