("હુ ગામદેવી માતાને સાક્ષી રાખીને તને વચન દવ છું કે જ્યા સુધી હુ પગભર નહી થાવ ત્યા સુધી હુ બા બાપુ ની સામે મારી જાતને એમના પુત્ર તરીકે છતી નહી કરું") હવે આગળ વાંચો....
ગામદેવીના મંદિરથી. જીગ્નેશનુ ઘર બહુ દૂર ન હતુ.જીગ્નેશ અને ચકોરી ઘર તરફ જઈ રહ્યા હતા.ગામદેવી મંદિર અને પોતાના ઘરની વચ્ચે આવતા એકેએક વૃક્ષ જીગ્નેશ ને પોતાના ઓળખીતા લાગતા હતા. દરેક વૃક્ષને પોતાની હથેળી અડાડીને જીગ્નેશ પોતાની આત્મીયતા વ્યક્ત કરતો હતો.
"ચકોરી.આ જો. આ કાતરાનું ઝાડ. એના કેટલાય કાતરા આપણે તોડી તોડીને ખાધા છે. અને પેલી બોરડી જો ચકોરી.આ એ જ બોરડી છે ચકોરી તું કાંટો લાગવાની પરવા કર્યા વગર. ઉઘાડા પગે. બોર ખાવા. બોરડી નીચે પડેલા બોર વીણવા દોડી જતી હતી. યાદ છે ને?" ચકોરી જીગ્નેશ માં આવેલા આ કાલાઘેલા પરિવર્તનથી આનંદિત થઈ ગઈ હતી. એ પણ પ્રેમપૂર્વક ટહુકી
" હા.. હા. મારા જીગા.મને યાદ છે. પણ તને યાદ છે કે. એ બોર હું મારા માટે નહીં પણ તારા માટે વિણવા દોડી જતી હતી.ચકોરીના મુખેથી
"મારા જીગા" એ શબ્દ સાંભળીને જીગ્નેશ નું હૈયું પુલકિત થઈ ઉઠ્યુ. એણે ચકોરીનો હાથ પોતાની હથેળીમાં લીધો અને બોલ્યો.
"તે. તે મને *મારો જીગો* એમ કહ્યુ." ચકોરી થોડીક શરમાઈ.અને પછી એકરાર કરતા બોલી.
" હા જીગા મેં તને મારો જીગો કહ્યો. કારણ કે હું તને મારો સમજી ચૂકી છું. તને મે મારો માની લીધો છે જીગા. હવે તુ કહે જીગા કે.તુ મને તારી સમજે છે યા નહીં?"
" હા ચકોરી હું પણ તને મારી સમજુ છુ. અને હંમેશા સમજતો રહીશ.પણ.." જીગ્નેશના આ અધૂરા મુકાયેલા વાક્યે ચકોરીને બેચેન કરી મૂકી. એનું હૃદય આશંકાથી કંપી ઉઠ્યુ.
"પણ.પણ શુ જીગા? તારા જીવનમાં કોઈ અન્ય સ્ત્રી તો નથી ને?"
" ના ચકોરી એ વાત નથી."
" તો.. તો શુ વાત છે?"
"મને ભવિષ્યની ચિંતા સતાવે છે ચકોરી. હવે આગળ આપણી તકદીરમાં શું લખેલું હશે? બા અને બાપુજી આપણા પ્રેમને સ્વીકારસે યા નહી. અને જો નહીં સ્વીકારે તો. તો ચકોરી મને માફ કરજે. હું આટલા વર્ષે તેમનો પ્રેમ. અને એમનો સાથ મેળવ્યા પછી એમની ઉપરવટતો નહીં જ જઈ શકુ ને." શાંત અને ગંભીર સ્વરે જીગ્નેશે કહ્યુ. જવાબમાં ચકોરીએ પોતાનુ મસ્તક જીગ્નેશ ની છાતી ઉપર ઢાળી દેતા કહ્યુ.
" હા જીગા હું પણ તને એ જ સલાહ આપીસ કે મારા ખાતર તુ બા બાપુજીની ઉપરવટતો જતો જ નહી. પણ એટલું હંમેશા યાદ રાખજે જીગા. હું મારા શરીરના અંતિમ શ્વાસ સુધી.ફક્ત તારી. તારી.અને તારી જ રહીશ. હું તન અને મનથી તને વરી ચૂકી છુ." આમ કહીને એણે એક ઊંડો શ્વાસ લીધો.
પોતાના ઘરની એકદમ સમીપે પહોંચીને બંને ઉભા રહ્યા. જીગ્નેશ ને પોતાનું ઘર ઓળખતા બહુ વાર ન લાગી ઘરની બહાર ઉંબરામા. એક આધેડ ઉંમરની સ્ત્રી કપડા સુકવતી હતી જીગ્નેશે એ સ્ત્રીને ઓળખવાની કોશિશ કરી. એ અગિયાર વર્ષે એ સ્ત્રીને જોઈ રહ્યો હતો. ચહેરા ઉપર આવી ગયેલી થોડી કરચલીઓ. અને માથા પરની સફેદ લટો ના કારણે થોડીક તકલીફ થઈ જીગ્નેશને. અને પછી દોડીને પોતાની જનેતાને ભેટી પડવાની ઈચ્છા એને થઈ આવી. એના નીચલા હોઠ ઉપર એના દાંત આપોઆપ દબાઈ ગયા. એના હોઠ પર લોહીનો ટસિયો ફુટી આવ્યો. એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. નાનુ બચ્ચું કોઈ નવી વસ્તુ જુવે અને જે અચરજ વ્યક્ત કરે. એવું વર્તન જીગ્નેશે કર્યું.
" ચકોરી.. ચકોરી.. જો. જો. બા. બા."
મા દીકરાના મિલન ની ઘડી આવી પોહચી. કેવુ હશે એ મિલન.
વાંચતા રહો ચોર અને ચકોરી