Gray blind in Gujarati Motivational Stories by Milan A Gauswami books and stories PDF | ભૂખરો પાંઢો

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ભૂખરો પાંઢો

તૂટી પડવું એ કદાચ નિરાશા હોય શકે પણ હાર નહીં.

ઉપર સુંદર આકાશ માં વાદળો છવાયેલા બીજી બાજુ લીલીછમ ધરતી,હિલોળે ચડેલા વૃક્ષો, અને એ બાજુ આકાશ ને સહજ અડતો કાળો પર્વત અને એ પર્વત ને મધ્ય ભાગ માં અલગ પડેલ પણ પર્વત ને અડકી ને એક ભૂખરા રંગ નો પાંઢો(પથ્થર) પડેલો.
એકલો અમથો કઈ કામ વિનાનો આખાય વાતાવરણ થી પણ અલગ. ના કોઈ જોડે રંગ મળે, ના કોઈ જોડે રૂપ સરખાઈ, ના આટલો બધો મોટો કે ના આટલો બધો નાનો. એક નાનું બાળક બે હાથે ઊંચકી લે આવડો પણ આટલો પાછો નબળો પણ નહીં કે આસાની થી તૂટી જાઈ.
અને દેખાવ મા પણ એક દમ સસ્તો. એ પર્વત માળા મા અને એવી મસ્ત હરિયાળી મા કોઈ ના પણ નજરે ના પડે. પર્વત ને મધ્ય ભાગ માં નાના એવા છોડ ને અટકી ને ઊભેલો સાંત સંત જેવો ના હલે ના ચલે. સ્વર્ગ જેવા વાતાવરણ ને માણી રહેલો. નાના તૃણ અને ઓસ ની બુંદો એના કઠોર શરીર ને સવારી રહ્યા હતા. જેમ રાજા ના સિંહાસન ની બને બાજું મોર પાંખ થી બનેલા વીંજણા પવન કરી રહ્યા હોય.
પણ ઋતુ ના ચકરડા ફર્યા અને ઠંડા ઠંડા પવન ની જગ્યા પર ગરમ હૂંફ લાગવા લાગી અને શિયાળા ના આડે થઈ ને ઉનાળો ચાલી આવ્યો. આવા મા આજુ બાજુ ના સાથી સૂકાવા લાગ્યા અને ભૂખરો એકલો પડી ગયો. અને ધીમે ધીમે લાલ થતાં સૂર્ય ના કિરણો ભૂખરા ને ગરમ ગરમ કરી દે જેમ ધરતી નો લાવા ના હોય. પણ મજબૂરી કે ત્યાં થી હલી પણ ના શકાય. અને મૂંગા મોઢે સહન કરવું એજ ભૂખરા ની ખાસિયત. ધીમી ધીમી ગતિ યે દુઃખ ના દિવસો પાર કરતો ગયો ભૂખરો આગ અને ઉડતી ધૂળ ની ડમરીઓ ભૂખરા ને હેરાન કરતી પણ ભૂખરો ટસ થી મસ ના થયો. અને ધીમી ધીમી જેમ સંધ્યા થાય ભૂખરો સાંતી થી શ્વાસ લેતો. સ્વર્ગ ની ગોદ મા સાંતી જ હોય એ કેવું સાવ મિથ્યા છે. મહા પુરુષો ના કહેવા પ્રમાણે સંઘર્ષ વગર સિદ્ધિ ના મળે.
એમ ભૂખરો પોતાનો સમય સાંતી થી વિતાવ તો જતો. કારણ કે આગળ ઘણા સંઘર્ષો બાકી હતા. ધીરે ધીરે ગરમી ઓછી થઈ અને કાળા ડીબાંગ વાદળો નો ખડકલો આવ વા નો ચાલુ થયો. અને વર્ષા રાણી નું આગમન થયું જેમ એક રણ વિસ્તારમાં તરસ્યા ને પાણી મળે જે અનુભૂતિ થાય ને આવીજ અનુભૂતિ ભૂખરા ને થઈ અને પેલી વર્ષા ની બુંદ યે ઠંડક નો અહેસાસ કરાવ્યો ને ભૂખરો ખુશ ખુશાલ થઈ ગયો.
સુખ એ ક્ષણ માટે જ આવે એમ ભૂખરો હજી મસ્ત મજા માણી રહ્યો હતો ત્યાં આભ માંથી જોર દાર વર્ષા થઈ અને પાણી જ પાણી થઈ ગયું. અને એક વેણ નાની અમથી નદી ના પ્રવાહ સમાન આવી અને એના વેગ માં ભૂખરા ને તાણી ગઈ.
ભૂખરો તણાઈ ને છેક આકાશ સમી ઇમારત પરથી સીધો જ જમીન પર પડ્યો. બહુ સુખ ટૂંકુ હોઈ છે તેમ ભૂખરા ના સપનાં સીધા નીચે જમીન મા જતાં રહ્યાં. અને નીચે ઘણા બધા
પથ્થરો ની વચ્ચે ભૂખરો ધમ દઈ ને પાડ્યો અને બહુ બધાં પછડાટ ખાઈ ને સંતુલિત થવા મળ્યું .
આંખો ખૂલી તો નવી જ દુનિયા તૂટી પડ્યો હતાશા થયો છૂટી જવાનું દુઃખ નવી જગ્યા ના ઓળખાણ બધું જ પાછળ રહી ગયું નવો સમય સામે નવી જગ્યા ના નજરે ભૂખરો મૂંઝવણ માં પડ્યો અને પછી હળવાશ થી ઊભો થયો અને સમયે આપેલી પછડાટ ને અપનાવી અને નવી દુનિયા ને પોતાના મા ઉતારવા અને તેમાં ભળવા પ્રયત્નો ચાલુ કર્યા.
એક રાત સુધી તો કઈ ના સૂઝે પણ હાર માન્યા વિના મહેનત ચાલુ કરી અને પ્રવાહ મા આગળ વધ્યો ત્યાં એક કિનારે પ્રવાહ ये વિદાય આપી અને ભૂખરા ને એક કિનારે કર્યો કિનારા ઉપર આવીને ભૂખરા ये સાંતી નિ અનુભૂતિ કરી. અને ત્યાં આરામ કર્યો થોડા સમય ત્યાં રહયો જ હતો અને હજુ થોડું ગમ્યું હતું ત્યાં ફરી એક નવી સફર આવી અને ભૂખરા ને એક કુમળા હાથ ના સ્પર્શ થયા.
એક નાનો બાળક અને હાથ મા લઈ ને ભાગ્યો અને ઘર ના આંગણા મા એક છોડ ને ટેકો આપવા માટે ભૂખરા ને મૂકવા મા આવ્યો ભૂખરા ये ખૂબ મહેનત કરી અને છોડ ને મોટો કર્યો છોડ મોટો થયો એટલે ટેકા ને ભૂલી જવાની પરંપરા તો છેક વરસો थी ચાલી આવે તેમ ભૂખરા ne પણ અવગણવા મા આવ્યો અને છોડ ના વખાણ કરવા મા આવ્યા.
પણ કહેવાય છે કે કર્મ કર ફળ ની ચિંતા છોડ આમ ભૂખરો તેના કાર્ય માથી વગર કોઈ કારણો સર કાઢી નાખવા મા આવ્યો પણ હાર માને એ પર્વત ઉપર થી આવેલા ભૂખરા ભાઈ નઈ. કોઈ જોઈ કે ના જોઈ આપડે તો લડી જ લેવાનું.
મન નિ મોજ અને અને જીવન નિ ખોજ રોજે રોજ આમ ઘણા સમયથી ભૂખરા ભાઈ પડી રહેલા નાના છોડ સાથે સફર આગળ વધી અને એ છોડ મોટુ થયુ ત્યાં સુધી તેના પગ મા પડી રહેલા.
પણ ધીરજ ધરે તેને ધરખમ મળે, તેમ ભૂખરા ને ત્યાં એક વાર એ છોડ જોવા આવેલા શિલ્પકાર ચાલવા ગયા તો તેને ઠેસ વાગી અને નીચે જોયું તો ભૂખરો પડેલો શિલ્પકાર ये પેલા ધ્યાન થી ના જોયું અને આગળ વધ્યા કેમ કે કીમતી વસ્તુ માણસ કે સમય એક વાર જતો રહે પછીથી જ સમજાઈ. હીરા ની પરખ થતા વાર તો લાગે પણ પરખ થયા પછી મૂલ્ય આકી ના સકાય
શિલ્પકાર થોડો આગળ વધ્યો જ હતો ત્યાં પાછો ફર્યો અને જોયું તો ભૂખરા ને ઊચકી લીધો અને ખુશ ખુશાલ થઈ ગયો ભાવુક થઈ ગયો અને તેણે ભૂખરા ને માથે ચઢાવી અને પોતાના બેગ મા લઈ લીધો તે જોઈ રહેલા માળી ये પૂછ્યું ભાઈ તમે આ ભૂખરા પથ્થર મા આવુ સુ જોયું તો ઉછળી પડ્યા?
જવાબ મા શિલ્પકાર ये કહ્યું કે આ એ પથ્થર છે જે નિ મેં એક કીમતી મૂર્તિ બનાવી હતી અને તેમાં એક ભાગ માટે મારે આજ પથ્થર નિ જરૂર હતી હું આ નો મોટો ભાગ એક પર્વત પર થી લઈ આવ્યો હતો અને મે એક मूर्ती નું નિર્માણ કરેલું મૂર્તિ પૂરી તો થઈ પણ ઉપર મુકવા માટે એક ટુકડા નિ જરૂર હતી a માટે ફરી હું તે જગ્યા ये પહોંચ્યો પણ ઘણી શોધખોળ કરી પણ મને આ ભૂખરો પથ્થર મળ્યો નહીં અને હું નિરાશ ફર્યો અને મારી કીમતી મૂર્તિ એક પથ્થર બની પડી રહી કેમ કે માનસ પૂતળું બનાવી સકે છે પણ પ્રાણ નથી પૂરી સકતો તેમ કલા ના પણ નિયમ હોય છે. આજ હું આ! પુરું કરીશ અને એ શિલ્પકાર જતો રહ્યો અને તેને અધૂરી મુકેલી મૂર્તિ નું કામ ચાલુ કર્યું અને એક આબેહૂબ મૂર્તિ નું નિર્માણ થયું અને ઢસડાઈ ઘસાઈ અને આગળ વધેલા ભૂખરા નિ કિંમત કરોડો માં અંકાઈ.



સરળતા,સભ્યતા,આશાવાદ,ધીરજ,અને સાચા ગુરુ નો સાથ માણસ ને સીડી ના બધા પગથિયા પાકા કરાવી સકે છે.


✍🏻 મિલન એ. ગૌસ્વામી