Win the child with love not with things in Gujarati Moral Stories by Nirmal Rathod books and stories PDF | બાળકને વસ્તુથી નહીં, વ્હાલથી જીતો.

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

બાળકને વસ્તુથી નહીં, વ્હાલથી જીતો.

દેશમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય તો તે પ્રગતિની નિશાની નથી, પણ માનવ મૂલ્યોની અધોગતિની નિશાની છે. આમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. જેની નોંધ સમાજમાં દરેક માધ્યમો લઇ રહ્યાં છે. સમાચારપત્રો હોય કે ટેલીવિઝન પર વડિલોની દુર્દશા વિશે વાંચવા-સાંભળવા અને જોવા મળે છે. જેની પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે. આમછતાં એક પ્રશ્ન પૂછવાની ઇચ્છા થાય છે કે, આ વડિલોએ એવા તે કેવાં સંસ્કાર પોતાના બાળકોને આપ્યાં કે જેથી કરીને તેમના બાળકો તેમને જ સ્વીકારવા તૈયાર નથી. હા... ક્યાંક એવું પણ બની બેઠું હશે કે વડિલોને અન્યાયનો ભોગ બનવું પડયું હશે.

આમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આજના આ બીઝીયુગમાં વાલી ખૂબ જ બીઝી બની ગયો છે. આ બાબતને તે ખૂબ જ ઇઝી લે છે. પણ તેના પરિણામો એટલાં ઇઝી નહી હોય. વાલીને પોતાના બાળકોના ઉછેર માટે કે કાળજી લેવા માટે પૂરતો સમય નથી. આવા પરિવારોની સંખ્યાં વધતી જાય છે. આવા પરિવારોને ગરીબ પરિવાર ગણવામાં કોઇને વાંધો ન હોઇ શકે. એક પરિવાર આર્થિક કારણોસર ગરીબ ગણાય છે, તો બીજો પરિવાર સંસ્કાર-મૂલ્યોમાં ગરીબ છે.

વાત તો ગરિબાઇની જ છે ને! આવી ગરીબાઇને કારણે વૃદ્ધાશ્રમની સંખ્યામાં દિપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આ વૃદ્ધાશ્રમમાં અને ઘોડિયાઘર જેવું વાતાવરણ માણવા મળે છે? આજના વાલીને પોતાના બાળક માટે પૂરતો સમય છે? વાલી ઓફિસ, મિત્રો, સામાજિક કારણો પાછળ એટલો સમય ફાળવે છે કે તેને પોતાના બાળક સાથે બેસીને વાત કરવાનો સમય પણ રહેતો નથી. મિત્રો પાછળ બે કલાક ફાળવતા વ્યક્તિને પોતાના સંતાન પાછળ બે મિનિટ ફાળવવાનો સમય નથી. કેટલાંક કુટુંબમાં તો બાળક તેના પિતાને રવિવારે જ જૂએ છે. પપ્પા રાત્રે દશ વાગે ઘેર આવે ત્યારે બાળક સૂઇ ગયો હોય અને પપ્પા સવારે આરામથી આઠ વાગે ઊઠે ત્યારે બાળક શાળાએ જવા નીકળી ગયું હોય. આ કથની ગ્રામ્ય વિસ્તારમાં નહીં પણ શહેરી વિસ્તારમાં જોવા મળે છે. માટે જ તો વૃદ્ધાશ્રમો બાંધવાની જરૂર ગામડાંમાં નથી પડી, તેની જરૂરિયાત શહેરમાં જ ઊભી થઇ છે. ગામડામાં કોઇ એક કુટુંબની ડોશી એકલી હશે તો પણ પડોશીઓના સહકારથી-હૂંફથી શાંતિમય ભગવાનનું નામ દેતાં દેતાં જીવન પૂર્ણ કરે છે. શહેરમાં કેટલાંક કુટુંબ તો પડોશીના નામ કે અટકથી પણ અજાણ હોય છે. ખૂબ જ બીઝી રહેતાં મમ્મી-પપ્પા પોતાના બાળકના સારા ઉછેર માટે ઘોડિયાઘર વ્યવસ્થા કરે છે અથવા તો ઘેર જ બાઇમાણસને રોકી લે છે. આમ કરવામાં પોતાની બાળક પ્રત્યેની ફરજ પૂરી થઇ ગઇ હોય તેમ માને છે. અહીં બાળક ઉંમરમાં મોટું થાય છે પણ તેનું દિલ નાનું થતું જાયછે.

એવાં ઘણાં બાળકો હશે કે જે તેની મમ્મી કરતાં આયાને વધારે પસંદ કરતાં હશે! આયા સાથે જ સૂઇ જાય કે આયા ખવડાવે તો જ ખાય! બાળક માટે ભૌતિક સુખ સગવડતા આપવી તે ખરાબ બાબત નથી. પણ ભૌતિક સુખ સગવડતાના ભાર નીચે અન્ય બાબતો દબાઇ જાય છે તેની સામે વિરોધ છે. બાળક પાછળ પૈસાના રોકાણની સાથે સાથે પ્રેમનું પણ રોકાણ કરવું. પડશે. બાળકને કદાપિ પૈસાથી નહીં જીતી શકાય, બાળકને જીતવા માટે પ્રેમની જરૂર પડશે. ઘણાં વાલી બજારમાં જાય ત્યારે બાળક માટે વિવિધ પ્રકારના રમકડાં કે અન્ય વસ્તુઓ લાવશે. પણ એ જ વાલી બાળકને સાથે રાખીને બજારમાં જવાનો સમય નહીં ફાળવી શકે. અહીં વાલીના મતે વસ્તુ લાવ્યા એટલે બાળક પ્રત્યેની પોતાની ફરજ સારી રીતે નિભાવાય છે. વાલી એમ માને છે કે બાળકને વસ્તુ આપી એટલે તે ખુશ થઇ જશે. ખરેખર તો આવા વાલી બાળકના માનસને જાણતાં જ નથી. બાળકને પૂછશો કે તારે શું લેવું છે? તો કદાચ બેચાર વસ્તુના નામ જણાવી દેશે. આ વસ્તુઓ બાળક બે ચાર દિવસ રમીને ફેંકી પણ દેશે. તેનો વસ્તુઓ પાછળનો આનંદ બેચાર દિવસથી વધુ ટકતો નથી. જો બાળકને કાયમી આનંદમાં રાખવો હોય તો તેને વસ્તું નહીં, પણ વ્હાલ આપો. આનંદિત બાળકનો જ શારીરિક, માનસિક, સાંસ્કારિક વિકાસ થશે. આ વિકાસ જ વૃદ્ધાશ્રમોને રોકશે. આજે સૌ વાલી વાવે છે લીમડાં અને અપેક્ષા રાખે છે કેરી અનેદ્રાક્ષની. તો તે અપેક્ષા ક્યાંથી પૂરી થાય? કે આજે કેટલા વાલી બાળક પાસે બેસીને તેને પ્રેમથી ધમકાવ્યા વગર ભણાવે છે, બજારમાં જાય ત્યારે તેના પ્રશ્નોનો યોગ્ય જવાબ આપે છે? આજે કેટલા વાલી પોતાના બાળકની સાથે બેસીને વ્હાલ કરે છે? અરે! આજના પપ્પા કે ડેડીને તો અન્યની હાજરીમાં પોતાનું બાળક તેડતાં પણ શરમ આવે છે અને મમ્મી તો બિચારી થાકી જાય છે. તેનામાં પોતાના બાળકને તેડવાની તાકાત જ નથી! જે વાલી આજે પોતાના બાળકને તેટડવામાં શરમ અનુભવે છે કે સમય નથી ફાળવી શકતાં તેમના બાળકો મોટા થયા પછી આવા વાલીને ઘરમાં ન રાખવામાં ક્યાંથી શરમ અનુભવે. તેમને પણ પોતાના વડિલો પાછળ સમય આપવાનો સમય નથી હોતો. જો તમે આજે તમારા બાળક પાછળ સમય નહીં આપો તો તેઓ પણ ભષ્યિમાં તમારી પાછળ સમય નથી આપવાના જ. તમને વ્હાલ કરવાનો સમય નથી, તો તેઓ ને પણ હૂંફ આપવાનો સમય નહીં જ હોય. માટે જ સૌ મા-બાપે સમજી લેવાની જરૂર છે કે વસ્તુ આપવાથી જ અસ્તુ સમજવાની જરૂર નથી. તેની પાસે બેસીને પ્રેમથી વાતચિત કરો. આજે એવા કેટલાં મા-બાપ હશે કે જે પોતાના બાળકને વાર્તા સંભળાવે છે, ગીતો ગવડાવે છે, ઉખાણા પૂછે છે, પરીની વાતો કરીને કલ્પનાના ઘોડા પર બેસાડીને સવારી કરાવે છે? આજનો બાપ પરીક્ષાનું પરિણામ પૂછે છે, પણ પરિણામ વધારવા માટે તે જાતે કેટલો સમય બાળક સાથે બેસે છે? ટયુશન રખાવાથી વાલી તરીકેની ફરજ પૂરી થાય છે? સારા મિત્રોની અપેક્ષા રાખે છે, પણ બાળકના મિત્રો સાથે બેસીને સારી બે વાતો કરતો નથી. બાળકના તન અને મન બંનેનો તંદુરસ્ત વિકાસ કરવો એ દરેક માબાપની પ્રાયોરિટી હોવી જોઇએ. નહીં તો આજે બાળકના ભોગે પૈસા કમાતા વાલીને ભવિષ્યમાં એ જ પૈસા ખર્ચવા છતાં બાળકનો ભેટો નહીં જ થાય. આજે બાળકોની અપેક્ષા સંતોષશો તો જ તેઓ ભવિષ્યમાં તમારી અપેક્ષા સંતોષશે. સંયુક્ત કુટુંબમાં ન રહેતાં મા-બાપોએ ખાસ ચેતી જવાની જરૂર છે. બાળકને વસ્તુથી નહીં જીતી શકો, વ્હાલથી જીતવાનો પ્રયત્ન કરો.