Prem Kshitij - 53 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૩

The Author
Featured Books
Categories
Share

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૩

ઘરમાં ધમાલ મચી હતી, લગ્નના માત્ર ચાર દિવસ બાકી, મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા, શ્રેણિક અને શ્યામા અમદાવાદ ગયા હતા, સુતરીયા પરિવારને લેવા માટે, એરપોર્ટથી નીકળી ગયા હતા એટલે છ કલાકમાં અમરાપર બધાય આવી જશે!

શ્યામાએ ઘરમાં બધાને મદદ કરવા માટે એને આજે આવવાનું કહ્યું હતું, માયા આજે સવારથી એના ઘરે જ હતી, ન્યુઝીલેન્ડથી ઘરના બધા અવવના હતા એની સાથે શ્રેણિકનો જીગરી નયન પણ ખાસ આવવાનો હતો, શ્રેણીક અને શ્યામાએ એ વાત બધાથી છાની રાખી હતી, જેથી માયાને સરપ્રાઇઝ મળી શકે, એમને માયાની નીરસ બનેલી જિંદગીમાં એક નવો સુર પૂરવાનો અવસર મળ્યો હતો, એ બન્નેને હવે પોતાના લગ્ન કરતાં માયા અને નયનનાં મિલનની વધારે તાલાવેલી હતી.

રસ્તામાં એમણે નયનથી પણ બધી વાત છૂપાવી હતી, નયન હવે પહેલાની માફક ભડભડિયો નહોતો રહ્યો ના ખાઉંધરો! હવે એ સાવ બદલાઈ ગયો હતો, એ હવે નિયમિત જીમમાં જઈને પોતાની બોડીને મેન્ટન રાખતો થઈ ગયો હતો જિંદગીમાં વાગેલી ઠોકરે એની અસ્તવ્યસ્ત ચાલી રહેલી જિંદગીને એક સાચા પાટે ચડાવી દીધી હતી.

બધાનું ઇન્ડિયા આગમન થયું, સૌનું ઇન્ડિયાની ધરતીને મહેક સાથે મિલન થયું, હજી આ તો અમદાવાદ હતું, સાચું ભરતદર્શન તો એમને અમરાપરમાં થવાનું હતું, એમને સાંભળેલી વાતોને તેઓ અનુભવવા માંડ્યા, શ્યામાના મોઢે ભારતીય વાતો અને રિવાજો તેઓ જાણે અનુભવતા હોય આગળ વધી રહ્યા હતા, કારમાં બેસીને બહાર નિહાળતા, ક્યાંક કોઈ ખેતરના ઊભેલો લીલો પાક તો ક્યાંક વિરાન પડેલા વૃક્ષોની છાયા! કોઈ વર્ષોથી ઉભેલા પાળિયા તો ક્યાંક નાનકડી દેરીઓ એમને જાણે સંસ્કૃતિના દર્શન કરાવી રહી હતી, શહેરની ભીડમાં તેઓને થોડી અકળામણ પણ થઈ પરંતુ સાણંદ વટાવીને તેઓ કાઠિયાવાડની ધરાને મળ્યા ત્યાં જ એમને એક માનસિક શાંતિ લાગી.

પ્રતિમા અને શ્યામા બન્ને રીવજની વાતો કરતા હતા અને રસ્તો કપાઈ રહ્યો હતો, શ્રેણિક અને નયન એમનાં પ્રોજેક્ટની વાતોમાં મશગુલ હતા, બધાની અરસપરસ વાતો ચાલી રહી હતી ત્યાં શ્યામાએ નયનને વાતવાતમાં માયાની વાત કરવાનું સૂઝ્યું, એને શ્રેણિકને આંખથી ઈશારો કર્યો જેથી એનો ટેકો મળી રહે અને એમનું ધારેલું થાય.

શ્યામાએ વાતને શરૂ કરી.

"નયન, તને ખબર છે લાસ્ટ ટાઇમ તું આવેલો તો તને બધું ખાવાની બહુ મજા આવેલી!"- શ્યામાએ એની એક જૂની વાતને છેડી.

"હા ભાભી, મજા તો બહુ આવેલી... એના જેવું ડેલિશિયશ ફૂડ તો મે હજીય નથી ખાધું, બહુ મિસ કરું છું."- કહીને નયને એકદમ સોમ્યતાથી જવાબ આપ્યો.

"હા..મને યાદ છે, એને તને જોવા કરતાં ખાવામાં વધારે રસ હતો ..!"- કહીને શ્રેણિકે એને હળવા મૂડમાં કહ્યું.

"હા તો ..તું આવેલો છોકરી જોવા...તો માટે જોઈને શું કરવાનું...મારે તો ખાઈ પીને જલસા જ કરવાના હતા ને!"- નયને એના ટોનમાં જવાબ આપ્યો.

"હા....મને ખબર છે, તું કેવો તૂટી પડતો હતો વણેલા ગાંઠિયા જોઈને...!- કહીને શ્રેણિક હસી પડ્યો અને જોડે બધા પણ હસવા માંડ્યા.

"જા ને હવે....!"- નયને બચાવ કરતાં કહ્યું.

"અને યાદ છે તારી ઓલી મારી બેનપણી માયા જોડે કેવી લડાઈ થતી હતી વાત વાતમાં?"- શ્યામાએ હળવેકથી વાતને સેરવી દીધી.

"હા...શું નામ હતું એનું? હું ભૂલી ગયો..બહુ ટાઇમ થઈ ગયો ને!"- કહીને નયને એના મગજમાં ક્યાંક રહેલી માયાને યાદ કરી.

"માયા... તું ભૂલી ગયો એને?"- શ્રેણિકે એને એવી રીતે કહ્યું જાણે એને કોઈ ગુનો કરી દીધો હોય!

"ના હવે...પણ નામ યાદ નહોતું આવતું અચાનક... બાકી બહુ ખતરનાક હતી હો ભાઈ તારી સાળી...!'- નયને સ્મિત સાથે કહ્યું.

"એ તો બેનપણીઓ સરખી જ હોય ને!"- કહીને શ્રેણિકે શ્યામા તરફ જોયું અને લુચ્ચું હસવા માંડ્યો.

"શું કીધું? એટલે હું એના જેવી ઝઘડાળુ છું?"- કહીને શ્યામે આંખો ઝીણી કરીને શ્રેણિકને જોવા માંડી અને એ પણ એના મજાકને જાણે ગમાડતી હોય એમ જોવા માંડી.

"ના હવે...મે ક્યાં એવું કહ્યું ..તને મારે એવું થોડી કહેવાય?"- શ્રેણિક હસવા માંડ્યો.

"જો તો આ બન્ને તો કદી નહિ સુધરે.... શ્રેણિક ઓછું હેરાન કર હવે શ્યામાને..નહિ તો ચોરીથી ભાગી જશે!"- કહીને પ્રતિમા હસી પડી.

"ભાગી જાય એમ નથી હો આંટી આ શ્યામા!"- કહીને નયને એનો પક્ષ લીધો.

"બાય ધ વે...તમારી ઓલી બેનપણી માયા શું કરે છે આજ કાલ?"- કહીને નયને શ્યામાને માયા વિશે પૂછ્યું.

ક્રમશઃ