પ્રકરણ 35
ઘડીના છઠ્ઠા ભાગનો વિલંબ કર્યા વગર ડૉક્ટરે મોં પર ઓક્સિજન માટે માસ્ક પહેરીને ઓક્સિજન આપ્યું લોહી લેવાની સીરીઝ બંધ કરી. ગ્લુકોઝ બોટલ ચઢાવવામાં આવી. બીપી ચેક કર્યું. માંડ માંડ કલ્પના નોર્મલ થઈ.
બધાંના શ્વાસ થોડીવાર અધ્ધર ચડી ગયા.
હવે આગળ
અંતરાને ધડીભર ધબકાર ચૂકી ગઈ. વેદનાનાં વાદળો ચારે કોર ફેલાઈ અંધકારમય ઓરડા થી પણ વધુ અંધકાર મહેસુસ થવા લાગ્યું. મા...માને શું થયું? મામા......એ રીતસરની સીચ પડી બોલી નય નય મારી મમ્મીને કંઈ ન થવું જોઈએ નહીં તો હું હવે જીવતી નહીં રહું.
કલ્પનાનનુ માથું ઓશિકા પર લથડિયાં લઈ રહ્યું હતું. હાથ ધ્રુજતા હતા. પગે પણ ધ્રુજારી ઉપડી ગઈ હતી. આંખો મીંડ એક નજર સામે જોઈ શકતી ન હતી. એક બોટલ લોહી લીધાં પસી હાથની નસો ફૂલી ગઈ હતી. મોં માંથી લાળો નિકળી ગઈ હતી. લથડિયાં લેતી હોવાથી માથાના વાળ છૂટ્ટા થઈ ગયા હતા. સાવ મોત નજીક આવી ઊભું હોય એવું દ્રશ્ય ખડું થઈ ગયું હતું. અંતરાએ આંખ ખોલી જોયું તો હોસ્પિટલની ખુરશી પર બેઠી હતી. સામે હોસ્પિટલના ટેલિવિઝન પર ગુજરાતી મૂવી 'મહિલાઓ માટે ' આવી રહી હતી.આસપાસ માણસોની અવરજવર થઇ રહી હતી. ખૂબ જ ઘોંઘાટ થઈ રહ્યો હતો. કેટલા દિવસનાં થાક પછી આજ મામા સાથે વાત કરી અંતરાના હ્રદયમાં શાંતિનો અનુભવ થતાં તેની આંખ ઘડીભર લાગી ગઈ હતી.
કલ્પેશ અને અન્ય સભ્યો નજરે ન દેખાતા અંતરાએ કલ્પેશને કોલ કર્યો. ક્યાં છો બધાં ?
અંતરા આઈ.સી.યુમાં ગઈ જ્યાં વિરાજ સૂતો હતો. તેની માની એક એક શિખ યાદ આવતા ધીમેથી વિરાજના કપાળ પર હાથ ફેરવતા, વિરાજે આંખ ખોલી એકદમ શરમનાભાવે એકઝાટકે હાથ હટાવી લીધો. શું કરવું, શું બોલવું કંઈ ન સુઝતા ફટાફટ રૂમની બહાર નીકળી ગઈ.
મામા, મારી મમ્મીને ક્યાં સુધી અહીં રહેવું પડશે ? તું જ ડૉક્ટર પાસે જા અને પુંછી લે.
ના, પહેલા આપડી અધુરી વાત પૂરી સાંભળવી છે. અંતરાએ ચતુરાઈથી કહ્યું. તમને ડૉક્ટર સાહેબે મારા વિશે શું વાત કરી હતી.
અરે તારા વિષે વાત નહોતી કરી. પણ તારા પપ્પાના જખ્મોની તપાસ કરાવી હતી તો તેમનું કહેવું એવું હતું કે કોઈને મારવા માટે ચપ્પુ વડે વાર થયો હોય તો તે જખમની ઉંડાઈ માપી અને કેટલા પ્રેશરથી માર્યું છે તેના આધારે જાણી શકાય તો તે જખમ એક અતિ નિર્બળતાથી થયા હતા તો મને એમ કે.....આચર્યભાવ સાથે કલ્પેશ પોકેટમાં હાથ મૂકી બોલ્યો.
અચાનક એક નર્સ આવે છે. કલ્પેશભાઈ કલ્પેશભાઈ તમોને સાહેબ અંદર બોલાવે છે. ફટાફટ સાહેબની ઓફિસમાં આવો. હડબડીમાં કલ્પેશ પોતાનો મોબાઈલ લોક કર્યા વગર જ પોકેટમાં મુકવા જતા નીચે પડી ગયો અને રેકોર્ડર સ્ટાર્ટ થઈ ગયું. કામ કરોગેં ? હજોરો લાખો મીલેગેં. કલ્પેશનો અવાજ હતો. કામ બતાવો શેઠ, હમારા કામ હૈ એક હાથસે લે. દુસરે હાથકો ભનક ભી ન પડેગી સાબ. એકદમ ભારે અવાજે એક માણસ બોલતો હતો સામેના છેડે.
ટેપ રેકોર્ડર ચાલતું હતું ત્યાં જ પોલીસ આવીને પહેલેથી પાછળ ઊભી હતી કલ્પેશ અને કોઈ વ્યક્તિ વચ્ચે થતી મંત્રણા સંભળાતાં પોલીસ સ્તબ્ધ થઈ ગયા અને એકબીજા સામે આંખોમાં આંખ પરોવી એકબીજાને ક્રોધભરી નજરે તાકી રહ્યા હતા.
પોલીસે સીધો કલ્પેશનો કલર પકડવા હાથ લાંબો કર્યો ત્યાં આ ઘટના બની હતી ત્યારે પહેલાથી ડૉક્ટર ત્યાં હાજર થઈ ગયા હતા. તેમણે પોલીસનો હાથ પકડી રાખ્યો અને બોલ્યા. સબૂત અને વોરંટ વગર તમે કલ્પેશને હાથ ન લગાવી શકો. વિરાજે પણ તમને કોઈ બયાન આપ્યું નથી. તમે કઈ રીતે કલ્પેશને હાથ લગાવી શકો છો?
આ હડબડી વચ્ચે એક બીજા ડૉક્ટરે આવીને પોલીસને કહ્યું કે આ હોસ્પિટલ છે, પ્લીઝ બી સાઈલેન્સ બધા શાંત થઈ એકબીજાને ક્રોધભરી નજરે જોયા કર્યું.
એક કોર્નરમાં મામા ભાણેજ ઉભા ઉભા ચર્ચા કરી રહ્યા હતા. વાત વાતમાં ફરી અંતરાએ પુછ્યું, મામા પડીકું હજુ અકબંધ છે હોં. હવે કાં તો કાતરે ખોલો. નહીં તો હું બ્લેડ મારું. રમૂજ કરતા કરતા અંતરા બોલી
તને ખબર છે તારા પપ્પાને પેલા આતંકવાદીના રોલમાં ફક્ત ગુલાબમાસીએ જોયાં હતાં. હાં ખબર છે તો?
તેણે જ મને ઇન્ફોર્મેશન આપી હતી કે તારા પપ્પા ઘરમાં જ છે અને દુનિયાની આંખોમાં ધૂળ નાખતા નથી ભભરાવી છે. આ તેનો જ પ્લાન હતો કે તારી મમ્મીને આ દલદલ માંથી બહાર કાઢવી જોઈએ. એવો સબક શીખવાડવો જોઈએ કે જીંદગીભર તારી મમ્મીના મનને તો શું તનને પણ ટચ ન કરે.
જલ્દી અંદર આવો. ઓપરેશન થિયેટરના દરવાજે થી કોઈએ બૂમ પાડી નર્સ જતી રહી.
શું થયું.. શું થયું બોલતા બોલતા બધાં દરવાજા તરફ દોડ્યા.
કલ્પનાનનુ માથું ઓશિકા પર લથડિયાં લઈ રહ્યું હતું. હાથ ધ્રુજતા હતા. પગે પણ ધ્રુજારી ઉપડી ગઈ હતી. આંખો મીંડ એક નજર સામે જોઈ શકતી ન હતી. એક બોટલ લોહી લીધાં પસી હાથની નસો ફૂલી ગઈ હતી. મોં માંથી લાળો નિકળી ગઈ હતી. લથડિયાં લેતી હોવાથી માથાના વાળ છૂટ્ટા થઈ ગયા હતા. સાવ મોત નજીક આવી ઊભું હોય એવું દ્રશ્ય ખડું થઈ ગયું હતું. પોતાનાં શરીરનું રક્તે રક્તકણ પોતાના પતિની આયુષ્ય માટે કુરબાની કરનાર કલ્પના કવાણમા જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી હતી.
અંતરાએ સ્વપ્ન જોયેલું વર્તમાન સમયમાં દ્રશ્ય સામે ખડું થતાં જોરથી ચીંસ નિકળી ગઈ.
ડોક્ટરોએ કલ્પનાને ઓક્સિજન માસ્ક પહેરીને ગ્લુકોઝ બોટલ ચઢાવવામાં આવી. શરીર ફિક્કું અને નિ:તેજ થઇ ગયું હતું. અંતરાની સાથે વાત કરવા તે ઈશારાથી ડૉક્ટરને કહી રહી હતી.
બીજા ડૉક્ટરે બધાને બહાર જવા પ્રેમથી આગ્રહ કર્યો.
પ્રકાશભાઈ, પ્રવિણભાઈ, બધાં સ્તબ્ધ થઈ અવઢવમાં પડી જોઈ રહ્યા હતા કે કેવી ઈશ્વરની લીલા છે. એકને જીવનદાન આપી. એક મરણ પથારીએ પડેલ છે.
કલ્પનાને જાણે ખબર પડી ગઈ હોય કે તે હવે થોડા સમયની મહેમાન હોય તેમ અંતરાને શિખામણ આપી રહી હતી કે જો બેટા મારી સાથે જે થયું હોય તે પણ બધાના જીવન સંઘર્ષ ભર્યા જ હોય છે માણસ પોતા માટે તો સંઘર્ષો કરે છે પરંતુ કોઈ બીજા માટે જીવવું એ જ સાચું જીવન જીવ્યા કહેવાય
તું અને તારો મામો મને સમજાતાં હતાં પરંતુ સમજવાનો વારો તમારો છે.
પણ મમ્મી જે માણસ ગુનો કરે છે એને સજા તો મળવી જ જોઈએ ને તે જ તો શિખવ્યું છે. તે તો કંઈ ગુનો નથી કર્યો તો તને કઈ વાતની સજા મળી મને એકવખત કહીશ? અમે કંઈ ગુનો નથી કર્યો છતાં જો આ પોલીસ ક્યારની મામા પાછળ પડી છે. નિર્દોષભાવે અંતરા બોલી રહી હતી.
બેટા, આમ એક એક આરોપણના ટોપલા ક્યાં સુધી બીજાં પર ઢોળ્યાં કરીશ. કલ્પનાએ અંતરાને વારતા કહ્યું. તું તારા પપ્પાના પાપનો ઘડો શામાટે ઠાલવી રહી છે ? જે વાત વિત્યાને આજ વર્ષો વિતી ગયા પછી આજ કબર ખોદી શું ફાયદો ?
જિમ્મેદારીઓની જ્વાળા માં જકડાયેલી કલ્પના આજે વિરામના વિશ્વમાં ખોવાઈ જવાની હોય એવી વાત કરી રહી હતી
તેના કહેવાથી વિરાજ જ્યાં હતો ત્યાં તે રૂમમાં શિફ્ટ કરવામાં આવી હતી.
વિરાજે પૂરી જિંદગી આધાર ફક્ત ને ફક્ત કલ્પના હતી જો કલ્પના જીવનમાં સાથ ન આપતી તો વિરાજનું અસ્તિત્વ જ ન હોત આ વાત જીવન વિતાવ્યા પછી સમજાય છે. પણ આજ એ ઘડી આવી ચુકી હતી. કલ્પનાના દરેક જજબાત સાથે દરરોજ જુગાર રમાતો રહ્યો. છતાં અકબંધ અંખડતાના આંકડા ને હરહંમેશ વધાવતી રહી.
કલ્પનાએ કલ્પેને કહ્યું હતું સર્વને બોલાવી લેજે સર્વ આવી ગયો હતો.
જાણે કલ્પનાને પહેલાથી કોઈ ભણકાર થયો હોય એવી અટપટી વાતો અને વચનો માંગી રહી હતી.
વિરાજની અડોઅડ પોતાનો બેડ ગોઠવવા કહ્યું હોવાથી તે ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરાજનો હાથ પોતાના હાથમાં લઈ,અ અંતરાને નજીક બોલાવી, પછી સર્વને બોલાવી ચારેયના હાથ એક પછી એક ઉપરા ઉપરી મૂક્યો તુરંત જ કલ્પનાનો શ્વાસ ચડ્યો હોય એમ ચટપટતી હતી. કલ્પેશ હાઇપર થઈ જોરથી ચીંસ પાડી ડૉક્ટરને બોલાવ્યા. ડોક્ટર બને એટલી સ્પીડમાં આવી ટ્રીટમેન્ટ શરૂ કરી. મોં પર ઓક્સિજન માસ્ક પહેરીને, છાતી પર પતલા પતલા કેબલના મશીનરીથી ધબકારા મનાતાં હતાં. વેન્ટીલેટર દ્વારા ધબકાર સ્ટાર્ટ કરવા પ્રયત્ન થઈ રહ્યા હતા. એકવખત બેવખત ત્રણવખત ત્યાર પછી ધબકાર જ ન સંભળાયો. આને કલ્પનાનું પ્રાણ પંખેડું ઉડી ગયું.
સમાપ્ત