માનવીનું જીવન જ એવું છે કે, જ્યારે તેનો જન્મ થાય જ્યારે તેનો આ ભૂમિ પર જન્મ થાય ત્યારે કે એક બાળસ્વરૂપ હોય છે. તેને સાચવવા માટે પણ જેના માતા-પિતાની સાથે સાથે આજુબાજુમાં રહેતા આડોશી-પાડોશી કે હોય છે. પણ કે બાળકના મોટા ભાઇ-બહેન કે નજીકના સગાંવહાલાં પણ હોય જ છે જે બાળકની સમયાંતરે ખ્યાલ અને જવાબદારી સંભાળ્યા હોય જ છે. આ દરમિયાન સમયાંતરે બાળક ની વય વધતાં વધતાં તે અભ્યાસ કરે છે, લગ્નની ઉંમર થતાં તેનું લગ્ન થતું હોય છે અને તે પોતાનો કહી શકાય એવા સંસારીજીવનની શરૂઆત શરતો હોય છે. આ સમય જ એવો હોય છે, તેના જીવનમાં અનેક પ્રકારની લાલસાઓનો જન્મ થતો હોય છે. આ લાલસા એટલે મોટામાં મોટું એ કે તેના જીવનમાં ભરપૂર ધન-દોલત હોય. અને ધન દોલત એટલા બધા પ્રમાણમાં હોય છે તે તેનાથી તેનાં સવ્જનો એવા કે માતા-પિતા, બાળકો પત્નિ બધાને તેમની ઇચ્છા મુજબ નું બધું જ મળી શકે. તેમાં પણ બધાના મગજમાં એક જ પ્રકારની વસ્તુ ઘર કરી ગઇ હોય છે કે પૈસો જ પરમેશ્વર...પરંતુ શું આ સત્ય છે...જીવનમાં સંસાસમય જીવન જીવ્યા દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ભરપૂર દરેક પ્રકારની ખુશીઓ આવે, તેથી તેની યુવાનીના સમયમાં ધનદોલત કમાવવા માટે દિવસ-રાત મહેનત કરતો હોય છે. તેના મગજમાં એક પ્રકારની ગ્રંથી ઘર કરી રહેલ હોય છે કે, જીવનની તમામ સુખ-સુવિધાઓ ધન-દોલતથી ખરીદી શકાય છે અને આરામદાયક જીવન જીવી શકાય છે. ઉપરાંત, જો પૈસા ન હોય તો જીવન દયનીય છે.
આજના સમયમાં લગભગ મોટાભાગના તમામ લોકો એવું વિચારે છે કે જો પૈસા હોય તો જીવન ખૂબ જ સરળતાથી પસાર થઈ જાય છે અને જો પૈસા ન હોય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ હકીકત એવું બિલકુલ નથી. પૈસા માણસને ખુશ કરી શકતા નથી. પૈસાથી જીવનની બધી ખુશીઓ ખરીદી શકાતી નથી. આ એક સાચી હકીકત છે. શું તમે જાણો છો કે અમીર કરોડપતિ વધુ સુખી હશે કે ઝૂંપડપટ્ટીમાં રહેનાર વધુ સુખી હશે. ચાલો આજે તમને એક ઉદાહરણ સાથે જણાવીએ કે અમીર વધુ ખુશ કે ગરીબ વધુ ખુશ.
એક શ્રીમંત માણસ સવારે તેના બંગલામાં સોનાનો ઢોળ ચડાવેલા આરસના ડાઇનિંગ ટેબલ પર બેઠો છે. તે ચાંદીની થાળીમાં ખાંડ વગરની ચા પી રહ્યો છે અને ખાંડ વગરના બાઉલમાં. થોડીવાર પછી તે ભીંડી કઢી અને તેલ અને ઘી વગરની બે રોટલી ખાધા પછી ગરમ પાણી પી રહ્યો છે. 7 હજાર કરોડ રૂપિયાનું ઘર, ચા-નાસ્તો પીરસતા 10 નોકર, ઘરમાં ચાલતા 50 એસી અને પંખા, બિલ્ડીંગની નીચેથી નીકળતો પ્રદૂષણનો ધુમાડો, આવા વાતાવરણમાં તે અમીર નાસ્તો કરી રહ્યો હતો.
બીજી તરફ એક ખેડૂત ખેતરમાં કૂવા પાસે બેઠો હતો. તે અથાણા સાથે રીંગણની કઢી, દહી મસાલામાં પકવેલી ભીંડી સાથે ચાર પરાઠા ખાતો હતો. મીઠાઈમાં ગોળ મૂકવામાં આવ્યો હતો અને પીવા માટે વાસણમાં ઠંડુ પાણી રાખવામાં આવ્યું હતું. સામે લીલાં ખેતરો, તાજી હવામાં લહેરાતો પાક, ઠંડી હવા, પક્ષીઓનો કલરવ અને તે શાંતિથી ખાતો અને સૂતો હતો.
રોજના 500 રૂપિયા કમાતા મજૂર એવી વસ્તુઓ ખાઈ રહ્યા છે જે 7000 કરોડ રૂપિયાનો માલિક પણ ખાઈ શકે તેમ નથી. હવે મને કહો કે આ બંનેમાં શું તફાવત છે? અમીર માણસ પણ 60 વર્ષનો અને કામદાર પણ 60 વર્ષનો. નાસ્તો કર્યા પછી, શ્રીમંત માણસ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર માટે ગોળીઓ લે છે અને તે ખેતમજૂરના પાન ચૂનો સાથે ખાતો હતો. કોઈ નાનું, કોઈ મહાન. તેથી સુખની શોધ ન કરો, પરંતુ સુખનો અનુભવ કરો. "અતુલ્ય આનંદ" ના ઉત્પાદન પર GST 0% છે. તમારી જાતને શોધો, બાકીનું બધું શોધશો તો કદાચ તમને Google પર મળી શકશે. હા પરંતુ આનંદ-સુખ મેળવવા માટે તમારે તમારી જાયને તંદુરસ્તીમય અને સુખમય બનાવી પડશે.
Dipakchitnis
dchitnis3@gmail.com