A support in Gujarati Short Stories by Krupali Chaklasiya books and stories PDF | એક સહારો..

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

એક સહારો..

 

"હું તમારી સામે હાથ જોડું છું, પ્લીઝ મને ડો. મહેરા ને મળવા દો.. જો હું એમને નહીં મળું તો મારી જિંદગી મારાથી દૂર થઈ જશે." મનહર ભાઈ ડો મહેરા નાં આસિસ્ટન્ટ સામે હાથ જોડીને કરગરી રહ્યા હતા.

 

એક વખત કીધું ખબર નથી પડતી કે સર ઓપરેશન થિયેટરમાં છે અને આમેય તમારી પાસે અપોઈન્ટમેનટ નથી.. આટલું બોલી ને તે ચાલ્યો જાય છે અને મનહર ભાઈ જમીન પર માથે હાથ દઇને બેસી જાય છે.

 

તે પોતાના અને તેની પત્ની સરિતા નાં ભુતકાળ નાં પળો ને યાદ કરે છે અને તેને યાદ કરતાં કરતાં તેમની આંખમાંથી એક ટીપું તેમના ગાલ થકી જમીન પર પડે છે. બીજું ટીપું જેવું તેમની આંખમાંથી નીકળી ને જમીન તરફ જાય છે ત્યાં જ કોઈ નો મજબૂત હાથ તે ટીપાં ને પોતાના હાથમાં સમાવી લે છે. પણ પોતાની આંખ માં આવેલા આંસુ ને તે રોકી શક્તો નથી અને એક ટીપું સરકી ને મનહરભાઈ નાં હાથ પર પડે છે. 

 

જેવું તે ટીપું તેમને સ્પર્શે છે કે તરતજ તેમની એ રડી રડીને લાલ થઈ ગયેલી આંખો ખોલે છે અને જુવે છે. તો ત્યાં સામે એક વ્હાઈટ કોટ, ગળે સ્ટેથોસકોપ, આંખે ચશ્માં અને મોં પર માસ્ક પહેરીને એક વ્યક્તિ તેના પગ પાસે બેઠો હોય છે અને તેની આંખો માં પણ આંસુ હોય છે.

 

અરે! આ શું કરો છો? તમે મારા પગ પાસે કેમ બેઠાં છો? આટલું બોલતાં મનહરભાઈ ની નજર તેના પર પડી અને તેને જોતાં એવું લાગ્યું કે તે આ હોસ્પિટલના ડોક્ટર હશે..

 

એટલે મનહરભાઈ એ પુછ્યુ," તમે આ હોસ્પિટલમાં સેવા બજાવી રહ્યા છો ?" 

 

તેમના સવાલ નાં જવાબ રૂપે તેણે " હા" માં માથું હલાવ્યું પણ તેની આંખો માં હજુ પણ આંસુ હતાં. 

 

તેણે આંસુ લુછતા મનહરભાઈ ને પુછ્યુ, " કાકા તમે આમ માથે હાથ દઇને કેમ બેઠાં છો અને આ તમારી આંખો માં આંસુ ?"

 

પછી મનહરભાઈ એ તેને બધી વાત કરી કે મારી પત્ની સરિતા ને અચાનક શ્વાસ લેવા માં તકલીફ પડે છે અને છાતી માં પણ દુખાવો ઉપડ્યો એટલે હું તેને અહીં ડોક્ટર મહેરા ને મળવા લાવ્યો છું પણ..

 

પણ... શું? 

 

અહીં આવ્યો ત્યારે ડોક્ટર મહેરા ઓપરેશન થિયેટરમાં હતાં એટલે મેં તેમનાં આસિસ્ટન્ટ ને વાત કરી તો મારી પાસે અપોઈન્મેનટ ન હોવાથી તેમણે મને મળવા દેવા ની ના પાડી અને કહ્યું કે અપોઈન્મેનટ વગર સર કોઈ ને નથી મળતાં.. આટલું બોલતાં મનહરભાઈ ની આંખ માં આવેલું એક ટીપું સરકી ને ફરી તેના હાથ પર પડ્યું.

 

માસી ક્યાં છે? 

 

તેને જનરલ વોર્ડમાં દાખલ કરી છે પણ બેટા તું કોણ છે? મનહરભાઈ એ એક આશારૂપી નજર થી તેની સામે જોયું.

 

મનહરભાઈ નાં પુછવા થી તેણે પોતાના મોં પર થી માસ્ક હટાવયુ પણ મનહરભાઈ હજુ તેની સામે એકીટશે જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે જાણે તે તેને પહેલેથી જાણતાં હતાં અને પછી અચાનક તેનાં ચહેરા પર એક હળવાં સ્મિત સાથે તે બોલ્યા.. અરે! રવિ તું.. ? આટલાં વર્ષે તને જોયો, તું ક્યાં હતો આટલાં વર્ષ? અને તું આ ડોક્ટર નાં કોટ માં ..? તેણે રવિને ગળે લગાવી લીધો.

 

બે મિનીટ પછી બંને છુટા પડ્યા અને રવિએ કહ્યું કે આ બધી વાત પછી પહેલા આપણે માસી પાસે જઈએ..

 

સરિતા બેનનાં બધા રિપોર્ટ કર્યા બાદ ખબર પડી કે તેમને હાટૅ બ્લોકેજ થયું છે અને સજૅરી કરવી પડશે.

 

એટલે જ હું ડોક્ટર મહેરા ને મળવા માગતો હતો પણ..

 

એટલાં માં જ રવિએ ફોન કરી ને તેનાં આસિસ્ટન્ટ ને બોલાવ્યો. જેવો તેનો આસિસ્ટન્ટ અંદર આવ્યો કે રવિ એ તેને મનહરભાઈ ની માફી માગવા કહ્યું અને કહ્યું કે આ મારાં પિતા સમાન છે એટલે આગળથી ધ્યાન રાખજો.

 

પણ બેટા આ તો મહેરા સાહેબ નાં આસિસ્ટન્ટ છે એટલે" તું જ ડોક્ટર મહેરા છે?" હા, કાકા કહીને તે મનહરભાઈ ને પગે લાગ્યો.

 

સરિતા બેનની સજૅરી સફળ રહી પછી રવિ એ મનહરભાઈ ને પુછ્યુ કે કાકા અંકુશ અને અનુ ક્યાં છે? તમે આમ એકલાં..?

 

અંકુશ તેનાં પરિવાર સાથે અલગ રહે છે અને અનુ લગ્ન પછી અમેરિકા ચાલી ગઈ.. 

 

અને તમે??

 

હું અને સવિતા વૃધ્ધાશ્રમમાં રહીએ છીએ. એ બધું છોડને તું કહે કે તું આટલાં વર્ષ ક્યાં હતો.

 

હું ડોક્ટર નું ભણવા રશિયા ગયો હતો. તમને યાદ છે જ્યારે તમે પહેલી વખત અનાથ આશ્રમમાં આવ્યા હતા ત્યારે મેં તમને કહેલું કે હું મોટો થઈને એક હાર્ટ સજૅન બનવા માંગુ છું ત્યારે તમે મને પોતાનાં દિકરાની માફક આગળ વધવા માટે સપોર્ટ કર્યો હતો અને તમે મારાં ભણતર નો ખચૅ ઉપાડ્યો હતો ત્યારે જ તમે મારાં દિલમાં એક પિતા નું સ્થાન લઈ લીધું હતું.

 

હવે તમારે ત્યાં આશ્રમમાં રહેવા ની કોઈ જરૂર નથી. તમે તમારાં આ દિકરાને સેવા કરવાનું સૌભાગ્ય આપો.

 

પછી તેણે કોઈ ને ફોન કરી ને કહ્યું કે, "હું મારાં માતા પિતા ને લઇને આવું છું તું તૈયાર રહેજે."

 

રવિ મનહરભાઈ અને સરિતા બેનને લઈને ઘરે ગયો ત્યાં આસ્થા એ તેમનું દિલ ખોલીને સ્વાગત કર્યું અને બધા એક પરિવાર બનીને હળીમળી ને ખુશી થી રહેવા લાગ્યા. 

 

હવે મનહરભાઈ અને સરિતા બેન ખુશીત ની સાથે રમવા માં તેને લાડકોડથી ઉછેરવામાં, તેની સારી પરવરિશ કરવામાં લાગી ગયાં અને તેમને આમ ખુશ જોઈ ને રવિ અને આસ્થા પણ મનમાં ભગવાન નો આભાર માની રહ્યા હતા.