Run away and start anew in Gujarati Love Stories by Paras Vanodiya books and stories PDF | ભાગી ને નવી શરૂવાત

Featured Books
Categories
Share

ભાગી ને નવી શરૂવાત

અમરેલી બસ સ્ટેશન માં રાત નો 1 વાગી ચૂક્યો હતો.રામ અને ડિમ્પલ બંને પોતાના ઘરે થી ભાગી ચૂક્યા હતા.રાત નો સમય હતો બંને ઘરે થી કીધા વગર ના નીકળી ગયા હતા ઘરે હજી સુધી કોઈ ને ખબર નોતી પડી કે બંને નીકળી શુક્યા છે. રામ અને ડિમ્પલે અમદાાદમાં જવાની તૈયારી કરી લીધી હતી ત્યાં ક્યાં જશે તે હજી નક્કી નોતું કરિયુ પણ અહીંયા થી બંને ભાગી ને અમદાવાદ જતા રેચે.

રામ અને ડિમ્પલે બીક ના મારિયા મોઢે બાંધી રાખીયું હતું ડર આ સમાજ નો હતો જો કોઈ ભાળી જાશે તો શું કરીશું એવા વિચાર પણ બંને ને હલમચાવી દેતા હતા. રામે ડિમ્પલ નો હાથ કસ્કી ને પકડી રાખ્યો હતો જે સાબિત કરતું હતું કે આ હાથ હવે તે જિંદગીભર સુુુધી નહિ છોડે. રામ હવે ડિમ્પલે માટે બધા સાથે લડી લેવાના મૂડમાં હતો. એટલા માંટે બંને ઘર છોડી ને ભાગી ચૂંટ્યા હતા.

સમાજના રીતરિવાજ નાં કારણે બને એક બીજા સાથે બંધાઈ શકે તેમ ન હતા એટલા માટે ભાગી ચૂંટ્યા હતા.

રાત ના દોઢ (1:30AM) વાગી ગયા હતા ત્યાં અમદાવાદ મણિનગર ની બસ આવી પહોસી. બંને એક બીજા સામે મંદ મંદ હાસ્ય કરી ને બસ માં ચડી ગયા. બંને ના હાસ્ય પાછળ સમાજ ની લાગણી અને સમાજ ના બંધારણ ઘર મૂકવાનું દુઃખ અને આવા અપાર નાના મોટા દર્દ છૂપાયેલા હતા.

અમદાવાદ ની બસ અમરેલી ના રોડ થી મણિનગર અહમદાબાદ જવા માટે નીકળી ગય હતી અને પુરે પૂરો વેગ પકડી રહી હતી સાથે રામ ના ધબકારા પણ વધી રહ્યા હતા હવે શું કરશું આગળ શું કરશું આવા બધા સવાલો તેના મનમાં ફૂટી રહ્યા હતા.જ્યારે ડિમ્પલે રામ નાં ખાંભા પર માથું રાખી ને મોઢે થી પોતાનો દુપટ્ટો છોડી ને સુઈ ગઈ હતી. બારી માં આવતી હવા તેના વાળ ને ઉડાવી રહ્યા હતા ખૂબસૂરત શહેરો થાકી ને સુઈ ગયો હોય એવું લાગતું હતું. જ્યારે રામ ઊંડા વિચારો સાથે ડિમ્પલ નો હાથ પકડી ને બેઠો હતો. બંને હવે પોતાની જિંદગી ના નવા અધ્યાય માં પહોસવાના અને નવી જિંદગી ની શરૂવાત કરવાના હતા.

ડિમ્પલ એક દમ નવા જમાના ની મોડલ છોકરી અને અમરેલી ના પૈસાદાર ધનજી શેઠ ની દીકરી હતી. ડિમ્પલ ની ભણવાનું અધવચ્ચે છોડાવી દેવામાં આવ્યું હતું. જ્યારે રામ એક સાધારણ પરિવાર નો નાના એવા અમરેલી નાં લુવારા ગામ માં ભણેલો અને ખુબજ સમજદાર માણસ હતો. ડિમ્પલ ખૂબ જ અમીરી અને સાહેબી માં રહેલી છોકરી હતી. બંને એક બીજા સાથે ઘણા લાંબા સમય થી પ્રેમ માં પડેલા હતા પણ કોરોના પછી ડિમ્પલ નાં ઘરે વધારે પડતું લગ્નનું નું દબાણ હોવા થી બને એ છેવટે ભાગી જવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયમાં બંને જણાએ હામી ભરી અને અંતે બંને 20 તારીખ ના રોજ જૂન મહિના માં ભાગી છૂટયા.

આમ વિચારો ને વિચાર માં ક્યારે બસ અમદાવાદ ની અંદર પહોસી ગય ખબર ના પડી રામ ને ત્યાં સુધી માં તો ડિમ્પલ પણ પોતાનો થાક ઉતારી ને જાગી શુકી હતી.

બંને માટે હવે ખરેખર નો સમય હતો શું કરવું ક્યાં જાવું તેની કોઈ ને ખબર નોતી ઓછા માં પુરું ત્યાં બંને માંથી કોઈ ની ઓળખાણ પણ નોતી. બંને જણાં અહમદાબાદ ST બસ સ્ટેશન માં ઉતરિયા...

રામ ડિમ્પલ નો હાથ પકડી ને બસ સ્ટેશન ની બહાર એક નાની એવી રેસ્ટોરન્ટ માં લઇ ગયો.

ડિમ્પલ: અત્યાર સુધી તો આપણા બંને માં ઘર માં ખબર પડી શૂકી હશે.

રામ: હા! ઘણો સમય થય ગયો છે તો શાયદ ગોતવા લાગ્યા હશે.

ડિમ્પલ: anyway જે હોય તે હવે આપણે બંને પોતાની લાઇફ અહીંયા નવા છેડે થી ચાલુ કરીશું. પણ અહીંયા થી હવે જવું ક્યાં તે મોટી પ્રોબ્લેમ છે.

રામ: (વિચારતા) પહેલા ક્યાંક રૂમ ભાડે રાખવાનું કરીએ.

બંને જણાં પોતાની સાથે ઘણા એવા પૈસા લઈ ને ઘર માંથી નીકળી ગયા હતા ખાલી પૈસા નઇ પણ થોડાક ઘરેણાં અને બને ના બધા આધાર પુરાવા સાથે.

ડિમ્પલ: હું મારી સાથે પૂરતા પૈસા લાવી છું કઈ ચિંતા કરવાની જરૂરત નથી સારી રૂમ રાખીશું.

અચાનક ડિમ્પલ કોઈ ને જોઈ જાય છે અને એકએક તેનું મોઢું ઢાંકી લેછે.........