આગળના ભાગમાં જોયું એમ ચાતક અને મેઘ ની એ રાત પુષ્ય નક્ષત્રની જેમ અમૂલ્ય એહસાસ થી વિતે છે.
ઉઠતા ની સાથે જ આશુ ના હોશ ઉડી જાય છે.
" આ શું થય ગયુ મારાથી ? હું કાલે આટલી બધી નશામાં હોઈશ કે મે મારા પ્રેમ ને આમ બજારુ બનાવી નાખ્યો !!હું આ કંઈ રીતે કરી શકું ?રોહન તે મારી સાથે સારું નથી કર્યું. પણ એનાથીય વધારે ખરાબ હું મારી જાત સાથે કરી બેઠી.! "
આશુ અને ચિરાગ વચ્ચે જે રાત વીતી એ તેના માટે અણધાર્યું તોફાન સમાન હતી. એકબીજાની સહવાસની બંને ને જરૂર હતી પણ આશુ માટે એ એક ના સ્વીકારી શકાય એવી વાત હતી. ચિરાગ તો ખૂબ જ ખુશ હતો કે એણે ભલે એક ક્ષણ માટે પણ પોતાના પ્રેમ ને પામી શક્યો. પ્રેમ માં શરીર સુખ મળવું જરૂરી નથી. પરંતુ એ પણ તો પ્રેમ નો જ એક અભિન્ન અહેસાસ જ કહી શકીએ ને !!
ચિરાગ એ રાત ને ક્યારેય નથી ભૂલવા માંગતો. એતો રૂમ ની બહાર બાલ્કનીમાં બેસીને પોતાના પ્રિયપાત્રના સ્પર્શ નો એહસાસ હજીયે કરી રહ્યો છે. આશુ ઊભી થાય છે.ચિરાગ ને બાલ્કનીમાં જોઈને એની પાસે જાય છે. પોતાના આ વર્તન અને કાલની ઘટના પછી એ ચિરાગ સાથે નજર નથી મિલાવી શકતી .પણ ચિરાગ માટે તો આ જે બન્યું એ કંઇ જ ખોટું નથી લાગતું. એણે તો અનહદ પ્રેમ કર્યો છે અને એટલે જ કદાચ એ આગળ વધી શક્યો. આશુને હવે એ કોઈ પણ જાતના ડર વગર પોતાના મન ની બધીજ વાતો કહી દે છે. જ્યારે એને પેલી વાર જોઈ હતી ત્યારથી લઈને એનો પ્રેમ ઉત્તરોત્તર વધતો ગયો એ બધુજ .ને કાલે જ્યારે રોહન એને આમ દુઃખી કરીને તરછોડીને ગયો એ એનાથી અસહ્ય થયું અને આગળ જે બન્યું એ બધું જ નિઃસંકોચ કહી સંભળાવે છે.
જે બન્યું એના પર અફસોસ ના કરતા જીવનમાં આ ભગવાન ના આશીર્વાદ સમાં નવા સંબંધ અને પોતાના પ્રેમનો સ્વીકાર કરીને પોતાના દિલના કોઈ નાનકડા ખૂણામાં સમાવી લેવા માટે ચિરાગ આશુને કહે છે.
પણ આશુ તો હવે પ્રેમ પરથી વિશ્વાસ ગુમાવી બેઠી છે. એણે જેટલો પ્રેમ રોહન ને કર્યો કદાચ હવે એ ફરી કોઈને નહિ કરી શકે .અને રોહન ની કરતૂતો બાદ હવે એને કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો અઘરો લાગે છે. આશુ ચિરાગ ના કોઈ પણ સવાલો કે વાતોનો જવાબ આપ્યા વગર આજ પછી ક્યારેય ન મળવાનું કહીને જતી રહે છે. એ બંને ની એ પહેલી અને છેલ્લી મુલાકાત હતી . જતા જતા ચિરાગ ને એ છુટા પડ્યા પછી ક્યારેય પોતાના વિષે કોઈ જ ખબર ન રાખવા સમજાવે છે અને પોતાની જિંદગી ને પોતાના પવિત્ર વ્યવસાય માં જ આગળ પ્રગતિ કરવા માટે સલાહ આપે છે.
ત્યારબાદ ક્યારેય પણ બંને મળ્યા નથી અને એકબીજાનો સંપર્ક કરવાનું પણ ક્યારેય વિચાર્યું નથી. ચિરાગ પોતાના વ્યવસાયમાં અને આશુ પોતાના જીવન માં ફરી પરોવાય જાય છે. પણ બેવ ને ક્યાં ખબર હતી કે એમનો મેળાપ તો કુદરતની ઈચ્છા હતી . આશુ રોહનની યાદો માં જ ખોવાયેલી રહે છે. એક બાજુ ચિરાગનો સાચો પ્રેમ અને બીજીબાજુ રોહન નો દગો . એને કંઇજ સમજાતું નથી. ચિરાગ એને સ્વીકારવા તૈયાર છે પણ હવે એ એની જિંદગીમાં જઈને એની જિંદગી બગાડવા નથી માંગતી કેમકે ફરી પ્રેમ કરવો એના માટે મુશ્કેલ છે અને પ્રેમ વગર ચિરાગ સાથે રેહવું એ ચિરાગ ને અન્યાય થશે.
એક બાજુ આશુ ના માં બાપ હવે દિકરી પરણવા લાયક થઈ હોવાથી એના લગ્ન ની ચિંતા કરે છે. ધીમે ધીમે પોતાના સમાજમાં સારા અને સુશીલ છોકરાઓ જોવાનું ચાલુ કરે છે .આશુ લગ્નની ના કહે છે. પણ માબાપ ને તો પોતાના સંતાન ને સુખી જોવાના ઓરતા હોય ને ! મુરતિયાઓ તો ઘણા મળે છે પણ આશુ કોઈની પણ સાથે લગ્ન કરવાની ના પાડે છે . પોતાની એકલતા અને મનોજગત માંથી એ બહાર આવી શકતી નથી. ધીમે ધીમે બધુજ સારું થય જશે એમ ભગવાન પર ભરોસો રાખી એ જીવનની નવી શરૂઆત કરવાનું નક્કી કરે છે. હવે એને ના તો રોહન ના વિચારો કરવા છે કે ના તો ચિરાગ નો પ્રેમ જોઈએ છે. બસ એને તો હવે મુક્ત મન નો આનંદ અને જીવન જીવવાની નવી આશા સાથે આગળ વધવું છે.
આશુ એ નકકી કર્યું કે હવે એ જીવન માં આગળ વધી જાતે કંઇક કરશે અને બધાથી અલગ જઈને પોતે એકલી જીવશે .સંસાર ની માયા અને આ સાંસારિક જીવનમાં એને રસ નહોતો રહ્યો .એટલે હંમેશા મંદિર અને પોતાની રૂમ બસ એજ એની દુનિયા હતી. હસવા માટે એની જિંદગીમાં કોઈ બહાનું નહોતું દેખાતું . ક્યારેક રોહનને કરેલો અનહદ પ્રેમ, વિતાવેલ દિવસો એની બેવફાઈ યાદ કરતી તો ક્યારેક ચિરાગ ના એક ક્ષણમાં મેહસૂસ કરેલા અદભૂત પ્રેમ ને યાદ કરીને અંદર થી જાણે એક અજબ જ શાંતિ ને અનુભવતી.બસ આમ એનું જીવન અજાણ્યા પાટા પર સ્ટેશન વગર અવિરત દોડતી ટ્રેન ની જેમ જઈ રહયુ હતું.
પણ માનવી જે વિચારે એ ક્યાં કંઈ થાય છે ? જ્યાં લાગે કે હવે બધું ઠીક થઈ ગયું છે ત્યાંજ કંઇક એવું થાય છે કે જીવન ની દશા અને દિશા બેવ બદલાય જાય છે.એવું જ એક તોફાન ફરી આશુની જિંદગીમાં આવે છે . કંઇક એવું બને છે કે જે કદાચ કોઈ દિવસ એણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું.
શું હશે એ તોફાન ? આશુનું જીવન ફરી કયા મોડ પર આવીને અટકશે ? જોઇશુ આગળ ના ભાગમાં.