AABHA - 10 in Gujarati Fiction Stories by Chapara Bhavna books and stories PDF | આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 10

Featured Books
Categories
Share

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 10

ત્યાં જ રાહુલ ત્યાં આવી પહોંચ્યો. અને બોલ્યો, " ભાભી, જલ્દી તૈયાર થઈ જાવ. આપણે થોડીવારમાં નીકળશું. અને ભાઈ ને પણ કહેજો જલ્દી તૈયાર થાય. આજ તો એને આવું જ પડશે. દર વખતે કોઈને કોઈ બહાનું કરીને ઘરે રહી જાય છે. પપ્પા અને મોટા પપ્પા પણ સાથે આવે છે. ફુલ ફેમિલી એક સાથે."
"ઓકે, હું એને કહી દઈશ." મેં જવાબ વાળ્યો.

મેં ફરી બેડરૂમ તરફ પગ વાળ્યાં..
દરવાજો નોક કરીને અંદર ગઈ..
" આ તારો પણ રૂમ છે..નોક કર્યા વગર આવે તો ચાલે...." આકાશે કહ્યું.
"હા, પણ મારા લીધે તારી પ્રાઇવસી ભંગ થતી હોય તો મારે નોક કરીને આવવું પડે ને?" મેં બને એટલી શાંતિથી કહ્યું.
"એની જરૂર નથી. તું નોક કર્યા વગર આવી શકે છે." એણે કહ્યું.
" ઠીક છે." મેં વધારે બોલવાનું ટાળ્યું.
"રાહુલે કહ્યું છે કે તૈયાર થઈને જલ્દી નીચે આવો આપણે બધા બહાર જઈએ છીએ." મે રાહુલ નો મેસેજ આકાશને પહોંચાડ્યો.
"ઓકે." તેણે પણ ટૂંકમાં જ પતાવ્યું.

મેં પણ વધુ કંઈ કહેવાનું ટાળ્યુ. પણ મારા મગજમાં હજુ પણ આકાશની વાતો ઘૂમરાઈ રહી હતી. એ કોઈને મળવા જઈ રહ્યો હતો.

" મારે અરજન્ટ એક મિટિંગ માટે જવાનું છે, તો હું આજે સાથે નથી આવતો.." આકાશ અરીસામાં જોઈ પોતાના વાળ સરખા કરતા બોલ્યો...

"હંમમ...." હું મારા વિચારો માં ગુંચવાતી બેડશીટ ઠીક કરી રહી હતી.

"આર યુ ઓલ રાઈટ??" મને ચૂપ જોઈ એણે પૂછ્યું...
હું હજુ પણ ચુપ જ હતી.

"આભા..... આભા....." એણે જોરથી કહ્યું..
" હંમમ..?"
" તું ઠીક છે??"
"હા"
" ઓકે, તો હું નીકળું છું."
"ઓકે."

આકાશ નીકળી ચૂક્યો હતો. જ્યાં એ જવાનો હતો તેનું એડ્રેસ મેં સાંભળ્યું હતું. મને વિચાર આવ્યો કે હું કોઈ બહાનું કરીને બધા સાથે ન જાવ અને આકાશ કોને મળે છે એ જાણું. હું એની વાઈફ છું એનો પીછો કરી સચ્ચાઈ જાણું એમાં કંઈ ખોટું નથી.

થોડી વારમાં રાહુલ આવ્યો. પણ કાલ હું બરાબર ઊંઘી નથી એટલે આરામ કરવા ઈચ્છું છું એવું બહાનું કરી હું ઘરે જ રહી.

બધાના ગયા પછી હું પણ ઘરેથી નીકળી. થોડીવારમાં હું એ હોટલ પર પહોંચી જ્યાં આકાશ કોઈ ને મળવાનો હતો.. આમતેમ નજર ફેરવીને જોયું. અને એક ટેબલ પર મારી નજર અટકી... આકાશનાં ખોળામાં એક નાનકડી બાળકી અને બાજુની ખુરશીમાં એક સુંદર યુવતી........

" તો આ છે તારી ઈમ્પોર્ટન્ટ મિટિંગ...??" મેં ટેબલ પર હાથ પછાડતા આકાશ ને પૂછ્યું.
"આભા!" આકાશ અચકાતા બોલ્યો.

" આ શું છે આકાશ??. હું કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું, તને ખબર પણ છે. મને ડાઉટ હતો કે આપણા વચ્ચે કંઈક પ્રોબ્લેમ છે. અને હું તે સોલ્વ કરવા મથ્યા રાખતી પણ તું.?? મને હતું કે મારા એક્સિડન્ટ ના લીધે તું મારાથી દૂર રહે છે પણ તું?? તું રોજે મારાથી છુપાઈને ફોનમાં વાત કરતો, મારા મનમાં વહેમ આવતો પણ હું તે ખંખેરી નાખતી કે આવું ન હોઈ શકે પણ આજે?? તારે મને પહેલા કહી દેવું હતું ને તો હું તારી જીંદગીમાં થી દૂર ચાલી જાત.."

"કામ ડાઉન, આભા,થોડી શાંત થા..."

"વન સેકન્ડ, ક્યાંક એવું તો નથી ને કે તે આ વાત તે મને કરી હોય અને એટલે જ તારાથી દૂર થવા જતા જ મારું એકસીડન્ટ થયું હોય????"

મારા ગુસ્સા ને કાબૂ કરી શકું એમ નહોતી.. આકાશ નો કોલર પકડવા જતાં એક ધક્કો લાગ્યો ને પેલી બાળકી ટેબલ સાથે અથડાઈ.. પેલી યુવતી આંખો માં આંસુ સાથે બાળકીને સંભાળી રહી હતી.

હું આસપાસ નું બધું ભૂલી આકાશ પર ગુસ્સો ઉતારી રહી હતી..અને એ મને શાંત થવા વિનવણી કરી રહ્યો હતો..



પણ મારી તો જાણે દુનિયા જ ખતમ થઇ રહી હોય એવું લાગતું હતું..
મારા પગ તળેથી જમીન સરકી રહી હતી.. મને ચક્કર આવી રહ્યા હતા...એક કાલોઘેલો અવાજ મારા કાનમાં પડઘાઈ રહ્યો હતો......મમ્મા મમ્મા....


*...........*............*.............*...........*

" મમ્મા, મમ્મા. જાવું.....પાપા....."
" ઓહહ.... મારા દીકરાને પપ્પા પાસે જવું છે..... પપ્પા હમણાં પાછા આવશે હં......" કહેતા મેં મારી ઢીંગલી ને ઊંચકી લીધી..
" મારી પરી, તને પપ્પા સાથે રમવું ગમે ને, અને મમ્મા સાથે???"

"મમ્મા..." મને ગળે વળગી ને ગાલ પંપાળી બચી ભરી લીધી... એની આ હરકત થી મને એના પર ખૂબ વ્હાલ ઉભરાયું...

માંડ અમુક શબ્દો બોલતી અને ફક્ત ડગમગ ઉભી રહેતા શીખેલી નાનકડી ઢીંગલી......

હું એને નીચે મૂકી ઘરના કામ પૂરાં કરવા મથી રહી હતી. એટલામાં ટેબલ પકડી એ ઉભી થઇ ને હાથ લપસી જતાં ટેબલ સાથે અથડાઈ.....માથા પર લોહી ની એક ધાર ફૂટી નીકળી....
મેં મારી ઢીંગલી ને તેડી લીધી.. એના ઘાવ પર મારા દુપટ્ટાનો છેડો દબાવી દીધો.. ઢીંગલી હજુ પાપા પાપા કરીને રડી રહી હતી..એ ચૂપ ન થઈ એટલે મેં પણ એના પપ્પા ને કોલ લગાડ્યો..

" હેલ્લો, મિત્ર...."
"આભા, શું થયું ઢીંગલી કેમ રડે છે??"
" ટેબલ પકડી ને ઉભી થઇ તો પડી ગઈ.. એટલે......"
મારું વાક્ય પૂરું કરતા પહેલાં જ ગુસ્સા ભર્યો અવાજ સંભળાયો...
" તું શું કરતી હતી..? એક છોકરીને ય સરખી રીતે નથી સાચવી શકતી.... ? "
"શાંત મારા મિત્ર.. મારે ઘરમાં ઘણું કામ હોય છે...અને ઢીંગલી હવે ચાલતા શીખશે તો પડે તો ખરી ને...અને ડોન્ટ વરી એને વધુ નથી વાગ્યું ઓકે..."
" પોતાનો બચાવ ના કર... હું થોડી વારમાં આવું છું. તું બીજા કામ પડતાં મૂકીને એને ચૂપ કરાવ..."

"હેલ્લો.. હેલ્લો.. અરે... મારા મિત્ર...?"
હું બબડતી રહી અને કદાચ એ ઘરે આવવા નીકળી ગયા હશે..
" બસ હવે મારો દીકો.. " એને છાતી સરસી ચાંપી હું એને ચૂપ કરાવવા લાગી...
એને ઘોડિયામાં સૂવાડી અને હાલરડું ગુંજી ઉઠ્યું...

" હાલુ લુલુ હાલરડું,
મારી ઢીંગલી નાં માથે ચાંદરડું
ચાંદરણું તો ચમકતું મારી
ઢીંગલી નું મુખડું મલકતું."


*......*.......*.........*...........*.........*



આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.