Life is a golden evening! in Gujarati Motivational Stories by ... books and stories PDF | જિંદગી એક સોનેરી સાંજ !

The Author
Featured Books
Categories
Share

જિંદગી એક સોનેરી સાંજ !

એકધાર્યું કઈ પણ જીંદગીને મંજુર નથી હોતું , ના પ્રેમ ,
ના સંબંધ , ના દોસ્તી, ના સફળતા , બધું જ એક ચક્રવ્યૂહ પ્રમાણે ચાલતું રહે છે .

" ક્યારેક સપનાની ઉગતી પરોઢ તો,
ક્યારેક સંધર્ષ સંગ ઢળતી ‘સાંજ’ છે જીંદગી "

જીંદગી બદલાતી રહે છે !..દરેક સેકન્ડમાં દરેક મિનીટમાં, જીંદગી એતો કયારેય કીધું જ નથી કે તે એકસરખી રેહશે આપને જ વધારે અપેક્ષાઓ રાખતાં છીએ..
જીંદગી એ ટર્મ્સ એન્ડ કંડીશન પર આધારિત છે જો કઈક મેળવું હોય તો તેનાં બદલામાં કંઈક ગુમાવું પડશે ! પણ હંમેશા દુ:ખ પછી જ છે સુખ આવે છે તેવી જ રીતે આવા સમય માં સમજવું કે જીંદગી હવે તમને જીતનાં માર્ગ પર લઈ જઈ રહી ..
જીંદગીમાં સુખના દિવસો ઓછા હોય છે અને દુ:ખના દિવસો વધારે હોય છે દુઃખ માં હિંમત રાખવી અને રડવું નહિ અને સુખ માં છકી ના જવું અને અભિમાન ના કરે તેવી જ વ્યક્તિ પોતાની જીંદગીમાં સફળ થઇ શકે છે !
ઘણી વખત જીંદગીને દિલથી માણવા માટે જીંદગી સાથે સરેન્ડર થઇ જવું પડે છે,
લાગણી અને સંબંધ એ પ્રેમનો પર્યાય છે જે સંબંધમાં લાગણી કે પ્રેમ નથી તે સંબંધ નું અસ્તિત્વ નથી રહેતું !

જીંદગીના ઝંઝાવાત માં કોઈ દુઃખ છુપાવે , કોઈ બતાવે , કોઈ રડી ને દિલ બેહલાવે , તો કોઈ હસી ને દુ:ખ છુપાવે , કોઈ ને સમજવું મનાવવું !...
આવ શબ્દો ની જંજાળમાંથી નીકળવું અઘરું છે પણ મુશ્કેલ તો નથી જ.
જીંદગી એ એક કોયડો છે તેને જેટલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશુ તેટલાં જ તેમાં ઊંડા ઉતરતા જઈશું અને જીંદગી જટિલ બનતી જશે !...
જીંદગી બહુ નાની છે તેને મન ભરીને માણી લો શું ખબર કયારે જીંદગી નો હિસાબ થઈ જાય અને આ જીંદગીની નોકરીમાંથી રાજીનામું આપી દેવું પડે !.....
જીંદગી એ કોઈ વ્યક્તિ માટે નથી રોકાતી બસ આપણે ઘણી વખત જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ !..

છતાં પણ જીંદગી તો ચાલતી જ રહે છે જરૂર છે તો બસ તેને અનુરૂપ થવાની !.. જીંદગી ને અનુરૂપ થઇને જીવીશું તો જીંદગી એક નાની અમથી યાત્રા લાગશે !

જીંદગી એક સુંદર સફર છે આપણે બધા જ થોડાક સમયના સાથી છીએ !.... એટલા માટે ચિંતા છોડો અને જીંદગીને જીવી જાણો !.... શું ખબર કાલે !..... આ જીંદગી આપણી હશે કે નહિ ??
વીતી જાય છે - જીંદગી એ શોધવામા કે જોઈએ છે શું…?
જ્યારે આપણને એ જ ખબર નથી હોતી,
કે જે મળ્યુ છે એનુ કરવાનુ છે શું?

તો શા માટે આપણે “આજ” ને સંપૂર્ણ રીતે જીવતા નથી. આજે જીવનની દરેક ખુશીનો આનંદ માણો અને આનંદથી જીવો. જીવનના સપના સાકાર કરવા માટે “આજ” નો યોગ્ય રીતે ઉપયોગ કરો.

એ પણ યાદ રાખો કે વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. ઉત્સાહ અને આનંદ સાથે “આજ” જીવવું એ જીવન છે.
આજના જીવનમાં સ્ટ્રેસ જ સ્ટ્રેસ છે અને ક્યારેય સમાપ્ત ન થનારી દોડધામ છે. ઘણી હદ સુધી, જીવનમાં આવતા તણાવ માટે આપણે પોતે જ જવાબદાર છીએ.

આ તણાવભરી જિંદગી થી દૂર રહેવા માટે માણસોએ હંમેશા યોગ અને કસરતો નો સહારો લેવો જોઈએ આ તણાવમાંથી મુક્ત થયા પછી જ આપણે સુખી અને પરિપૂર્ણ જીવન જીવી શકીશું.

તેથી, જીવનના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે, શાંત મનથી વિશ્લેષણ કરો અને તેમાંથી છુટકારો મેળવવાનો માર્ગ શોધો. તો જ આપણે આનંદથી ભરપૂર જીવન જીવી શકીશું.