આનું નામ જીંદગી...
જન્મ થી મરણ વચ્ચે નો સમય જે રીતે જીવાય એનું નામ જિંદગી, જિંદગીના અલગ અલગ મુકામે આપ્તજન જે લાગણી પ્રેમ વરસાવતા હોય છે તે થોડા વિભિન્ન પ્રકાર ના હોય છે
1) બાળપણ મા પ્રેમ હૂંફ લાગણી મળે કંઈપણ અપેક્ષાઓ વગર
2) યુવાની મા પ્રેમ મળે અપેક્ષાઓ સાથેનો
3) અંતિમ પડાવ વૃધ્ધાવસ્થા મા પ્રેમ મળે ખરો પણ હમદર્દી વાળો જે છે પચાવો ખુબ અઘરો...ક્યારેક એ પણ મળવો મુશ્કેલ
જીદંગી રોડ - રસ્તા જેવી છે.... સીધો સરળ અને સપાટ રસ્તો એટલે બચપણ, થોડો વાંકો ચુકો, પહાડી રસ્તો એટલે જવાની અને ખાડા ખબચડા કે તૂટેલો ફૂટેલો રોડ એ વૃધવસ્થા... રસ્તા ની જેમ જીંદગી મા પણ દરેક પડાવ તો નિશ્ચિત જ છે
જીંદગી નો સર્વ શ્રેષ્ઠ સમય ક્યો...??
તન અને મન તંદુરસ્ત હોય તે તેમજ તમે દરેક ના સુખ દુખ મા માનસિક અને શારીરિક રીતે મજબૂતી થી ઉભા રહી શકો તે..
જવાબદારીઓ, પડકાર અને મુશ્કેલી વગર નુ જીવન શું કામ નુ?? પડકાર અને મુશ્કેલી ઓ જ આપણે માનસિક અને શારીરિક મજબૂત બનાવે, દરેક પરિસ્થિતિ મા જીવતા શીખવે .. નિષ્ફળતા ને પચાવી સફળતા ના માર્ગે દોડતા શીખવે..
જીંદગી જિંદગી જીવવાની મજા તો ત્યારે જ આવે જયારે આપણે જંગલ ના રાજા સિંહની જેમ જીંદગી જીવતા હોઈએ, ખુમારી થી, સ્વાભિમાનથી, સ્વમાન સાથે ટટ્ટાર થઇ મર્દાની ચાલ ચાલતા હોઈએ લોકો આપણે પૂછતાં હોઈએ આપણે દરેક લોકો ને મદદમા આવવા શારીરિક અને આર્થિક રીતે સક્ષમ હોઈએ,
આને માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારુ રહેવું ખુબ ખુબ જરૂરી છે, સમતોલ આહર, વિચાર અને કસરત વગર આવું જીવન શક્ય ખરું??? જરાય નહિ...આને માટે નિયમિતતા પ્રાથમિકતા મા આવે, નિયમિત સૂવું જાગવું , સરળ અને સાદો આહાર પાયા ની જરૂરિયાત છે
એક વખત શારીરિક સ્વાસ્થ્ય ગડબડ થાય તો સુધારી શકાય પરંતુ માનસિક રીતે મજબૂત તો જીંદગીભર રહેવું જ જોઈએ, માનસિક ઠીલા પડ્યા તો જીંદગી ની અડધી બાઝી એમ જ હારી જઈએ...
મન ને મજબૂત રાખવા મન ને પણ સકારાત્મક વિચાર સ્વરૂપી ખોરાક ની જરૂર હોય છે, મન ને સતત હકારાત્મક વિચારો થી ભરતા રહેવું જોઈએ, કોઈ પણ નકારાત્મક વાત વિચાર થી દુર રહેવું જોઈએ
નકારાત્મક વાણી વિચાર અજાણતા મા આપણે ક્યારે દુખ રૂપી ઊંડી ખાઈ મા ધકેલી દે છે તે ખબર જ નથી પડતી અને પડતી લાવી જિંદગી ની પથારી ફેરવી નાંખે છે, સારા મા પણ ખરાબ જોવા ની આદત પડી જાય છે, મન નિરાશા તરફ ધકેલાતું જાય છે ચારેકોર અંધકાર છવાયેલો ભાસે છે,
માટે મન ને હંમેશા, સતત, નિરંતર નકારાત્મકતા થી દુર રાખવું જ જોઈએ
સકારાત્મક અને હકારાત્મક અભિગમ થી દરેક પરિસ્થિતિ મા આપણે આનંદ અને ઉત્સાહ નો સંચાર રહે છે જે જિંદગી સારી રીતે જીવવા ની જડ્ડીબુટ્ટી સમાન સાબિત થાય છે....
સકારાત્મક અને હકારાત્મક અભિગમ ગમે તેવા દુખ દર્દ કે પરિસ્થિતિ ને થાળે પાડવા ની પુરે પુરી તાકાત ધરાવે છે, આપણે આપણા વાણી અને વિચાર ને એટલા સમૃદ્ધ બનાવવા જોઈએ કે સકારાત્મક વિચારો મા ક્યારેય મંદી આવે જ નહિ, ચારેકોર આપણે આનંદ ઉત્સાહ નો સંચાર થયેલો દેખાય અને જિંદગી એકદમ સહજતા થી સમૃદ્ધ રીતે જીવી શકીએ
જીવન જીવવા ની મજા ત્યારે જ આવે જયારે આપણે માનસિક તેમજ શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોઈએ
દરેક લોકો ને તંદુરસ્ત મસ્ત જીંદગીમળી રહે તે માટે પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના અને આપ સૌને શુભકામનાઓ.....
આભાર સહ ....
હિરેન વોરા