true love in Gujarati Short Stories by ડો. માધવી ઠાકર books and stories PDF | સાચો પ્રેમ

Featured Books
Categories
Share

સાચો પ્રેમ



સાંજનો એ સમય હતો દર રોજની જેમ આજે પણ હું ઈવનિંગ વૉક પર ગઈ હતી, એક હાથમાં પાણીની બોટલ અને બીજા હાથમાં મોબાઈલ જેમાં જુના મધુર ગીતો વાગતા હતા . ચાલતા ચાલતા હું એ નદી કિનારે પહોંચી ગઈ. સાંજનું એ રળિયામણું વાતાવરણ આથમતો સૂરજ અને કલરવ કરતા એ પંખીઓ જાણે આથમતા સૂરજને સંગીત સંભળાવતા હોય એમ લાગતું. નદીનું એ પાણીનું વહેણ મારા આખા દિવસના થાક દૂર કરતું એમ લાગતું હતું.આ આહલાદક વાતાવરણમાં કોઈ પોતાની વેદના કુદરતને કહેતું હોય એવો અનુભવ થયો.

ચારેય બાજુ નજર કરતા મારુ ઘ્યાન દુર નદીની રેત પર બેઠેલી એ છોકરી તરફ ગયું, દુરથી જોતા એ કંઈક વેદનામાં હોય એમ લાગતું ઘણા બધા પ્રશ્નો મારા મનમાં ઉદ્દભવ્યા વિચાર્યું કે એની પાસે જઈને પૂછું એનું દુઃખી હોવાનું કારણ .

હું એની બાજુમાં જઈને બેસી ગઈ છતા એ છોકરી એ મારી સામે જ ના જોયું, એ નદીની રેત પર કોઈનું નામ લખતી અને ભુસી નાખતી.

હું એ ધીમા અવાજે એને એનું નામ પૂછ્યું પણ એણે કોઈ જ જવાબ ના આપ્યો .એની ખામોશી આ વાતાવરણને ખામોશ કરતું હોય એમ લાગ્યું .એટલામાં તો એનો અવાજ સંભળાયો હવે

હું આ નદી ની રેત પર કોનું નામ લખીશ ?

એના પ્રશ્નોથી મને હવે એની વેદનાનું કારણ સમજાવા લાગ્યું હતું કોઈ પોતાનાથી વિખુટા થવાનો દુ:ખ એના મનમાં હતું, હું એ બહુ જ સહજતાથી કહ્યું

તમે મને કહી શકો છો.

આટલું સાંભળતાની સાથે જ એને મારી સામે જોયું એની એ આંખોમાં આંસુ હતા અને ચહેરા પર ઉદાસી .એને પોતાનું નામ મને નિરાલી કહ્યું અને જણાવ્યું કે એ બહુ જ સામાન્ય પરિવારમાં થી આવે છે એને ઘરમાં ઘરડા દાદા, બા અને પપ્પા છે આ સાંભળી ને મને કુતૂહલ થયું કે એના મમ્મી ક્યાં હશે.

એટલામાં જ નિરાલીએ મને કહ્યું કે એને જન્મ આપતાની સાથે જ એ ચાલ્યા ગયા હતા એ શબ્દોમાં, મા ન હોવાનું દુ:ખ દેખાતું હતું એટલું કહેતાની સાથે જ એ શાંત થઈ ગઈ

પછી હું એ પૂછ્યું એનું નામ શું છે ?

આ સાંભળીને એ મારી સામે જોવા લાગી અને ચુપ થઈ ગયું .

થોડીવાર પછી કૃણાલ એવો અવાજ આવ્યો.
આ બોલતાની સાથે એની આંખમાં થી આંસુ આવ્વા લાગ્યા અને હળવાશથી એની વાત મને કહેવા લાગી . નિરાલી એક સામાન્ય પરિવારની દીકરી હતી .એ ગામડાની એક પ્રાથમિક શાળામાં શિક્ષિકાની નોકરી કરતી હતી .

કૃણાલ એક પૈસાદાર પરિવારમાંથી આવતો હતો . એના પરિવારમાં એના માતા પિતા હતા બન્ને સરકારી નોકરી કરતા હતા . કૃણાલ બેન્કમાં મેનેજરની નોકરી કરતો અને એજ ગામમાં નિરાલી પણ નોકરી કરતી. આટલું કહેતાની સાથે જ એના ચહેરા પર અનેરું સ્મિત આવું ગયું જાણે કૃણાલે એના પ્રેમથી નિરાલીના ચહેરા ની ઉદાસી દુર કરી એમ મને લાગતું . ♥️♥️

નિરાલી એ નદીની રેત પર કૃણાલ એવું નામ લખ્યું અને ત્યારે બાદ એને મારી સાથે દિલ ખોલીને વાત કરી . એ રોજ સવારે ૮:૩૦ વાગે બસમાં પોતાની નોકરી જતી કૃણાલ પણ એ જ બસ મા આવતો . એ બન્ને એકબીજાને ચહેરાથી ઓળખતા હતા પણ વાતચીત ક્યારેય કરી ન હતી.

એક દિવસ નિરાલીની તબિયત સારી નહોતી બસમાં ઘણી ભીડ હતી એને ચક્કર આવતા, એ દુર બસમાં બેઠેલો કૃણાલ જોતો .કૃણાલને એના માટે લાગણી થઈ અને એને જગ્યા આપી અને ત્યાર બન્ને ના જીવન મા એક નવી શરુઆત થઈ જેનું નામ પ્રેમ હતું આ કહેતાની સાથે જ નિરાલી ની આંખો મા કૃણાલ માટે નો પ્રેમ દેખાયો. રોજ સવારે બન્ને સાથે નોકરી જતા કૃણાલ રોજ જગ્યા રાખતો નિરાલી જમવાનું બનાવતા ન આવડતું હોવા જતા રોજ કૃણાલ માટે ટિફિન લઈ જતી .

દિવસો વીતવા લાગ્યા બન્ને એકબીજા થી લાગણીઓથી બાંધવા લાગ્યા નિરાલી એ મને કહ્યું આ નદી ને રેત પર બન્ને એકબીજાનુ નામ લખતા એ તો કૃણાલ જ લખતી જ્યારે કૃણાલ તો નિરુ લખતો આ બોલતા ની સાથે જ એ હસી પડી અને એને કહ્યું આ એ જ નદીનો કિનારો છે જ્યાં પહેલા પ્રેમની પહેલી મુલાકાત થઈ હતી .

દિવસો વીતવા લાગ્યા અને પ્રેમ વઘુ ગાઢ થવા લાગ્યો . બન્નેએ જીવન સાથી બનવાનું નક્કી કર્યું, કૃણાલ સ્વભાવે શરમાળ હતો, જ્યારે નિરાલી બિન્દાસ અને જીંદાદીલ છોકરી હતી . બન્ને એ એકબીજાના ઘરે વાત કરી પરિવારનું મળવાનું નક્કી થયું . ઘરમાં મમ્મી ન હોવાથી બધી જવાબદારી નિરાલીના માથે આવી . પોતાની લાડકવાયી દીકરીના લગ્ન વાત સાંભળીને પોતાના કાળજાના કટકાથી દુર થવાની વાત વિચારીને એમનું મન બેચેન થવા લાગ્યું . મા વગરની એ દીકરીને ક્યારે અમને ઓછું આવવા દીધું નથી .

આજે એ દિવસ આવ્યો જ્યારે બન્ને પરિવારને મળવાનું હતું . નિરાલીના પપ્પાએ પોતાની શકિત પ્રમાણે બધી જ વ્યવસ્થા કરી. બન્ને પરિવાર એકબીજાને મળ્યું કૃણાલ અને નિરાલી ની હા હોવાથી બન્ને પરિવારે આ સગપણને સ્વીકાર્યું અને મોઢું મીઠું કરીને બન્ને પરિવાર અલગ થયા . અને કૃણાલના પરિવારની જતાની જ સાથે નિરાલીના પપ્પા પોતાની વહાલસોયું દીકરી ભેટીને રડી પડ્યા એક આંખમાં પોતાની દીકરીને ટૂંક જ સમયમાં વિદાય આપવાની છે એનું દુ:ખ હતું જ્યારે બીજી આંખમાં કૃણાલ જેવો જીવન સાથી મળ્યો એની ખુશી હતી.

મા અને પિતાનો પ્રેમ આપીને મોટી કરેલી દીકરી હવે આ ઘરમાં થોડા દિવસની મહેમાન છે, એ વિચારીને એની આંખોમાં આસુ આવી જતા. દિવસો વીતવા લાગ્યા કૃણાલ અને નિરાલી મુલાકાતો વધવા લાગી, એકબીજાને ભેટસોગાદ આપવા લાગ્યા. કૃણાલ અને નિરાલી અજાણ હતા સાચો પ્રેમ ઘણી કસોટી કરે છે .

એક દિવસ અચાનક કૃણાલની ની મમ્મીનો ફોન નિરાલીના પપ્પા પર આવ્યો ફોન ઉપાડતા પહેલા એમને વિચાર આવ્યો કે સગાઈની તારીખ નક્કી કરવાની હશે પણ ત્યાં તો વાત કંઈક અલગ જ હતી કૃણાલની મમ્મી એ હળવાશથી પૂછ્યું ' તમે તમારી દીકરી ને સગાઈમાં શું આપવાના છો ?' આ સાંભળીને ગરીબ પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ નિરાલી ના પપ્પા કંઈ જવાબ ના આપતા કૃણાલની મમ્મી એ સ્પષ્ટ શબ્દોમાં વાત કરી .

અમારા સમાજમાં લગ્નમાં દીકરીના પિતા દ્વારા પૈસા અને દાગીના આપવાનો રિવાજ છે આ સાંભળીને નિરાલીના પપ્પા આશ્ચર્યચકિત થઈ ગયા એક બાજુ પોતાની આર્થિક સ્થિત સારી નહોતી અને બીજી બાજુ નિરાલીનો કૃણાલ માટે પ્રેમ એમના મનમાં આવવા લાગ્યો બધુ જ થઈ જશે એવું કહીને અમને ફોન મૂકી દીધો . આ બધી જ વાતથી અજાણ, નિરાલી ખૂબ ખુશ હતી .

સાંજ નો એ સમય હતો નિરાલી કૃણાલને મળીને ઘરે આવી એના ચહેરા પર ખુબ ખુશી હતી એને પપ્પાને કહ્યું પપ્પા આજે કૃણાલ મારા માટે મારી પસંદ ની ચોકલેટ લાવ્યો આ સાંભળીને નિરાલીના પપ્પા ખુશ થયા પણ આ ખુશી પહેલા જેવી ન હતી એ નિરાલી સમજી ગઈ એને પપ્પાને પૂછ્યું પણ અમને કંઈ જવાબ આપ્યો નહિ, નિરાલીના મનમાં ઉચાટ શરુ થઈ ગયો હતો કે શું થયું હશે. રાતના ૧૧.૦૦ વાગ્યા હતા જે પપ્પા ૧૦.૦૦વાગે સુઈ જાય એ આજે મોડા સુધી જાગતા હતા જોઈને ચિંતા થવા લાગી નિરાલી પપ્પાની બાજુમાં જઈને બેસી ગઈ, ધીમેથી પોતાની માથું પપ્પાના ખોળામાં મૂક્યું, ઘણી બધી વાર પૂછવા છતા એના પપ્પાએ કંઈ ના કહ્યું એ જાણતા હતા, નિરાલી ને ખબર પડશે તો એનું પરિણામ શું આવશે એટલા મા તો નિરાલીએ પોતાના સમ આપી દિઘા, આ સાંભળવાની સાથે જ એના પપ્પાની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા પછી ભારે હૈયા એ બધી જ હકીકત અમને કહી દીધી આ સાંભળી ને નિરાલી સ્તબ્ધ થઈ ગઈ કેટલા વાગ્યા છે, એ જોયા વિના નિરાલી કૃણાલના ઘરે ગઈ.

ડોર બેલ વાગતા કૃણાલે દરવાજો ખોલ્યો અને સામે જોયું તો નિરાલી એની આંખોમાં આંસુ અને ગુસ્સો હતો . કૃણાલે નિરાલીને પૂછ્યું શું થયું પણ એને કોઈ જવાબ ના આપ્યો અંદર આવી ને બેસવા કહ્યું તો ના કહી દીધું અને એના મમ્મી ને બહાર બોલાવા કહ્યું, એટલામાં તો એના કૃણાલના મમ્મી બહાર આવ્યા . નિરાલી એ કૃણાલની મમ્મી ને કહ્યું કે હું મારાપિતાનુ એક નું એક સંતાન છું મને મા અને બાપ બન્નેનો પ્રેમ મારા પિતા એ આપ્યો છે મારા પપ્પા એ એમના જીવનની પૂંજી મારા ભણતર લાગાવી છે અને એટલી પગભર બનાવી છે કે હું આજે તમારી સામે ઊભી છું અને મારી અને મારા પરિવાર સામે થતા અન્યાય સામે અવાજ ઉઠાવું છું . એટલું કહેતાની સાથે જ નિરાલીની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને ધીમાં અવાજે કહ્યું મા નો પ્રેમ શું હોય એનાથી હું અજાણ છું, હા પણ તમારામાં મને માનો પ્રેમનો મળશે એવી આશા હતી અને હું તમારા ઘરની દીકરી બનવા માંગતી હતી પણ તમે મને પારકી કરી નાંખી આ આખી વાત દુર ઊભો કૃણાલ સાભળતો હતો, એને હવે આખી વાત સમજાવા લાગી હતી નિરાલી કૃણાલની તરફ આવવા લાગી એના હાથમાં એક બેગ હતી જે કૃણાલને આપતા આપતા કહ્યું આ તારા દ્વારા આપવામા આવેલ ભેટ છે હવે હું આને મારી પાસે ના રાખી શકુ એમ કહીને ત્યાંથી ચાલી ગઈ . આ સાંભળીને કૃણાલની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને એ ત્યાંથી પોતાની રૂમમાં ચાલ્યો ગયો .કૃણાલે નિરાલીને ઘણા ફોન કર્યા પણ નિરાલીએ એની સાથે કોઈ વાત ના કરી .

દિવસો વિતવા લાગ્યા રોજ કૃણાલ એ જ બસમાં જતો પણ એની નિરૂ મળી નહિ, એ નદી કિનારો કે જ્યાં પહેલા પ્રેમની મુલાકાત થઈ હતી એ ભીની રેત પણ હવે સુકાવા લાગી હતી કૃણાલના મનમાં વિચાર આવ્યો કે બન્ને ક્યાંક દુર ચાલ્યા જઈએ અને લગ્ન કરી લઈ એ પરંતુ એ નિરાલી નો સ્વભાવ જાણતો હતો.

એ આ વાત માટે ક્યારેય રાજી નહિ થાય એની એને ખબર હતી . શરમાળ સ્વભાવનો કૃણાલ આજે પહેલીવાર કઈંક પોતાની મમ્મીની સામે બોલ્યો, તેં જે નિરાલી સાથે કર્યું એ બહુ જ ખોટું હતુ આપણે તો શિક્ષીત પરિવારમાંથી આવી એ છીએ છતા આપણી વિચારધારા આવી છે, એ તો તારામાં પોતાની મા શોધતી હતી પણ તે એને પારકી બનાવી દિધી આપણે એવુ વાતાવરણ એને ના આપી શકીએ કે ઉગતા ગુલાબની જેમ આપણા ઘરમાં ખીલતી રહે, આટલું કહીને એ ત્યાથી ચાલ્યો ગયો પોતાના દીકરાને દુઃખી જોઈને કૃણાલની મમ્મી દુઃખી થવા લાગી નિરાલી અને કૃણાલના અલગ થવાનું કારણ પોતાને સમજવા લાગી . આટલું કહેતાની સાથે નિરાલી શાંત થઈ ગઈ જાણે હવે કૃણાલનો પ્રેમની એના જીવનમાં નહિ આવે એમ એણે માની લીધું .

એટલામાં તો પાછળથી નિરુ એવો અવાજ આવ્યો, એ સાંભળવાની સાથે નિરાલી ઊભી થઈ ગઈ અને મને કહેવા લાગી કે આજે એની બહુ યાદ આવે છે એટલે બધે જ મને કૃણાલ દેખાવા લાગ્યો છે પણ આ એને ભ્રમ નહોતો ખરેખર કૃણાલ હતો બન્ને એક બીજાની સામે ઊભા રહી ગયા, બન્નેની આંખોમાં આંસુ હતા પણ એ જુદાઈના કે મેળાપના એ ખબર ના પડી. એટલામાં તો પાછળથી બેટા એવો અવાજ આવ્યો અને ત્યાં કૃણાલની મમ્મી હતા અને એમને નિરાલી અને એના પરિવાર સાથે થયેલા વ્યવહારની માફી માંગી અને એને આશ્ર્વત કરી કે એ નિરાલીને દીકરીની જેમ રાખશે એને કોઈ રિવાજના નામે વ્યવહારની જરૂર નથી એમ કહ્યું, આ સાંભળીને નિરાલી અને કૃણાલ ખુશ થઈ ગયા . હું આ બધું દુર ઉભા રહીને નિહારી રહી હતી,

હું એ નજીક જઈને બન્નેને નવી શરુઆત માટે શુભકામના આપી અને કહ્યું

“ સાચો પ્રેમ ક્યાંય જતો નથી બસ એ
ખોવાઈ જાય છે થોડા સમય માટે “

આટલું કહીને હું ત્યાંથી ચાલી ગઈ મારી આજની આ સાંજ યાદગાર રહી, આશા છે કે તમારી પણ રહી હશે.

- ડો. માઘવી ઠાકર ✍️