અતીતરાગ-૨૩
આર.ડી.બર્મન મહમ્મદ રફીને નફરત કરતાં હતાં
આર.ડી.બર્મને મહમ્મદ રફીની કેરિયર બરબાદ કરી.
આર.ડી.બર્મને મોટા ભાગના ગીતો કિશોરકુમાર પાસે ગવડાવ્યા અને મહમ્મદ રફીને કયારેય કોઈ મોટી તક આપી.
આવાં કંઇક આરોપ લાગ્યાં છે આર.ડી. બર્મન પર.
પણ તથ્ય કંઇક અલગ છે.
સત્ય અને તથ્ય શું છે, તેના વિષે આપણે વિગતવાર વાત કરીશું આજની કડીમાં.
આર.ડી.બર્મન યાને પંચમદા સ્વતંત્ર સંગીતકાર બન્યાં વર્ષ ૧૯૬૧માં, ફિલ્મનું નામ હતું. ‘છોટે નવાબ.’
અને પંચમદાએ તેમની પહેલી જ ફિલ્મમાં મહમ્મદ રફી પાસે છ ગીતો ગવડાવ્યા હતાં.
અને બીજા એવાં છ ગીતો માટે મહમ્મદ રફીએ પંચમદાની એ ફિલ્મમાં પણ સ્વર આપ્યો હતો, જે ફિલ્મ આર.ડી.બર્મન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઇ.
એ ફિલ્મનું નામ હતું ‘તીસરી મંઝીલ’.
એ પછી પણ પંચમદાએ મહમ્મદ રફીના દમદાર અવાજને તેમની અનેક ફિલ્મોમાં તક આપી.
‘બહારોં કે સપને’, ‘ચંદન કા પાલના’, ‘પ્યાર કા મૌસમ,’ યા ‘અભિલાષા.’
શાયદ ‘અભિલાષા’ (૧૯૬૮) ફિલ્મ આપને યાદ નહીં હોય પણ તેનું પંચમદાએ કમ્પોઝ કરેલું અને રફીસાબે સ્વરબદ્ધ કરેલું એ ગીત તો આપ નહીં જ ભૂલ્યા હો.
‘વાદિયાં મેરા દામન.. રાસ્તે મેરી બાંહે...જાઓ મેરે સિવા.. તુમ કહાં જાઓગે.’
વિધ્ન સંતોષીઓ તો પણ એવું કહેતાં કે, જયારે ફિલ્મની મુખ્ય ભૂમિકામાં રાજેશખન્ના હોય ત્યારે પંચમદા મહમ્મદ રફીને દરકિનાર કરી, કિશોરકુમાર પાસે જ ગીતો ગવડાવ્યાં છે.
આ વાતમાં જરા પણ દમ નથી.
કારણ કે તો તેમણે એ ફિલ્મ નથી જોઈ જેમાં રાખેશખન્ના હતાં, નંદા હતાં, પંચમદાનું મ્યુઝીક હતું અને રફીસાબનો સ્વર હતો...
‘ગુલાબી આંખે... જો તેરી દેખી... શરાબી યે દિલ હો ગયા..’
ફિલ્મ ‘ધ ટ્રેન’ (૧૯૭૦)
પંચમદા પર એવો પર આરોપ લગાવતા કે તેઓ રફીસાબ પર ધર્મનો ભેદભાવ આડે લાવતાં
મન ફાવે તેવા માધ્યમમાં ધર્મની આડ ઉભી કરતાં અંધભક્તો એટલું જાણી લે કે, મહમ્મદ રફીને તેમની કારકિર્દી દરમિયાન છ ફિલ્મફેર એવોર્ડ મળ્યાં હતાં.
પાંચ એવોર્ડ સાઈંઠના દાયકામાં અને એક એવોર્ડ સિંતેરના દાયકામાં.
અને જે ગીત માટે અંતિમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો એ ગીત માટે મહમ્મદ રફીને તેમની લાઈફનો એકમાત્ર રાષ્ટ્રીય પુરુસ્કાર પણ મળ્યો હતો, અને તેના સંગીતકાર હતાં આર.ડી.બર્મન.
વર્ષ હતું ૧૯૭૭, ફિલ્મનું નામ હતું ‘હમ કિસીસે કમ નહીં’ અને સદાબહાર ગીત હતું.
‘ક્યા હુઆ તેરા વાદા.. વો કસમ, વો ઈરાદા..’
આ ગીતથી મહમ્મદ રફી સાબે કમબેક કર્યું હતું. સંગીતના ગુણીજનો એવું માને છે કે
આ ગીત એ પંચમદા તરફથી રફીસાબને આપેલો લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સમાન હતો.
અને આ ગીતની જબરદસ્ત સફળતા અને લોકપ્રિયતાએ તમામ જુઠાણા ચલાવતાં જૂથ પર એક તમાચા જેવો જવાબ છે.
મહમ્મદ રફીસાબના અંતિમ દિવસો દરમિયાન પણ પંચમદા રફીસાબ પાસે ગીતો ગવડાવતાં રહ્યાં.
‘યમ્માં યમ્માં.. યે ખૂબસૂરત સમાં...’ ફિલ્મ ‘શાન’ જે ફિલ્મ રફીસાબના ઇન્તેકાલ પછી રીલીઝ થયેલી.
અથવા ‘અબ્દુલ્લાહ’ ફિલ્મનું એ યાદગાર ગીત
‘મૈંને પૂછા ચાંદ સે કે દેખા હૈ કહીં, મેરે યાર સા હંસી...’
આજે આટલાં દાયકાઓ પછી પણ મહમ્મદ રફીસાબને વિશ્વભરમાં ફેલાયેલાં તેમના ફેંસ, ફ્લોઅર્સ અથવા સંગીત રસિકો યાદ કરે છે, તેમાં પંચમદાનું ઘણું યોગદાન છે.
આર.ડી,બર્મને મહમ્મદ રફી સાથે કયારેય એવો મનભેદ કે ભેદભાવ નહતો રાખ્યો..
જે ભેદભાવ ઓ.પી.નૈયરે લતા મંગેશકર સાથે રાખ્યો હતો અથવા તો
જે ભેદભાવ નૌશાદ સાબે કિશોરકુમાર સાથે રાખ્યો હતો યાં તો
જે ભેદભાવ એસ,ડી.બર્મને આશિક રીતે મુકેશ સાથે રાખ્યો હતો.
આગામી કડી
આજે વાત કરીએ એક એવાં અભિનેતાની જેનું નામ સાંભળતા સૌના ચેરા પર એક સ્માઈલ આવી જાય.
એક એવાં અભિનેતા અને હાસ્ય કલાકાર જેમણે ઉત્તમ અને નિર્દોષ કોમેડી કરી સૌ સિનેરસિકોનું ભરપુર મનોરંજન કર્યું. તેમનું પાત્ર આપણા પરિવારના સ્વજન જેવું લાગતું, પોતીકું લાગતું.
ફિલ્મી પરદે જયારે જયારે તેમના ભાગે કોઈ સારી અભિનેત્રીની જોડે ભૂમિકા ભજવવાની તક મળી ત્યારે ત્યારે જાલિમ બોલીવૂડના પ્રોડ્યુસર યા ડાયરેકટર તેમના પાત્રનો અચાનક જ ધ એન્ડ લાવી દેતાં
પછી તે પાત્ર ફિલ્મ ‘મેરે અપને’માં મીનાકુમાજીરીની સામે હોય અથવા ‘મિલન’ ફિલ્મમાં નૂત્તનજીની સામે.
તેઓએ ક્લીન કોમેડીથી આપણને હસાવતા, અને હસતાં હસતાં સિનેમાઘરની બહાર લાવતાં.
જી, હાં તમારું અનુમાન શત્ત પ્રતિશત્ત સાચું છે..
આપણે વાત કરવાના છીએ સદાબહાર કલાકાર દેવેન વર્મા વિષે આગામી કડીમાં.
વિજય રાવલ
૨૮/૦૮/૨૦૨૨