jajbaat no jugar - 34 in Gujarati Fiction Stories by Krishvi books and stories PDF | જજ્બાત નો જુગાર - 34

The Author
Featured Books
Categories
Share

જજ્બાત નો જુગાર - 34

પ્રકરણ ૩૪મું / ચોત્રીસમું

અચાનક એક નર્સ આવે છે. કલ્પેશભાઈ કલ્પેશભાઈ તમોને સાહેબ અંદર બોલાવે છે. ફટાફટ ઓપરેશન થિયેટરમાં આવો. હડબડીમાં કલ્પેશ પોતાનો મોબાઈલ લોક કર્યા વગર જ પોકેટમાં મુકવા જતા નીચે પડી ગયો અને રેકોર્ડર સ્ટાર્ટ થઈ ગયું હોય એવાં અવાજમાં કોઈ બે વ્યક્તિ વચ્ચે થતી મંત્રણા સંભળાતાં પોલીસ તથા ત્યાં ઉભેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા અને એકબીજા સામે આંખો ફાડી ફાડીને સાંભળતા રહ્યાં.

હવે આગળ
વિરાજની હાલતમાં કોઇ સુધારાના સંકેતો દેખાતા ન હતા. બ્લડબેંકમાં બી પોઝીટીવનું બ્લ્ડ ફીનિશ થઈ ગયું હતું. ઓપરેશન થિયેટરમાં હડબડી મચી ગઇ હતી. આટલો જીવનમાં ભાર સહન કર્યો હોવા છતાં કલ્પનાને વિરાજની ચિંતા હતી.
ઓપરેશન થિયેટર માંથી એક નર્સ બહાર આવી કહ્યું જેનું લોહી બી પોઝીટીવ હોય તે મારી સાથે આવો બ્લ્ડ બેંકમાં તે લોહી ખૂટી ગયું છે. પેશન્ટને લોહીની હજુ વધારે જરૂર છે.
અનાયાસે કલ્પનનુ લોહી બી પોઝીટીવ જ હતું. દર્દની બધી સીમાઓ પાર કરી હતી જેણે જીંદગીભર ફક્ત ને ફક્ત વેદનાઓ દુઃખ વ્યથા સરવાળે બદલો લેવાની ભાવના તો દૂર સજા પણ ન આપી. કલ્પના તુરંત જ લોહી આપવા તૈયાર થઈ ગઈ. આ જોઈને કલ્પેશ,અંતરા અને પ્રકાશભાઈ, પ્રવિણભાઈ બધાં સ્તબ્ધ રહી ગયા. આખો ફાટી રહી.
અંતરા એકવાર તો મનમાં બોલી ગઈ હજુ આ મારી માની આંખો નથી ઉઘડતી. કલ્પેશ પણ મનમાં વલોપાત કરતો રહ્યો.
કલ્પનાની આ મોટપ જોઈ અંતરાએ સવાલો કર્યા કે તારું હ્રદય ધિકારત કેમ કરતું નથી આ માણસ માટે?
સમય ગમે તેવો કઠીન આવે તો પણ માણસાઈ ભૂલી ન જવાય એ જ માનવી.
કલ્પના નર્સ સાથે અંદર ગઈ. તેના અંદર ગયા પછી અંતરાએ પ્રકાશભાઈને કહ્યું નાના મારે તમને નાનાં મોંઢે એક વાત મોટી કહેવી છે તો શું આપ મને સાંભળશો?
હાં બેટા બોલ હવે તું જ બોલ કેમકે તારી મા તો કંઈ કહેશે નહીં.
નાના તમને યાદ નહીં હોય પણ મને બરાબર યાદ છે. 'તમે મારી મમ્મીને કહ્યું હતું કે બેટા, કહૂલ્યે કળથી ખાવી પડે' તો હવે એ પણ કહી દો કે કેટલી અને ક્યાં સુધી ખાવી પડે? મારી મમ્મી તમારી દિકરી છે એ યાદ છે મને. એ પણ બરાબર યાદ છે કે એક પિતા તેની દિકરીનું ક્યારેય ખરાબ ન ઈચ્છે પણ તમે ભૂલી ગયા કે તમારા શબ્દો મારી મમ્મીને લોઢાંમાં લીટો. તો આવી આકંરી સજા શામાટે?
નાના તમેજ આપ્યા હતા ને પાંચ લાખ રૂપિયા મારા પપ્પાને. કાશ.. મમ્મીની વ્યથાને શણગારવા પૂરતી હોત. પરંતુ કોઈક વખત પૈસાથી સપનાં નથી શણગારી શકાતાં. એ વ્યથાને શણગારવા ક્યારેક સોના, ચાંદી નામના મલમ નથી કામ આવતાં. સપનાં શણગારવા તો હૈયા કેરી હામ જોઇતી હતી. વિધિની વક્રતા વારે વારે વરવી વાસ્તવિકતા બની રહેતી.
નાના એવું તો ઘણું છે જે મારી મમ્મીએ તેના હ્રદયમાં દબાવી રાખ્યું છે. કોઈને કદાચ મને પણ એ વેદનાથી વંચિત રાખી છે. હું ઈચ્છું છું કે તે વેદનાઓનો વિસ્ફોટ થવો જોઈએ. તે વિસ્ફોટક પદાર્થની સાથે કદાચ એમની વેદનાઓનો ધૂમાડો વાયુ બની વાદળમાં ઉડી જાય.
નાના જ્યારે મારાં પપ્પા પોતાના જ ઘરમાં આતંકવાદી તરીકે રહ્યા હતા ત્યારે તમે અને ઘરના બધા સભ્યો એક નહીં પણ બે બે વખત જોવા આવ્યા હતા ત્યારે તમને તમારી દિકરી પર સંદેહ હતો. એ જાણી મારી માનુ હૈયું હૈયાફાટ રુદન કરતું હતું. ત્યારે તમને કોઈને તમારી જ દિકરી પર વિશ્વાસ ઉઠી ગયો હતો એ જાણી મને તો વિશ્વાસ શબ્દ પરથી જ વિશ્વાસ ઉઠી ગયો.
મારા પપ્પાને છુપાવી એમણે તમારા મોટા મોભાને બચાવવા પ્રયત્ન કર્યો પરંતુ એમની સચ્ચાઇ કોને બતાવે. હનુમાનજીની જેમ કાશ...એ પણ છાતી ચીરીને બતાવી શકીએ હોત. તેને કબાટ અને ઘઉં ભરવાની પેટી વચ્ચે બે બે મહિના સુધી સંતાડી અનેક બુકીઓથી‌ બચાવ્યા છે.
મારી નાનીમની યાદી સ્વરૂપે મારી મમ્મી પાસે એક હાથમાં પહેરવાનું બ્રિસલેટ હતું. તે મારી મમ્મીને બહુ ગમતું કરણ કે તે નાનીમાની છેલ્લી નિશાની તરીકે એમની પાસે રાખતી તે બ્રિસલેટ તેને તેના જીવ કરતા પણ વધારે વ્હાલું હતું. જ્યારે એ બ્રિસલેટ મારા પપ્પાએ વેચ્યું ત્યારે મારી મમ્મીને બહુ એટલે બહુ દુઃખ થયું હતું કેમકે તેમાં તેનો જીવ બચતો.

મારા પપ્પાએ એના ઘરેણાં નહીં પણ તે ઘરેણાંમાં રહેલી લાગણીઓ સોદા કર્યા છે. છતાં એ આજ એમને જીવનદાન આપવા તૈયાર છે.
તમારા સંસ્કારને ઉની આંચ ન આવે એ માટે દરેક સમુદ્ર જેવા દુઃખોની પાર કરવાની હિંમત ફક્ત કલ્પના કરી શકે
તારી મમ્મી તો તને કંઈ નહીં પુછે હવે મને કે તારો પ્લાન શું હતો ?
મ...મા...... મામા. ત....મ.... તમને ખબર છે? હાં ભાણી હું તારો મામો છું. તું તારી મમ્મીને વાત કરતી હતી તે મેં મારા મોબાઈલમાં
મોબાઈલનુ રેકોર્ડીંગ ચાલુ કરતાં કહ્યું. સાંભળ....
માતૃત્વ પ્રેમની લાગણી આગળ અંતરા લાચારી ભરી નજરે જોઈ રહી. કલ્પનાએ આંખો વડે અંતરાને દિલાસો આપ્યો. અંતરાએ આગળના દિવસની આપવિતી કહેવાનું શરૂ કર્યું. મેં પહેલા થી જ મારા ફ્રેન્ડને કહી દીધું હતું કે તારે નાનું એવું એક્સિડન્ટ થાય એવી રીતે ગાડી ભટકાવવાની છે. મેં પપ્પાને બીજા રસ્તા પર બાઈક ચલાવવા કહ્યું પણ એ કોઈ દિવસ ક્યાં કોઈનું કહ્યું કરે છે તો આજ મારી વાત માને. ન જ માને અને મારી અંદરનો પ્રત્યાઘાતની અગનજ્વાળા તેજ તો હતી જ તેને થોડી હવા મળી અને તેજ અગ્નિ સાથે મારી અંદરની આગ ભભુકી ઉઠી...મોબાઈલનુ રેકોર્ડીંગ બંધ કરી પુછ્યું કે શું હતું આ?

'પરંતુ તારે આવાં કાવતરાં કરવાની શું જરૂર હતી? આવી હિંમત ક્યાંથી આવી? આટલી નાની ઉંમરે આવા સાહસ કરવા કરતાં ભણવામાં ધ્યાન આપો' કલ્પેશે થોડા કડક અવાજે વાત કરતા કહ્યું.
વિચારોને મામા તમે, પહેલાં મને કહ્યું હોતતો હું આ કાવતરામાં વચ્ચે ન પડત. થોડી કપટી સ્માઈલ કરી અંતરા બોલી.
કલ્પેશ અંતરાની વાત સાંભળી ચોંકી ગયો. તું... તું શું કહેવા માંગે છે?
કેમકે મામા પણ મારો ફ્રેન્ડ તો હજુ ત્યાં જ હતો તેણે કે મેં કશું કર્યું નથી.
એટલે કાળાધોળા કાવતરાં કરવામાં તમારો પણ હાથ છે પણ...પણ તને કેમ ખબર પડી.
કારણ કે તમે કલ્પનાના ભાઈ છો તો હું પણ એ જ કલ્પનાની દિકરી છું.
જેમ તમે મારી મમ્મીને વિદ્રોહ શિખવી રહ્યા હતા. એમ હું પણ તેને તે જ કરવાનું કહી રહી હતી. ત્યારે જ મને અંદાજ આવી ગયો હતો કે કાવતરું ઘડનારા આપ પણ શામેલ છો.
મામા મને એક વાત ન સમજાણી તમને તમારા ફ્રેન્ડ ડૉક્ટર અંકલે શું કહ્યું હતું. એ તો
મામા‌ ભાણેજ શું ખીચડી માંથી કાંકરા કાઢી રહ્યા છો? કે મોંમાં આવતા કાંકરાને બત્રીસી વડે ચાવી રહ્યા છો? પ્રવિણભાઈ માથું ખંજવાળતા બોલ્યા.
હાં હવે એ જ કરવાનું બાકી રહ્યું છે કાકા કલ્પેશ મોબાઈલ લોક કરતા બોલ્યા.
જલ્દી અંદર આવો. ઓપરેશન થિયેટરના દરવાજે થી કોઈએ બૂમ પાડી નર્સ જતી રહી.
શું થયું.. શું થયું બોલતા બોલતા બધાં દરવાજા તરફ દોડ્યા.
કલ્પનાનનુ માથું ઓશિકા પર લથડિયાં લઈ રહ્યું હતું. હાથ ધ્રુજતા હતા. પગે પણ ધ્રુજારી ઉપડી ગઈ હતી. આંખો મીંડ એક નજર સામે જોઈ શકતી ન હતી. એક બોટલ લોહી લીધાં પસી હાથની નસો ફૂલી ગઈ હતી. મોં માંથી લાળો નિકળી ગઈ હતી. લથડિયાં લેતી હોવાથી માથાના વાળ છૂટ્ટા થઈ ગયા હતા. સાવ મોત નજીક આવી ઊભું હોય એવું દ્રશ્ય ખડું થઈ ગયું હતું.
ઘડીના છઠ્ઠા ભાગનો વિલંબ કર્યા વગર ડૉક્ટરે મોં પર ઓક્સિજન માટે માસ્ક પહેરીને ઓક્સિજન આપ્યું લોહી લેવાની સીરીઝ બંધ કરી. ગ્લુકોઝ બોટલ ચઢાવવામાં આવી. બીપી ચેક કર્યું. માંડ માંડ કલ્પના નોર્મલ થઈ.
બધાંના શ્વાસ થોડીવાર અધ્ધર ચડી ગયા.

કલ્પનાને શું થયું હશે?
પ્લાનનો માસ્ટર માઇન્ડ કોણ હશે?
શું કાવતરું કરનાર મળશે?

આગળ શું થશે જાણવા માટે વાંચતા
જજબાતનો જુગાર

ક્રમશઃ......


પ્રતિભાવ આપી લેખકનું પ્રોત્સાહન વધારો
🙏🏾🙏🏾