Mrugtrushna - 1 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 1

Featured Books
Categories
Share

મૃગતૃષ્ણા - ભાગ 1

કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા હતા.



કરણ ,સાક્ષી , રાજ ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ચહેેરા પર ચિંતા છવાઈ ગઈ હતી.


ઉપર ના ફ્લોર પર થી સંજય સર ફોન કરતા કરતા ઝડપ થી. નીચે આવી રહ્યા હતા.
ચિંતા એમના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહી હતી.


એમને કરણ ને કહ્યું,આ પાયલ છે ક્યાં ????


કલાક થી એનો ફોન ટ્રાય કરું છું ઉપાડતી જ નથી.


સર એ ક્યારે આપણો ફોન ઉપાડે છે , રાધિકા એ હસતા હસતા કહ્યું

###################


બીજી તરફ સવાર ની મસ્ત મજા લેતી , ઓશીકા સાથે લડતી અને સૂર્ય પ્રકાશ થી આખો ચોડતી પાયલ પોતાની આનંદમય સવારે ઉઠી ને ફોન ઉપાડે છે.


#################

એક મિનિટ- એક મિનિટ મેડમે ફોન ઉપાડ્યો, સંજય સર


ક્યાં છે તું ?????

પાયલ : અરે સર રસ્તા પર જ છું ,પહોંચું જ છું.


સંજય સર : ક્યાં બેડરૂમ થી બાથરૂમ સુધી ના રસ્તા ઉપર .


પાયલ : આવું છું પાંચ મિનિટ માં બાય... બાય... બાય..


અરે સાંભળ...મારી વાત તો સાંભળ..,લો મૂકી દીધો .


સર બે જ દિવસ છે મને નથી લાગતું કે આપડે કામ પૂરું કરી શકીશું ! દેવ વ્યાકુળ થઈ ને કહે છે.



સંજય સર : બધાં સાથે મળીને કરીશું તો આરામ થી થઈ જશે.


અને હાં કાલે બોસ આવે છે એટલે બધા એ ૮ વાગે હાજર થઇ જવું પડશે .


કરણ : ઓહ ! નો સર આજે મોડા સુધી કામ કરી થાકી જઈશું.


સંજય સર : મને ખબર છે પણ સર ને બધું જ કામ તૈયાર જોઈએ છે.



#####################



બીજી તરફ પાયલ પોતાના મસ્તી ભર્યા મોસમ ને માણતી માણતી ઓફીસ એ પહોંચે છે.



રાજ : લો ..આવી ગયા રાણી સાહેબા.


પાયલ : બસ હવે ટોન્ટ ના માર .


સંજય સર : હદ છે..ઘડિયાળ માં જો કેટલા વાગ્યા.


પાયલ : સોરી..હવે કામ શું છે એ બોલો

સાક્ષી : મેડમ ને ટેબલ પર બધું જ તૈયાર જોઈએ.


સંજય સર : પાયલ કાલે ફાઇનલ એકાઉન્ટ્સ ના રિપોર્ટ આપવા ના છે.


પાયલ : હાં પણ સર મેડમ એ માર્યા હોય એવો ફેસ કેમ બનાવ્યો છે." ડોન્ટ વરી" થઈ જશે બધું જ.


સર : i hope


થોડા સમય પછી રીસેસ પડે છે.બધા ચિંતા કરતા હોય છે ત્યાં પાયલ આવે છે.


પાયલ : ઓહ..ક્યાં..અરે શું તમે બધા આપણી પાસે ૮ કલાક છે આરામ થી બધું કામ પૂરું થઈ જશે.


કરણ : ખબર છે પણ ચિંતા કાલ ની છે.


પાયલ : શેની ચિંતા.

સાક્ષી : કાલે કંપની ના બૉસ આવે છે.

પાયલ : તોહ આ જે રોજ રોજ સવારે મને ફોન કરીને હેરાન કરે છે એ કોણ છે.

દેવ : અરે સંજય સર આપણી વડોદરા ની કંપની ના હેડ છે.

આ આખી કંપની જેની છે કાલે એ આવા ના છે.


પાયલ : હા..તો એમાં મોટી વાત શું છે.

રાધિકા : એ કે કાલે આપડે બધા એ જ ૮ વાગે આવનું છે

કરણ : અને આવીને તરત એકાઉન્ટ્સ ની મીટીંગ ફેસ કરવાની છે.

પાયલ : અરે...પણ.....


સંજય સર આવે છે અને કહે છે, પણ કંઈ જ નઈ પાયલ તું કાલે ૮ વાગે ઓફીસ માં જોઈએ.

સાંજે ૭:૪૫ વાગે


કરણ : હાસ.. ફાઈનલી કામ પૂરું થયું.


આકાશ : યાર પણ થાકી ગયા.કાલે શું થશે.

પાયલ : ડોન્ટ વરી ગાઈઝ ,આટલા ડરો છો કેમ.


રાધિકા : તને નથી ખબર કેમ કે તે બૉસ ને જોયા નથી.


પાયલ : કેમ દુનિયા નો ૮ મો અજૂબો છે
એ .


રાજ : ના ! પણ એ બોવ ગુસ્સા વાળા છે.બોવ અલગ છે બધા કરતા.પોતાના કામ સિવાય એમને બીજા કોઈ કામ માં ઇન્ટ્રેસટ જ નથી હોતો.એટલે તોહ આજે એ આટલા સક્સેસ માણસ છે.હું બોવ જ ઈમ્પ્રેશ છું એમના થી.



દેવ : અને રાધિકા થી ???🤣🤣🤣🤣

રાધિકા : ચૂપ થઈ જા દેવ...


( બધા હસવા લાગે છે)




🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣




{Next day}
પાયલ ની ની ગાડી પંચર થઈ જાય છે,બીજી બાજુ અનંત ઓફીસ માં આવે છે,પાયલ અને અનંત સામે સામે આવે છે.