Enjoy the dialogue in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | ડાયલોગ ની મજા

Featured Books
Categories
Share

ડાયલોગ ની મજા

નિજ રચિત એક અલગ પ્રકારની હાસ્ય રચના

ડાયલોગ ની મઝા

તમને ખબર હશે કે ગુજરાતમાં કોઈ પણ સિચ્યુએશન માં પિક્ચર ના ડાયલોગ ફટકારાતા હોય છે,
અલગ અલગ સિચ્યુએશન માં ડાયલોગ કેવા ફટકારાય એ જુઓ (વાંચો ભાઈ)...

જેમ કે

'તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ'_દામિની
નાનો પોયરો એના બાપાને કહે છે , કારણ કે બાપાએ રમકડાં માટે વાયદાઓ બહુ કર્યા હોય છે ...

' આપકે પાંવ દેખે, બહુત હસીન હૈ. ઉન્હે જમીન પર મત ઉતારિયેગા, મૈલે હો જાયેંગે' _પાકિઝા
આમાં પાંવ એટલે પાઉંભાજી વાળા પાઉં ની વાત છે, એટલે એને નીચે નઈ મૂક , ગંદા થઈ જાય ,ડીશ માં લઇને ્લેટફોર્મ પર મૂકી દે, એમ ગોરધન ઘરવાળી ને કહે છે, પછી ઘરવાળી સામુ ચોપડાવે કે તું મૂક, તું પણ નવરો જ બેઠો છે ને? મને શાનો ઓર્ડર કરે છે?...

'મેં ફેંકે હુએ પેસે નહી ઉઠાતા' _ દિવાર
બાપા ભૂરા ને પૈસા આપવા ગયા પણ પૈસા ગટર ના પાણી માં પડી ગયા હોય છે અને ભૂરો નાહીંધોઈને હમણાં જ બહાર નીકળ્યો હોય છે, પણ પછી એ હાથમાં કોથળી પહેરીને પૈસા કાઢી લે છે ખરો,...

' અરે ઓ શાંભા?, કિતને આદમી થે?' _ શોલે
માં શાંભો 35 વર્ષ નો થયો અને એણે હજી હમણાં હમણાં ભણવાનું ચાલુ કર્યું છે એટલે એનો ગણિતનો ટેસ્ટ લેવાય છે ,..

'યે ઢાઈ કિલો કા હાથ જબ ઉઠતા હે તબ માનવી ઉઠતા નહીં, ઉઠ જાતા હે'_ દામિની
પહેલવાન પપ્પા કોલેજીયન છોકરા ને ઊંઘ માંથી ઉઠાડતા બોલે છે...

'પુષ્પા, આઇ હેટ ટીયર્સ'_ અમરપ્રેમ
આમાં પુષ્પી ડુંગળી સમારે છે, સાથે એનો ગોરધન પણ બેઠેલો હોય છે ને ત્યારે આ ડાયલોગ ફેંકાય છે...

'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેનશાહ'_ શહેનશાહ
આમાં છોકરો કાપલી (પરીક્ષા વાળી ભાઈઓ) બનાવે છે ,હવે અલગ અલગ આન્સર વાળી કાપલી અલગ અલગ જગ્યા એ મૂકે છે પણ ભૂલી જાય છે કે કયા જવાબ ની કાપલી કઇ જગ્યાએ છે ??
એટલે બાપો એક માસ્ટર કાપલી બનાવી આપે છે , ને એમાં લખેલું હોય છે કે કઇ કાપલી કઈ જગ્યાએ છુપાવેલી છે ,છોકરો ઇમ્પ્રેસડ, ત્યારે બાપો આ ડાયલોગ બોલે છે.,.

'કૌન કમબખ્ત હૈ જો બરદાશ્ત કરને કે લિયે પીતા હૈ. મેં તો પીતા હું કી બસ સાંસ લે શકું' _દેવદાસ
આમાં હિરોને ખૂબ જ શરદી ખાંસી છે (કોરોના?) ,હિરો પાછો ગુજરાતી પણ છે એટલે દારૂમાં અજમો, સૂંઠ ને ગંઠોડા મિક્ષ કરીને પીએ છે ...

' મોગેમ્બો ખુશ હુઆ!'_મિસ્ટર ઈન્ડિયા
આમાં છોકરો દસ ટ્રાયલે સાતમું પાસ થયો એટલે બે ધોરણ પાસ બાપો આ ડાયલોગ ફટકારે છે ...

' બડે બડે શહેરો મેં ઐસી છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ,સેનોરીતા.'_દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
શહેર માં ગોરધન અને એની ઘરવાળી શાક લેવા જાય છે, ને સામેથી ગાય દોડી આવી છે ને ગભરાઈ ને ફૂટપાથ પર પડી જાય છે(ઘરવાળી પડી જાય છે યાર,ગાય નહીં!!, કૌંસ પૂરો), એટલે એનો ગોરધન આ ડાયલોગ ફટકારે છે,

'ડોન કો પકડના મુશ્કિલ હી નહી, નામુમકીન હૈ' _ડોન
પેલો ઉંદર ને પકડવા દોડે છે ને ઉંદર કબાટ પર બેઠેલો હોય છે ત્યારે ડાયલોગ ફટકારે છે, આ બાજુ પત્ની કમર પર હાથ રાખીને એના ગોરધન નો તાલ જોયા કરે છે ...

' હમ જહાં ખડે હો જાતે હૈ, લાઈન વહી સે શુરુ હોતી હૈ.' _કાલિયા
ચાલી માં ટોઇલેટ બધા પેક છે એટલે પેલો ડબલું લઈને આમતેમ દોડે છે ને એની પાછળ પાછળ ચાલી વાળા પણ ભાગે છે, અલબત્ત ડબલું લઈ ને સ્તો...
.
.
..
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995