Sharat - 12 in Gujarati Moral Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | શરત - ૧૨

Featured Books
  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

Categories
Share

શરત - ૧૨

(આદિ ગૌરીનો હાથ લાગતાં ઉઠીને ફરી સૂઇ જાય છે પણ અચાનક એનાં પપ્પા કેતૂલભાઈની વાત યાદ આવતાં ગૌરીને સીધું પૂછવાનું નક્કી કરે છે.)

****************************

આદિ પથારીમાં પડ્યો પડ્યો પરીના માથું હળવેથી પસવારતા પસવારતા ગૌરીની રાહ જોતો હોય છે પણ ગૌરી તો તૈયાર થઇને ક્યારની રસોડામાં પહોંચી ગઇ હોય છે. પરી ઉઠી જાય છે અને આંખો ખોલી હળવા સ્મિત સાથે આદિને જોતી હોય છે પણ ગૌરીને ન જોતાં "મમા...મમા.." કરી રડવા લાગે છે. આદિ એને શાંત કરવાનો પ્રયત્ન કરે છે પણ એ ગૌરી સૂતેલી એ દિશામાં આંગળી ચીંધી રડે છે એટલે આદિ એને નીચે લઇ આવે છે અને પરીને ગૌરીને આપે છે. ગૌરી પરીને વ્હાલ કરી છાની રાખે છે. આદિ કંઈક પૂછવા જાય છે પણ મમતાબેન ગૌરીને બોલાવી લે છે. સાંજે વાત કરીશ એમ વિચારી આદિ ઑફિસ જતો રહે છે.

મમતાબેને કરેલી વાત યાદ રાખી આખો દિવસ આદિ નિયતીથી દૂરી બનાવી રાખે છે. એ જોઈને નિયતીને લાગે છે કે આદિ હજુ તેને ભૂલ્યો નથી. મનમાં ક્યાંક છૂપાઇ ગયેલી એ લાગણી ફરી મને જોતાં સપાટીએ આવી ગઇ લાગે છે એટલે જ એ મને અવગણી રહ્યો છે. મારે જ એને સહજ કરવો પડશે, વાત કરવી પડશે એમ કરી એ આદિની કેબિનમાં પહોંચે છે.

"આદિ, ઈગ્નોર કેમ કરે છે?"

"ઈગ્નોર! એવું કંઈ નથી."

"સવારથી જોઉં છું તું કતરાયેલો, દૂર રહેવાનો પ્રયત્ન કરે છે."

"એવું કંઈ નથી. ઓફિસમાં કામ હોય તો કોઈવાર વાત ન પણ થાય."

"હું કાલે સાંજે તારા ઘરે આવી એ ન ગમ્યુ?"

"એવું કંઈ નથી. નિયતી મારે ઘણું કામ છે તો પ્લીઝ..."

"ઓકે... પણ તું મારી સાથે વાત કરજે, નારાજ ના થતો. મને તારી જરૂર છે. મારે ઘણી અગત્યની વાત કરવી છે. લંચ ટાઈમમાં સાથે લંચ કરીએ?"

આદિ ના ન પાડી શક્યો.

આ તરફ મમતાબેન,
"અરે ગૌરી, આ આદિ તો ટિફિન જ ભૂલી ગયો. હવે શું થશે? એ બહારનું ખાશે નહીં, મારો દિકરો ભૂખ્યો રહેશે. કોને મોકલું? કોઈ છે પણ નહીં. તું જઈશ એની ઓફિસે?"

"હું! પણ મેં તો એમની ઓફિસ જોઈ જ નથી."

"હું સરનામું આપું છું ને. આદિ ભૂખ્યો રહેશે એટલે..."

"પણ પરી?" આદિ ક્યાંક એને ઓફિસમાં જોઇ ગુસ્સે ન થઈ જાય અથવા એને ખરાબ ન લાગે એ વિચારે ગૌરીએ પૂછ્યું.

"પરીને હું સાચવી લઈશ અને આદિને પણ ફોન કરી દઇશ. તું તૈયાર થઇ જા."

પહેલીવાર આદિની ઓફિસે જવાની હોવાથી ગૌરી સરસ તૈયાર થાય છે. આદિ ઓળખાણ કરાવે તો કંઈક તો સારું દેખાવું જોઈએ. હળદરિયા - મરુન રંગની બાંધણી, મેચિંગ પાટલો, બંગળીઓ, ડાબા હાથમાં ઘડિયાળ, કપાળે મરુન મધ્યમ બિંદી, ગળામાં મંગળસૂત્ર સાથે ડેલિકેટ, ઓથેન્ટિક સેટ, કાનમાં મેચિંગ ઈયરીન્ગ્સ.

મમતાબેન પાસે સરનામું અને ટિફિન લઈ સોસાયટીના ગેટ પાસેથી રિક્ષા પકડે છે.

લંચ ટાઈમમાં નિયતી આદિની કેબિનમાં આવી પહોંચે છે. આદિ હજું કામમાં વ્યસ્ત હોય છે. એ આદિને બોલાવે છે પણ આદિ કહે છે એણે એક ફાઇલ કંમ્પ્લીટ કરવાની છે તો એ શરું કરે જમવાનું પણ નિયતી માનતી નથી એ ફાઈલ બંધ કરી દે છે અને આદિના હાથ પકડી લે છે. આદિ ઉભો થઇ જાય છે.

"આદિ, તારાથી દૂર ગયા પછી મને ખબર પડી કે તું મારો સૌથી સારો મિત્ર હતો. મિત્ર કરતાં પણ વિશેષ જે મને સમજતો હતો, મને પ્રેમ કરતો હતો. મેં એ જિંદગી પાછળ છોડી દીધી છે. હું પણ તને ચાહવા લાગી છું. હું જાણું છું કે તું હજી પણ મને ચાહે છે. શું આપણે નવી શરૂઆત ન કરી શકીએ?" નિયતી એની એકદમ નજીક જઈને બોલી.

કેબિનના ડોર પાસે ઉભેલી ગૌરીએ બધું સાંભળ્યું. અચાનક જ આદિએ તેને જોઈને પોતાના હાથ છોડાવી દીધા.

"તારા ઘરનાં નોકરને સેન્સ નથી કે નૉક કરીને આવવું જોઈએ!" નિયતી થોડી અળગી થતી બોલી.

ગૌરીએ ડોર નૉક કર્યું હતું પણ પ્રત્યુતર ન મળતાં એ કેબિનમાં પ્રવેશી. નિયતીની વાતો સાંભળી એ સ્તબ્ધ થઈ ગઈ પણ ન સાંભળી હોય એમ ડેસ્ક પાસે આવી બોલી, "તમારું ટિફિન."

"હા" ગૌરીએ સાંભળી લીધું હશે કે કેમ એ અસમંજસમાં આદિ માત્ર એટલું જ બોલ્યો.

"ટિફિન આપી દીધુંને હવે જાવ." વાત પૂરી ન થતાં ધૂંધવાયેલી નિયતી બોલી.

"મારે ટિફિન સાથે લઇ જવાનું છે." નિયતીને ઈગ્નોર કરી ગૌરીએ આદિને જોઇ કહ્યું.

"હમમમ્.. હું જમી લઉં."

ગૌરી સર્વ કરવા જતી હતી પણ નિયતીએ એને રોકી પોતે સર્વ કરવા લાગી. આદિ ચૂપચાપ જમવા લાગ્યો. ગૌરી ચૂપચાપ સોફા પર બેસી વિચારવા લાગી કે તે શું કામ રોકાઇ? એણે તો ટિફિન આપીને જતું રહેવું જોઈતું હતું. આદિ પર એને કોઈ ગુસ્સો નહોતો પણ નિયતીનું વલણ એને ખૂચ્યુ કે આદિની ચુપ્પી‌ પણ કેમ? એ વિચારતી એ બેસી રહી.

કદાચ એણે આદિનું વર્તન જોવું હતું. એણે એનું મન કળવું હતું. એણે જાણવું હતું કે આદિના મનમાં શું છે? ત્યાં જ કોઈ અંદર આવ્યું,

"આદિ જમી લીધું આપણી મિટિંગ છે."

"હા." નિયતીએ જવાબ આપ્યો.

ગૌરી તરફ જોઈ એ વ્યક્તિએ ઈશારાથી પૂછ્યું પણ આદિ કંઈ પણ કહ્યાં વગર જતો રહ્યો. ગૌરીને દુઃખ થયું કે એ કંઈ ન બોલ્યો, ન ત્યારે જ્યારે નિયતીએ એને કામવાળી કહી, ન એનાં કલિગને. આદિ કદાચ કોઈને કહેવા નહોતો માંગતો કે એ એની પત્ની છે. દુઃખી મને એ ટિફિન લઈ ત્યાંથી નીકળી ગઇ.

ઘરે આવી રસોડામાં ટિફિન મૂકી રૂમમાં જતી રહી. બાલ્કનીમાં બેસી ને એક આંસુ ગાલ પર રેલાયું. આદિને ખબર નથી કે એ એની નિયતી માટેની લાગણી જાણે છે તો આદિ સાથે સીધી વાત કેમ કરવી? આદિ સાથે વાત કરવી કે ન કરવી. શું કરવું શું ન કરવું એને ન સમજાયું.

(ક્રમશઃ)