(ગયા અંકમા તમે વાંચ્યુ જેમ જેમ ઘર નજીક આવતું જતું હતું તેમ તેમ જીગ્નેશના હૃદયના ધબકારા બે કાબુ થઈને જોરશોરથી ધબકી રહ્યા હતા.) હવે આગળ વાંચો...
ગામદેવીના મંદિર પાસે. જીગ્નેશ અને ચકોરી પહોંચ્યા. ગામદેવી માતાની મૂર્તિની સમક્ષ જીગ્નેશે મસ્ત નમાવ્યુ. અને પછી બંને હાથ જોડીને માતાને પ્રાર્થના કરતા મનમાં બોલ્યો.
"અગિયાર વર્ષે મા હું ફરી એકવાર તારી સામે ઉભો છું. તારા સાનિધ્યમાંથી જ મને કેશવ કાકા ઉપાડીને લઈ ગયેલા એણે મને ચોર બનાવ્યો.પણ.એ તારી જ કૃપા હતી મારા ઉપર.કે હું ચોર બન્યો છતા. મારા સંસ્કાર હું ન ભૂલી શક્યો. અન્યાય અને જુલમનો સામનો કરવાની તે મને શક્તિ આપી. મા મને આમ જ હંમેશા ન્યાય અને સચ્ચાઈના માર્ગે ચલાવજે." જીગ્નેશ ની જેમ ચકોરી પણ.અત્યારે ગામદેવી માતાને પ્રાથી રહી હતી કે.
"માં મુજ અનાથની લાજ હવે તારા હાથમાં છે. ગીતામાં અને કિશોરકાકા મને આશરો આપે એવું કરજે માં. અને જીગ્નેશ નો એના માબાપ સાથેના મેળાપનો મને સાક્ષી બનાવજે માં." પ્રાર્થના કરતા કરતા ચકોરીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. જીગ્નેશે ચકોરની તરફ જોયુ. ચકોરીની બંધ આંખોમાંથી. જાણે ગંગા જમનાની ધારા વહેતી હોય એવું એને લાગ્યું પ્રાર્થના પૂરી થઈ એટલે બંને બહાર આવ્યા. અને મંદિરની બહાર વડલાના ઝાડને ફરતે બાંધેલા ચોતરા ઉપર બંને બેઠા
" આ એ જ જગ્યા છે ચકોરી. જ્યાં હું તમારા બધાની રાહ જોતો બેઠો હતો. અને અચાનક કેશવ કાકા આવ્યા. અને કોથળામાં નાખીને મને ઉપાડી ગયા હતા." જીગ્નેશે ગંભીર સાદે બોલ્યો. તો જાણે એના શબ્દોનો પડઘો પાડતી હોય એમ એટલા જ ધીમા સાથે ચકોરી બોલી.
" હા જીગા. અને તને ઉપાડી જતા જોવાની હું સાક્ષી બની. સહુથી પહેલા હું અહીં આવી હતી અને તારા ઉપર કોથળો નાખીને તને ઉપાડીને કેશવ કાકાએ દોટ મૂકી તો હું ચીસો પાડતી બુમાબુમ કરતી.મંદિરમાં કિશોર કાકા પાસે દોડી ગઈ હતી.તને ઊંચકીને લઈ જતા કેશવ કાકા નું એ દ્રશ્ય આજે પણ મારી નજર સમક્ષ તરવરી રહ્યું છે જીગા." અચાનક જીગ્નેશે ચકોરી નો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું.
"ચકોરી. બા. બાપુ ની સામે હું કઈ રીતે જઈશ? મને.. મને ખરેખર બહુ મૂંઝવણ થઈ રહી છે.મારી છાતીના ધબકારા મારા વશમાં નથી ચકોરી. શું બા બાપુ મને ઓળખશે? અને હું તો ઈચ્છું છું ચકોરી કે બા બાપુ મને ન ઓળખે એ જ સારું."
" કેમ?" ચકોરીએ પૂછ્યું.
"જો એમને ખબર પડે. કે એમનો જીગો ચોર છે. ચોરીયો કરે છે. તો એમને કેટલું દુઃખ થાય." આટલું બોલતા બોલતા જીગ્નેશ ની આંખો છલકાઈ ગઈ. ચકોરીએ પોતાની નાજુક આંગળીઓ વતી જીગ્નેશની આંખો લુછતા કહ્યું.
" અરે. રે. ગાંડા રે ગાંડા. તે અત્યાર સુધી જે કંઈ કર્યું.એ તારી પોતાની ઈચ્છાથી થોડીને કરેલુ. તું ચોર બન્યો.ને ચોરીયો પણ કરી. પણ એ તારી મજબૂરી હતી. હવે તો તું થોડીને ચોરીઓ કરીશ?"
" કંઈ કહેવાય નહીં ચકોરી.અત્યાર સુધી મેં કરી કરેલી ચોરીઓ.ક્યાંક મારી આદત ન બની ગઈ હોય? અને જો આ આદતે મારો પીછો ન છોડ્યો તો?" જીગ્નેશ ને પોતાનાજ આચરણ ઉપર શંકા હતી એટલે એ શંકાસ્પદ સ્વરે બોલ્યો. પણ ચકોરીએ એને અશ્વાસન આપતા કહ્યું.
" તું તારી જાતને સુધારી શકે છે જીગા. અત્યાર સુધી તે જે કંઈ કર્યું એ માટે તું દોષી નથી. બસ હવે તું મક્કમતા પૂર્વક નિર્ણય કરી લે. કે હવે હું જે કંઈ કમાઈશ. એ મહેનતથી. મજૂરી કરીને કમાઈશ. કઈ પણ થઈ જાય. ચોરી તો હું નહીં. નહીં. ને નહીં જ કરું. મને વચન આપ જીગા. કે તુ હવેથી ચોરીઓ નહીં જ કરે " જીગ્નેશ ચોતરા ઉપરથી ઉભો થયો. ફરી એક વાર માતાજીની મૂર્તિની સમક્ષ હાથ જોડીને ઉભો રહ્યો. અને બોલ્યો.
" હું ગામદેવી માતાને સાક્ષી રાખીને તને વચન દઉં છું ચકોરી. કે હું ચોરી તો કોઈ કાળે નહીં કરું. પણ જ્યાં સુધી હું પગ નથી થતો ત્યાં સુધી હું બા બાપુ ની સામે એમના દીકરા તરીકે હું મારી જાતને છતી પણ નહીં કરું. અને આમાં તું મારો સાથ આપીશ ને ચકોરી?" ચકોરી અહોભાવથી જીગ્નેશને જોઈ રહી અને હકારમાં મસ્તક હલાવતા જીગ્નેશને વળગી ને રડી પડી...
... શુ જીગ્નેશના બા બાપુ જીગ્નેશને ઓળખશે? શુ ચકોરી ને આસરો. મળશે? વાંચતા રહો ચોર અને ચકોરી..