નવરાત્રિનાં રાસ ગરબા પતાવીને કાવ્યા અને એનો પરિવાર ઘરે આવી પોત પોતાનાં રૂમમાં જતાં રહયાં. કાવ્યાનાં પપ્પા હેમંતભાઈ પણ બહુ નામનાં ધરાવતાં બિઝનેસમેન હતાં અને એટલે જ મિસ્ટર શાહ અને હેમંતભાઈ પાક્કા મિત્રો હતાં. બંનેના પરિવાર વચ્ચે સારો ઘરોબો બંધાયો હતો. કાવ્યાના મમ્મી શિલ્પાબેન સારાં એવા કૂક હતાં એટલે હેમંતભાઈની મોટાભાગની મિટિંગો ઘરે જ થતી અને મિટિંગના દરેક માણસનાં જમવાની જવાબદારી શિલ્પાબેનની રહેતી.
શિલ્પાબેનના હાથમાં સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ હતો.એમનાં હાથની રસોઈ જમ્યા બાદ દરેક મિટિંગ સકસેસ જ જતી.કાવ્યાનો ભાઈ યશ કાવ્યા કરતાં 5 વર્ષ મોટો હતો.કાવ્યા બધાનાં કાળજાનો કટકો હતી.બહું વહાલી...એ એક વસ્તુ માંગે તો દશ હાજર થઈ જતી..આથી એ થોડી જિદ્દી થઈ ગઈ હતી. એને જે જોઈતું એ મેળવીને જ રહેતી.પછી એનાં માટે કંઈ પણ કરવું પડે તો એ કરતી.
કાવ્યા પોતાનાં રુમમાં આવી ને બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ ગઈ.બહાર આવી પાણી પીને બેડ પર આડી પડી પણ એને ઊંઘ ના આવી..એને શરદની યાદ આવી ગઈ.એ શરદ સાથે ગરબા રમતી હતી એ,શરદ એનાં માટે જે કવિતા બોલ્યો હતો એ યાદ આવી ગઈ. અને એ અત્યારે પણ શરમાઈ ગઈ. બે હાથથી મોં છુપાવી એ હસી પડી.એ જાણે એની જાત સાથે વાત કરવાં લાગી,
"એય કાવ્યા! આ શું કરે છે તું? તને શાની શરમ આવે છે. હવે ગરબા પતી ગયાં છે. તું ઘરે આવી ગઈ છે તો સૂઈ જા."
કાવ્યાએ જાતે માથામાં ટપલી મારીને હસી પડી.અને બોલી,
"પાગલ"
કાવ્યા આંખો બંધ કરીને વારંવાર સૂવાનો પ્રયત્ન કરતી રહી પણ એને ઊંઘ ના આવી.આખી રાત એ પડખાં ઘસતી રહી.સવાર પણ આજે બહું મોડી થઈ એવું એને લાગ્યું. સવાર થતાં એ ઉઠીને નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ. આજે તે વધારે તૈયાર થઈ.વારેવારે અરીસામાં જોતી અને એની વાળની લટો સરખી કરતી હતી..
પર્પલ કલરનો કુર્તો આજે એનાં ઉપર સરસ દેખાતો હતો. આંખોમાં કાજલ પ્રમાણસરની હાઈટ અને બોડી એની સુંદરતામાં ઉમેરો કરતાં હતાં. ઊંચી પોની અને કાન આગળ લહેરાતી વાળની લટ જોરદાર લાગતી હતી. હાથનાં કાંડા પર મોંઘી ઘડિયાળ હાથની શોભા વધારતી હતી.નાસ્તો કરવાં એ હોલમાં આવી.
શિલ્પાબેન નાસ્તો પીરસતાં હતાં. હેમંતભાઈ અને યશ ખુરશી પર બેઠાં હતાં. કાવ્યા આવતાં જ હેમંતભાઈને ગળે વળગી પડી,
"ગુડ મોર્નિંગ પપ્પા "
"વેરી ગુડ મોર્નિંગ બેટા"
આ કાવ્યાનુ રોજનું હતું. એનાં પપ્પાને એ રોજ આમ જ ગુડ મોર્નિંગ કહેતી.શિલ્પાબેન કાવ્યાને જોઈને બોલ્યાં,
"અરે કાવ્યા બેટા ! આજે સ્કુલમાં કંઈ ફંક્શન છે?"
"ના મમ્મી ! કેમ એમ પૂછો છો?"
"તું તૈયાર થઈ છે એટલે મેં પૂછ્યું. "
"હા... કાવુ કેમ આજે આટલી બધી ચમકે છે?"
"અરે ના ભાઈ ! તમે પણ મમ્મીની જેમ જ..."
"કોઈ મારી પરીને હેરાન ના કરો હો...નહી તો એના પપ્પા મારશે પછી."
આમ કહેતાં હેમંતભાઈ હસી પડ્યા.
"ચાલો હવે બધાં નાસ્તો કરી લો , ઠંડો થાય છે. "
નાસ્તો કરી હેમંતભાઈ અને યશ ઑફિસે ગયાં. શિલ્પાબેન રસોડામાં અને કાવ્યા એનાં રુમમાં ગઈ.આજે એને કંઈઈ અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો. આમ તો એ રોજ શરદને મળતી જ હતી પણ આજે એને મળવા એ આતુર હતી.સમય થતાં એ સ્કુલ પહોંચી ગઈ.
શાળામાં પહોંચતા એ શરદને શોધવા લાગી. એ કયાંય દેખાયો નહિ તો સ્કુલનો ગેટ દેખાય એવી જગ્યાએ ઉભાં રહી શરદની રાહ જોઈ રહી.ઘણી વાર તે ઊભી રહી પણ શરદ દેખાયો નહિ. એને બસ શરદને જોવો હતો.પિરિયડ શરું થવાનો સમય થતાં ટ્યૂન વાગી.એને નાછૂટકે એ જગ્યા છોડી કલાસમાં જવું પડ્યું.
એ બેન્ચ પર બેઠી તો ખરી પણ એનું પુરેપુરુ ધ્યાન શરદમાં હતું. એનાં મનમાં અત્યારે જાત જાતનાં સવાલ આવી રહ્યા હતા. શરદ કેમ નહી આવ્યો હોય?એને પણ મારી યાદ આવતી હશે?મને આ શું થયું છે હું કેમ શરદને આટલો યાદ કરું છુ?
કાવ્યાની બેસ્ટ ફ્રેન્ડ ટીના કયારની કાવ્યાને જોઈ રહી હતી. એનાથી ના રહેવાયું એટલે એણે પૂછયું,
"કાવ્યા."
" કાવ્યા...(જોરથી)"
"(એક દમ ચમકીને)હા બોલ ટીના?"
"શું બોલ?શું થયું છે તને? કેમ કયારની આમ ખોવાયેલી ખોવાયેલી લાગે છે? કંઈ દુનિયામાં છે તું?"
"અરે કંઈ નઈ યાર.બસ રાતનો થાક છે.એટલે ભણવામાં ધ્યાન નથી લાગતું. બીજું કંઈ નહીં. તું આમ ગમે તેમ ના વિચાર નવરી પાછી ."
"અરે મને લાગ્યું કોઈ ટેન્શનની વાત તો નથી ને એટલે પૂછી દીધું બસ બીજું કંઈ નહીં. અને બિન્દાસ છોકરી આમ શાંત થઈ જાય તો નવાઈ તો લાગે ને?
શું કાવ્યા પોતાની વાત બહાર લાવી શકશે?
ટીના આગળ તે કંઈ બોલી શકશે?
જાણવાં માટે બન્યાં રહો મારી સાથે...... શાનદાર સફરમાં ..
પ્રતિભાવ આપી મને પ્રોત્સાહીત કરતાં રહો જેથી મને આગળ લખવાનો ઉત્સાહ જળવાઈ રહે..મારી નવલકથા વાંચનાર દરેક વાંચકનો દિલથી આભાર...