Atitrag - 40 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 40

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અતીતરાગ - 40

અતીતરાગ-૪૦

જરૂરી નથી એક જ ક્ષેત્રમાં સજોડે કામ કરતી બે વ્યક્તિની પ્રકૃતિ કે વિચાર મળતાં આવે. તે બંને સાવ તદ્દન વિપરીત વિચારધારા ધરાવતી વ્યક્તિ પણ હોઈ શકે.
મહાન સંગીતકાર જોડી શંકર-જયકિશનની માફક.

શંકર અંતર્મુખી હતાં અને જયકિશનને ટોળામાં રહેવું ગમતું. શંકર ચાના શોખીન હતાં અને જયકિશન ડ્રીંક્સના.

કામ આટોપીને શંકર ઘરે જવાનું પસંદ કરતાં અને જયકિશન મહેફિલ માણવાનું.
સઘળું અલગ છતાં સંબંધનો સેતુ સંધાયો સંગીત દ્વારા. અંત સુધી એકસુત્રની માળામાં બંધાઈ રહ્યાં, મ્યુઝીકના માધ્યમથી.

અલગ છતાં એકનું શું કારણ હતું એ જાણીશું આજની કડીમાં.

જયારે જયકિશનના લગ્ન થયાં પલ્લવીજી જોડે ત્યારે કન્યાદાન કરવાનો અમુલ્ય અને અવિસ્મરણીય અવસર મળ્યો શંકરને.

મુંબઈ શહેરનું એક જાણીતું સ્થળ, ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા. જે સ્થળ તે સમયે પણ હતું અને આજે પણ છે. આ એ સ્થળ હતું જ્યાં ફુરસતના સમયમાં શંકર-જયકિશન અવારનવાર મળતાં. આ ક્લબના કોફી હાઉસમાં મળ્યાં જયકિશન અને તેના ભાવી પત્ની પલ્લવી સાથે.

પ્રારંભિક ઔપચારિક વાર્તાલાપનો દૌર ધીરે ધીરે એવો ચાલ્યો કે સામાન્ય સત્સંગ છેક સાત ફેરાના સગપણ સુધી ચાલ્યો.

આ વાત જયારે પલ્લવીજી તેમના પરિવાર સાથે શેર કરી ત્યારે તેમનો પરિવાર આ સંબધ માટે રાજી નહતો.

કારણ એ હતું કે જયકિશન અને પલ્લવીજીની ઉંમર વચ્ચે ખાસ્સો એવો તફાવત હતો. ચૌદ વર્ષનો જી હાં. જયકિશન કરતાં પલ્લવીજી ચૌદ વર્ષ નાનાં હતાં.

લગ્નના વિરોધ માટે બીજું પણ એક કારણ જવાબદાર હતું.
પલ્લવીજીનો પરિવાર બિઝનેશ બ્રેક ગ્રાઉન્ડ ધરાવતો હતો અને જયકિશન એક ફિલ્મ લાઈનમાં હતાં. તે સમયે ફિલ્મી કેરિયરને કોઈ સન્માનીય કે પ્રતિષ્ઠીત દરજ્જો નહતું માનતું. આજના સમયની જેમ કોઈ સ્ટાર સ્ટેટ્સ નહતું મળતું.

પણ પલ્લવીજી જયકિશન પર ઓળઘોળ હતાં, ફિદા હતાં.
અંતે પલ્લવીજી એ જયકિશનના પ્રેમ માટે પરિવારનો ત્યાગ કર્યો.
પરિવારની મરજી વિરુદ્ધ જીઈ, લગ્નસૂત્રમાં બંધાઈને જયકિશનને જીવનસાથી બનવ્યા.

દિવસ હતો ૩૧ ઓગસ્ટ ૧૯૬૩.
લગ્નવિધિમાં પલ્લવીજીનો પરિવાર ઉપસ્થિત ન રહ્યો, પણ કન્યાદાન કર્યું શંકરે.

પણ વિધિની ક્રૂર વક્રતાના કારણે આ લગ્નજીવન માત્ર આઠ વર્ષ અને બાર દિવસ ચાલ્યું.
૧૨ સપ્ટેમ્બર ૧૯૭૧ના દિવસે જયકિશન દુનિયાને અલવિદા કહીને જતાં રહ્યાં. માત્ર ૪૧ વર્ષની ઉમ્રમાં.

કારણ, સીરોસીસ ઓફ લીવર. જે બીમારી ગાયક કે.એલ.સાયગલ અને મશહુર અભિનેત્રી મીનાકુમારી થઇ થઇ. એક હદથી વધુ શરાબનું સેવન.

જયકિશનના મૃત્યુના થોડા વર્ષ પહેલાં જ આ બીમારીની તેમને જાણ થઇ ચુકી હતી.
જયકિશનને અતિશય મદિરાપાનની લત લાગવાનું કારણ.. શંકર અને જયકિશનની જોડીનું ભંગાણ.

૧૯૬૨ બાદ બન્ને અલગ અલગ સંગીતનું નિર્માણ કરતાં હતાં પણ..જાહેર જીવન કે ઓન પેપર કયારેય તેમણે એવું ડીકલેર નહતું કર્યું કે તેઓ જુદા થઇ ગયાં છે.

બન્ને તેમના અલગ અલગ સંગીતબદ્ધ કરેલા ગીતોને શંકર-જયકિશનના નામની જ ઓળખ આપતાં.

બંનેના જુદા પડવા માટે અનેક કારણો છે.
આ કારણો સચોટ નથી છતાં ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહ્યાં

પહેલું કારણ એ હતું કે પચાસ અને સાઈઠના બે દસકા દરમિયાન આ સંગીતકાર જોડીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર એકહત્થું સરકાર જેવો દબદબો હતો અને અતિશય કામના ભારણના કારણે બંને વચ્ચેના સંબંધનું સંતુલન ખોરવાઈ ગયું હતું.

બીજું કારણ એક પ્રખ્યાત ગીતના કોમ્પોઝિશનના અધિકાર માટે ખાસ્સો વિવાદ થયો હતો. એ ગીત હતું ફિલ્મ ‘સંગમ’નું. એ મેરા પ્રેમ પત્ર પઢકર..’
આ ગીતના સંગીતની સફળતા માટે જયારે જયકિશને હક્ક જતાવ્યો ત્યારે શંકરને દુઃખ થયું અને પછી સંબંધમાં તિરાડ પડી.

શંકરના પ્રિય ગાયિકા શારદાના કારણે પણ બન્ને વચ્ચે મતભેદ ઊભાં થયાં હતાં.
શંકરનું ગીતકાર શૈલેન્દ્ર જોડે અને જયકિશનનું ગીતકાર હસરત જયપુરી જોડે સારું ટ્યુનીંગ હતું. અહીં ગીતકાર માટે પણ મતમતાંતર હતું.

૨૬ એપ્રિલ ૧૯૮૭માં શંકરનું પણ અવસાન થયું.

બન્નેના કામ અલગ થયાં પણ નામ આખિર સુધી એક જ રહ્યું, શંકર-જયકિશન.

આગામી કડી...

‘ચલતે ચલતે મેરે એ ગીત યાદ રખના..’
‘તીતર કે દો આગે તીતર.. તીતર કે દો પીછે તીતર...’
‘જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ...’
‘વાદા કર લે સાજના .. મેરે બીના તુ ના રહે...’
‘યે કૌન આયા રોશન હો ગઈ મહેફિલ....’

આ સિવાય પણ ઘણાં ગીતો છે.. પણ આ ગીતો સાંભળતા તમને કોઈ હિરોઈનનું નામ યાદ આવે ?

એક એવી અભિનેત્રી, જે તેના અભિનય કરતાં અફેરથી વધુ પ્રચલિત હતી.
જી, હાં સીમી ગરેવાલ.

સિમી ગરેવાલ વિષે વાત કરીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૦૫/૦૯/૨૦૨૨