એક ગુરુએ તેના વિધ્યાર્થીની તકલીફ કેવી રીતે દુર કરી તે આગળ વાંચો.........
રમણસરનો એક સમયનો તેજસ્વી, હોનહાર વિધ્યાર્થી અંકિત જે અત્યારે ડૉ.અંકિત........ અમદાવાદમાં માનસિક રોગીઓના ડૉકટર તરીકે ખુબ નામના મેળવી ચુક્યો છે.
રમણસરે બીજા દિવસે સવારે શાળાએ જતા પહેલાં અંકિતને ફોન જોડ્યો.......
સામેથી હર્ષથી ભરેલ પ્રત્યુત્તર મળ્યો.....
ગુડ મોર્નિગ સર......
ગુડ મોર્નિગ અંકિત....
સર આપની તબિયત કેવી છે?....
ઓલ રાઈટ....
ઓકે સર......ઘરના બધા મજામાંને ?....
એકદમ ફાઈન......
બોલો સર આપની શું સેવા કરી શકું ?....
રમણસરે દિવ્યની અત થી ઈતિ સુધીની વાત કરી.....
ઓકે સર, એક કામ કરો...શક્ય હોય તો દિવ્યને લઈને મારા ક્લિનિક પર આવો....જો શક્ય ના હોય તો એના તમામ રીપોર્ટ મને વોટ્સએપ પર મોકલો.....પછી જ તમને હું કંઈક જણાવી શકું......
શાળાએ જતા પહેલા દિવ્યના ઘરે જવા માટે રમણસર રોજ કરતા વહેલા નિકળ્યા. દિવ્યના પપ્પા સાથે વાતચીત કરી તમામ રીપોર્ટસના ફોટા પાડીને અંકિતને સેન્ડ કર્યા.
દિવ્ય ક્યાં ગયો ?
એ તો સ્કુલે જવા નિકળી ગયો સાહેબ.
આટલો વહેલો? રમણસરે શંકાશીલ પ્રશ્ન પુછ્યો.
હા સાહેબ એ તો દરરોજ આટલો વહેલો નિકળી જાય છે.
ના... ના... સમયથી વહેલા એને ઘરેથી શાળાએ જવા નિકળવા દેશો નહીં.
રમણસર દિવ્યના ઘરેથી શાળામાં જતા હતા એ વેળાએ પાનના ગલ્લે વિધ્યાર્થીઓનું ટોળું જોયું ,જેમાં દિવ્ય પણ હતો. દિવ્ય તેના મિત્રો સાથે કોઈ પ્રકારની પડીકીઓ ફાકતો હતો તે રમણસર જોઈ ગયા. વિધ્યાર્થીઓનું ટોળું તેમની મસ્તીમાં મગ્ન હતું. તેથી બાજુમાંથી પસાર થતા રમણસર પર કોઈ વિધ્યાર્થીની નજર ના પડી.
રમણસર મનોમન વિચારવા લાગ્યા કે, દિવ્ય તેની બિમારીથી પરિચિત હોવા છતાં ઘરેથી વહેલું નિકળવું, પાનના ગલ્લે ભાઈબંધો સાથે પાન મસાલાની પડીકીઓ ફાકવી એ સારી બાબત ના કહેવાય.
ખેર, એકવાર ડૉ. અંકિતના મેસેજ આવે ત્યાં સુધી દિવ્યને કાંઈ કહેવું નથી.
ડૉ. અંકિતનો રાત્રે ફોન આવ્યો,
સર, દિવ્યના કેસમાં એના રીપોર્ટ જોતા પ્રથમ નજરે એવું કોઈ કારણ જણાતું નથી કે તેને કોઈ ગંભીર બિમારી હોય.
તો હવે, રમણ સરે પુછ્યું.....
સર દિવ્યને લઈને મારા ક્લિનિક પર રૂબરૂ આવો તો જ સાચું નિદાન થઈ શકે. આવતીકાલે સાંજના છ વાગે તમારી એપોઈમેન્ટ બુક કરી દઉં છું સર....બીજી ખાસ અગત્યની વાત દિવ્યના મમ્મી પપ્પાને સાથે લેતા આવશો અને એમને જણાવશો કે આવવા-જવાના ભાડા શિવાયનો કોઈ ખર્ચ થશે નહીં.
સારું ત્યારે કાલે સાંજે અમે દિવ્યને લઈને આવીએ છીએ.
રમણસરે દિવ્યના પપ્પાને અમદાવાદ ડૉકટરને બતાવવા જવાની વાત ફોન પર કરી.
દિવ્યના મમ્મી-પપ્પા અમદાવાદ ડૉકટરને ત્યાં જવા તૈયાર ના થયા. દિવ્યના મમ્મીએ તો રમણસરને કહીં દીધું કે, મારો દીકરો ગાંડો થોડો છે તો એને ગાંડાઓના દવાખાને લઈ જવો છે.
રમણસર એક માની લાગણીને સમજી ગયા તેઓ માની લાગણીને દુભાવવા માગતા નહોતા તેથી ફોન પર એવું કહીને વાત પતાવી કે, હું રાત્રે તમારા ઘરે આવું છું. આપણે રૂબરૂ મળીને ચર્ચા કરીએ.
રાત્રે જમી પરવારીને રમણસર અને તેમના પત્ની દિવ્યના ઘરે પહોંચ્યા.
આવો આવો સાહેબ પધારો....બેન પધારો...જય શ્રી કૃષ્ણ....દિવ્યના મમ્મી-પપ્પાએ રમણસરને અને એમના પત્નીને પુરા આદરભાવથી આવકારો આપ્યો.
શરૂઆતમાં બીજી બધી સામાજીક વાતો કરી પછી રમણસર મુળ મુદા્ પર આવ્યા.
જુઓ અંકિત એ મારો ભુતપુર્વ વિધ્યાર્થી છે. મેં એને દિવ્યના તમામ રીપોર્ટ મોકલી આપ્યા છે. એનું કહેવું એવું છે કે, દિવ્યના રીપોર્ટ જોવાથી પ્રથમ નજરે દિવ્યને કોઈ બિમારી જણાતી નથી. છતાંયે દિવ્યને અવારનવાર ચક્કર આવે છે એટલે આપણે તેની બિમારીની ગંભીરતા સમજી એકવાર દિવ્યને ડૉકટર પાસે લઈ જવો જોઈએ જેથી બિમારીનું ચોક્કસ નિદાન થાય અને સમયસર સારવાર કરીએ તો ભવિષ્યમાં એને કોઈ તકલીફ ના પડે.
દિવ્યના પપ્પા દવાખાને જવા તૈયાર થયા પરંતુ દિવ્યના મમ્મી ટસના મસ ના થયા.....
રમણસર દિવ્યના ભવિષ્ય માટે દિવ્યની મમ્મીને ડોકટર પાસે જવા કેવી રીતે તૈયાર કરે છે.....વાંચતા રહો ભાગ-5
વાચક મિત્રો,
પ્રથમવાર ધારાવાહિક લખી રહ્યો છું એ પણ માતૃભારતીના પ્લેટફોર્મ પર.....ભુલ થાય તો ક્ષમ્ય કરશો. હકારાત્મક સુચનો ફોન પર કે વોટ્સએપ થકી કરી..... પ્રેરણા પુરી પાડશો એવી નમ્ર ભાવે અપીલ......
-કનુભાઈ પટેલ (કનુ સેઢાવી)
9898899115