Colors - 20 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | કલર્સ - 20

Featured Books
Categories
Share

કલર્સ - 20

અગાઉ આપડે જોયું કે નિલ અને રાઘવ જે જર્જરિત હવેલી એ પહોંચે છે,પીટર અને વાહીદ પણ ત્યાં જ આવે છે,નાયરા જાનવી વિશે સાંભળી પીટર વધુ મુંજાઈ જાય છે,અને હવે બધા તે બંને ને શોધવા અને આ ટાપુ પરથી નીકળવાનો રસ્તો સાથે મળી ને શોધે છે,તે માટે તેઓ હવેલી ની અંદર જાય છે.હવે આગળ...

નિલ,રાઘવ,પીટર અને વાહીદ બધા ત્યાં ની સીડી પર અલગ અલગ બે ભાગ માં આગળ વધે છે,ઉપર ખૂબ જ વિશાળ રૂમ અને તેના બારી દરવાજા જોવા મળે છે.તો
પીટર અને વાહીદ જે તરફ ગયા હતા,ત્યાં ત્રણ મોટા રૂમ હતા,જેના દરવાજા અને બારીઓ પણ વિશાળ હતા,
એ આખો ફ્લોર અને ત્યાં ના રૂમ એટલા વિશાળ હતા કે પહેલા રૂમ થી જો છેલ્લા રૂમ તરફ જવું હોય તો પણ લગભગ પચાસ સાઠ ડગલાં ભરવા પડે,અને વચ્ચે પેલો વીશાળ હોલ.

બંને ટીમ ફરતી ફરતી ત્યાં વચ્ચે પહોંચી તો વધુ એક આશ્ચર્ય ત્યાં તેમની રાહ જોતું હતું.બંને તરફ રૂમ હતા અને વચ્ચે એક આદમકદ નો અરીસો રાખ્યો હતો.અરીસા ને જોઈ ને જ જાણે તેના તરફ કોઇ આકર્ષણ થતું હોય તેવું લાગવા માંડ્યું.

તે અરીસા ની ચારે તરફ લાકડા ની ફ્રેમ હતી,જેના પર કોતરણી કરેલી હતી,જો કે આખી હવેલી માં જેટલી ગંદકી અને ધૂળ હતી એ જોતાં આ અરીસો તો એકદમ ચોખ્ખો હતો.અને જાણે હમણાં જ ત્યાં કોઈ એ સજાવ્યો હોઈ એવું લાગતું હતું.તે અરીસો એટલો આકર્ષક હતો કે બધા ને એવું લાગ્યું કે તેની સામે જોતા જ રહીએ, અને એ સાથે અચાનક જ રોઝ તે અરીસા સામે ઉભી રહી ગઈ,તે પોતાની જાતને એ અરીસા માં નિહાળતી હતી,તેને લાગ્યું કે અરીસામાં જે પ્રતિબીબ પડે છે તે ખૂબ જ સુંદર લાગે છે,જાણે કે તે કોઈ બીજી જ વ્યકિત હોઈ એકાએક રોઝ પોતાના વાળ માં માદકતા થી હાથ ફેરવવા લાગી તેની આવી હરકત જોઈ ને રોને તેને તરત પોતાની તરફ ખેંચી અને ટોકી,તો એવું લાગ્યું જાણે તે કોઈ તંદ્રા માંથી જાગૃત થઈ હોય.

પીટર આ બધું જોઈને સમજી ગયો કે નકકી અહીં કોઈ માયાવી શક્તિ નો વાસ છે.એટલે તેને બધા ને એ અરીસા થી દુર રહેવાનું કહ્યું.

બીજા દિવસે સવારે મિસિસ જોર્જ જાગી ને બાળકો ને ટેન્ટ માં જોઈ આવ્યા,બધા આરામથી સૂતા હતા,રાત્રે પોતાની મા ને યાદ કરતા આ બાળકો ની આંખ માંથી વહેલું એક આંસુ સુકાઈ ગયું હતું.સુતેલા બાળકો કેટલા માસૂમ લાગતા હતા.ત્યાંથી બહાર આવી તેમને લિઝાને બૂમ પાડી.

લિઝા...લિઝા...ક્યાં છે તું?પણ કોઈ જ રીપ્લાય આવ્યો નહિ,મિસિસ જોર્જે આસપાસ બધે જોયું પણ લિઝા ક્યાય મળી નહિ,તેમને કાલ રાતે લિઝા સાથે થયેલી વાત યાદ આવી અને તે તરત તેના ટેન્ટ માં ગયા,ત્યાં લિઝા નો અમુક સમાન ગાયબ હતો તેઓ સમજી ગયા કે લિઝા પણ આ બધા ની શોધ માં ગઈ છે,અંતે તેઓ થાકી ને પોતાના ટેન્ટ માં આવ્યા,ત્યાં એક ખુરશી પર તેમનું ધ્યાન પડ્યું તો ત્યાં એક કાગળ હતો,લિઝા બાળકો અને મિસિસ જોર્જ ના નામે ત્યાં એક ચિઠ્ઠી મૂકી ને ગઈ હતી,જેમાં તે પણ જાનવી અને નાયરાને શોધવા ગઈ હોઈ તો બાળકો ની સંભાળ રાખવાનું મિસિસ જોર્જને કહ્યું હતું.

મિસિસ જોર્જે આ ચિઠ્ઠી સાચવીને પોતાના પર્સ માં રાખી અને આગળ શું કરવું!બાળકો જાગે પછી તેમને કેમ સમજાવવા?એ વિચાર કરવા લાગી.

લિઝા પણ હવે કિનારે કિનારે આગળ વધતી ગઈ, તેને
ઘડીક બાળકો યાદ આવી જતા તો ઘડીક પોતાના મિત્રો,તે એકલી એ ટાપુ પર આગળ વધ્યે જતી હતી,તે વહેલી સવારે નીકળી હોવાથી આસપાસ નો સુનકાર તેના મન માં ડર ઉત્પન્ન કરવા પૂરતો હતો,જો જંગલ આ વધુ હોત તો કદાચ પક્ષીઓ ના કલરવ થી આટલો સુનકાર નહોત,પણ અહીં તો અત્યાર નો શાંત દરિયો અને આકાશ માં રહેલા છેલ્લા તારાઓ જ દેખાતા હતા.પણ લિઝા એમ હિંમત હારે તેવી નહતી,તે આગળ વધ્યે જ જતી હતી.

ચાલતી ચાલતી લિઝા ટાપુ ના એ વળાંક પર પહોંચી ચુકી હતી,સવાર ની થોડી ઠંડક તેને ધ્રુજાવી રહી હતી, હવે તે પણ એ જૂની ઇમારત નજીક આવી પહોંચી હતી,પણ હજી તે ઇમારત તેના ધ્યાન માં આવી નહતી,લિઝા ની નજર હજી સમુદ્ર તરફ હતી,

જ્યારે અહીં આવ્યા ત્યારે કેટલું સુંદર લાગતું હતું આ પાણી,આ સમુદ્ર ની લહેરો અને આ ચોખ્ખું આકાશ અને આજે આ બધા થી જ ડર લાગે છે.લિઝા સ્વગત બોલી.લિઝા ના ધ્યાન માં એ ઇમારત આવે એ પહેલાં જ લિઝા ત્યાં રહેલા એક ઢાળ પરથી ગબડી પડી,અને ગબડતી ગબડતી સીધી કોઈ ખાડા માં પડી ગઈ.

અરીસા પાસે થી પીટર બધા ને દૂર લઈ ગયો,પણ હજી બધા ના મન માં એ અરીસા એ જાગૃત કરેલું આકર્ષણ દૂર નહતું થયું.ખુદ પીટર ના મન માં પણ એકવાર તેમાં જોવાની અદમ્ય ઈચ્છા થઈ ગઈ હતી,પરંતુ પછી તેના સારા નરસા પરિણામ વિશે વિચારી ને તે પણ ત્યાંથી ચાલવા લાગ્યો.

જેમ જેમ દિવસ ચઢતો ગયો,તેમ તેમ તે હવેલી માં પ્રકાશ વધતો ગયો અને તેમ તેમ ત્યાં ના દરેક ખૂણા ની અજાયબી સામે આવવા લાગી.ત્યાં ની દીવાલો પર હરણ,
વાઘ અને ચિત્તા ના મોહરા લગાવેલા હતા,કોઈ ખૂણામાં મેટલ નો બનેલો સિપાહી ઉભો રાખવામાં આવ્યો હતો.

હવેલીની સજાવટ જોઈને કોઈ જુના જમાના ના રાજા નું અહીં રાજ્ય હોઈ તેવું લાગતું હતું.

હજી સુધી નાયરા અને જાનવી ક્યાંય મળ્યા નથી,અને શું છે આ હવેલી નું રહસ્ય?લિઝા નું હવે શું થશે?કોણ બચાવશે એને?જોઈએ આવતા અંક માં.....

✍️ આરતી ગેરીયા....