ધ સ્કોર્પીયન
પ્રકરણ -34
શૌમીકબાસુ કલીંમપોંગનો મામલતદાર /મેજીસ્ટ્રેટ હતો. નાનું ટાઉન હોવાથી ઊંચા પદ ધરાવતાં, ધનિષ્ટ કે અધિકારીઓ બધાં એકબીજાને સારી રીતે જાણતાં અને બધાં ક્યાંય ને ક્યાંય મળતાં રહેતાં. સિદ્ધાર્થે કલીંમપોંગમાં બધી તપાસ ચાલુ કરી ત્યારે એને જે જાણકારી મળી એનાંથી એ ચોંકી ગયેલો. સિદ્ધાર્થ પાસે જે બાતમી આવી હતી એ પ્રમાણે કલીંમપોંગ,દાર્જિલીંગ અને આજુબાજુનાં પહાડી અને જંગલ પ્રદેશમાં અનેક ટુરીસ્ટ રેગ્યુલર આવતાં હતાં. એમાં દેશનાં તથા પ્રદેશનાં અનેક લોકો આવતાં હતાં.
એ લોકો પાસે ટ્રેક રેકર્ડ હતો કે દેશમાંથી જે ટુરીસ્ટ આવતાં એ જેન્યુઅલી પ્રવાસ એટલે કરતાં કે અહીંની સંસ્કૃતિ જોવા લાયક સ્થળો, મંદિર ,મઠ ,જંગલ,પહાડો જોવા આવતાં. તબીયત રંગીન કરવાં ડ્રીંક વગેરે લેતાં પણ ડ્રગ્સ સાથે કોઈ લેવા દેવા નહોતી...
ડ્રગ માફીયાઓ સાથે સાંઠગાંઠ લગભગ ફોરેન ટુરીસ્ટ સાથેજ હતી એમાં થોડાં લોકલ લોકો સંકળાયેલાં હતાં પણ એમને ડ્રગ્સની મજા લેવા કરતાં એનો ધંધો કરવામાં વધુ રસ હતો.
સિદ્ધાર્થ શૌમીકબાસુને જોઈને એમની સામે ગયો અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું એક પોલીસ ઓફીસર અને નાર્કોટીક્સ સ્ક્વોડનાં હેડ તરીકે પાર્ટીમાં વેલકમ કર્યું શૌમીકબાસુ એટલો જાડી ચામડીનો, નાટકીયો હતો કે અત્યાર સુધી બધાંને ઉલ્લુ બનાવીને પોતાનું કામ કઢાવતો રહેલો. મામલતદાર તરીકેની પોસ્ટ હોવા છતાં એ બધાં સરકારી અધીકારીઓને ભૂ પીવડાવતો રહેલો. બધાંને એનાં કામકાજ અંગે વ્હેમ હતો પણ અત્યાર સુધી કોઈ નક્કર પુરાવા એનાં અંગે એનાં વિરુદ્ધમાં મળ્યાં નહોતાં.
શૌમીક બાસુએ આવતાંજ મીઠી મધભરતી જુબાને કહ્યું “ઓહો સિદ્ધાર્થ સર... કેમ છો તમારાં આમંત્રણને કેવી રીતે ઠેલી શકું ? બધાંજ વ્યસ્ત કાર્યક્રમોમાંથી બસ તમારાં માટે સમય કાઢ્યો...”
સિદ્ધાર્થે કહ્યું “હાં સર તમારો ખુબ ખુબ આભાર. તમારી કાર્યશૈલી અને કાર્યભારથી હું માહિતગાર છું અને અમારાં જેવાં સરકારી સેવકોએ એનું ધ્યાન પણ રાખવું પડે છે. આમતો અમે કે તમે સરકારી સેવામાંજ છીએ સરકારી નોકર અને પ્રજાનાં સેવક...”
શૌમીક બાસુએ હસતાં હસતાં કહ્યું “વાહ એકદમ સાચી વાત. સરકારી નોકરોએ એકબીજા સાથે સહકાર અને પ્રેમભર્યો વ્યવહાર અને વર્તન રાખવા પડે છે. તમારું આમંત્રણ મળ્યું અને બંદા હાજર...” એમ કહી કૃત્રિમ હાસ્ય કર્યા કર્યું.
સિદ્ધાર્થે કહ્યું “આતો ટુરીસ્ટ સીઝન ચાલી રહી છે આપણાં પ્રદેશની પર્યટન પ્રકૃતિને વેગ મળે -લોકો અને સરકાર વચ્ચે સહકારની ભાવના વધે અને કોઈ પ્રશ્નો હોય તો એનું નિરાકરણ આવે આ પાર્ટીનો એજ ઉદેશ્ય છે. બીજા પણ મહાનુભાવોને આમંત્રણ છે બધાં આવી રહ્યાં છે. અમુક આવીને ઉપર બેન્કવેટમાં રાહ જોઈ રહ્યાં છે.”
શૌમીક બાસુએ કહ્યું “ભલે ભલે તો અમે બેન્કવેટમાં જઈએ આપ પધારો. ત્યાં સુધી આવેલાં મહેમાનોને મળીએ ગુફ્તગુ કરીએ.” એમ કહી એમનાં ચમચાઓનાં રસાલા સાથે બેન્કવેટમાં જવા નીકળી ગયાં... અને દેવ તરફ આડકતરી નજર કરી લીધી.
દેવે કહ્યું “સર મારી ઓળખાણતો કરાવવી હતી એ મારી તરફ નજર કરી રહેલાં. હવે કોણ આવવાનું છે ?”
સિદ્ધાર્થે કહ્યું “મને બધી ખબર છે હું ઉપર પાર્ટીમાં બધાની ઓળખાણ કરાવીશ...ત્યાં સુધી..”. ગેટ પર બીજા ગેસ્ટ આવી ગયાં...સિદ્ધાર્થે કહ્યું “દેવ આમને ઓળખ આમનાં ચા નાં બગીચા છે વેસ્ટ બેંગાલમાં સૌથી વધુ ચા નાં બગીચાનો માલિક રુદ્ર રસેલ...દેવતો એમની પર્સનાલીટી જોઈનેજ ઈમ્પ્રેસ થઇ ગયો. સિદ્ધાર્થે એકદમ રિસ્પેક્ટફુલી એમને વેલકમ કરતાં કહ્યું “રુદ્ર સર...તમે સમય કાઢીને આવ્યાં અમારું અહોભાગ્ય છે...” રુદ્ર રસેલે કહ્યું “હાય સિદ્ધાર્થ...ભાઈ તમે સરકારી ઓફીસરો આટલી મહેનત કરો છો તો તમારો સહયોગ કરવો અમારી ફરજ છે. બાય ધ વે આ યંગ મેન કોણ છે ?” દેવ તરફ જોઈને પ્રશ્ન કર્યો .
સિદ્ધાર્થે કહ્યું “સર આ દેવકાન્ત રોય છે કલકત્તાથી આવ્યો છે. ટુરીસ્ટને લઈને આવ્યાં છે અને કલીંપોંગમાં આવનાર ટુરીસ્ટ એમની સાથે આવવુંજ પસંદ કરે છે ટુરીઝમ શૌખ છે પણ લગાઉં કુદરત સાથે છે. એમનો ...”
ત્યાં દેવ બોલી ગયો વચ્ચેજ...એણે સિદ્ધાર્થને અટકાવતાં કહ્યું “બસ અહીંના પહાડો જંગલોનો આશિક છું તમારાં ઘણાં ટી એસ્ટેટની મુલાકાત પણ લઇ ચુક્યો છું ખુબ સુંદર છે બધાંજ.”
રુદ્ર રસેલે કહ્યું “વાહ...ખુબ સરસ પણ યંગ મેન તમારો વ્યવસાય શું ? આતો હરવા ફરવાની વાત થઇ...” દેવે હસતાં હસતાં કહ્યું “હરવું ફરવું એજ મારો વ્યવસાય છે.” બધાં એકી સાથે હસી પડ્યાં. રુદ્ર રસેલની સાથે 3-4 માણસો હતાં. સિદ્ધાર્થે એલોકોની સામે જોયું કારણકે એમાં એક માણસ સાવ અલગ પડતો હતો એ કાળો શરીરે તંદુરસ્ત અને મસલમેન જેવો હતો મોટી મોટી મૂછો પીળી મોટી આંખો અને દેખાવમાં ભયાનક હતો.
રુદ્ર રસેલે હસતાં હસતાં કહ્યું “આ ગનપત ગૌરખા મારી બધીજ એસ્ટેટની જાળવણી -સીક્યુરીટી સંભાળે છે અને બધીજ પહાડ -ખીણ -જંગલનો જાણકાર જાણભેદુ...ખુબ હિમતવાન છે...સર્પ-નાગ-બીજા જાનવરો -બધાને વશ કરી શકે એવો...સંરક્ષણની જવાબદારી એ અને એનો સ્ટાફ સંભાળે છે...અને સરકારી એજન્સીઓ સાથે એજ ડીલ કરે છે મારાં માટે એકમાં અનેક કામ કરનાર સોલ્જર છે.” એમ કહી ગણપતની પીઠ થપથપાવી.
સિદ્ધાર્થ એને જોઈ રહ્યો પછી બોલ્યો “યસ યસ તમારાં ગણપતને ક્યાંક જોયો છે...કોઈ સરકારી...” પછી ચૂપ થઇ ગયો એની સ્મરણ શક્તિ કાચી પડી હોય એમ...યાદ કરતો રહ્યો.
દેવે કહ્યું “આપ સૌ પધારો હોલમાં નહીંતર અહીંજ વાતોમાં રાત્રી પુરી થઇ જશે.” ગણપત પહેલીવાર બોલ્યો “સર તમે સિદ્ધાર્થ સર સાથે અંદર પધારો હું મારો માણસ આવે પછી ઉપર આવું છું.”
રુદ્ર રસેલે કહ્યું “ભલે ટેઈક કેર..”.એમ કહી બધાંજ બેન્કવેટ હોલ જવા માટે ત્યાંથી નીકળ્યાં.
*****
બેન્કવેટ હોલમાં લગભગ બધાંજ ગેસ્ટ આવી ગયાં હતાં. દેવે ત્યાં જઈને જોયું સોફીયા એનાં ગ્રુપ સાથે બેઠી હતી એ ખુબ ખુશ દેખાઈ રહી હતી...દેવે દુબેન્દુ સામે જોયું દુબેન્દુની આંખમાં પ્રશ્ન હતો...દેવ એની નજીક ગયો અને બોલ્યો “અહીં આખાં કલીંમપોંગ અને દાર્જીલીંગનાં નાનાં મોટાં બધાં માણસો હાજર છે અમુક માણસો ખાસ ઓળખવાં જેવાં છે”. અને દેવની નજર બેન્કવેટ હોલમાં ગેટ તરફ પડી...સોફીયા પણ બધે જોઈ રહી હતી અને એની નજર...
વધુ આવતા અંકે પ્રકરણ 35