Atitrag - 42 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 42

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અતીતરાગ - 42

અતીતરાગ-૪૨

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક એવી હિરોઈન, જેણે માત્ર અગિયાર વર્ષની ઉંમરે ચાઈલ્ડ આર્ટીસ્ટથી ફિલ્મી કારકિર્દીના સંઘર્ષની શરૂઆત કર્યા પછી છેક લાઈફ ટાઈમ એવીચીવમેન્ટ સહીત બીજા પાંચ નામાંકિત એવોર્ડ તેના નામે કર્યા.

તે હિરોઈનના સંઘર્ષના દિવસોમાં તેની સાથે જીતેન્દ્ર અને શશી કપૂરે કામ કરવાની ના પાડી દીધી હતી.

ત્યારબાદ સમયચક્ર ફરતાં તે ઇન્ડસ્ટ્રીઝની ટોપની હિરોઈન બની જતાં, જીતેન્દ્ર અને શશી કપૂર તેની જોડે કામ કરવા અધીરા હતાં..

‘બિંદીયા ચમકેગી ..’
‘જય જય શિવ શંકર...’
‘યે રેશમી ઝૂલ્ફે...’
‘મેં તેરે ઈશ્ક મેં..’
‘લે જાયેંગે.. લે જાયેગે...’
‘કરવટે બદલતે રહે...’

બસ એ સફળ હિરોઈનની ઓળખ માટે આટલાં ગીતોની યાદી પર્યાપ્ત છે.
મશહુર અભિનેત્રી ‘મુમતાઝ’ની ફિલ્મી કેરિયર વિષે વાત કરીશું આજની કડીમાં.

મુમતાઝનો જન્મ થયો ભારતની આઝાદીના પંદર દિવસ પહેલાં, મતલબ ૩૧ જુલાઈ ૧૯૪૭ના દિવસે.

મુમતાઝની ઉમ્ર જયારે એક વર્ષની હતી અને તેની માતાની ઉમ્ર હતી ૧૬ વર્ષ. એ ૧૬ વર્ષની ઉમ્રમાં જ તેમની માતાના ડિવોર્સ થઇ ગયાં હતાં.

માત્ર ૧૧ વર્ષની વયે બાળ કલાકાર તરીકે મુમતાઝ ફિલ્મે પરદા આવ્યાં.
ફિલ્મનું નામ હતું.. ‘સોને કી ચીડિયા.’ વર્ષ હતું ૧૯૫૮.

એ પછી તેની ફિલ્મી કેરિયર ધીમી ગતિએ ચાલતી રહી. નાની મોટી એક્સ્ટ્રા યા જુનિયર આર્ટીસ્ટની ભૂમિકા ભજવતાં રહ્યાં. જયારે તે સોળ વર્ષના થયાં ત્યારે તેમને લીડ રોલની ઓફર મળી દારાસિંગ સામે. એ સમયે કોઈ હિરોઈન દારાસિંગ જોડે કામ કરવા રાજી નહતી.

એ પછી તેમણે બે-ચાર નહીં પણ કુલ ૧૬ ફિલ્મો કરી દારાસિંગ જોડે.
એ બધી સ્ટંટ અને એક્શન ફિલ્મો હતી. તે ફિલ્મોને બોલીવૂડે બી ગ્રેડની ફિલ્મનો દરજ્જો આપ્યો હતો.

‘ફૌલાદ’, ‘રુસ્તમ-એ-હિંદ’, ‘ટારઝન કમ્સ ટુ દિલ્હી’. ‘રાકા’, ‘ડાકુ મંગલ સિંગ’,
આ ફિલ્મોના શીર્ષક સંભળાતા જ અંદાઝ આવી જાય કે આ ફિલ્મો દારાસિંગને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવી હતી. આ તમામ ફિલ્મોમાં મુમતાઝ લીડ રોલ્સમાં હતાં પણ તેમના ભાગે કશી નોંધપાત્ર ભૂમિકા નહતી આવી.

૧૬ ફિલ્મો કરી હોવાં છતાં તેમને કોઈ એ ગ્રેડ ફિલ્મની ઓફર મળી નહતી.
તો એ પછી તેમણે વેમ્પીસ અથવા નેગેટીવ રોલ્સ પણ કરવાં પડ્યા.

ફિલ્મ જેવી કે. ‘મેરે સનમ’ ‘કાજલ’ યા ‘ખાનદાન’ માં નોંધપાત્ર ભૂમિકા મળી.

‘મેરે સનમ’માં મુમતાઝ પર ફિલ્માવાયું ગીત પ્રખ્યાત થઇ ગયું.
‘યે હૈ રેશમી ઝુલ્ફો કા અંધેરા, ના ગભરાઈએ..’

એ પછી ૧૯૬૬માં આવી... ‘પત્થર કે સનમ.’ ‘હમરાઝ’ ‘રામ ઔર શ્યામ.’

૧૯૬૮માં આવી ‘મેરે હમદમ મેરે દોસ્ત’ અને ‘બ્રહ્મચારી.’

એ દરમિયાન વિખ્યાત ફિલ્મ મેકર વ્હી,શાંતારામે તેમની ફિલ્મ
‘બૂંદ જો બન ગયે મોતી’ માટે મુમતાઝને ઓફર કરી.

પણ પળોજણ ત્યારે પેદા થઇ જયારે ફિલ્માં મુખ્ય હીરો જીતેન્દ્રએ મુમતાઝ જોડે કામ કરવાની ના કહી દીધી. કારણ, જીતેન્દ્રની નજરમાં મુમતાઝ બી ગ્રેડના એક્શન ફિલ્મોની હિરોઈન હતી.

પણ વ્હી. શાંતારામે જીતેન્દ્રને સાફ સાફ શબ્દોમાં સુણાવી દીધું કે, એવું હોય તો હું તમને રિપ્લેસ કરીશ પણ મુમતાઝ તો ફિલ્મમાં કામ કરશે જ.

એ પછી ૧૧ વર્ષની લાંબી સંઘર્ષ ભરી રાત પછી મુમતાઝની જિંદગીમાં સૂર્યોદય થયો.

મુમતાઝને મળી એક સુવર્ણ તક.

ફિલ્મ પ્રોડ્યુસર, ડીરેક્ટર રાજ ખોસલાએ સાઈન કર્યા મુમતાઝને. ફિલ્મના મુખ્ય હીરો હતાં સુપર સ્ટાર રાજેશ ખન્ના, બલરાજ સહાની, પ્રેમ ચોપડા, બિંદુ અને અફ કોર્સ.. હિરોઈનના લીડ રોલમાં હતાં મુમતાઝ.
વર્ષ હતું ૧૯૬૯ અને ફિલ્મ હતી... ‘દો રાસ્તે’

જેમાં ચાર ગીતો મુમતાઝ પર ફિલ્માવામાં આવ્યાં હતાં.
સુપર હીટ ગીત.. ‘બિંદીયા ચમકેગી...’ સહિત.

‘દો રાસ્તે’ બાદ મુમતાઝ માત્ર બોલીવૂડમાં નહીં પણ ઘરે ઘરે એક જાણીતું નામ બની ગયું.

એ પછી મુમતાઝને બીજી એક સફળ ફિલ્મ હાથ લાગી, નિર્માતા હતાં, એલ.વી. પ્રસાદ. એ ફિલ્મે મુમતાઝને તેનો પ્રથમ ફીલ્મફેર એવોડ પણ અપાવ્યો..
ફિલ્મના અન્ય કલાકારો હતાં, સંજીવકુમાર, શત્રુઘન સિંહા, અને જીતેન્દ્ર.. વર્ષ હતું ૧૯૭૦ એ સુપર હિટ ફિલ્મ હતી ... ‘ખિલૌના’ જેમાં મુમતાઝે ‘ચંદા’નું યાદગાર પાત્ર ભજવ્યું હતું.

૧૯૭૧માં દેવ આનંદ જોડે તેમની બે ફિલ્મો આવી...
‘હરે રામ હરે ક્રિશ્ના’ અને ‘તેરે મેરે સપને’

એ પછી ફિરોઝખાન અને સંજયખાન સાથે બે ફિલ્મો કરી
‘ઉપાસના’ અને ‘મેલા’.

૧૯૭૨માં ફિરોઝખાને એઝ એ ડીરેક્ટર પહેલી ફિલ્મમાં પણ મુમતાઝને સાઈન કર્યા .
ફિલ્મ હતી .. ‘અપરાધ’.

એ પછી ‘રૂપ તેરા મસ્તાના’માં તેમણે પહેલીવાર ડબલ રોલ કર્યો.
૧૯૭૩માં ધર્મેન્દ્ર જોડે બે ફિલ્મો આવી.
‘લોફર’ અને ‘ઝીલ કે ઉસ પાર’
મુમતાઝની સફળતા એ બુલંદી પર હતી કે, તે સમયના હિન્દી ફિલ્મ જગતના ટોચના હીરો તેની જોડે કામ કરવા આતુર હતાં.
જે એક સમયે મુમતાઝને રીજેક્ટ કરી ચુક્યા હતાં તે પણ.
તેમાંના એક હતાં શશી કપૂર.
મનમોહન દેસાઈની ફિલ્મ ‘સચ્ચા-જુઠા’ આવી હતી. જેમાં રાજેશ ખન્નાની બદલે પહેલાં શશી કપૂરને સાઈન કરવામાં આવ્યાં હતાં, તેમણે મુમતાઝ સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

અને પછી મુમતાઝની ઝળહળતી સફળતા જોઇને તેઓ મુમતાઝ જોડે કામ કરવાં રાજી થઇ ગયાં. શશી કપૂરે મુમતાઝને અતિ આગ્રહ કર્યો, વિનંતી કરી, આજીજી કરી છેક ત્યારે મુમતાઝ રાજી થયાં ફિલ્મ ‘ચોર મચાયે શોર’માં તેમની જોડે કામ કરવા.
જે ૧૯૭૩માં રીલીઝ થઇ હતી.

મુમતાઝની સફળતાનો સુરજ જયારે મધ્યાહને તપતો હતો ત્યારે..
૨૯ મે ૧૯૭૪ના દિવસે એક મોટા બિઝનેશમેન મયુર માધવાણી સાથે તેમણે લગ્ન કરી લીધા.

તે સમયે તે ત્રણ ફિલ્મોમાં કામ કરી રહ્યા હતાં તે ત્રણેય ફિલ્મના હીરો હતાં રાજેશ ખન્ના..
‘આપ કી કસમ’, ‘રોટી’ ,અને ‘પ્રેમ કહાની.’

રાજેશ ખન્ના સાથે મુમતાઝે આઠ ફિલ્મોમાં કામ કર્યું..
‘બંધન’, ‘દો રાસ્તે’, ‘સસ્ચા-જૂઠા’, ‘દુશ્મન’, ‘અપના દેશ’. ‘આપ કી કસમ’, ‘રોટી’ ,અને ‘પ્રેમ કહાની.’

લગ્ન બાદ મુમતાઝની કોઈ ફિલ્મનો જાદુ બોક્સ ઓફીસ પર ન ચાલ્યો .

આગામી કડી...

સફળ ડીરેક્ટર પ્રોડ્યુસર મહેબૂબખાન નિર્મિત ‘મધર ઇન્ડિયા’ તે સમયની ખુબ મોંઘી ફિલ્મ હતી. અને તે ફિલ્મે સૌથી વધુ કમાણી પણ કરી હતી. મહેબૂબખાને તેની સઘળી મૂડી તે ફિલ્મના નિર્માણ પાછળ ખર્ચી નાખી.

અને જયારે એ સઘળી મૂડી પણ ઓછી પડી ત્યારે ફિલ્મની હિરોઈન નરગીસજીએ મહેબૂબખાનને ખૂટતી આર્થિક સહાય કરી..

કઇ રીતે ફિલ્મ 'મધર ઇન્ડિયા' પૂરી થઇ તેના વિશે જાણીશું આગામી કડીમાં.


વિજય રાવલ
૦૬/૦૯/૨૦૨૨

.