Feeling of love - 3 in Gujarati Fiction Stories by Bhavna Chauhan books and stories PDF | પ્રેમનો અહેસાસ - 3

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમનો અહેસાસ - 3

આપણે આગળ જોયું કે શરદ કાવ્યાને પોતાનાં દિલની વાત કહેવાં બેબાકળો બની રહયો હતો..હવે આગળ..

શરદ સમય થતાં સ્કુલ જવાં માટે એનાં પપ્પાએ લઈ આપેલી ન્યુ બાઈક લઈને નીકળ્યો. માનસીબેને રોજની જેમ આજે પણ કહયું,

"બેટા શાંતિથી જજે.જરા પણ ફાસ્ટ ડ્રાઇવ ન કરતો."

"હા..મમ્મી. શાંતિથી જ જઈશ. તમે ચિંતા ના કરો. "

શરદને અત્યારે પુરેપુરુ ધ્યાન ફકત કાવ્યામાં જ ચોંટેલુ હતું. એની આંખો સામે પણ કાવ્યાનો ચહેરો તરી આવતો હતો. એ સતત વિચારી રહ્યો હતો કે કાવ્યાને તે કેવી રીતે પોતાનાં દિલની વાત કહેશે? આમ વિચારતાં વિચારતાં એનાથી બાઈકની સ્પીડ એટલી વધી ગઈ કે એ કંઈ સમજે કે વિચારે એ પહેલાં સામેથી પણ પૂરપાટ વેગે આવતી કાર સાથે અથડાઈ ગયો. એ ઉછળીને રોંગ સાઈડ જ પડ્યો પણ કર્મ સંજોગે એ બાજુ વાહન કોઈ આવતું ન હોવાથી તે માંડ માંડ બચ્યો.

એને માથામાં જોરદાર વાગ્યું હતું. લોહી વહી રહયું હતું. કાર ડ્રાઈવર સારો હોવાથી એની જ કારમાં શરદને હોસ્પિટલમાં લઈ ગયો.

"અરે,કોઈ હેલ્પ કરો મને પ્લીઝ..આ છોકરાને બહું વાગ્યું છે. કોઈ જલ્દી ડૉક્ટરને બોલાવી લાવો."શરદ તો બેભાન અવસ્થામાં પડયો હતો. એટલામાં ડૉક્ટર પરીખ આવી ગયા.

"પેશન્ટને ઓપીડીમાં લઈ આવો."

"અરે,આને તો માથામાં વાગ્યું છે ને લોહી પણ ઘણું નીકળી ગયું છે. આ કોણ છે?"

"એની ઓળખ કરી એનાં મમ્મી પપ્પા ને બોલાવો અહીં. એમનાં વગર કોઈ કામ નહી થાય પ્લીઝ"

પાયલ નર્સ બહાર આવીને કાર ડ્રાઈવરને પૂછવાં લાગી,

"ભાઈ!આ છોકરાંને તમે ઓળખો છો?"

"ના ! આ તો એ મારી કાર સાથે જ અથડાઈ ગયો તો એનો જીવ બચાવવા હું અહી લઈ આવ્યો."

"એક મિનિટ નર્સ એને હું કારમાં ઊંચકીને લઈ આવ્યો ત્યારે તેનાં ગળામાં આઇકાર્ડ જેવું જોયું હતું. તમે ચેક કરો કદાચ કોઈ કોન્ટેકટ મળી જાય. "

"ઓકે હું ચેક કરું છું."

નર્સને આઇકાર્ડ પરથી નંબર મળી ગયો.એ નંબર પર કોલ કરવામાં આવ્યો..માનસીબેન રસોડામાં વ્યસ્ત હતાં. ફોનની રીંગ વાગી એટલે એમણે કોલ રીસીવ કર્યો.

"હલો! કોણ?"

"હલો!હું સીટી હોસ્પિટલમાંથી બોલું છું. તમારાં દિકરાનો એકસીડન્ટ થયો છે. આપ જલ્દી હોસ્પિટલમાં આવો."

"શું..?શું કહયું તમે? સીટી હોસ્પિટલ?"

માનસીબેનના હાથમાંથી ફોન છુટી ગયો અને નીચે પછડાયો. અવાજ સાંભળીને શરદનાં પપ્પા રસોડામાં દોડી આવ્યાં.

"માનસી શું થયું?આ અવાજ શાનો હતો?અને તું કેમ આટલી ગભરાયેલી છે?શું થયું છે?"

"આપણો શરદ....."

"શું થયું છે શરદને?"

"શરદનો એકસીડન્ટ....."

માનસીબેન પૂરું બોલી પણ ના શકયાં. અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.

" મને મારાં મારાં શરદ પાસે લઈ જાવ."

શરદના મમ્મી પપ્પા બંને હાંફળા ફાંફળા હોસ્પિટલમાં પહોચ્યા. હોસ્પિટલમાં એ સીધાં રીસેપ્શન કાઉન્ટર પર પહોચ્યા.

"હું શરદનાં પિતા છું. મને કહેશો એ કયાં છે?"

"હા! એ ઓપીડીમાં છે. તમે પહેલાં ડૉક્ટર પરીખને મળો."

"ડૉક્ટર પેશન્ટનાં પપ્પા આવ્યાં છે. તમે વાત કરી લો."

"હા હા..આપણી પાસે સમય બહું ઓછો છે..જલ્દી મોકલો એમને."

"ડૉક્ટર પરીખ હું શરદનાં પપ્પા. મારો દીકરો કેમ છે?એને વધારે વાગ્યું તો નથી ને?"

"ઓહ, સારું થયું તમે આવી ગયાં. હું તમને અત્યારે એટલું જ કહું છું કે શરદની હાલત બહું નાજુક છે. એનું ઘણું બધું લોહી વહી ગયું છે. ઓપરેશન કરવું પડશે. બીજી વાતો આપણે પછી કરશું. નર્સ પેપર તૈયાર કરી એની ઉપર આમની સહી લઈ લો."

"હા સર"

ડૉકટર ઝડપથી ઓપીડીમાં ગયા.એની પાછળ પાછળ મિસ્ટર શાહ પણ આવ્યાં. તે સીધાં માનસીબેન પાસે ગયાં.

માનસીબેન એમની રાહ જોઈને જ ઉભાં હતાં. મિસ્ટર શાહ આવતાં જ માનસીબેન પૂછવાં લાગ્યાં,

"શું કીધું ડૉકટરે તમને?"

"મારો શરદ કયાં છે?"

"માનસી શરદની હાલત ગંભીર છે. એને માથામાં જોરદાર વાગ્યું છે. ખાસ્સુ લોહી વહી ગયું છે. અત્યારે ડૉક્ટર પરીખ એનું ઓપરેશન કરી રહયાં છે.."

મા નું હૃદય કેમ કરીને હાથમાં રહે..માનસીબેન તો ભાંગી પડયાં. અને ભગવાનને વિનવવા લાગ્યાં,

"હે મારાં કાના!તું તો જાણે છે કે શરદ અમારો સહારો છે.એનાં સિવાય અમારું કોણ છે આટલી મોટી દુનિયામાં?પ્રભુ એની રક્ષા કરજો.અમારી લાકડીને આમ અધવચ્ચે....."

અને માનસીબેન ફરી રડવા લાગ્યાં.

"રડ,નહિ માનસી કાના પર વિશ્વાસ રાખ.આપણો શરદ જલ્દી સાજો થઈ જશે."

ડૉક્ટર ઓપીડીમાં ગયાં એટલે ઓપીડીના આગળ લાલ લાઈટ શરુ થઇ ગઈ.માનસીબેન એકીટશે એ લાઈટ જોઈ રહયાં હતાં. પુરાં બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું.

શું શરદનું આ ઑપરેશન સક્સેસ જશે?એક માની વિનંતી સાંભળી કાનો શરદને જીવનદાન આપશે?કે પછી માનસીબેનનો કૂળદિપક ઓલવાઈ જશે?
જાણવાં માટે બન્યાં રહો મારી સાથે.. આ શાનદાર સફરમાં...