==સંબંધોના સમીકરણ==
કહેવાય છે કે તમારી પ્રત્યક્ષ આંખે જોયેલી બાબત પણ સત્ય હોતી નથી. તે મુજબ જ બધા સત્યો ઘણીવાર જાણવા જેવા નથીહોતા. જવાબદારી નિભાવતા પતિ કે પત્ની વફાદાર છે એવું કહી ન શકાય, મેં કિતના ભી ભૂલના ચાહુ, તેરા મુસ્કરાના ભુલાનહીં સકતા, અપની વફા તેરી જફા કી દાસ્તાન, લોગો સે અબ છુપા નહીં સકતા માનવી દ્વારા તેના કરવામાં આવતાં બિઝનેસમાં કર્મચારીઓની કંપની પ્રત્યેની માત્ર વફાદારી જ જોવાની નથી હોતી પણ તેની કાર્યદક્ષતાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. મેનેજમેન્ટગુરૂઓ તો એમ પણ કહે છે કે બિઝનેસમાં કંપનીને વફાદાર માણસ હોય પણ જો તેની કામગીરીમાં નબળો હોય તો કંપનીના વિકાસ માટે તેવાવફાદાર માણસોની જરૂર નથી. સંસારમાં વફાદાર માણસોની અગત્યતા, તેની સાથેના સંબંધો વધુ અગત્યના છે. તમને કામ આવે કે ન આવેપણ તમને વફાદાર હોય તેવા માણસોનું મુલ્ય વધારે છે. ટી.વી. સીરીયલ જોઈ દિમાગ બગાડી ચૂકેલા એક ભાઈએ કહ્યુ કે મારા ઘરમાં મારી ગેરહાજરી હોય ત્યારે મારા ઘરનો ટેલીફોન કલાકો સુધી એંગેજ આવતો રહે છે. મારી પત્ની મને ખૂબજ પ્રેમ કરે છે, તેમાં કોઇ બે મત નથી, પણઆ ફોન દ્વારા તેનું કોઈ લફરૂ તો નહીં ચાલતુ હોય ને ? મગજની ખતરનાક બિમારી હોય તો તે માત્ર ને માત્ર એક વ્હેમ સિવાય બીજું કાંઇ નથી.વ્હેમનો કિડો એકવાર જો તમારા મનમાં સળવળે પછી તમને તે કયારેય ચેનથી બેસવા નથી દેતો. એ ભાઈને મેં કહ્યું, ‘તમે ક્યારેય નિખાલસબની આ અંગે તમારી પત્નીને વાત કરી છે ?’ એનું વર્તન ક્યારેય ફેરવાયેલુ હોય છે ? તો જવાબ મળ્યો, ‘ના’. દરેક માણસને સીતા જેવી પવિત્રસ્ત્રી જોઈએ છે પણ તે તેના મનને ઢંઢોળે કે તે હકિકતમાં મર્યાદા પુરૂષોત્તમ રામ બની શકે તેમ છે ? વફાદારીના ત્રાજવાના વજનીયા દરેક વ્યક્તિમાટે અલગ અલગ હોય છે. વફાદારી એ તો ખરેખર આત્માની નીપજ છે. તમારૂ મોરલ કેટલું સાચુ ? કેટલું ખોટુ? એ બાબત તમારે તમારાઆત્માને પૂછવાની છે. સત્ય દરેક માણસ માટે એક સરખુ હોય છે. સત્યને જોવા માટે કે તેને પારખવા માટે જુદા ચશ્માની જરૂર નથી. પણવફાદારી અલગ અલગ હોઇ શકે છે. સંબંધોના સમીકરણ માણસના મન સાથે જોડાયેલા હોય છે. પોતાને મળેલો પ્રતિસાદ, અનુભવો અનેસગવડ મુજબ દરેક માણસ વફાદારીની વ્યાખ્યા પોતાની સાથે કરતો હોય છે. વફાદારી એ ગુલામી નથી. તમે, તમારી પત્ની, તમારા પતિ કેતમારા સંતાનો અંગે તમારી ફરજ નિભાવી શકો છો પણ તમે આ જવાબદારી ખંતપૂર્વક નિભાવો એટલે વફાદાર જ છો તેવું કહેવાય નહીં. વફાદારી એ માણસની અંદર જન્મ લેતી, પળેપળે એની સાથે જીવતી શ્વાસ જેટલી સત્ય બાબત છે. જે સત્ય ભણવાથી તમારા સંબંધોમાં તિરાડપડવાની છે તેવા સત્ય ભણવાની જીજ્ઞાસા કરવાના બદલે તમારા જીવનસાથી સાથે માણેલી અંગત પળો યાદ કરી ખુશ રહેવાનું માનવીએશીખવું જોઇએ. જે વ્યક્તિ તમારી સાથે જીવનભર રહેવાની છે. તમારા સંતાનોની માતા છે અને તમારા સુખ-દુ:ખની સાથીદાર છે એવી સ્ત્રીનેતકલીફ પહોંચે તેવું કોઈ કાર્ય તમે નહીં કરો તો નહીં ચાલે ? અંગત સુખ અને ભૌતિક જરૂરીયાતો તમારા સંબંધથી વધુ છે ? આ વિચારીનેપુરૂષો ‘બેવફા’ બને. સ્વસ્થ સમાજના નિર્માણ માટે પરસ્પર એકમેકની સાથે વિશ્વાસની સાથે જ પરસ્પર વફાદાર જરૂરી છે. સુખ અને દુ:ખ બંને તો જીવનનો સાથી અને એકબીજાની સાથે અલૌકિક રીતે સંકળાયેલા છે. સુખ હોય કે દુ:ખ હોય તે તો આવતું જતુ રહે છે.
જન્મ થતાની સાથે સંબંધોમાં અજાણતા કે જાણતા જ બંધાઈ જતો માનવી, અને કયારેક અજાણતા સંબંધ ને તોડી નાખતો માનવી આખી જંદગી વણઉકેલી ગુંચમાં એવો અટવાય છે કે ખબર જ તેને પડતી નથી કે હું સાચો કે સંબધો?……..કયારેક થોડી ગુંચ ઉકેલાય તો એમ સમજે છે કે હું ડાહ્યો પરંતુ નિરાંતે વિચારે તો ખબર પડે છે કે આપણે સહુ માત્ર નિમિત્ત માત્ર ગયો ! કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે છે અને સંબંધો રચાય છે અને કદીર અગમ્ય પરિસ્થિતિ ને પરિણામે અચાનક જિંદગીમાંથી દુર પણ ચાલ્યા જાય છે આપણે એને તૂટેલા સંબધોનું નામ આપીએ છે, નિમિત્ત ને દોષિત ઠરાવવાથી શું ફાયદો ? દોષ માત્ર અપેક્ષા નો છે,…તો પછી દરેકમાં શુદ્ધ આત્મા કેમ ન જોવો ?
ખરેખર જોવા જઇએ તો ,”સંબંધોનાં સમીકરણો અઘરાં છે. સંબંધોના સરવાળા હોય, ગુણાકાર હોય, બાદબાકી નહીં. જેને બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટે તેનું નામ બંધન, પરંતુ જે આપમેળે બંધાય અને જીવનભર ના તૂટે તેનું નામ સંબંધ … !!!
Dipakchitnis
dchitnis@gmail.com