Prem - Nafrat - 45 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૪૫

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૪૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૫

રચનાએ પોતાની કંપની હોય એવી ધગશથી 'ઓલ ઇન વન મોબાઇલ' માટે કામ શરૂ કર્યું હતું. તે કોઇને શંકા જાય એવું કંઇ જ કરતી ન હતી. તેને આનંદ એ વાતનો હતો કે લખમલભાઇનું દિલ એણે જીતી લીધું હતું. જો અત્યારે જ એ એનાથી પ્રભાવિત છે તો લગ્ન પછી એમની વહુ તરીકે એ વધારે વિશ્વાસ રાખશે અને મારું કામ વધારે આસાન થઇ જશે. રચનાનું ધ્યાન હવે લગ્નની તૈયારીઓ કરતાં મોબાઇલ પર વધુ હતું. તે કોઇપણ રીતે મોબાઇલને એટલો જબરદસ્ત રીતે લોકપ્રિય અને સફળ બનાવવા માગતી હતી કે 'ઓલ ઇન વન મોબાઇલ' નું નામ ઘરેઘરે ગુંજવા લાગે. તેણે નવા મોબાઇલના ફિચર્સથી લઇને દરેક બાબત ચોક્સાઇથી નક્કી કરી હતી. જેમ એક વહુ પરિવારના દરેક સભ્યની સાથે પોતાનો નાતો બનાવવામાં સફળ થાય છે એમ એ મોબાઇલને આખા પરિવારની પસંદ બને એવો બનાવવા માગતી હતી. એ માટે તે એમાં છેલ્લે છેલ્લે કેટલાક નાના-મોટા ફેરફાર પણ કરી રહી હતી.

તેને વિચાર કરતાં કરતાં મોબાઇલનું નામ સૂઝ્યું અને દોડતી આરવ પાસે પહોંચી ગઇ. ખુશીથી છલકાતો તેનો ચહેરો જોઇ આરવ હાસ્ય ફેલાવીને બોલી ઊઠ્યો:'રચના, આજે બહુ ખુશ દેખાય છે ને? કોઇ લોટરી લાગી છે?!'

'લોટરી તો મને લાગી જ ચૂકી છે. પણ લોટરી વેચનારના દિવસો ખરાબ આવવાના છે.' એવા શબ્દો તેના હોઠ પર આવીને પાણીના મોજાં જેમ કિનારે ટેકરાને લીધે અચાનક પાછા દરિયામાં વળી જાય એમ એને ગળી ગઇ અને બોલી:'આરવ, લોટરી તો જે મોબાઇલ ખરીદશે એને લાગવાની છે. મને ખબર છે કે હજુ કેટલાક ફેરફાર કરાવી રહી છું એની સામે તમારો વાંધો નહીં હોય પણ અત્યારે મને મોબાઇલનું એક નામ સૂઝ્યું છે. જે અગાઉના આપણે પસંદ કરેલા ત્રણ નામોથી વધુ સારું છે.'

'અચ્છા, બોલ બોલ...' આરવની ઉત્સુક્તા વધી ગઇ.

'ફેમી! આ ફોન આખા ફેમિલીને ચાલી શકે એવો બની રહ્યો છે એટલે ટૂંકમાં એને 'ફેમી' નામ આપી શકીએ!' રચનાએ ઉત્સાહથી કહ્યું.

'સરસ! ફેમી મોબાઇલ! અને એમાં કયા સુધારા વધારા કર્યા છે એની જાણ કરતી રહેજે, જેથી વધુ લોકોને એ ફિચર્સની માહિતી પહોંચાડી ખરીદવા માટે વિચાર કરતા કરી શકાય...તેં તો મને હળવોફુલ કરી દીધો છે.' આરવને થયું કે રચના આવ્યા પછી તેની જવાબદારી ઓછી થઇ ગઇ છે અને એને રચના વધુ સારી રીતે નિભાવી રહી છે.

'હા, 'ફેમી' માં હવે આપણે 5G સુવિધા ઉમેરી દીધી છે. અને એમાં ૭ બેન્ડસ સપોર્ટ આપીશું. તને ખબર જ છે કે ઘણા ફોનમાં ૨ બેન્ડસ જ હોય છે. અને ૩૩ વોટ ચાર્જીંગની સુવિધા આપીશું. બીજા ઘણા નાના સુધારા છે. પણ હવે આપણે એનું પ્રોડક્શન શરૂ કરાવી દઇશું...' રચના ઉત્સાહથી બોલતી હતી.

'રચના, તારા માટે કહેવું પડશે કે ભગવાને તારી રચના મારા કરતાં મારી કંપની માટે વધારે કરી હશે! તું કંપની વિશે કેટલું વિચારે છે.' આરવ એના પર ઓળઘોળ થઇ ગયો.

'આરવ, ભગવાને મારી રચના બીજા કોઇ કામ માટે કરી હશે પરંતુ તારા પિતાએ એનો રસ્તો બદલી નાખ્યો છે...' રચના મનોમન બોલી.

રચનાને વિચારમાં જોઇ આરવ આગળ બોલ્યો:'હવે મોબાઇલ વિશે વધારે વિચારવાનું છોડી દઇને લગ્નની તૈયારી વિશે પણ આયોજન કર. એક જ અઠવાડિયું બાકી છે.' આરવ હવે ગંભીર થઇને બોલ્યો.

'હા, રોજ સાંજે મમ્મી સાથે ખરીદી કરવા જઉં છું. પણ બહુ ઓછું કામ થાય છે...' લગ્નની તૈયારી ઓછી કરી શકી છે એનો રચનાએ સ્વીકાર કર્યો.

'આમ ચાલશે નહીં રચના! મારી સાથે આવ...તું કંપનીના કામમાં જ રચી પચી રહીશ તો આપણાને મુલાકાતનો પણ સમય ક્યારે મળશે?' કહી આરવ એને પોતાની સાથે કંપનીમાં એક જગ્યાએ લઇ જવા લાગ્યો.

'આરવ, ક્યાં લઇ જાય છે?' રચનાને ખ્યાલ આવતો ન હતો.

'તું ચાલ તો ખરી! તને ખુશ કરી દઇશ!' કહી આરવ એને કંપનીના પાછળના ભાગમાં લઇ ગયો.

ત્યાં એક રૂમ હતી. ત્યાં કોઇની અવરજવર ન હતી. રચના ચમકી. આવા એકાંત સ્થાનમાં લઇ આવવા પાછળ આરવનો ઇરાદો શું હશે? અને એ વધારે રોમેન્ટિક કેમ બની રહ્યો છે?

ક્રમશ: