આ વાર્તા એક શિક્ષક અને વિદ્યાર્થીન પ્રમ ઉપરથી લખવામાં આવી છે. એક નાનકડુ ગામ હતુ. તેની અંદર એક પ્રાથમિક શાળા હતી.તેની અંદર ૨૦૦જેટલા વિદ્યાર્થીઓ અને ૬ શિક્ષકો હતા. પણ તેમાંથી એક શિક્ષક તો ખુબજ સારા હતા. તે બધાને હસતા હસતા ભણાવતા અંને માડતા.
અમે તે શિક્ષક ને શંભુસાહેબ કહેતા.તેમનુ જન્મ 18/8/1990ના દરરોજ થયો હતો.તે અંજાર કચ્છ ના હતા.
તે બધાજ વિદ્યાર્થીઓને કહેતા કે" એવું કરવું કે આપણને પણ કામ આવે અને આપણા વંશજોને પણ કામ આવે.
તો અમે કહેતા કે " અમે જે રૂપિયા કમાવશુ તે અમને પણ કામ આવશે અને અમારા વંશજોને પણ કામ આવશે. તો સાહેબ કહેતા કે" વાત સાચી પણ, આપણે જયારે મુર્તયુ પામશુ ત્યારે આપણને ખબર હશે કે ભગવાન આપણને કયો અવતાર આપશે? તો એવા કામ કરવા કે બધાંજ સજીવોને કામ આવે.
એક વર્ષ પછી એક વિદ્યાર્થી બીજી પ્રાઈવેટ શાળા માંથી અહીંયા ભણાવા આવ્યો .તેને કાઈ પણ આવડતું ન હતું. સાહેબે ધારીએ લીધું કે આ વિદ્યાર્થીને હોશિયાર બનાવુ જ છે.
" હોશિયાર ને તો કોઈ પણ ભણાવી લે પણ ઠોઠ ને હોશિયાર બનાવીને ભણાવે એમને સાચા શિક્ષક કહેવાય."
શિક્ષકે વિદ્યાર્થીને હોશિયાર બનાવી દીધું હતું . શિક્ષક અને વિદ્યાર્થી મિત્રો બની ગયા . શિક્ષક વિદ્યાર્થી ને કહેતા કે" આપણે શાળા માં ગુરૂ અને શિષ્ય હશું, પણ શાળા ની બહાર મિત્રો હશુ.
જ્યારે આખા ભારત દેશમાં લોકડાઉન લાગ્યો ત્યારે તે શિક્ષક કે વિદ્યાર્થી ને કહ્યું કે " તને કોઈ પણ ભણવાની વસ્તુઓ જોઈતી હોય તો કેજે ".
પણ મીઠા ઝાડના ફળ ખવાય તેના મુળ ન ખવાય.
જ્યારે તે વિદ્યાથી ને શાળા માંથી વિદાય આપવાનો પ્રોગ્રામ હતો ત્યારે બે જ વ્યક્તિ દુઃખી હતા શિક્ષક અને વિદ્યાર્થી. જ્યારે બંને મળ્યા ત્યારે બંને રણવા લાગ્યા .આ પ્રોગ્રામ જ્યારે દિકરી ના વિદાય નો પ્રોગ્રામ જેવો લાગતો હતો.
સારા કર્મ કરશુતો જીંદગી સુધરી જશે પણ સારા શિક્ષક પ્રાપ્ત કરશુતો જીંદગી સ્વર્ગ બની જશે .
લેખક શ્રી Goswami Jaynath Sanjaynathji