jajbaat no jugar - 32 in Gujarati Fiction Stories by Krishvi books and stories PDF | જજ્બાત નો જુગાર - 32

The Author
Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

જજ્બાત નો જુગાર - 32

પ્રકરણ ૩૨



કપડાં પર લોહીના છાંટા ઊડ્યા હોય એવા ડાઘ રેલાયેલા હતાં. એક પણ શબ્દ મોં માંથી નિકળી શકતો ન હતો મોં માં ડૂમો બાઝી ગયો હતો. અંતરાની આંખોથી જાણે બધું જ સમજી ગઇ હોય એમ કલ્પના તેને ભેટીને એમની પીઠ પ્રસરાવી રહી હતી. પીઠ પ્રસરાવી હિંમત આપતી હોય એમ એકબીજાની આંખોમાં આંખ પરોવી આંખો જ વાતો કરી રહી હતી.

હવે આગળ
અંતરા હિબકા ભરી રહી હતી. તેને શાંત કરવા કલ્પના મથામણ કરી રહી હતી. તે શાંત થવા પ્રયાસ કરી રહી હતી. એક પણ વેણ સમજાતું ન હતું. મ.. મે... મેં કંઈ.....નોત... નોતું... કરવું...પણ...પણ...પણ..અચા...અચાન....‌.અચાનક.....જ.....ટ્ર......ટ્રક........અ....આવ્......આવ્યો....અન.....અને........મ....મા....મારા......પ....પપ્......પપ્પા.....પપ્પાનું....... 'હાં શું થયું તારા પપ્પાને? બોલ ગભરાયા વગર બોલ' મ....મારા..... પપ્પા..... પપ્પાનું..... ફરીથી અટકી ગઈ. કલ્પના સવાલ કરી રહી હતી અને અંતરા મોં પર પપ્પા નામનું તાળું લગાડી રડતી રડતી બોલી રહી હતી. કલ્પના વલોપાત રોકવા પ્રયાસ કરી રહી હતી.
કલ્પના સત્ય જાણવા આતુર હતી. પણ દિકરીની વ્યથા બરાબર થાય તેની રાહ જોવી પડે એવું એ સમજતી હતી. અંતરાને શાંત કરી પાણી પાયું. ગળું ખંખેરી બોલી અંતરા બોલવા પ્રયત્ન કર્યો અને કહ્યું કે મારા પપ્પાનું એક્સીડન્ટ થયું છે. તેને સ્મીમેર હોસ્પિટલમાં મારા મિત્રોની મદદથી દાખલ કર્યા છે.
કલ્પના અત્યાર સુધીના બધાં આધાતનો જાણે પ્રત્યાઘાત રૂપે સજા મળતી હોય એવું લાગ્યું. એ અનાયાસે જ ભગવાન સાથે વાતો કરતી હોય એમ બોલી પડી વાહ.... હજુ તું થાક્યો નથી, મારી કસોટી કરવી છે? તો કર કસોટી મારી કઈ કસોટીમાં તું મને નાપાસ કરીશ? ગઈકાલની કે આવતીકાલની. તારે જેટલી કસોટી કરવી હોય એટલી કરી લે. વ્હાલા પણ સામે હું તને પણ પડકાર રૂપી કસોટી આપું છું તારામાં તેવડ હોય એટલી કસોટી કરી લે. હું હાર તો માનીશ જ નહીં.
' મમ્મી મારે તને એક વાત કહેવી છે ' અંતરા થોડા ડરતાં ભાવ સાથે બોલી.
અત્યારે નહીં, પછી શાંતિથી વાત કરજે. પૂરાં જોશથી પોતાની જાતને શાંત રાખી કલ્પનાએ તેના પપ્પા પ્રકાશભાઈને કોલ લગાવ્યો. વળી કંઈક યાદ આવ્યું હોય એમ કોલ કટ્ટ કરી. કલ્પેશને કોલ કર્યો. આજ ખુમારી અને ખુદ્દારી નીચે મૂકી કલ્પના હિંમતભેર બોલી, અત્યાર સુધી ઘણા ઉપકાર કર્યા છે ભાઈ, હજુ એક ઉપકાર તારે કરવાનો છે. તું જ ના પાડે છે બાકી તો તું માંગે અને હું ન આપી શકું તો મારું ખાનદાન અને ખાનદાની બધું લાજે. કલ્પેશ ખુમારીથી બોલ્યો. બોલ બોલ બેન માંગેને ભાઈ ન આપી શકે તો આ સંબંધ લજ્જાય.
તારાં જીજુનું એક્સિડન્ટ થયું છે મને વધારે કંઈ ખબર નથી. પણ તે હાલમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં છે. તું ત્યાં જા પૈસાની જોગવાઈ તારે કરવાની છે એવું સમજી લે. જીવનની કઠોરતા હવે હદ વટાવી ગઈ હોય એમ કલ્પના આગળ કશું બોલી જ ન શકી.
કલ્પના ફટાફટ તૈયાર થઇ ઘરેથી નીકળી. અંતરાને કહેતી ગઈ. તું ટેન્શન ન લેતી હરિ મારી સાથે રહેશે.
હોસ્પિટલમાં પહોંચીને કલ્પેશને કોલ કર્યો. તું ક્યાં છે? બ્લડબેંક વિભાગ બાજુ આવ. હું ત્યાં જ ઉભો છું. પણ સાંભળ તું જ્યાં હોય ત્યાં થી ભાણીને કોલ કરી વિગત પૂછી લે કે શું થયું હતું. ડૉક્ટરે અહીં પોલીસ બોલાવી છે. એક્સિડન્ટ કેસ છે તો બધી પુછપરછ થશે. આઈ.સી.યુ.માં અત્યારે એન્ટ્રીની સખત મનાઈ છે. જ્યાં સુધી પોલીસ આવીને જબાની ન લેય ત્યાં સુધી કોઈને પણ એન્ટ્રી નથી કરવાની એવું ડૉક્ટરે કહ્યું છે.
કલ્પેશે, પ્રવિણભાઈ તેમજ બધાને વાત કરી સજાગ રહેવા કહી દીધું. ધીરુકાકાનો છોકરો વકીલ છે. તેને પણ ઈન્ફોર્મ કરી બોલાવી લીધો હતો.
અંતરાના મનમાં હજુ ગુંચવણ ચાલતી હતી. શું કહીશ? કેમ એક્સિડન્ટ થયું. શું આ બધા પાછળ મને જવાબદાર ગણવામાં આવશે? અનેક સવાલો સામે જવાબ શૂન્ય.
કલ્પના ઉભી ઉભી કાચ માંથી વિરાજને તાકતી હતી. એટલામાં પાછળથી બે પોલીસ આવ્યા અને બોલ્યા વિરાજ વિરાણી ? કલ્પનાએ માથું ધુણાવી હામાં જવાબ આપ્યો. પરંતુ વિરાજ આઈ.સી.યુ.મા અને બેહોશ હોવાથી પોલીસ કંઈ પણ કહ્યા વિના ત્યાંથી ચુપચાપ નિકળી ગઈ.
પછી તરત જ અંતરાને કોલ કર્યો અને હોસ્પિટલ પહોંચવા કહ્યું. એટલામાં ત્યાં વકીલ અને બધાં જ મોભાદાર વ્યક્તિઓ આવી ચુકી હતી. હાલાત કેટલી ગંભીર છે એ કોઈને અંદાજો પણ ન હતો.
' એક્સિડન્ટ કઈ રીતે થયો ભાણી ?' કલ્પેશના અચાનક સવાલનો શું જવાબ આપવો. શબ્દો ગોઠવવા પ્રયત્ન કર્યા પણ અંતરા કશું બોલી શકી નહીં. કલ્પેશની સામે નજર મીલાવી વાત ન કરી એટલે કલ્પેશને વાતનો તાગ મેળવવા બહુ પ્રયત્નો ન કરવો પડ્યા.
કલ્પેશે કલ્પનાને એક બાજુ બોલાવી. જેવી બોલાવી તુરંત જ અંતરાના ગભરામણના હાવભાવ ચહેરા પર દેખાય આવતા હતા. હાથ પગે ધ્રુજારી ઉપડી ગઈ હતી. તેની આંખોમાંનો ડર સાફ સાફ દેખાઈ રહ્યો હતો.
'આ ડૉક્ટર મારો ફ્રેન્ડ છે, તેણે મને બધી વાત કરી છે કે આ એક્સિડન્ટ થી વધારે છે. મડરનો પ્રયાસ થયો હોય એવું લાગી રહ્યું છે પરંતુ આ વાતની જાણ અત્યારે કોઈને થવી ન જોઈએ' કલ્પેશે કલ્પનાને મોબાઈલ જોડતાં જોડતા કહ્યું.
કલ્પનાએ અંતરા તરફ જોઈ શાંત રહેવા આંખોથી જ ઈશારો કરી કહ્યું.
'અંતરાને એક ખૂણામાં લઈજા અને પૂછવા પ્રયત્ન કર કે એવું શું થયું હતું કે વિરાજ આજ આ પરિસ્થિતિમાં છે. ડૉક્ટરના કહેવા મુજબ કોઈ એ વિરાજ પર ચપ્પુ વડે મારવાનો પ્રયાસ કર્યો છે. થોડીવારમાં પોલીસ ફરીથી આવશે અને બધાંને અલગ અલગ સમયે અલગ અલગ રૂમમાં સવાલો કરશે. જો એક પણ સવાલનો જવાબ બરાબર નહીં લાગે તો એકને એક સવાલ વારંવાર પૂછાતા જવાબમાં ફેરફાર પડ્યો તો સાબિત થઈ જશે જે સત્ય હશે તે' કલ્પેશે ફરી આગાહ કરતા કલ્પનાને કહ્યું.
એટલામાં વિરાજને હોંશ આવ્યો. અને વાવાઝોડામાં પવનની અફરાતફરી મચી જાય તેમ અંતરાના મનમાં અફરાતફરી મચી ગઇ.
પપ્પા બધાને સાચું કહી દેશે તો મને જેલમાં જવું પડશે. મારી કારકિર્દી બનતા પહેલા જ મારું જીવન વેરવિખેર થઈ જશે. મારા ભવિષ્યમાં તો ઘોબા પડી જશે.

કલ્પેશે ડૉક્ટરને બોલાવીને જણાવી દીધું કે વિરાજને હોંશ આવી ગયો છે. તમે પોલીસને બોલાવી તેને જાણ કરી દો. ત્યાં તો અંતરાનો ગભરામણનો પારો ૧૯૦° બીપીએ ચડી જાય એમ શ્વાસ અધ્ધર ચડી ગયો. તેણે કલ્પનાનો હાથ પકડી આજીજીના સ્વરે કહ્યું મમ્મી મારે તને એક વાત કહેવી છે. કલ્પનાએ ફરીથી કહ્યું અત્યારે નહીં પછી તું શાંતિ રાખ.
એટલામાં તો પોલીસ પણ આવી ગયા. પોલીસ અને એક હવાલદાર બંને એક સાથે આઈ.સી.યુ. રૂમમાં દાખલ થઈ તુરંત જ આઈ.સી.યુ. રૂમનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. હવાલદાર પાસે હાથમાં રાખી શકાય એવું એક ટેપ રેકોર્ડર હતું. વિરાજ, પોલીસ અને હવાલદાર સિવાય કોઈને અંદર દાખલ થવાની પરવાનગી ન હતી.
કાચની આરપાર બધું સાફ દેખાતું હતું. વિરાજ કાચ માંથી અંતરા સામે જોઈ કંઈક બોલી રહ્યો હતો્ આ જોઈ અંતરા હવે વધારે વધારે ગભરામણ સાથે બંને આંખો માંથી અશ્રું પ્રવાહ સતત વહી રહ્યો હતો. અંતરા વિરાજની સામે આજીજી ભરી નજરે જોઈ રહી હતી. અંતરાને એમજ લાગી રહ્યું હતું કે વિરાજ એમનાં વિશે જ વાત કરી રહ્યો છે.
પોલીસ બહાર નીકળી બધાંની સામે એક પછી એકને ગુનેગારની જેમ જોઈ રહ્યા હતા.
પોલીસ તો જતા રહ્યા. ગયા તુરંત જ ડોક્ટરે વિરાજની તપાસ કરી બહાર આવીને કહ્યું. કલ્પેશભાઈ, કોઈ બે વ્યક્તિ મારા કેબિનમાં આવો મારે મહત્વની વાત કરવી છે. તુરંત જ કલ્પેશે કલ્પનાને સામે જોઈ હાથનાં ઈશારા થી કહ્યું આપડે બંને જઈએ. કલ્પનાએ આંખનાં ઈશારાથી હકારાત્મક અભિગમ આપ્યું.
બંને ડોક્ટરની કેબિનમાં ગયા. થોડીવાર પછી બહાર આવ્યા. કલ્પનાએ અંતરા સામે જોયું અને અંતરા બેહોશ થઈ હેઠી પડી ગઈ.

અંતરા કેમ બેહોશ થઈ ગઈ હશે?
વિરાજ પર ચપ્પુ વડે કોણે હુમલો કર્યો હશે?
ડૉક્ટરે કલ્પેશ અને કલ્પનાને શું કહ્યું હશે?

ક્રમશઃ.....