રચના અને બેલા સાંજે બેડલુ લઈને પાણી ભરવા માટે નીકળી પડ્યા ગામની સ્ત્રીઓ ને મળવા માટે, કારણ કે એવી કોઈ જગ્યા નહોતી કે જેથી લોકોની મુલાકાત કરી શકે કોઈના ઘરે તો જઈ શકે એમ નહોતા એ લોકો જ્યાં પાણી ભરતા હતા તે બધી જ સ્ત્રીઓને મળ્યા ને બધી સ્ત્રીઓને કહ્યું કે; તમારે તમારી વિચારસરણી બદલવી હોય તો દસ મિનિટ માટે અમારી સામે બેસો .બધી સ્ત્રીઓ તૈયાર થઈ ગઈ પહેલા તો બધી સ્ત્રીઓએ પૂછવા લાગી કે શહેરમાં કેવું જીવન હોય છે? ત્યાં તમે શું કરો છો? બધા ને શહેરની જિંદગી જોવી હતી અને માણવી પણ હતી .
રચના અને બેલાએ કહ્યું કે; તમારે શહેરની જીંદગી જીવવા માટે એવું નથી કે શહેરમાં જવું પડે ગામમાં રહીને પણ તમે તમારી જિંદગી આઝાદીથી જીવી શકો છો.
ગામની સ્ત્રીઓ એ કહ્યું કે ;આ ગામમાંથી આઝાદ થવું ખૂબ જ મુશ્કેલ છે. ઘૂંઘટ પ્રથા જ અહીંયાથી નીકળતી નથી અને જ્યારે અવાજ કરવામાં આવે છે ત્યારે તો અમારા પતિ અમને મારે છે એનો માર ખાઈને પછી એમને ચૂપ રહેવાનો અધિકાર એમને મળી જાય છે હંમેશા ચુપ રહેવાનું અને બોલ્યા વિના કામ કરવાનું.
રચના અને બેલાએ કહ્યું કે; સહન કરવું ખૂબ મોટામાં મોટો ગુનો છે તમારે તો સત્ય સામે અવાજ ઉઠાવવાનો છે અને તમે તમારી અંદર છુપાયેલા શક્તિને બહાર કાઢવાની જરૂર છે. તમારી અંદર ઘણી બધી શક્તિ રહેલી છે સ્ત્રી ધારે તો શું નથી કરી શકતી! આપણા દેશમાં રાણી લક્ષ્મીબાઈ ની વાત તો તમે સાંભળી છે તેમજ રાણી અહલ્યાબાઇ, એવી કેટલી બધી સ્ત્રીઓ ના ઉદાહરણ જુઓ એ પણ જૂના જમાનાની સ્ત્રીઓ હતી પરંતુ એની શક્તિ હજુ પણ લોકોના હૃદયમાં જીવંત છે અવાજ ઉઠાવ્યા વિના તો તમારે કંઈ પણ પામી શકશો નહીં તમારે ગૃહ ઉદ્યોગ કરવો તો પણ અમે તૈયાર છે કારણ કે સરકાર ગૃહ ઉદ્યોગ માટે ઘણી બધી સબસીડી આપે છે હું પણ જાણું છું કે તમારી પાસે એટલી આવક નથી પરંતુ ઉપયોગ માટે સરકારી તરફથી નાણાં મળે છે સબસીડી મળે છે અને તમે પોતાના પગ પર થોડી ઘણી કમાણી કરી શકશો જે બહેનોને સીવણ આવડે છે એને ફોર્મ ભરીને સંચો લાવી આપીશ કોઈને સાબુ બનાવવાનું કામ કરવું હોય ,અગરબત્તી બનાવી હોય ,પાવડર બનાવવો હોય,નાના ઉદ્યોગો જેને પણ આવડતા હોય એ બધા કરી શકે છે અને નાણાં આપણે કમાઈને જ ભરવાના છે પશુપાલન માટે પણ લોન મળે છે અને અહીંયા ડેરી નથી તો ડેરીનું પણ આપણે ફોર્મ ભરીને પ્રયાસ કરીશું જેથી ડેરી ચાલુ થાય અને ગામમાં પશુપાલન જેના ઘરે છે લોકો દૂધ ભરાવી ને પોતાની આવક મેળવી શકે તેમજ દૂધની બનાવટો પણ તમે બનાવીને બહાર વેચી શકો છો. બીજું કે ગામમાં જે પાણીની સગવડ નથી એના માટે પણ તમારે કચેરીમાં જઇને ફોર્મ ભરવાનું જેથી કરીને તાત્કાલિક મંજૂર થઈ જશે અને એ લોકો નજરે જોવે તો ખબર પડશે કે ગામમાં પીવાની સુવિધા નથી.
ગામની સ્ત્રીઓ કહેવા લાગી કે; બહેન તમારી બધી જ વાત સાચી છે પરંતુ અમારે ગામ જઈને કેવી રીતે કહેવું કે મારે ગૃહ ઉદ્યોગ કરવો છે કારણ કે ગામમાં તો કોઈ પુરુષને સ્ત્રી કામ કરે તે પસંદ નથી અને પોતે કમાઈ શકે છે એમાંથી ઘરમાં પૂરું થતું નથી .
રચના અને બેલાએ કહ્યું કે; જ્યારે તમારી આવક ચાલુ થશે અને ઘરમાં સુવિધા થશે એટલે તમારા પતિ પણ તમને કંઈ પણ બોલશે નહીં .પહેલા તમે ગૃહ ઉદ્યોગ માટે તૈયાર થઈ જાવ તમને જે પણ ફાવતું હોય એ મને લખીને આપીદો જેથી કરીને હું તમારા ફોર્મ ભરીને તમને મળે એટલા સાધનો મેળવી આપુ. ત્યાં સુધી તમારે કંઈ પણ ઘરે કહેવાની જરૂર નથી તમે બપોરના ટાઈમમાં તો એકલા જ હો છો ત્યારે એકબીજાના ઘરે તો જઈ શકતા હશો ને!! ત્યાંગ્રુપમાં તમે તમારું કામ શરૂ કરો તેમને જ્યારે આવક આવે ત્યારે જ એમને આપો તમને ચોક્કસ સહકાર મળશે અને ડેરી ઉદ્યોગ તો જે કોઈને ફાવતો હોય એ રસોઈ ગામમાં જઈને બનાવી દો કારણકે રસોઈ બનાવવામાં તો કોઈ તમને જોવા તો આવવાના નથી અને પ્રોડક્ટ બનાવીને અમને મોકલાવી દો અમે બહાર વેચી ને તાત્કાલિક નાણાં તમને આપી દઇશું .બધી જ બહેનો ખુશ થઇ ગઈ અને કહ્યું કે ;ખરેખર રચનાબેન અને બેલા બેન તમે આપણા ગામનું એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવા જઈ રહ્યા છો ભગવાન તમને ખૂબ જ હિંમત આપશે.
રચના અને બેલા ઘરે આવી ગયા .મેના કાકીને કહ્યું કે બધી સ્ત્રીઓ સાથે મુલાકાત થઈ , પરંતુ સ્ત્રીઓ માં હિંમત આવવાની બાકી છે અમુક સ્ત્રીમાં ઘણી બધી હિંમત છે. પરંતુ મને લાગે છે કે ધીમે-ધીમે એ પણ શીખી જશે કારણ કે દરેક સ્ત્રીની અંદર એક છૂપી શક્તિ હોય છે જ્યારે એ શક્તિનો ઉપયોગ કરે છે ત્યારે એને કોઈની પણ પરવા રહેતી નથી જ્યારે પોતાના પરિવાર માટે જીવવા ઊભી થાય છે ત્યારે કોઈનું પણ વિચારતી નથી એને પણ એના બાળકનું ભવિષ્ય વિશે વિચારશે,એક મા તરીકે એ પોતાની અંદરની શક્તિ ને જ્યારે કોઈ નો અવાજ ફેંકાય છે ત્યારે આપોઆપ જાગૃત થાય છે એને પણ થાય છે કે હું પણ મારા બાળકને સારી એવી જિંદગી આપી શકું એના માટે એ ચોક્કસ તૈયાર થશે અને મને વિશ્વાસ છે કે એમની અંદરની શક્તિ એક સ્ત્રી તરીકેની ઉભરીને બહાર આવશે અને આ ગામનો નકશો ધીમે ધીમે બદલાઈને જ રહેશે.સ્ત્રીઓને અમે એમની શક્તિના દર્શન કરાવવા આવ્યા છીએ એમને આ જુનવાણી જીંદગીથી બહાર લાવીને રહીશું.
હવે આગળ જોઈએ કે બેલા અને રચના કેટલા સફળ થાય છે.