EXPRESSION - 5 in Gujarati Fiction Stories by ADRIL books and stories PDF | અભિવ્યક્તિ.. - 5

The Author
Featured Books
Categories
Share

અભિવ્યક્તિ.. - 5

અર્જુન નો રથ એક રહસ્ય

અર્જુન નો રથ કૃષ્ણ એ હાંક્યો હતો.
આ રથ વિષે ની એક વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે.

કૃષ્ણ એ તો પ્રતિજ્ઞા કરી હતી કે હથિયાર નહિ ઉઠાવે. અને એટલે જ દુર્યોધન એમની શસ્ત્ર ધારી સેના લેવા તૈયાર થયો હતો. જો કૃષ્ણ એ આવી શરત ના મૂકી હોત તો દુર્યોધન મુરખો નહોતો કે એને કૃષ્ણ ની તાકાત નો અંદાજો ના હોય.

બીજી બાજુ અર્જુન હથિયાર વગર ના કૃષ્ણ ને શ્રધ્ધા ના ભાવ થી એક વિશ્વાસ સાથે સ્વીકારે છે. કેમ કે અર્જુને કૃષ્ણ ના પરાક્રમ ને નજીક થી સમજયા છે. અર્જુન ને બરાબર ખબર છે કે આમને ક્યાં હથિયાર ની જરૂર છે ? જે પુરા સંસાર ને ચલાવે છે એ આ ધર્મયુદ્ધ પાર નહિ પાડે ?

અર્જુન સમજતો હતો કે કૃષ્ણ દાવ રમે છે હા, એ નહોતી ખબર કે ચાલ શું છે

આખો સંસાર જાણે છે કે પાંડવો ની સામે જે સેના હતી એમાંના મોટા ભાગ ના લોકો એ ભેગા થઇ ને અર્જુન ને ઘડ્યો છે એ સેના સામે પાંડવો નું ટકવું શક્ય નહોતુ.

હકીકત માં એવું જ થતું પણ હતું ...

મતલબ કે આખા 18 દિવસ ના કુરુક્ષેત્ર ના આ ધર્મ યુદ્ધ માં કેટલાય પ્રહાર અર્જુન પર થયા હતા. આશ્ચ્રર્ય થાય કે અર્જુન ને કઈ જ ના થયું.

કેમ ?

કહેવાય છે કે અર્જુન ને રથ પર થી નીચે ઉતારવાની પરવાનગી નહોતી.

અર્જુને ક્યારેય આનું કારણ કૃષ્ણ ને પૂછ્યું નથી. અરે આ તો શું અર્જુને કૃષ્ણ ની કોઈ પણ વાત નું કારણ ક્યારેય પૂછ્યું નથી. સવાલો ભલે હજાર કર્યા હશે પરંતુ એક વાર પણ કૃષ્ણ ના નિર્ણય પર કોઈ સવાલ નથી કર્યો.

સવાલ એમ હશે કે હું આ યુદ્ધ કેવી રીતે કરી શકું ? સવાલ ક્યારેય એવો નહોતો કે તું આ યુદ્ધ કેમ કરાવે છે ?

આખા યુદ્ધ માં અર્જુન પર કેટલાય વાર થયા હતાં.
સામે થી છોડાયેલા કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર ખાલી જાય એમ નહોતું.
એટલું જ નહિ કૃષ્ણ સામેથી આવેલા પ્રહારો નો જવાબ નહિ આપવા પણ બંધાયેલા હતા.
આ ઉપરાંત પાંડવ યુદ્ધ જીતવાની જવાબદારી કૃષ્ણ ના શિરે નાંખી ને બેઠા હતા.

જયારે જયારે પોતાના ગુરુ અથવા ગુરુ જેવા ભીષ્મ તથા કર્ણ અને દુર્યોધન એકસાથે અર્જુન ની સામે પડતા ત્યારે ત્યારે કૃષ્ણ એ આવતા બાણો ને રથ માં સમાવી લેતા હતા.

અર્જુન એટલો પણ બાણાવાળી નહોતો કે એ અનેક મહારથી ઓ નો એક સાથે સામનો કરી શકે. અર્જુન માત્ર સજ્જન બાણાવાળી હતો.. દુર્યોધન ની અનીતિ ના પ્રહાર સામે કેવી રીતે ટકવું એ શીખ્યો જ નહોતો.

18 દિવસ ના યુદ્ધ ના અંતઃ પછી શ્રીકૃષ્ણ એ અર્જુન ને રથ માંથી પોતાની પહેલા બહાર આવવાનું કહ્યું. અર્જુન ના રથ માંથી બહાર આવ્યા બાદ જ કૃષ્ણ પોતે એ રથ માંથી બહાર આવ્યા હતા.

આશ્ચ્રર્ય ની વાત તો એ છે કે કૃષ્ણ અને અર્જુને જેવો રથ છોડ્યો ત્યાર પછી રથ માં સમાઈ ગયેલા બધા બાણો એ એકસાથે અસર કરી હતી અને એ રથ એક આગ નો ગોળો બની ગયો હતો.

અને ત્યારે પણ અર્જુને કૃષ્ણ ને સવાલ નહોતો કર્યો કે આવું કેમ થયું પરંતુ કૃષ્ણ ના દાવ અને એની ચાલ બધું જ સાફ થઇ ગયું હતું. ટૂંકમાં શસ્ત્ર ઉઠાયા વગર પણ કૃષ્ણ કામ કરી ગયા એ સમજાઈ ગયું હતું

અર્જુન થી માત્ર એટલું જ બોલી શકાયું કે અગર આ બાણો થી મારી રક્ષા ના કરી હોત તો આ યુદ્ધ જીતવું શક્ય જ નહોતું.