પ્રકરણ 7 : રાશિ બોલે છે.
હું રાશિ, નાનપણ માં મારા પપ્પાએ જ્યોતિષ પાસે રાશિ જોવડાવ્યા વિના જ મારું નામ રાશિ પડી દીધુ. મૂળ શહેર મારુ જામનગર પણ નૃત્ય શીખવા હું વડોદરા આવેલી, અને શીખતાં શીખતાં શીખવાડવા લાગી.
તે દિવસે જ્યારે હું સમય ને મળેલી ત્યારે એનું નામ હું નહોતી જાણતી, પણ જાણ્યા પછી લાગ્યું કે એનું નામ વ્યક્તિત્વ પ્રમાણે યોગ્ય હતું. વરસતા વરસાદ માં એ ભીંજાઈને ત્યાં ઉભેલો. એની આંખ માં કોઈ શાંત સમુદ્ર છુપાયેલો હતો. પણ એ કોઈ વિશાળ તોફાન ને સમાવીને બેઠેલો પણ હોઈ શકે. એણે કોઈ કંપની નો યુનિફોર્મ પહેર્યો હતો જે એના પહેરવેશ પરથી લાગતું હતું. આસપાસ ના બધા લોકો ને ઉતાવળ હતી કે ક્યારે આ વરસાદ બંધ થાય અને પોત પોતાના કામ પર રવાના થાય પણ એ એકલોજ જાણે દુનિયાનો બધો સમય સમાવીને બેઠો હોય એમ વરસાદ ને નિહાળી રહ્યો હતો.એની આંખ પર એના ઘેરા નેણ નો પહેરો હતો. એના ઘઉંવર્ણ ચહેરા પરના ઝાકળબિંદુ એના ચહેરા ના તેજ ના લીધે આગિયા નું રૂપ લઇ રહ્યા હતા. થોડીવાર એ મારી તરફ પણ જોઈ રહ્યો હતો. મારી નજર પણ એના તરફ ગઈ અને વરસાદ વરસતો બંધ થયો. મારે ડાન્સ ક્લાસ જવાનું હતું અને જવા માંટે બસ પકડવાની હતી.હું ઉતાવળે પગલાં ભરી ત્યાંથી નીકળી ને મારા ડાન્સ કલાસ પર પહોંચી.
હું દરેક ઉમર ના લોકો ને કથક નૃત્ય શીખવતી. એમને શીખવતા હું પણ ઘણું શીખતી નૃત્ય માંરૂ passion હતું જે મને સંતોષ આપતું. એમ કહું તો એ મારો બીજો પ્રેમ હતો.કેમકે મારો પહેલો પ્રેમ હતો મારા શિવ. હજુ સુધી એક પણ દિવસ એવો નહીં હોય જે દિવસે મેં શિવ ની પ્રાથના વિના શરૂ કર્યા હોય.હું વડોદરા આવી ત્યારે પહેલા હું ભાષા ને મળી જે એકટિંગ શીખી રહી હતી. ભાષા જેની કોઈ ભાષા નહોતી કેમકે ઘણી વખત એ શું બોલે એ એને પણ ખબર ના હોય. ઘણી વખત એકલા એકલા બબડયા કરે. એને એકટિંગ નો શોખ, ઘણા ડ્રામા માં એ ભાગ લે. અમે ત્રણ જણિયું શિવ મંદિર સામે આવેલા એપાર્ટમેન્ટ માં રહેતી. હું, ભાષા અને સ્વાતિ. સ્વાતિ અમારા ત્રણ માં સૌથી ઓછું બોલતી, હું મધ્યમ, અને ભાષા ના ફકરાઓ પાછળ ફકરાઓ જોડાઈ જતા.
સ્વાતિ એક IT કંપની માં જોબ કરતી. એના વિશે કહું તો એ ઠંડા સ્વભાવ ની, પાંચ મિનિટ ના કામ માં એ પચાસ મિનિટ કરે. પણ જમવાનું બનાવવા માં એની ફાવટ. ગુજરાતી ટ્રેડિશનલ વાનગી લાપસી પણ એ બનાવી નાખે.એમ કહું તો ખોટું નહીં કે સ્વાતિ એટલે સ્વાદ ની દેવી.
એ દિવસે બસ ની રાહ જોઇને હું ઉભી હતી. અચાનક મને એક મોટો અવાજ સંભળાયો. થોડે દુર એક અકસ્માત થયો હતો.મને દૂર થી જાણીતો યુનિફોર્મ દેખાયો અને હું એ તરફ ગઈ. ઘટના સ્થળની આસપાસ લોકોનું ટોળું થઈ ગયું હતું. આ એજ ચહેરો હતો જે મેં બે દિવસ પહેલા સેન્ટ્રલ બેંક પાસે જોયેલો. એ શાંત ચહેરો આજે વધારે શાંત હતો જાણે કોઈ સપના ની દુનિયા માં ખોવાયેલો હતો. એના મરુંન રંગના યુનિફોર્મ માં એનું લાલ લોહી પ્રવેશી રહ્યું હતું.એની જૂની બાઈક ત્યાં બાજુમાં પડેલી હતી. મે તરત એમ્બ્યુલન્સ ને call કર્યો.થોડીવાર માં એમ્બ્યુલન્સ આવી ગઈ અને મારી બસ પણ. હું ત્યાંથી નીકળી ગઈ અને મારા ઘરે પહુચી.
હું : ભાષા, આજે મેં એક accident જોયું. બઉ ખતરનાક હતું.
ભાષા : કયા, કોનું ?
હું : બસ સ્ટોપ પાસે હું ઉભી તી એક છોકરા નું બાઈક ડિવાઈડર પર ચડી ગયું. એનો હાથ લોહી લોહાણ થઈ ગયો હતો. એ છોકરાને મેં પેલા પણ એકવાર જોયેલો.મેં એમ્બ્યુલન્સ ને કોલ કર્યો. I hope કે એ ઠીક હશે. ત્યાં તો એ બેભાન જ હતો.
ભાષા : ક્યાં જોયો હતો તે એને ?
હું : આયા વૃંદાવન પાસે સેન્ટ્રલ બેંક.
ભાષા : સારું જ હશે એને હવે.
બીજા દિવસે હું રોજની જેમ શિવ મંદિર ગઈ. હું જેનું accident થયું હતું એ છોકરા માટે આંખ બંધ કરી શિવ ની પ્રાથના કરી રહી હતી. જેવી મેં આંખ ખોલી એ ચહેરો દેખાયો અને હું હસી. પ્રાથના કરીને હું પગથિયાં ઉતરી. એ જાણે મારી રાહ જોઈ રહ્યો હોય એવું મને લાગ્યું. એના હાથ માં પ્લાસ્ટર નો પટ્ટો હતો. એ દિવસે એના નામની મને ખબર પડી
હું : ભાષા, પેલો accident વાળો છોકરો મળ્યો તો મને.
ભાષા : ક્યાં ? શુ નામ છે એનું ? કેમ છે એને હવે ? ( ભાષા એ સવાલો નો વરસાદ કર્યો )
હું : સમય નામ છે એનું. એને હાથ માં પ્લાસ્ટર હતું અને માથા માં થોડું લાગ્યું હતું. આજે મેં ડાન્સ જોવા માટે આવવા કહ્યું છે. શુ ખબર આવશે કે નહીં ?
ભાષા : એવું, તને આ સમય માં વધારેજ રસ હોય એવું લાગે છે.
હું : ના, એવું નથી. હા, છોકરો સારો છે. maybe..
ભાષા : ઓહો,તો તો સમય, સમયસર આવે તો સારું.
એ રાતે ઇવેન્ટ પછી હું ફરી સમય ને મળી. થોડી વાતો પણ કરી. એનો એ શાંત ચહેરો જોઈ ને કોઈ પણ મોહિત થઈ જાય.એની વાતો પરથી એ થોડો funny પણ લાગ્યો અને જ્યારે એ જઇ રહ્યો હતો ત્યારે એમ થયુ કે એને કહું : હજુ થોડો સમય.
એ દિવસ પછી ઘણા દિવસ વિત્યા. ક્યારેક થતું કે એની સાથે કોલ પર કે મેસેજ પર વાત કરું પણ હું વધારે desperate દેખાવા નહોતી ઇચ્છતી. સમય વિતવા લાગ્યો પણ એને ફરી મળવાની ઈચ્છા હજુ હતી.
એ દિવસે રાતે જમીને હું મારી બાલ્કની માં ઉભી હતી. પૂનમ નો આખો ચંદ્ર દેખાઈ રહ્યો હતો. શિવ મંદિર ના ફળીયા માં ઘણા લોકો હતા.એક વ્હીલચેર મંદિર ની અંદર પ્રવેશી અને ફરી એ ચહેરો મને દેખાયો. એની હાલત જોતા લાગ્યું કે સમય નો ખરાબ સમય
ચાલી રહ્યો છે. હું એને જોઈ રહી. એણે ઘડીક આકાશ માં જોયું પછી ખિસ્સા માંથી એનો ફોન કાઢ્યો, અને કઈક વિચારવા લાગ્યો. થોડી વારમાં મારા ફોન ની message tune સંભળાઇ. એણે લખ્યું હતું,Hey
મેં એને કોલ કર્યો. અને પૂછ્યું ફરી ક્યાં લગાડ્યું ?
સમય : શુ ?
હું : આ પગ માં શું લગાડ્યું ?
એ મને શોધતો આસપાસ જોવા લાગ્યો
સમય : ક્યાં છે તું ?
હું . સામે એપાર્ટમેંટ ના સેકંડ ફ્લોર પર જો.
એની આખો મને શોધતી મારી આંખો સામે આવી. હું એની સામે જોઈ ને હસવા લાગી.
"આ, રાત એ ચંદ્ર ની જ સફર છે,
તારી અસરની હવે કોઈ અસર છે,
રાહ જોઈ રહી છું, હું તારા તારા શબ્દો ની,
તારી આંખ ની તો મારી નજરને ખબર છે "