પર્વ એવું પર્યુષણ મહાપર્વ..
પર્યુષણ મહાપર્વ..
એટલે પર્યુષણ મહાપર્વ..
એટલે પર્યુષણ મહાપર્વ..
એટલે પર્યુષણ મહાપર્વ..
એટલે પર્યુષણ મહાપર્વ..
એટલે પર્યુષણ મહાપર્વ..
પર્વ એવું પર્યુષણ મહાપર્વ....
પ્રતિક્રમણ...
હા પસ્તાવો, વિપુલ ઝરણુ સ્વર્ગ માંથી
ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈ ને પુણ્યશાળી
બને છે.... કવિ કલાપી
મનુષ્ય ભવે હાલતાં ચાલતાં જાણતા અજાણતા લાગે બારવ્રત ના અક્ષમ્ય પાપ,
સૂક્ષ્મ મા સૂક્ષ્મ જીવો ને ધ્યાન માં રાખી
બન્યું પાપ કર્મો નું પ્રાયશ્રિચત કરવા માટે પ્રતિક્રમણ
પ્રતિક્રમણ ના પ્રકાર છે પાંચ, જેમાં પર્યુષણ પર્વ માં કરાય સવારે રાઇસી પ્રતિક્રમણ ને સૂર્યાસ્તે કરાય દેવસી પ્રતિક્રમણ
પર્યુષણ ના આખરી આઠમા દિવસે સૂર્યાસ્તે કરાય સૌથી મોટું સંવત્સરી પ્રતિક્રમણ
અઢાર લાખ ચોવીસ હજાર એકસો વીસ જીવાયોની ના જીવો ને હાલતાંચાલતાં જાણતાઅજાણતા ભેદ્યયા કે હણ્યા હોય આશાતના ઉપજાવી હોય તો પ્રતિક્રમણ કરી ને ખમાવાય છે
અહો પ્રભુ અજાણતાં કર્યા છે મેં કેવા કેવા અઘોર પાપ, હે પ્રભુ ક્યારે હું છૂટીશ આવા કર્મો માંથી
થાય આવો દીલ થી પ્રશ્રયાતાપ ત્યારે કર્યું કહેવાય ખરું પ્રતિક્રમણ અને ક્ષય થાય અનંત અનંત બાંધેલ કર્મો નો....
સંવત્સરી પ્રતિક્રમણ કરી કહેવાય નાના મોટા ને બે હાથ જોડી મસ્તક નમાવી
"મિચ્છામિ દુક્કડમ્"
મતલબ પ્રતિક્રમણ કરી આપ સૌને ખરા અંતઃકરણ થી મન વચન કાયા ના યોગ થી કાંઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો ખમાવું છુ...
સાચી માફી માંગી ત્યારે કહેવાય જ્યારે કરેલા કર્મો નો થાય દીલથી અશ્રુભીની આંખે પસ્તાવો
સાચા દિલે માફી માગનાર અને સાચા દિલે માફી આપનાર બન્ને છે મહાન..
માફી માંગવા માં કોઈ ની થતી નથી હાર-જીત.....જીત થાય છે બાંધેલા કર્મો નો ક્ષય કરનાર ની ..
પ્રતિક્રમણ કરવાથી અનંત પાપકર્મ નો થાય વિનાશ અને પુણ્ય ની થાય છે પાપકર્મ ઉપર જીત ...
કાવ્ય 04
મહાવીર સ્વામી જન્મ ના ...ચૌદ સ્વપ્ન
ત્રિશળા વીર નંદન કી
જય બોલો મહાવીર કી
ઈ. પૂ ૫૯૯-૫૨૭ ચૈત્રી સુદ તેરસ ના
રોજ બિહાર ના કુંડળગામ ઈક્ષ્વાકુ કુળ માં
રાજા સિદ્ધાર્થ ને માતા ત્રિશળા ને ત્યાં ભગવાન વર્ધમાન મહાવીર ના જન્મ પૂર્વ
માતા ત્રિશળાદેવી ને અર્ધનિંદ્રા અવસ્થામાં ચૌદ શુભ સંકેતો ના સ્વપ્નો આવેલા...
માતા ત્રિશળા દેવી ને આવ્યું પ્રથમ સ્વપ્ન ચાર દાંત વાળા હાથી નું - દાન શિયળ તપ ભાવ ના સંકેત નું
માતા ત્રિશળા દેવી ને આવ્યું બીજું સ્વપ્ન
વૃષભ નું - ભરતક્ષેત્રે બોધિ બીજ ની વાવણી નું
માતા ત્રિશળા દેવી ને આવ્યું ત્રીજું સ્વપ્ન
સિંહ નું - કામરૂપી હાથી ને નષ્ટ કરી વન્ય જીવ રક્ષણ નું
માતા ત્રિશળા દેવી ને આવ્યું ચોથું સ્વપ્ન
લક્ષ્મી દેવી નું - વરસીદાન આપી મોક્ષ રૂપી લક્ષ્મી ની પ્રાપ્તિ નું...
માતા ત્રિશળા દેવી ને આવ્યું પાંચમું સ્વપ્ન
ફુલ ની માળા નું...ત્રણ લોક ના પુરુષ તેમની આજ્ઞા નું પાલન કરશે
માતા ત્રિશળા દેવી ને આવ્યું છઠ્ઠું સ્વપ્ન
આવ્યું ચંદ્ર નું... દુનિયા ને આનંદ આપશે
માતા ત્રિશળા દેવી ને આવ્યું સાતમું સ્વપ્ન
સૂર્ય નું... આભા મંડળ થી સુશોભિત થસે
માતા ત્રિશળા દેવી ને આવ્યું આઠમું સ્વપ્ન
ધ્વજા નું.. ધર્મ ની ધ્વજા ચારે દિશા મા ફેરવશે..
માતા ત્રિશળા દેવી ને આવ્યું નવમું સ્વપ્ન
પૂર્ણ કલશ નું.. ધર્મ મહેલ ની ટોચ સુધી રહેશે
માતા ત્રિશળા દેવી ને આવ્યું દસમું સ્વપ્ન
પદ્મ સરોવર નું... સુવર્ણ કમળ ઉપર પગ મૂકી ચાલશે
માતા ત્રિશળા દેવી ને આવ્યું અગિયારમું સ્વપ્ન ક્ષીર સમુદ્ર નું.. કેવળજ્ઞાની રત્નો વચ્ચે સ્થાન પ્રાપ્ત કરશે
માતા ત્રિશળા દેવી ને આવ્યું બારમું સ્વપ્ન
દેવ વિમાન નું.. વૈમાનિક દેવો થી પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્તિ નો સંકેત
માતા ત્રિશળા દેવી ને આવ્યું તેરમું સ્વપ્ન
રત્નો ના ઢગલા નું.. ત્રીજા રત્ન ના કિલ્લા થી વિભૂષિત થસે...
માતા ત્રિશળા દેવી ને આવ્યું ચૌદમું છેલ્લું સ્વપ્ન ધુમાડા વિના ની અગ્નિ શિખા નું.. ભવ્ય આત્મા સુવર્ણ થી પણ શુદ્ધ
આવા શુભ સંકેતો વાળા ચૌદ સ્વપ્નો જોયા પછી માતા ત્રિશળા દેવી ને ત્યાં થયો જન્મ ભગવાન મહાવીર નો
દેવતાઓ ના રાજા ઈન્દ્ર બાળ વર્ધમાન ને મેરુ પર્વત ઉપર લઈ જઈ દૂધ આદિ નો અભિષેક કરી પછી સોંપે વર્ધમાન ને માતા ત્રિશળા દેવી ને
ભગવાન મહાવીર ના જન્મ ની જાણ થતાં ચારે દિશા ઢોલ નગારા શરણાઈ ના મધુર સંગીત થી અને ફૂલો ના વરસાદ થી શોભી ઊઠે છે..
ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણક નું વાંચન પર્યુષણ મહાપર્વ ના પાંચમા દિવસે
હર્ષ ઉલ્લાસ આનંદ થી કરવા મા આવે છે
ત્રિશળા વીર નંદન કી
જય બોલો મહાવીર કી