Atitrag - 37 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 37

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અતીતરાગ - 37

અતીતરાગ-૩૭

આજની કડીમાં આપણે એક એવી ફિલ્મી શખ્સિયત વિષે ચર્ચા કરીશું જેના વિષે ખુબ ઓછુ કંઇક અથવા કયાંક લખાયું હશે.

આજે સુપરસ્ટાર રાજેશ ખન્નાની સાળી અને ડીમ્પલ કાપડિયાની નાની બહેન સિમ્પલ કાપડિયા વિશે ચર્ચા કરીશું

સિમ્પલ કાપડીયાના નામથી બોલીવૂડ ત્યારે પરિચિત થયું જયારે વર્ષ ૧૯૭૭માં તેમણે પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર પદાર્પણ કર્યું, તેના જીજાજી રાજેશ ખન્ના સાથે.

તે ફિલ્મના ડીરેક્ટર હતાં, શક્તિ સામંત. તે સમયે સિમ્પલ કાપડીયાની ઉમ્ર હતી માત્ર ૧૯ વર્ષ. ફિલ્મ હતી .. ‘અનુરોધ’ ફિલ્મના ગીતો ચાલ્યાં પણ ફિલ્મ ન ચાલી.

ફિલ્મ ન ચાલવાનું એક કારણ એવું પણ ચર્ચિત હતું કે,

‘ફિલ્મ ‘બોબી’ની હોરોઈન ડીમ્પલ કાપડીયાની બહેનનું ફિલ્મી દુનિયામાં ધમાકેદાર આગમન....’ ફિલ્મની પબ્લિસીટીમાં આ રીતે ગાઈ વગાડીને ઢંઢેરો પીટવામાં આવ્યો હતો.

પબ્લિકમાં એવી ઉત્કંઠા જાગી કે, ફરી ‘બોબી’ જેવો જાદુઈ જલવા જોવા મળશે.
પણ ‘અનુરોધ’, એ બોબી નહતી અને સિમ્પલ એ ડીમ્પલ નહતી.

અને જીજાજી અને સાળીના રોમાન્સની કેમેસ્ટ્રી પ્રેક્ષકોને રોમાંચિત ન કરી.
સિમ્પલ કાપડિયાની કેરિયર પ્રોપેરલી ટેક ઓફ ન થઇ.

રાજેશ ખન્નાની સાળી હોવાને નાતે સિમ્પલ કાપડીયાને થોડી ફિલ્મો મળી પણ ખરાં.

જેવી કે, ‘ચક્રવ્યૂહ’, ‘શાકા’, ‘લૂંટમાર’, ‘ઝમાને કો દિખાના હૈ.’ પરંતુ આ કોઈપણ ફિલ્મોમાં સિમ્પલ કાપડિયાના અભિનયનો કોઈ ચમકારો જોવા ન મળ્યો.

ફિલ્મો ન ચાલી પણ તે સમયે ફિલ્મી મેગેજીનને ભરપુર મસાલો મળ્યો તેના જગજાહેર લવ અફ્રેર માટે.

દુનિયા માટે જે વિલન હતાં તે સિમ્પલ માટે હીરો હતાં... રણજીત.
પણ સિમ્પલ કાપડિયાની આ ઈત્તર પ્રવૃત્તિથી જીજાજી રાજેશ ખન્ના કાફી ખફા હતાં.

આ પ્રેમ પ્રકરણના કારણે ફિલ્મ ‘છૈલાબાબુ’ના સેટ પટ રણજીત અને રાજેશ ખન્ના વચ્ચે ઝપાઝપી પણ થઇ ગયેલી.

સિમ્પલ કાપડીયામાં તમામ સ્ટાર મટીરીયલ હતું પણ, દુર્ભાગ્યે તેની કોઈ ફિલ્મ ચાલી નહીં

પણ અંગત જીવનમાં સિમ્પલ કાપડિયા નેક દિલ ઇન્સાન હતાં. જયારે ફિલ્મ ‘સાગર’થી ડીમ્પલ કાપડિયાએ કમબેક કર્યું, ત્યારે તે ખુબ વ્યસ્ત રહેતા. તે સમયે ડીમ્પલ કાપડીયાની બન્ને પુત્રીની જવાબદારી સિમ્પલ કાપડીયાએ બખૂબી અદા કરી. આ સામજિક ફરજ તેમણે ઘણા વર્ષો સુધી નિભાવી.

દસ વર્ષના સંઘર્ષ બાદ ૧૯૮૮માં તેમણે અભિનેત્રી બનવાના અભરખા પર પૂર્ણવિરામ મૂકી દીધું.

અને નવી ભૂમિકા ભજવવાનો આરંભ કર્યો. એઝ એ કોસ્ચ્યુમ ડિઝાઈનર, તેમની બહેન ડીમ્પલ કાપડિયા માટે.
ડીમ્પલની ફિલ્મ ‘ઇન્સાફ’ માટે સૌ પ્રથમ વાર તેમણે કોસ્ચ્યુમ ડીઝાઇન કર્યા.

એ પછી ડીમ્પલ કાપડિયા અને સન્ની દેઓલના રોમાંસનો ફાયદો થયો સિમ્પલ કાપડિયાને.

સન્ની દેઓલે પણ સિમ્પલ કાપડિયાને તેની કોસ્ચ્યુમ ડિઝાઈનર બનાવી લીધી.
સન્ની દેઓલ અને ડીમ્પલ કાપડીયાની તમામ ફિલ્મોની કોસ્ચ્યુમ ડિઝાઈનર બન્યાં સિમ્પલ કાપડિયા.

અને સિમ્પલ કાપડીયાની આ કોસ્ચ્યુમ ડિઝાઈનરની દુકાન એવી ચાલી કે. તેમણે રાષ્ટ્રીય પુરુસ્કાર પણ મેળવી લીધો.

વર્ષ ૧૯૯૪માં ફિલ્મ ‘રૂદાલી’માં ડીમ્પલ કાપડીયાના અફલાતૂન કોસ્ચ્યુમ ડીઝાઇન માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો.

સિમ્પલ કાપડિયાની કિસ્મતમાં ઈશ્વરે સુખ અને દુઃખનું પલડું સમાંતર રાખ્યું હતું.
કોસ્ચ્યુમ ડીઝાઈનરની કેરિયર ટકાઉ હતી પણ લગ્નજીવન તકલાદી રહ્યું.

શીખ પરિવારમાં જન્મેલાં રાજેન્દ્રસિંહ શેટ્ટી સાથે તેમના મેરેજ થયાં અને ડિવોર્સ થયાં એ પછી મનોજ કાયતી સાથે મેરેજ થયાં અને તે પણ ડિવોર્સમાં પરિણમ્યા.

અને દુર્ભાગ્યવશ વર્ષ ૨૦૦૬માં તેમને કેન્સર ડિટેકટ થયું.
ત્રણ વર્ષ કેન્સર સામે ઝઝૂમ્યા પછી ૨૦૦૯માં તેમનું અવસાન થયું.

તેમના દેહાંત પછી એક shik શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોલીવૂડ માટે સિમ્પલ કાપડિયા કોઈ મોટું નામ નહતું છતાં તેમને શ્રધાંજલિ આપવાં માટે ફિલ્મ જગતની હસ્તીઓથી શોકસભાનું સ્થળ ચિક્કાર ભર્યું હતું.

તે શોક સભામાં તેના અતીત અજીજ રણજીત પણ હાજર હતાં.
પણ એક વ્યક્તિની ગેરહાજરીની સૌએ ગંભીરતાથી નોંધ લીધી.
સિમ્પલ કાપડીયાને શ્રધાંજલિ આપવાં રાજેશ ખન્ના નહતા આવ્યાં.

એ પછી સિમ્પલ કાપડિયાના પુત્ર કરણની જવાબદારી ડિમ્પલ કાપડીયાએ તેના શિરે લઇ લીધી.

ભવિષ્યમાં જયારે પણ ફિલ્મ ‘રૂદાલી’ જુઓ અને તેમાં ડીમ્પલ કાપડીયાના રાજસ્થાની કોસ્ચ્યુમ તમારું ધ્યાન ખેંચે તો સિમ્પલ કાપડીયાને જરૂર યાદ કરજો.

આગામી કડી...

હિન્દી ફિલ્મ જગતના બે દિગ્ગજ કલાકાર.
રાજ કપૂર અને દિલીપકુમાર.

બોલીવૂડમાં પગપેસારો કરવા અથવા સિક્કો જમાવવા રાજ કપૂર પાસે તેમના પિતા પૃથ્વીરાજ કપૂરનું સોલીડ બેક ગ્રાઉન્ડ જ પુરતું હતું. એટલે તેમનો સંઘર્ષ આસાન રહ્યો.

પણ દિલીપકુમાર તો બોલીવૂડમાં દાખલ થવાની પગદંડીથી પણ અજાણ હતાં.

છતાં દિલીપકુમારની હિન્દી ફિલ્મ જગતમાં એન્ટ્રી થતાં પહેલાં જ રાજ કપૂર કરતાં દિલીપકુમારને દસ ગણા મહેનતાણાની ઓફર થઇ.

એ કઈ રીતે શક્ય બન્યું ?
કેમ અને કેવી રીતે દિલીપકુમારનું બોલીવૂડમાં આગમન થયું. ?
એ રસપ્રદ કિસ્સો જાણીશું નેક્સ્ટ એપિસોડમાં.

વિજય રાવલ
૦૪/૦૯/૨૦૨૨