Last innings - 7 in Gujarati Fiction Stories by Payal Chavda Palodara books and stories PDF | છેલ્લો દાવ - 7

Featured Books
Categories
Share

છેલ્લો દાવ - 7

છેલ્લો દાવ ભાગ-૭

        આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તે તેની બધી તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને તેઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વાત એટલી આગળ વધી જાય છે કે કેયુર એ નિશા અને દિવ્યાને સાથે રાખવા માંગે છે એક ઘરમાં. હવે આગળ.................................

        સવારમાં ઉઠીને દિવ્યા એ ઘરના તમામ કામ કરી દીધા. રોજની જેમ જ કામ પરવારી તે ઓફીસ જવા નીકળી. કેયુર આજે બહુ ખુશ હતો ને જાણે વહાલ પણ વધારે હતો આજ દિવ્યા પર. દિવ્યા આ બધુ જોઇ શકતી હતી પણ શું બોલવું તેને. તેને કાંઇ સમજાતું ન હતું. બસ રાહ જોતી હતી કે, આજે મારી બધી શક્તિઓ ભેગી કરીને નિશાને હું દૂર કરી દઇશ. એ પણ કેયુર સાથે લડયા વગર. દિવ્યામાં ગજબની શક્તિ આવી ગઇ હતી.

        ઓફીસ પહોંચીને એણે તરત જ નિશાને ફોન લગાવ્યો. પછી થોડી ઔપચારિક વાત કરીને જે વાત કરવાની હતી તે વાત પર આવી.

દિવ્યા : મારી અને કેયુરની ઇચ્છા છે કે, આપણે ત્રણેય એક ઘરમાં રહીએ.

નિશા : મને કાંઇ ખબર ના પડી. તમે હું કહેવા માંગો છો !

દિવ્યા : એ જ કે કેયુર તને સાથે રાખવા માંગે છે. બીજી પત્ની તરીકે.

નિશા : સાચે, દીદી. હજી પણ કેયુર મને પ્રેમ કરે છે ? પણ તમને કાંઇ વાંધો તો નથી ને ? હું આ રીતે તમારી સાથે રહીશ તો?

(દિવ્યાને હતું કે નિશા આ વાતનો અસ્વીકાર કરશે પણ તેના ધાર્યા કરતા તો આ બધું ઉંધુ જ થઇ રહ્યું હતું. નિશાએ તો હા પાડી દીધી. હવે દિવ્યા વિચારવા પર મજબૂર થઇ ગઇ. હવે તે કંઇક બીજું વિચારવા લાગી. )

દિવ્યા : મને કોઇ વાંધો નથી. તને સાથે રાખવા હું પણ તૈયાર છું. કેમ કે હું કેયુરથી અલગ ના રહી શકું અને કેયુર જેમાં ખુશ હોય એમાં જ મારી ખુશી છે.  

નિશા :  (ખુશ થઇને) તમે બેસ્ટ છો દીદી. તમારું મન આટલું મોટું છે તે તો મને ખબર જ ન હતી.

દિવ્યા : હમમમમમ........ ઓ.કે. વાંધો નહિ. ઘરને એ બધું હું મેનેજ કરી લઇશ. પૈસાની પણ કોઇ ચિંતા નથી. પણ મારા મનમાં એક વાત ખટકે છે. પણ મને એ વાત તને કહેતા થોડો સંકોચ થાય છે.

નિશા : શું થયું, દીદી? સંકોચ રાખ્યા વગર તમે કહી દો. આપણે હવે સારા મિત્રો છીએ.

(દિવ્યા તો મનમાં ને મનમાં બળવા લાગી ને કહેવા લાગી કે તારા લીધે જ મારા સંસારમાં આગ લાગી છે.) 

દિવ્યા : વાત એવી હતી કે, હું તને કેયુરની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છું. આપણે ત્રણેય સાથે રહીશું અને હું તને કેયુરની પત્ની માનીને બધા તારા હક તને આપીશ. પણ સમાજ?

નિશા : દીદી, સમાજનું શું છે એ તો વાતો કર્યા કરે. બસ આપણે ત્રણેય જણ આરામથી રહીશુ.

        દિવ્યાને હવે બહુ ગુસ્સો આવતો હતો કે આ તો કોઇ વાતે માનતી જ નથી.

દિવ્યા : એ વાત તો બધી ઠીક છે. પણ તારામાં હિંમત છે સમાજમાં ગર્વ સાથે એ કહેવાની કે તુ કેયુરની પત્ની છે એ પણ ગેરકાયદેસર ? (દિવ્યાએ તેનો છેલ્લો પ્રહાર કરી લીધો હતો. હવે તેની ચાલ સફળ થાય છે કે કેમ તે જોવાનું રહ્યું)

નિશા : ગેરકાયદેસર ? મતલબ. હું કાંઇ સમજી નહિ.

દિવ્યા : એ જ કે હું તો કેયુરની કાયદેસરની પત્ની છું એ મને છૂટાછેડા આપવાનો નથી અને તારે પત્ની તરીકે રહેવાનું છે. ને આપણા સમાજમાં એક પત્ની હોય અને તેને આપણે છૂટાછેડા આપ્યા ન હોય ને તે પુરુષ બીજી પત્ની લગ્ન વગર રાખે તો તેને શું કહેવાય ? તેની તને ખબર તો છે ને ? સમાજમાં શું વાતો થાય એ તો ખબર છે ને?  

નિશા : ના................

દિવ્યા : લગ્ન વગરની બીજી પત્નીને રખાત કહેવાય. બધા બહુ જ ખરાબ નજરથી જુએ. હું બધું સહન કરી લઇશ તમારા બંને માટે બસ તું સામનો કરી શકીશ સમાજનો. મને તો વાંધો નથી. હું દુનિયાના કોઇપણ છેડે કેયુર સાથે કાયદેસર રહી શકીશ અને તને પણ રાખીશ જ. નિર્ણય તારો છે તું વિચારી લે.  

નિશા : (તે રડવા લાગે છે.) મને આવું નથી જોઇતું. હું રખાત તરીકે ના રહી શકું. હું પ્રેમ કરું છું કેયુરને.

દિવ્યા : કેમ તું તો પ્રેમ કરે છે ને કેયુરને? તો એના માટે એની રખાત તરીકે ના રહી શકે ? તારે તો ફરકત એની સાથે જ રહેવું છે ને. હું એની પત્ની છું તો પણ તને મારા ઘરમાં, મારા ભાગની જગ્યા આપવા તૈયાર છું અને તુ ના પાડે છે. એવું હોય તો કેયુરને ફોન કરીને કહી દે કે મને છૂટાછેડા આપી દે. ને તું કાયદેસરની પત્ની બની જાય. કર ફોન તું. કેયુર તને પ્રેમ કરતો હશે તો તારી વાત માનશે ને મને છૂટાછેડા આપી દેશે અને હું કેયુરને છુટાછેડા પણ આપવા તૈયાર છું. (દિવ્યાએ વિચારેલ યુક્તિ કામ લાગી રહી હતી. હવે કેયુરને સમજાવવાનું હતું.)

નિશા : હું તમને કેયુરથી અલગ તો ના જ કરી શકું ને કદાચ કેયુર પણ તમને છૂટાછેડા તો ના જ આપે. હું પછી વાત કરું તમારી સાથે. મારે થોડું કામ છે.    

        પછી તરત જ નિશા ફોન કાપી નાખે છે ને દિવ્યા હાશકારો અનુભવે છે કે ચલો હવે. નિશાએ તો હથિયાર મૂકી દીધા છે. મારું પચાસ ટકા કામ પૂર્ણ થયું. હવે બાકીનું કામ કેયુરના નિર્ણય પર હતું. દિવ્યાને વિશ્વાસ હતો કે લાગણીમાં જ કેયુરે સાથે રહેવાની વાત કરી છે અને તે તેને બહુ જ પ્રેમ કરે છે એટલે તો છૂટાછેડા આપતો નથી. બસ આ વાત નિશા સમજી જાય કે કેયુરના જીવનમાં ફકત દિવ્યા જ છે તો તેનું કામ ઘણું આસાન થઇ જાય............................

(વધુ આવતા પ્રકરણે ભાગ-૮ માં)  

- પાયલ ચાવડા પાલોદરા