Prem no Purn Santosh - 5 in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૫

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૫

કોમલ નો હાથ પકડી ને રાજ કોફી શોપ તરફ આગળ વધે છે. ત્યારે કોમલ વિચાર કરે છે.
જો રાજ સાથે કોફી પીવા જઇશ તો રાજલ નારાજ થશે અને જો ન જઈશ તો રાજ મારી સાથે બળજબરી પણ કરી શકે છે. મુંજવણમાં મુકાયેલી કોમલ આખરે રાજ નો હાથ છોડાવીને કોલેજ તરફ ડોટ મૂકી જેથી રાજ પકડી ન શકે અને કઈ બોલી શકે પણ નહિ.

કોમલ ના ત્યાંથી ગયા પછી રાજ નો હાથ રાજલે પકડ્યો અને કોફી શોપ તરફ આગળ વધી. કોફી શોપ ની અંદર બેસીને રાજલ અને રાજે ઘણી વાતો કરી અને એકબીજા થોડા નજીક આવ્યા. જે રાજલ ઈચ્છતી હતી તે બધું ધીરે ધીરે થવા લાગ્યું.

"માંગુ છું તારી જોડે એક વચન ,
મારો સાથ ક્યારેય નહિ છોડવાનો.
વચન આપજે આ મારા કસમ પર,
કદાચ તૂટી જાય તો હું જોવા ના રહું..."

રાજલ મનમાં ઉદભવેલા પ્રેમના સુર મનમાં રાખીને થોડી મલકાઈ. થયું અત્યારે જ રાજ ને બે શબ્દો કહીને દિલ જીતી લવ પણ હજુ શરૂઆત ની મુલાકાતમાં જ કહેવું રાજલ ને ઉચિત લાગ્યું નહિ એટલે ચૂપ રહી.

ઘણો સમય વીત્યા પછી પણ કોલેજના ગેટ પાસે રાજલ આવી નહિ એટલે કોમલે ફોન કર્યો. પણ હજુ ફોન ની રીંગ વાગવાની સાથે રાજલે ફોન કટ કરી દિધો.
થોડી વાર રહીને ફરી કોમલે કોલ કર્યો ત્યાં સામેથી રાજલ ને આવતી જોઈ ગઈ. તરત તેનો ફોન પર્સમાં મૂકીને કોલેજના ગેટ થી થોડી દૂર રહીને ઊભી રહી ગઈ.

જેમ જેમ રાજ ને આવતા કોમલ જુએ છે તેમ તેમ તેની અંદર થી ધૃણા ઉત્પન્ન થાય છે. જાણે એવું થવા લાગ્યું હતું કે હું તેનું ખૂન કરી નાખું. પણ કોમલ ક્રોધમાં આવીને આવા વિચારો તેના મનમાં ભમ્યા કરતા હતા. આ વિચારો નું કારણ હતું રાજ ની ખરાબ નજર. જે નજર થી રાજ કોમલ ને જોઈ રહ્યો હતો તે જોતા એવું લાગે કે રાજ કઈક તો કોમલ સાથે કરશે જ.

જો મળીશ સામે તો ખરાખરી નો ખેલ થશે,!
આવીશ સામે તો તલવાર થી એક ના બે થશે.!!

કોમલ જેટલી બહારથી ભોળી લાગતી હતી તેટલી તે ભોળી હતી નહિ અને કોમલ જેટલી બહાર થી હોશિયાર અને ચાલક લાગતી હતી તે દિલની નાદાન હોય તેવું લાગતું હતું.

કોમલ પાસે રાજલ આવી એટલે તરત તેનો હાથ પકડીને પાર્કિંગ તરફ લઈ ગઈ જ્યાં તેની સ્કુટી પાર્ક કરી હતી. રસ્તામાં તેનો હળવો ગુસ્સો રાજલ પર ઠાલવ્યો.
"રાજલ જો કેટલું મોડું થઈ ગયું છે. આંટી પૂછશે ક્યાં હતા અત્યાર સુધી.? તો આપણે જવાબ શું આપીશું.?"

તું ચિંતા ન કર કોમલ. હું મારા મમ્મી પપ્પા ને ઓળખું છું. અને રહી વાત તું શા માટે આટલી હાફળી ફાફળી થાય છે.? તને રાજ પસંદ ન હોય તો હું શું કરું.! મને રાજ પસંદ છે અને હું તેની સાથે જ રહીશ.

કોમલ ને મનમાં વિચાર તો આવ્યો કે હું જેવી રાજલ ને સમજતી હતી તેવી રાજલ હવે છે નહિ તે સાવ બદલાઈ ગઈ છે. એવું મન થાય છે કે અત્યારે હું ગામડે જતી રહું. પણ પોતાના કરિયર ને લઈને તે પોતાના માતા પિતા ના અરમાન તોડવા માંગતી ન હતી એટલે ચૂપચાપ થોડું સહન કરી લેવું એવું વિચારી લીધું.

સારો ખરાબ એકવાર સૌનો સમય આવે છે,
હિંમત ના હારે એ જ વ્યક્તિ અહીં તો ફાવે છે. !

રાજલ પોતાની સ્કુટી લઈને પાછળ કોમલ ને બેસાડીને કોલેજ ના ગેટ પાસે પહોંચી. રાજ ને જોઈને રાજલે સ્કુટી ઊભી રાખીને રાજ સામે મીઠી સ્માઈલ કરી.
કાલે ફરી મળીશું કહીને રાજે તેની નજર રાજલ પાસેથી કોમલ તરફ કરી. રાજ જે રીતે કોમલ તરફ જોયું કે તરત કોમલ તેનું મો ફેરવી નાખ્યું અને બોલી.
રાજલ આપણ ને ઘરે જવાનું મોડું થઈ રહ્યું છે.!

બાય કહીને રાજલે પોતાની સ્કુટી ઘર તરફ રવાના કરી. રસ્તામાં ફરી રાજલે કોમલ ને કડવા વહેણ કહીને ચેતવી.
હું જે કરુ તેમાં બાધા રૂપ થઈશ નહિ, નહિ તો હું ભૂલી જઈશ તું મારી દોસ્ત છે.

એક જ દિવસમાં જાણે રાજલે પોતાની ઓકાત બતાવી દીધી હોય તેવું કોમલ ને લાગ્યું. કોમલ આ શબ્દો સાંભળીને શોકમય મની ગઈ. ક્ષણભર એવું લાગ્યું અત્યારે જ મારે ઘરે જતી રહું પણ એક બે દિવસ ની રાહ જોવી કોમલ ને ઉચિત લાગ્યું. કેમકે તે ઉતાવળે આવી નાની વાતમાં મોટું પગલું ભરવા માંગતી ન હતી.

બીજે દિવસે કોલેજ પહોચતા ની સાથે રાજલ ની સાથે રહેવાને બદલે કોમલ થોડી દૂર ગઈ એટલે કે તે ક્લાસરૂમ તરફ એકલી જતી રહી. કેમકે કોમલ જાણતી હતી રાજલ તો રાજ ની રાહ જોવા લાગશે તેને તો અભ્યાસમાં કોઈ રુચિ નથી અને રાજ પણ તેના જેવો જ છે તો હું શા માટે મારા કરિયર પર અસર પાડું. કોમલ નું આવી રીતે એકલું કલાસરૂમ તરફ જવું રાજલ ને યોગ્ય જ લાગ્યું કેમકે હવે કોમલ પ્રત્યે પ્રેમભાવ ધીરે ધીરે ઘટવા લાગ્યો હતો.

આજુબાજુ નજર કરી પણ રાજ દેખાયો નહિ એટલે રાજલ પણ તેના ક્લાસરૂમમાં ગઈ પણ મન તો તેનું રાજ પાસે હતું એટલે હવે ક્યારે રાજ ને મળીશ તે વિચારોમાં ખોવાઈ ગઈ.!

ક્લાસ બધા પુરા થતાં જ રાજલ ક્લાસરૂમ માંથી બહાર નીકળી અને રાજ ને શોધવા લાગી. રાજ ક્યાંય દેખાયો નહિ પણ તેનો એક ફ્રેન્ડ તેની નજર સામેથી પસાર થયો. તેને ઊભો રાખીને રાજ છે ક્યાં.? એવું પૂછ્યું.
તરત તેણે કહ્યું.
રાજ તો લાઇબ્રેરી તરફ જતા મે જોયો હતો પછી ખબર નહિ.
આટલું કહીને તે નીકળી ગયો.

રાજલ ચાલતી ચાલતી લાઇબ્રેરી પાસે પહોંચી. લાઇબ્રેરી આગળ કોઈ હતું નહિ એટલે પાછળના ભાગમાં નજર કરી તો રાજ અને તેનો દોસ્ત સિગારેટ ફૂકી રહ્યા હતા.

રાજલ તેની પાસે પહોંચી એટલે રાજ નો દોસ્ત ત્યાંથી નીકળી ગયો.
રાજલ ત્યાં થી રાજ ને દૂર લઈ જવા તેનો હાથ પકડ્યો ત્યાં રાજ બોલ્યો.
"રાજલ એક મિનિટ બસ આ સિગારેટ પૂરી કરી લવ."
એક ફૂક ભરીને રાજે રાજલ સામે સિગારેટ આગળ ધરી અને કહ્યું તું પણ એક ફુક ભર.

પહેલા તો આ સિગારેટ નથી કઈક બીજું છે આમ કહીને રાજલે સિગારેટ ને તરછોડી પણ રાજ ના બીજીવાર કહેવાથી રાજલે સિગારેટ મો પર લગાવી ત્યાં તો રાજલ નું મગજ ફરવા લાગ્યું. બબ્બે દેખાવા લાગ્યા. જાણે કે સિગારેટ નહિ પણ કોઈ બીજો નશો હોય તેવું રાજલ ને લાગ્યું.

ક્લાસ પુરા થતા જ કોમલ ક્લાસ માંથી બહાર નીકળી ને રાજલ ના ક્લાસ પાસે પહોંચી પણ ત્યાં રાજલ હાજર હતી નહિ. કોઇએ કહ્યું રાજલ લાઇબ્રેરી તરફ ગઈ છે. પહેલા તો ત્યાં રાજ હશે એવું વિચારીને ત્યાં જવાનું માંડી વાળ્યું પણ મોડું થશે એ માટે કોમલ લાઇબ્રેરી તરફ આગળ વધી.
જ્યારે રાજલ સિગારેટ નું ફુક ભરી રહી હતી ત્યારે જ કોમલ ત્યાં આવી પહોંચે છે અને રાજલ ને સિગારેટ પીતા જોઈ જાય છે.

શું રાજલ પણ રાજ જેવી થઈ જશે.? શું રાજલ ની સંગત વિશે કોમલ તેના ઘરે જાણ કરી દેશે.? શું આ દ્રશ્ય જોઈને કોમલ હવે રાજલ નો સાથ છોડી દેશે કે સુધારવાની કોશિશ કરશે .? જોઈશું આગળનાં ભાગમાં...

ક્રમશ....