બેલાને ડોક્ટર સાહેબ લગ્ન માટે સમજાવી પરંતુ બેલા લગ્ન માટે તૈયાર થઇ રહી નહોતી એને એમ જ હતું કે લગ્ન જીવનમાં એક જ વખત હોય બીજી વખત ક્યારે સુખ મળે નહીં એવી ગ્રંથિ એના મનમાં ભરાઈ ગઈ હતી.
રચનાએ ઘરે આવીને એના મમ્મી -પપ્પાને પણ વાત કરી કે બેલા લગ્ન માટે તૈયાર થઈ જાય.
સાંજે ઘર કામ પરવારીને રચનાના માતા પિતાએ બેલાને કહ્યું;" બેટા" જીવનમાં લગ્ન કરવા ખૂબ જરૂરી છે તારા જીવનમાં પ્રથમ લગ્નથી સુખ ન મળ્યું એટલે એવું ક્યારેય વિચારવુ નહીં કે બીજા લગ્નથી સુખ નહિ મળે? થોડી વાર રાહ જો! તને ગમે તેવું પાત્ર તું પસંદ કરી લે , પછી જ લગ્ન કરજે જરૂરી નથી કે તુ હાલ લગ્ન માટેનો વિચાર કરે પરંતુ શાંતિથી વિચારી જો જે કારણકે જીવન સિક્કાની બે બાજુ છે . સુખ અને દુઃખ જીવનમાં વહેંચાયેલા છે જો જીવનમાં જીવનસાથી હોય તો સુખ અને દુઃખમાં સહારો બની શકે છે અને તેથી જીવનની તમામ ક્ષણ જલ્દીથી પસાર થઈ જાય છે. સુખ હોય તો પણ અને અને દુઃખ હોય તો પણ જીવનસાથી સાથે વહેચાઈ જાય છે અને તેના માટે લગ્ન જરૂરી છે.
બેલાએ કહ્યું; તમારી વાત સાચી છે, કાકી પરંતુ મને લગ્નજીવનમાં થી ખૂબ જ નફરત થઈ ગઈ છે ,પ્રથમ લગ્ન જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે હવે પછી મને લગ્ન કરવાની હિંમત રહી નથી. દરેક પુરુષમાં મને એમ થાય છે એ પણ એના જેવો જ હશે એની છબી મારા હૃદયમાંથી જતી નથી એટલા માટે મારે લગ્ન કરવા માટેની ઈચ્છા થતી નથી.
રચના કહે; બેલા તારી અંદર જે વિચાર શક્તિ છે અને તું બહાર કાઢી નાખ .બધા જ છોકરાઓ એના જેવા જ હોય એવું ક્યારેય વિચારીશ નહીં એકના કારણે બધાને એવી રીતે ધારી લેવાય એ પણ ખોટી વિચારસરણી છે .તને તારો જીવનસાથી બીજી વખત પ્રથમ લગ્ન જેવો જ મળે એવું ન પણ હોય તને ગમે તેવું પાત્ર શોધી તારા લગ્ન ક્યારેય નહિ કરાવીએ .જે પાત્ર શોધીએ એની જોડે થોડા દિવસ ફરજે,તારા વિચારો જોડે એ સેટ થાય પછી તારા લગ્ન વિશે વિચાર કરજે ત્યાં સુધી અમે તારા લગ્ન વિશે વિચાર કરશું નહીં.
રચનાના મમ્મી-પપ્પાએ કહ્યું;" બેટા"હવે તારી ઈચ્છા હોય ત્યારે જ લગ્ન કરીશું હવે તમે સુઈ જાવ સવારે પાછું તમારે બંનેને નોકરીએ જવાનું છે એટલે મોડું ન થાય.
રચના કહ્યું ;અમારી નોકરી અમે ચાલુ જ રાખીશું, પરંતુ હવે અમે વિચાર્યું છે કે રજાના દિવસે આપણા ગામડે જઈશું અને ગામડામાં દરેક સ્ત્રીને જાગૃત કરવાનો વિચાર છે એટલે જો તમારી ઈચ્છા હોય તો હું અને બેલા હવે પછી આપણા ગામડે જવાનું વિચારીએ છીએ. નોકરી તો અમારી ચાલુ જ રહેશે રજા નો ઉપયોગ કરીને આપણે આપણા ગામમાં જઈશું હવે કોઈની તાકાત નથી કે આપણને કંઇ પણ બોલી શકે?
રચનાના મમ્મી પપ્પા કહે ;"બેટા "એક વખત તો આપણે અહીં આવ્યા છે મુસીબતમાંથી છૂટી ને, હવે તો ફરીથી તું એ ગામમાં જવાની વાત કરે છે. તારા કાકા, કાકી ની તો ખબર છે તારા લગ્ન કરાવી દેશે પછી અમે તને કેવી રીતે બચાવશું.એટલા માટે આપણે જ્યાં છે ત્યાં સુખી જ છીએ. અહીંયા જ તમે નોકરી કરો અને અહીં જ રહો અમે તમારા સારું પાત્ર શોધીને એમની સાથે તમારા લગ્ન કરાવી દઇશું પછી જ ગામમાં જવાનું વિચારશું.
રચના કહે ;હવે હું વકીલાતનું ભણી ને બધા કાયદા કાનુન જાણતી થઈ ગઈ છું અને અમે પોલીસ મદદ લઈને જ ગામ માં જઈશું જેથી કરીને કોઈ અમારો વાળ પણ વાંકો કરી શકે નહીં .તમે ચિંતા કરશો નહીં! હું અને બેલા હવે તો બધી રીતે પહોંચી વળીએ તેવા છીએ પહેલા અમે શિક્ષિત ન હતા , કાયદા કાનુનની ખબર નહોતી. હવે તો અમે અવાજ ઉઠાવી શકીએ એટલા સક્ષમ છીએ એટલા માટે હવે તો અમને કોઈનો ડર નથી અમે સ્વમાનભેર ગામમાં જઈશું . ગામમાં અમારા જેવી કેટલીક સ્ત્રીઓનું જીવન બગડી રહ્યું છે કેટલીક સ્ત્રીઓ પોતાના સ્વમાનને ભોગે પોતાનું જીવન આગળ વધારી રહી છે એવી સ્ત્રીઓને અમે બહાર લાવવા માગીએ છીએ એમના જીવનમાં શિક્ષણનો દીપ પ્રગટાવવા માંગીએ છીએ.
બેલાએ કહ્યું ;સાચી વાત છે કાકી રચનાની. હવે આપણે જે ગામમાં થોડું ઘણું ભણ્યા એ ગામને થોડું શિક્ષિત બનાવીએ. એમને થોડું ઘણું શિક્ષણ આપીશું તો આપણી જાતને ભાગ્યશાળી માનીશું. ગામમાં ઘણા બધા કુરિવાજો છે એને દૂર કરવાનો પણ વિચાર છે. જે ડોક્ટર સાહેબ ની કૃપા થી અમે બંને તો શિક્ષિત બની ને અમારું જીવન તો સુધરી ગયું છે ,પરંતુ ગામમાં મારા જેવી કેટલીક સ્ત્રીઓ છે જેમનું જીવન અમારા જેવું ન બને એટલા માટે હવે તો ગામમાં જવું જરૂરી છે, જેથી કરીને ગામનો પણ વિકાસ થાય ગામના લોકો જે જુનવાણી વિચારે છે એમાંથી બહાર આવે એટલા માટે અમે રજાના દિવસે ગામમાં જવાનું વિચારી રહ્યા છે તો તમે અમને સાથ સહકાર આપશો તો અમે જે લક્ષ્ય નક્કી કર્યું છે એચોક્કસ રીતે પાડીને રહીશું.
રચના કહે; ચિંતા ના કર !મારા મમ્મી- પપ્પા હવે આપણને સમજે છે એ પણ આપણી સાથે જ આવશે જેથી કરીને પોતાનું મસ્તક ઊંચુ રાખીને ફરી શકે અને પોતાની દીકરી એના પગ પર ઊભી છે એ પણ એ લોકો જોઈ શકે અને ઈજ્જત પણ આપી શકે હવે તમારે કોઈનો ડર રાખવાનો નથી પહેલી વખતે પોલીસ પ્રોટેક્શન સાથે જ ગામમાં પગ મુકીશું. જેથી કરીને ગામના લોકો આપણને કોઈપણ રીતે હેરાન ન કરે અને ત્યાં જઈને આપણે આપણા ઘરમાં જ રહેવાનું છે પ્રથમ રજાના દિવસે આપણે કંઈ પણ કરવું નથી આપણે ગામમાં રહેલી પરિસ્થિતિની જાણકારી મેળવીશું. અને પછી બીજા જ દિવસે આપણે શું કરવું તે નક્કી કરશું. ત્યાં સુધી આપણે ચૂપ રહેવામાં જ મજા છે એમ કહીને એણે પોતાની વાત પૂરી કરી અને રચના મમ્મી-પપ્પાએ કહ્યું કે તમને યોગ્ય લાગે તે કરો અમારા આશીર્વાદ તમારી સાથે છે. પણ અત્યારે સુઈ જાવ.
આગળના ભાગમાં જઈશું કે રચના અને
બેલા પોતાના ગામમાં જઈને કયા સુધારા લાવશે અને સ્ત્રીઓને જુનવાણી વિચારો માંથી કેવી રીતે બહાર લાવશે તે જોઈશું.