An innocent love - 35 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 35

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

An innocent love - Part 35

પાછળના ભાગમાં આપણે જોયું કે...


"પણ કેમ ભાઈ?" રાઘવની સાથે બીજા બાળકોને પણ કઈ સમજાઈ રહ્યું નહોતું.

"હા કહું છું તમને બધાને", હવે બધી વાત સાચે સાચી કહ્યા સિવાય કોઈ છૂટકો નથી એવું વિચારતો કિશોર એના મિત્રો સામે નજર કરતા બોલ્યો.

બધા છોકરાઓની નજર કિશોર સામે ખોડાંગાયેલી હતી. આ બધું કેમ કરવામાં આવ્યું હતું તે રહસ્ય જાણવા માટે દરેકના કાન અધીરા બન્યા હતા.

ત્યાંજ રિસેસ ખતમ થયાનો બેલ સંભળાયો. અને બધાના મોં ઉપર જાણે નિરાશાના વાદળો ઘેરાઈ ગયા.

હવે આગળ.......


વગડિયા ભૂતના રહસ્ય ઉપરથી પડદો ઉઠવાનો હતો ત્યાંજ આ રિસેસની ઘંટડીએ રંગમાં ભંગ પાડતા બધા બાળકોના ચહેરા મુરઝાઇ ગયા.

"ચાલો બધા જલ્દી, નહીતો સમયસર ક્લાસમાં નહિ પહોંચીએ તો માસ્તર સાહેબ બધાને સજા કરશે", મીરા બોલી.

પણ દરેકની નજરો હજુ પણ કિશોર તરફ મંડાયેલી હતી.

"હા મીરા સાચું કહે છે. અત્યારે આપણે બધા ક્લાસમાં જઈએ. સ્કૂલથી છૂટીને હું તમને બધાને આં વાતનું રહસ્ય જણાવીશ", કિશોર બધાની આંખોમાં રહેલ પ્રશ્ન સમજતા બોલ્યો.

બધા મિલમાંથી ઝડપથી નીકળ્યા અને સ્કૂલમાં પ્રવેશતાની સાથેજ પોતાના ક્લાસ તરફ ભાગ્યા. ક્યારે સ્કૂલ ખતમ થાય અને બધાને રહસ્ય જાણવા મળે તે વિચારી રહ્યા.

આખરે બધાની આતુરતાના અંત સમો સ્કૂલ છૂટવાનો બેલ પડ્યો અને બધા બાળકો ભાગતા બહાર નીકળ્યા અને કિશોર અને તેના મિત્રોની આવવાની રાહ જોઈ રહ્યા.

સ્કૂલની થોડે દૂર આવેલ સીમમાં આવેલા સુંદર વનરાજી સમાં વૃક્ષો નીચે બધાએ અડ્ડો જમાવ્યો હતો.

એક ખોંખારો ખાતા કિશોરે પોતાની વાતની શરૂઆત કરી.

"વગડિયો ભૂત એવું કંઈ હતું જ નહિ. આ બધું અમે મોટા છોકરાઓએ ગતકડું બનાવ્યું હતું. તમે નાના બાળકો હમેંશા અમારા મોટા છોકરાઓ સાથે રમવાની જીદ કર્યા કરતા હતા માટે અમે લોકોએ વગડિયા ભૂતની આખી કહાની ઉપજાવી હતી.

એક દિવસ સાંજે અમે મોટા છોકરાઓએ આ બંધ પડેલી મિલની અંદર શું છે તે જોવાનું નક્કી કર્યું હતું. જેવા અમે અંદર ગયા ત્યાંનું વિશાળ મેદાન જોયું અને અમને બધાને તે ક્રિકેટ રમવા માટે એકદમ યોગ્ય અને સરસ જગ્યા લાગી.

ત્યાંજ ત્યાં આવેલ પેલા બંધ મકાનની અંદરથી અજીબ અવાજો આવવા લાગ્યા. થોડીવાર માટે તો અમે લોકો ડરી ગયા હતા પણ આખરે હિંમત ભેગી કરી અમે લોકો અંદર ગયા અને ત્યાં જઈ ખબર પડી કે તે અવાજો તો અંદર પોતાના બચ્ચાઓ સાથે ઘર કરી રહેલ બિલાડીને કારણે આવી રહ્યા હતા. તે જોઈ અમારો ડર દૂર થઈ ગયો અને અમે લોકોએ અહી મિલમાં આવેલ મેદાનમાં ક્રિકેટ રમવા આવવા માટે નક્કી કર્યું.

પણ ત્યાજ અમને લોકોને વિચાર આવ્યો કે અમારી પાછળ તમે નાના બાળકો પણ જરૂર રમવા આવશો અને બીજી રમતની જેમ તમે લોકો અમને ક્રિકેટ પણ શાંતિથી નહિ રમવા દો. માટે તમને ડરાવવા માટે જ અમે આ વગડિયા ભૂતની કહાની બનાવી દીધી જેથી તમે લોકો તે મિલમાં અમારી સાથે રમવા જવાની જીદ કરો નહિ અને અમે અમારી રીતે રમી શકીએ.

એટલે અમે લોકો જ્યારે પણ ત્યાં રમવા જતા તમને એવું કહેતા કે અમારામાંથી એક મિત્રને ભૂત ભગાડવાનો મંત્ર આવડે છે", એકી શ્વાસે આખી વાત બોલીને કિશોર રોકાયો અને બધાના ચહેરા ઉપર નજર ફેરવવા લાગ્યો.

બધા બાળકો અસમંજસમાં પડી ગયા હતા. કિશોરની આં વાતથી કેવો પ્રત્યાઘાત આપવો તે લોકોને સમજાઈ રહ્યું નહોતું. આટલા દિવસો સુધી મોટેરાઓ એ એમને ઉલ્લુ બનાવ્યા હતા તે વાતનો રોષ એમના ચહેરા ઉપર સાફ ડોકાઈ રહ્યો હતો.

"અરે બાળકો ગુસ્સે થઈ ગયા કે શું?" અચાનક આવેલ અવાજથી બધાનું ધ્યાન ભંગ થયું અને બધાની નજર અવાજની દિશા તરફ ગયું.

ત્યાંજ બાળકો જે જગ્યાએ બેઠા હતા તે મોટા વડના ઝાડ પાછળથી મનોહર ભાઈ બહાર આવ્યા. તેમને જોઈ બધા આશ્ચર્ય પામી ગયા અને બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)