Atitrag - 39 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 39

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અતીતરાગ - 39

અતીતરાગ-૩૯

ખ્યાતનામ અભિનેત્રી આશા પારેખને થોડા દિવસના શૂટિંગ પછી તેમની પહેલી ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યાં હતાં.

કેમ ? અને કઈ હતી એ ફિલ્મ ?

જાણીશું આજની કડીમાં..
આશા પારેખનું બોલીવૂડ આગમન બિમલ રોયને આભારી છે. બિમલ રોયે પહેલીવાર આશા પારેખને ડાન્સ કરતાં જોયા હતાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં.

તે સમયે આશા પારેખની વય હતી માત્ર દસ વર્ષ. પણ તે દસ વર્ષની ઉંમરમાં આશા પારેખની નૃત્ય પ્રત્યેની રુચિ જોઇને બિમલ રોયે નક્કી કર્યું કે, તે તેમની ફિલ્મમાં આશા પારેખને જરૂર તક આપશે.

પણ અડચણ એ હતી કે આશા પારેખની માતાનો એવો આગ્રહ હતો કે અત્યારે તેના અભ્યાસનો સમય છે, આટલી નાની વયે ફિલ્મોમાં કામ કરીને શું કરશે ?

લાંબી વાટાઘાટને અંતે આશા પારેખની માતાજી સુધા પારેખે બિમલ રોયની વાત સાથે સંમત થયાં. અને તેમની ફિલ્મમાં આશા પારેખને ફિલ્મી પરદે લાવવાની તક સફળ રહી.

વર્ષ હતું ૧૯૫૨, બાળ કલાકાર તરીકે પરદા પર પદાપર્ણ કર્યું, ફિલ્મનું નામ હતું. ‘માં’.

ફિલ્મી પરદે નામ ઝળક્યું ‘બેબી આશા.’

‘માં’ ફિલ્મમાં આશા પારેખના અભિનયની એટલી પ્રશંશા થઇ કે, તે પછી તેમણે
૧૯૫૨થી લઈને ૧૯૫૭ સુધીમાં બીજી પાંચ ફિલ્મો કરી બાળ કલાકાર તરીકે.

‘આસમાન’, ‘ધોબી ડોકટર’, ‘શ્રી ચૈતન્ય મહા પ્રભુ,’ ‘બાપ બેટી’, ‘અયોધ્યા પતિ’,

‘ચૈતન્ય મહાપ્રભુ’ના ડીરેક્ટર હતાં, વિજય ભટ્ટ. તેમણે તેમની આગામી ફિલ્મમાં આશા પારેખને હિરોઈન તરીકે લેવાનો નિર્ણય કર્યો.

તેમણે તે ફિલ્મના રોલ માટે આશા પહેખનો સ્ક્રીન ટેસ્ટ લીધો.અને સ્ક્રીન ટેસ્ટમાં આશા પારેખ સફળ રહ્યાં.

એ રીતે બાળ કલાકાર આશા પારેખ ફિલ્મની લીડ હિરોઈન બન્યાં.
પણ તેમની નવી કારકિર્દીનો અકાળે અંત આવ્યો..
માત્ર પાંચ દિવસના શૂટિંગ બાદ.. ફિલ્મના ડીરેક્ટર વિજય ભટ્ટે આશા પારેખને ફિલ્માંમાંથી હટાવી દીધા.
કારણ..?

વિજય ભટ્ટે એવું કરણ આપ્યું કે, આશા પારેખ સ્ટાર મટીરીયલ નથી.
જે ફિલ્મમાંથી આશાને હટાવી દેવામાં આવ્યાં હતાં એ ફિલ્મ રીલીઝ થઇ છેક ૧૯૫૯માં.

તે ફિલ્મના મુખ્ય હીરો હતાં રાજેન્દ્રકુમાર અને ફિલ્મનું નામ હતું...

‘ગૂંજ ઉઠી શહેનાઈ’

ફિલ્મ ‘ગૂંજ ઉઠી શહેનાઈ’ માંથી આશા પારેખને રીપ્લેસ કરીને એક એવી અભિનેત્રી પર તેમની પસંદગી ઉતારી. જેમની ફિલ્મ ‘તુમસા નહીં દેખા’ તે સમયે રીલીઝ થઇ હતી અને હીટ પણ થઇ હતી. નવોદિત આશા પારેખને હટાવી એક હીટ અભિનેત્રી ‘અમિતા’ને લાવ્યાં હતાં, વિજય ભટ્ટ.

તે સમયગાળો આશા પારેખ માટે ખુબ કપરો હતો.
એ સમયે પ્રખ્યાત ફિલ્મ મેકર વ્હી.શાંતારામ પણ આશા પારેખને લોન્ચ કરવાં ઇચ્છતા હતાં.

તેમણે આશા પારેખને ત્રણ ફિલ્મોનો કોન્ટ્રકટ પણ આપ્યો હતો.
પણ તે સમયે આશા પારેખએ એવું કહ્યું હતું કે, હું ઓલ રેડી ‘ગૂંજ ઉઠી શહેનાઈ’ સાઈન કરી ચુકી છું.
મારી તમામ ડેટ્સ ડીરેક્ટર વિજય ભટ્ટને આપી ચુકી છું.
એ રીતે તેઓ વ્હી.શાંતારામની ફિલ્મો ન કરી શક્યા અને છેવટે ‘ગૂંજ ઉઠી શહેનાઈ’ પણ તેના હાથમાંથી જતી રહી.

‘ગૂંજ ઉઠી શહેનાઈ’ સાઈન કરવાંના કારણે આશા પારેખે બીજી એક ફિલ્મમાંથી પણ હાથ ધોવા પડ્યા.

તે ફિલ્મનું નિર્માણ કર્યું હતું.. આઈ,એસ.જોહરે. ફિલ્મના હીરો હતાં કિશોરકુમાર.
ફિલ્મનું નામ હતું, ‘બેવકૂફ’.તે ફિલ્મ રીલીઝ થઇ ૧૯૬૦માં.

ડેટ્સ ન મળવાથી આશા પારેખે ગુમાવેલી તે ફિલ્મ અંતે મળી હતી ‘માલા સિંહા’ને.

આગામી કડી...

જરૂરી નથી એક જ ક્ષેત્રમાં સજોડે કામ કરતી બે વ્યક્તિની પ્રકૃતિ કે વિચાર મળતાં આવે. તે સાવ તદ્દન વિપરીત વિચારધારા ધરાવતી વ્યક્તિ પણ હોઈ શકે.
મહાન સંગીતકાર જોડી શંકર-જયકિશનની માફક.

શંકર અંતર્મુખી હતાં અને જયકિશનને ટોળામાં રહેવું ગમતું. શંકર ચાના શોખીન હતાં અને જયકિશન ડ્રીંક્સના.

કામ આટોપીને શંકર ઘરે જવાનું પસંદ કરતાં અને જયકિશન મહેફિલ માણવાનું.
સઘળું અલગ છતાં સંબંધનો સેતુ સંધાયો સંગીત દ્વારા. અંત સુધી એકસુત્રની માળામાં બંધાઈ રહ્યાં, મ્યુઝીકના માધ્યમથી.

અલગ છતાં એકનું શું કારણ હતું એ જાણીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૦૪/૦૯/૨૦૨૨