Atitrag - 31 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 31

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અતીતરાગ - 31

અતીતરાગ-૩૧

વર્ષ ૧૯૭૦માં હિન્દી ફિલ્મ જગતમાં એક અલગ વિષય પર ફિલ્મો બનાવનાર એક અલગ સમુદાય હતો. તે ફિલ્મોના નિર્માતા, કલાકાર અને દર્શકોનો ટેસ્ટ બિલકુલ જુદો જ હતો. તે ફિલ્મ મેકર્સ અને અભિનેતા મધ્યમ વર્ગનું પ્રતિબિંબ યા તો મધ્યમ પરિવારની વાચાનું બખૂબી પરદા પર એવું નિરૂપણ કરતાં, જે જોઇને સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ તેની છબી ફિલ્મી પરદે જોઇને તેની બધી જ વિટંબણા ત્રણ કલાક માટે વિસરી જતો.

તે પ્રકારની ફિલ્મ નિર્માણના હિમાયતી અને સુત્રધાર હતાં.. ગુલઝાર, ઋષિકેશ મુખરજી, યા તો બાસુ ચેટરજી. જે આમ આદમીની ખાસ ફિલ્મો હતી.
આવી હટકે ફિલ્મોનું પ્રતિનિધિત્વ કરતાં, મહા નાયકનું નામ હતું..
‘અમોલ પાલેકર’.
ધ બોય લાઇક નેક્સ્ટ ડોર.

અમોલ પાલેકરનું ફિલ્મી પરદે પદાપર્ણ થયું બાસુ ચેટરજીની ફિલ્મ ‘રજનીગંધા’થી.
પણ ‘રજનીગંધા’ પહેલાં પણ અમોલ પાલેકરને એક ફિલ્મ ઓફર થઇ હતી
પણ..?

એ ‘પણ’નું પ્રશ્ન પેપર ખોલીશું આજની કડીમાં ?

અમોલ પાલેકરે તેમનું ગ્રેજ્યુએશન પાસ આઉટ કર્યું, મુંબઈની ફેમસ જે.જે.કોલેજ ઓફ આર્ટસમાંથી.
ફિલ્મ જગતમાં એન્ટ્રી કરતાં પહેલાં અમોલ પાલેકર એક વ્યવસાયિક ચિત્રકાર હતાં.
પેઇન્ટિંગની સાથે સાથે અમોલ પાલેકર મૂવીના પણ શોખીન હતાં.
ખાસ કરીને તેઓ હિન્દી અને મરાઠી ફિલ્મો નિહાળતાં હતાં. પણ મુંબઈમાં તેમણે એક એવું ફિલ્મ ક્લબ જોઈન કર્યું, જ્યાં વર્લ્ડ સિનેમાની ફિલ્મો દર્શાવવમાં આવતી હતી. એક એવું ક્લબ જ્યાં બાસુ ચેટરજી પણ શિરકત કરતાં.

એ વર્લ્ડ ક્લાસ સિનેમાની ફિલ્મો જોયાં પછી અમોલ પાલેકર દંગ રહી ગયાં અને વિચારવા લાગ્યાં કે આવી પણ ફિલ્મોનું નિર્માણ થાય છે, એ આશ્ચર્ય અને રસપ્રદ વાત છે.

તે ફિલ્મો જોઇને અમોલ પાલેકરને ફિલ્મ પ્રોસેસ, વિષય અને અભિનયના બીજા ઘણાં આયામનો બારીકાઈથી પરિચય થયો.

એ ક્લબની નિયમિત મુલાકાતથી અમોલ પાલેકર અને બાસુ ચેટરજીના સંબંધો ઘનિષ્ટ બન્યાં. અને એક દિવસ બાસુ ચેટરજીએ અમોલ પાલેકરને એક ફિલ્મ ઓફર કરી.

રાજશ્રી પ્રોડક્શનની એ ફિલ્મનું નામ હતું.. ‘પિયા કા ઘર.’.

અમોલ પાલેકર પર પસંદગીનો કળશ ઢોળાયા પછી બાસુ ચેટરજીએ અમોલ પાલેકરને કહ્યું કે,

‘આપ એકવાર રાજશ્રી પ્રોડક્શનની ઓફીસ પર જઈને ફિલ્મના પ્રોડ્યુસર તારાચંદ બડજાત્યાને એકવાર મળી લો. કારણ કે. તમારા નામ પર તેમની પણ અંતિમ મહોર લગાવવી જરૂરી છે.’

બાસુ ચેટરજીની આ વાત અમોલ પાલેકરના ગળે ન ઉતરી. એટલે અમોલ પાલેકરે બાસુ ચેટરજીને કહ્યું કે,

‘આપે મને આ ફિલ્મ માટે સાઈન કર્યો છે, આપ ખુદ મારી જોડે રાજશ્રીની ઓફીસ પર આવો અને તારાચંદ બડજાત્યા સાથે મારો પરિચય કરાવો. આ ખરો શિષ્ટાચાર છે. હું બડજાત્યા સાબની ઓફિસની બહાર બેસીને બાકી સ્ટ્રગલરની માફક પ્રતીક્ષા કરવાં નથી માંગતો.’

અમોલ પાલેકરની વાતો સાંભળીને બાસુ ચેટરજીને, અમોલ પાલેકરનું વલણ જરા અકડું, જીદ્દી અને ઘમંડી લાગ્યું. એટલે બાસુદાએ અમોલ પાલેકરને
‘પિયા કા ઘર’ ના પ્રોજેક્ટમાંથી પાણીચું પકડાવી દીધું.

એ પછી અનિલ ધવન અને જયા બચ્ચન જોડે ફિલ્મ ‘પિયા કા ઘર’ પૂરી થઇ.

પણ મજાની વાત એ બની કે,બાસુ ચેટરજીએ તેમની નેક્સ્ટ ફિલ્મ માટે અમોલ પાલેકરને જ સાઈન કર્યા.

ફાઈનલી અમોલ પાલેકર અને વિદ્યા સિંહા સાથે “રજનીગંધા’ બની.

પણ વિદ્યા સિંહાને ફાઈનલ કરતાં પહેલાં તે રોલ માટે બાસુદાની પસંદગી હતી શર્મિલા ટાગોર, પણ પછી બાસુજીને લાગ્યું કે તેમણે કોઈ નવા ચહેરોની તલાશ છે.

પણ તેને જોઈએ એવો ચહેરો તેમને નહતો મળી રહ્યો. અંતે તેમને એક ફિલ્મી ટ્રેડ મેંગેઝીનમાં એડવર્ડટાઈઝમેન્ટ આપી. જે જાહેરાત વિદ્યા સિંહાની નજરે ચડી.
વિદ્યા સિંહા બાસુદાના સ્ક્રીન ટેસ્ટમાં પાસ થઇ અને તેને ‘રજનીગંધા’ મળી અને બાસુદાને તેનો નવો ચહેરો.

‘રજનીગંધા’નું શૂટિંગ શરુ થયું ૧૯૭૨માં અને ફિલ્મ રીલીઝ થઇ ૧૯૭૪માં, કારણ ?
આર્થિક સંકડામણ.

ત્રીસ દિવસમાં બાસુ ચેટરજીએ અડધા ભાગની ફિલ્મનું આટોપી લીધું હતું.
એ પછી ફિલ્મના ફાઈનાન્સર બદલી ગયાં અને બે વર્ષનો વિલંબ થયો. કોઈ નવા ફાઈનાન્સર અમોલ પાલેકર અને વિદ્યા સિંહા જેવાં નાવોદીતના નામ પર જોખમ લઈને જુગાર ખેલવા રાજી નહતા.

અંતે જેમ તેમ કરીને બાસુ ચેટરજીએ ફિલ્મ કમ્પ્લીટ કરી તો તે મુંબઈના એક જ સિનેમા ઘરમાં રીલીઝ થઇ હતી. ઓલ ઇન્ડિયા રેડીઓના તે સિનેમાઘરનું નામ હતું
‘આકાશવાણી’.

એ પછી ધીરે ધીરે ફિલ્મને માઉથ પબ્લિસીટી દ્વારા સફળતા મળી તે પછી બાકીના સિનેમાઘરોમાં રીલીઝ થઇ.

મનમોહન દેસાઈ અને પ્રકાશ મહેરા જેવાં દિગ્ગજ ફિલ્મ નિર્માતાના સમયમાં ‘રજનીગંધા’ જેવી ફિલ્મનું નિર્માણ કરવું, એ કોઈ સાહસથી કમ કામ નહતું. અને ચમત્કાર તો ત્યારે થયો જયારે ‘રજનીગંધા’ એ સિલ્વર જ્યુબલીની ઉજવણી કરી અને સૌ ફિલ્મ સમીક્ષકોને વિચારતાં કરી મૂક્યાં.

આગામી કડી...

બોલીવૂડ હિસ્ટ્રીમાં કોઈ અભિનેત્રીનું કમબેક સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદિત રહ્યું હોય તો તે કમબેક હતું.. ડીમ્પલ કાપડિયાનું.

આગામી કડીમાં વાત કરીશું ડીમ્પલ કાપડીયાના એ વિવાદિત કમબેકના કારણો વિશે.

વિજય રાવલ
૩૧/૦૮/૨૦૨૨